14 August 2017

ખુશી જો વહેંચવામાં આવે તો ભગવાન એના અનેક રસ્તાઓ સુઝાડતાં જ હોય છે !!!!

એક  માણસે દુકાનદારને પૂછ્યું -----
"કેળાં અને સફરજન કેમ આપ્યાં ?"
"કેળાં ૨૦ રુપીય્રે કિલો અને સફરજન ૧૦૦ રુપીયે કિલો  ....."
બરાબર એક સમયે એક ગરીબ સ્ત્રી લઘરવઘર વસ્ત્રોમાં ત્યાં આવી અને બોલી ----
" મને એક કિલો સફરજન અને એક ડઝન કેળાં આપીદો ....... "" શું ભાવ છે ભાઈ ? "
દુકાનદાર : " કેળાં ૫ રૂપિયે ડઝન અને સફરજન ૨૫ રૂપિયે કિલો ..... "
સ્ત્રી બહુજ ખુશ થઇ અને બોલી ------
" તો તો જલ્દીથી મને આપી દો ને !!!"
દુકાનમાં પહેલેથીજ મોજુદ ગ્રાહકે દુકાનદાર રેફ ખાઈ જવાની નજરે જોયું
એ કઈ પણ બોલે એ પહેલાં જ દુકાનદારે ગ્રાહકને થોડો ઈન્તેજાર કરવાં કહ્યું !!!!
સ્ત્રી રાજીની રેડ થતી થતી ફળો ખરીદીને બડબડતી નાહર નીકળી
"હે ભગવાન !!!! તારો લાખ લાખ આભાર .......મારાં છોકરાઓ ફળ ખાઈને આજે બહુજ ખુશ થશે ..... !!!"
જેવી પેલો સ્ત્રી બહાર નીકળી કે તરત જ પેલાં હાજર ગ્રાહકે મારી તરફ જોઈને કહ્યું -----" ઈશ્વર સાક્ષી છે  ભાઈ સાહેબ  ......"
" મેં તમારી સાથે કોઈ જ છેતરપીંડી નથી કરી
કે નથી હું જુઠ્ઠું બોલ્યો તમારી આગળ ....."
" આ એક વિધવા સ્ત્રી છે
અને ૪ અનાથ બાળકોની માતા છે કોઈની પણ પાસે હાથ લંબાવવા તોયાર નથી કે મદદ લેવાં તૈયાર નથી  ..... "
"મેં એને અનેકોવાર મદદ કરવાની કોશિશ કરી પણ  દરેક વખતે મને નિષ્ફળતા જ મળી છે !!!! "
"ત્યારે મને આ તરકીબ સુઝી કે જ્યારે તે આવે ત્યારે એને ઓછામાં ઓછાં ભાવે હું ફળો આપું છું હું ઇચ્છું છું કે એનો એ અહમ જળવાઈ રહે કે એ કોઇની પણ  મોહતાજ નથી  ..... !!!!"
" હું આ રીતે ખુદાના બંદાઓની પૂજા કરી લઉં છું આ રીતે !!!"
પછી થોડીવાર અટકીને દુકાનદાર બોલ્યો
" આ સ્ત્રી અઠવાડીયા માં એક જ વાર આવે છે ભગવાન સાક્ષી છે એ વાતના કે એ જયારે પણ આવે છે તે દિવસે મારો ધંધો ખુબજ ધમધોકાર ચાલે છે અને એ દિવસે જાણે ભગવાન  મારાં પર મહેરબાન હોય એવું લાગે છે ..... સાહેબ !!!"

આ સાંભળીને ગ્રાહકની આંખમાં આંસુ આવી ગયાં અને આગળ વધીને એણે દુકાનદારને ગળે લગાવી દીધો અને વિના કોઈ શિકાયત કર્યે એણે પોતાનાં ફળો ખરીદી લીધાં
અને એ ખુશ થતો થતો દુકાનના પગથીયાં ઉતરી ગયો !!!
પણ એ જેવો ઉતાર્યો એવો એ પાછો ચડયો
અને પોતાના ઝભ્ભાનાં ખીસામાંથી પાકીટ કાઢીને ૨૦૦૦ની ત્રણ નોટ કાઢીને પેલા દુકાનદાર ના હાથમાં મહા પરાણે પકડાવી દીધી અને કહ્યું -----
" પેલી સ્ત્રી જયારે પણ આવે તો તેને આપવાના ફળોના પૈસા છે આખાં વર્ષના !!!
અને એ જે પૈસા આપે એ તું રાજી લઇ લેજે અને ભગવાનના કાર્યોમાં દાન પુણ્ય કરતો રહેજે એમાંથી !!!!"
આ સંભાળીને દુકાનદાર પણ ગળગળો થઇ ગયો !!!!

ક્થા મર્મ  ------ ખુશી જો વહેંચવામાં આવે તો ભગવાન એના અનેક રસ્તાઓ સુઝાડતાં જ હોય છે !!!!

જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ સેતાનનો અનુભવ થાય છે.


     સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિધ્યાર્થિઓને એક સવાલ કર્યો...આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમ ક્રુપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ?

વિધ્યાર્થિ – હા સાહેબ..

પ્રોફેસર –તો પછી સેતાનને કોને બનાવ્યો ? શું સેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે?
વિધ્યાર્થિ એકદમ શાંત થઈ ગયો..અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી ..
સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું ?  પ્રોફેસરે સમંતિ આપી..

વિધ્યાર્થિ-શુ ઠંડી જેવું કાઈં હોય છે ?

પ્રોફેસર- ચોક્કસ હોય છે..

વિધ્યાર્થી – માફ કરજો સાહેબ ..તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.

વિધ્યાર્થિએ બીજો પ્રશ્ન કર્યો...
શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે ?

પ્રોફેસર – હાસ્તો ધરાવે છે...

વિધ્યાર્થી –સાહેબ તમે આ વખતે પણ ખોટા છો...ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી...ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે..જેવુ અંજવાળુ આવશે એટલે તરતજ અંધારૂ ગાયબ થઇ જશે. સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો  કરતા નથી..
તેવીજ રીતે સેતાનની કોઇ હયાતી નથી એ તો પ્રેમ , વિશ્વાસ,અને  ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે...

જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ સેતાનનો અનુભવ થાય છે...

આ વિધ્યાર્થિનુ નામ હતું

-સ્વામી વીવેકાનંદ.

1 August 2017

ઘડિયાળ કરતા *હોકાયંત્ર* વધારે ઉપયોગી છે.

ઘડિયાળ કરતા *હોકાયંત્ર* વધારે ઉપયોગી છે.

_કારણ કે_

*કેટલો સમય ચાલ્યા*
_તેના કરતા_
*કઇ દિશામાં ચાલ્યા* 
_તે વધુ અગત્યનું છે..._

       

29 July 2017

*શબ્દો બહું જ વિચારીને બોલો*


એક માણસ ગીરના જંગલ માંથી પસાર થતો હતો
ત્યાં સાવજ ના કણસવા નો અવાજ સંભળાયો

નજીક જઈને જોયું તો સાવજ ના પગમાં કાંટો ખૂંચી ગયેલો
માણસે પાસે જઈને કાંટો કાઢ્યો અને પોતાના રોટલા સાવજ ને ખવડાવ્યા
સાવજ અને માણસની ભાઈબંધી થઈ

માણસ બાજુ ના નેસડા માં રહેતો હતો
સાવજ આખો દિવસ માણસ ધરે રહેતો
પાકી ભાઈબંધી થઈ ગઈ

એક દિવસ માણસને ત્યાં મહેમાન આવ્યા
સાવજ ને બાજુ માં બેઠેલો જોઈને મહેમાન ની ડેલી માં જવાની હિમ્મત ના થઈ

એટલે
માણસે કીધું કે
*"ચાલ્યા આવો સાવજ કંઈ નહી કરે*
*એતો મારા પાળેલા કુતરા જેવો છે"*

મહેમાન અંદર આવ્યા
મહેમાનગતી માણીને નિકળી ગયા પછી

સાવજે માણસને કીધું કે....
બાજુ મા પડેલી  કુહાડી મારા માથામાં માર નહીતો હું તારો કોળીયો કરી જઈશ
માણસે ડરના માર્યા સાવજ ના માથામાં કુહાડી મારી
અને સાવજ લોહીલુહાણ હાલતમાં ડેલી બહાર નીકળી ગયો

છ મહિના પછી એક દિવસ સાવજ માણસ પાસે આવ્યો અને કીધું કે...
તે મારેલો કુહાડી નો ઘા તો રૂઝાઈ ગયો
પણ
તે મને *પાળેલા કુતરા* જેવો કીધો હતો
એ તારા શબ્દો નો ધા ક્યારેય નહી રૂઝાય........

માટે આજ પછી જો મારી નઝરે ચઢીશ તો જીવતો નહી છોડું

સારાંશ :
*શબ્દો બહું જ વિચારીને બોલો*
*કારણ કે....*
*શબ્દો અને વતૅન ના ઘા જીંદગી ભર રૂઝાતા નથી...*

કોઈપણ માણસને તેના બાહ્ય દેખાવ કે પહેરવેશનાં આધારે મૂલવવો જોઈએ નહીં.

એક વૃદ્ધ સ્ત્રીએ પોતાનું એ.ટી.એમ કાર્ડ બેન્કની કેશિયર સમક્ષ ધરીને કહ્યું, ” મારે રૂ.૫૦૦ ઉપાડવા છે.” ફરજબજાવતી કેશિયરે કહ્યું, ” રૂ.૫૦૦૦થી ઓછી રકમ માટે એ.ટી.એમ વાપરો.”
વૃદ્ધ સ્ત્રીએપૂછયું, ” કેમ ? ” બેંકની કેશિયર હવે છંછેડાઈ. તે બોલી, ” કેમ કે આ જ નિયમ છે. મહેરબાની કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો, ”  આટલું કહી તેણે કાર્ડ વૃદ્ધ સ્ત્રીને પરત કર્યું.
વૃદ્ધ સ્ત્રી થોડી પળો માટે ચૂપ રહીને પેલી કર્મચારીને કહેવા લાગી, ” મારે મારાં ખાતાં માંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે.. શું તમે મને સહાય કરી શકો !”
જયારે કેશિયરેવૃદ્ધ સ્ત્રીના ખાતા માં ની રકમ જોઈ તો તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માંથુ ધુણાવી તેણે કહ્યું,” માફ કરશો બા, પણ તમારા ખાતાંમાં તો સાડા ત્રણ કરોડ રૂપિયા છે ! અને હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલું બેલેન્સ નથી. શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો ? ”
વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, ” હાલ હું કેટલી રકમ ઉપાડી શકું તેમ છું ? ”
કેશિયરે જણાવ્યું ,” તમે ત્રણલાખ સુધીની કોઈ પણ રકમ ઉપાડી શકોછો. ”
વૃદ્ધ સ્ત્રીએ કેશિયરને પોતે ત્રણ લાખ ઉપાડવા ઈચ્છે છે તેમ કહ્યું. કેશિયરે બને તેટલી જલ્દી રકમ ઉપાડી વૃદ્ધ સ્ત્રીને નમ્રતાપૂર્વક સોંપી. વૃદ્ધ સ્ત્રીએ એમાંથી ફક્ત રૂ.૫૦૦ પોતાની થેલીમાં મૂકીને બાકીના રૂ.૨,૯૯,૫૦૦ ફરી પોતાના ખાતામાં જમા કરવા કહ્યું. કેશિયર દિગ્મૂઢ બની ગઈ.
કહેવાનું  તાત્પર્ય એ છે કે નીતિ નિયમોમાં ભલે ફેરફાર થઇ શકતો નથી પણ આપણે પરિસ્થિતિ અનુસાર અને માનવતા સહજ થોડી બાંધછોડ ચોક્કસ કરી શકીએ.
કોઈપણ માણસને તેના બાહ્ય દેખાવ કે પહેરવેશનાં આધારે મૂલવવો જોઈએ નહીં. ઉલટું દરેક સાથે સભ્યતાથી વર્તવું જોઈએ.
જેમ કોઈ પુસ્તક તેની ઉપરની છાપથી સમજી શકાતું નથી તેમ માણસને પણ તેની બાહ્ય રૂપરેખાથી કઈ પણ ધરી લેવો, એક ઉતાવળું અને ભૂલ ભરેલું પગલું બની શકે...