31 January 2015

ભારતના તમામ ગામડાની જનસંખ્યા માટે નીચે ક્લિક કરો.

આપ આપના ગામની વસ્તી જોવા માંગતા હોય તો અહીં ક્લિક કરો.

CNG STATION ALL GUJARAT

RTO ONLINE TEST

શું તમે આરટીઓનો ઓન લાઇન ટેસ્ટ આપવા માંગતા હોય તો અહીં ક્લિક કરી નીચેની સુચનાઓ અનુસરો.

1. ભાષા પસંદગી પછી પ્રશ્ર્ન અને ત્રણ વિકલ્પો દર્શાવશે.
2. તમારે સાચા જવાબ ઉપર ક્લીક કરવાનુ રહેશે.
3. જો તમે પસંદ કરેલ વિકલ્પ સાચો હશે તો તેનો રંગ લીલો થશે.
4. જો તમે પસંદ કરેલ વિકલ્પ ખોટો હશે તો તેનો રંગ લાલ થશે અને સાચો જવાબ લીલા રંગથી દર્શાવશે.


ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવુ એની માહીતી.

મિત્રો તમારા માંથી ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢવવુ એની માહીતી નથી
હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા હોય છે
મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ કઢવવા નો ખર્ચ માત્ર ૪૦૦ છે
તો જે મિત્રો ને લાઇસન્સ કઢવવાનુ બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપ
પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢવી શકે છે
૧ ) મોજીલા ફાઇર ફોક્ષ ખોલો પછી www.sarthi.nic.in વેબ સાઇટ ખોલો
2) ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટ્લે ફોર્મ ખુલસે
3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી શેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો પછી
4) સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો
5) નિચે મેસેજ આવી જશે તે APPLICATION NO લખી લો
6) ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો
7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી
8) -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION
9) APPLICATION NO લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો
10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્ષ કરીયો તે દિવસે જે તે ટાઇમે
ફોર્મ ની કોપી લિવિંગ સર્ટિ
પાસપોર્ટ સાઇજ ના બે ફોટા
ટાઇમ બૂક કરેલો લેટર
રાશન કાર્ડ ની જેરોક્ષ
આધાર કાર્ડ ની જેરોક્ષ
જે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જાવા
RTO ની બાજુ માથી ફોર્મ નં 2 લઇ લેજો ૨ રુ નુ આવશે
11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેસે
12) જો ફૈલ થાવ તો બીજા દિવસે પાછુ જાવાનુ ૨૫ ભરીને પાછી ટ્રય દેવાની
13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી
14)   હવે અહીં ક્લિક કરી વેબ સાઇટ ખોલો
ત્યારબાદ APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો
LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે
15) L L NO નાખો પછી BIRTH DATE પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્ષ કરો પરીક્ષા નો અને તે દિવસે જાવાનુ એક કલાક વેલા જાજો નકર વારો બોવ મોડો આવસે
16) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને
RTO ની બાજુ માથી ફોર્મ નં 4 લઇ લેજો ૨ રુ નુ આવશે
17) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જાસે

19 January 2015


  ONLINE આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે લિંક કરવા અહીં ક્લિક કરો.


 

રાંધણ ગેસ ના ગ્રાહકોને સબસીડીનો લાભ આપવા માટે કેન્દ્ર સરકારે બેંક ખાતાને લિંક અપ કરાવવા માટે 31 માર્ચ 2015 સુધીનો સમય આપ્યો છે.જાન્યુઆરીથી સબસીડી સીધી બેંક ખાતામાં જમા થવાની શરુ થઈ જશે.

પરંતુ જે ગ્રાહકોએ પોતાનું બેંક એકાઉન્ટને આધાર સાથે લિંકઅપ કરાવ્યું નથી તેને સરકારે થોડો સમય આપ્યો છે. જો તમે તમારા ગેસ કનેક્શને બેંક ખાતા સાથે લિંક કરાવ્યું નથી તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આવતા ત્રણ મહિના એટલે કે 31 માર્ચ સુધી તમે કનેક્શન બેંક ખાતા સેથે લિંક કરાવી શકો છો. ત્યાં સુધી તમને સબસિડી રેટ પર એટલે કે 417 રૂપિયા (રાજ્યવાર ભાગ અલગ હોઈ શકે છે.) સિલિન્ડર મળતું રહેશે. જ્યારે જે ગ્રાહકોએ ખાતુ લિંક કરાવી દીધું છે તેમને ગેસની સબસિડી સીધી ખાતામાં મળશે.

 
કેવી રીતે મળશે લાભ

એવા ગ્રાહકો જેમની પાસે આધાર કાર્ડ નથી, તેઓ પોતાના એકાઉન્ટ નંબરના માધ્યમથી ફોર્મ ત્રણ ભરીને બેંકમાં જમા કરાવી શકે છે. તેની સાથે બ્લુ બુકની ફોટો કોપી આપવાની હોય છે. જે ગ્રાહકો બેંક જવા નથી માંગતા, તેઓ ફોર્મ ચાર ભરીને પોતાની ગેસ એજન્સીને જમા કરાવી શકે છે. તેની સાથે ગ્રાહક બેંક પાસબુકની ફોટો કોપી અથવા બેંકનો કેંસલ ચેક આપી શકે છે. તેમાં 17 આંકડાનો એલપીજી આઇડી આપવો જરૂરી છે.

આવી રીતે કરાવો આધાર કાર્ડ લિંક

સ્ટેપ-1


સૌથી પહેલા

વેબસાઇ પર ક્લિક કરો . ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ આધાર કાર્ડની વેબસાઇટ ખુલી જશે. તેમાં એક સ્ટાર્ટ નાઉનું બટન હશે. તેના પર ક્લિક કરવાથી એક અન્ય પેજ ખુલી જશે.

સ્ટેપ-2

 

પેજ પર તમારી સમક્ષ તમારી વિગતો માગવામાં આવશે. તેમાં ત્રણ ઓપ્શન હશે. પ્રથમ ક્યા રાજ્યના અને ક્યા શહેરના વતની છો. ત્યાર બાદ શું તમે લાભ માટે તમે આધાર કાર્ડ લિંક કરાવી રહ્યા છો. તેમાં એક ઓપ્શન આવશે LPG. ત્યાર બાદ તેમાં કંપનીનું નામ ભરવાનું રહેશે.

સ્ટેપ-3

 

ત્રીજા સ્ટેપમાં તમારે તમારા ડિસ્ટ્રીબ્યુટર, કન્ઝ્યુમર નંબર ભરવાનો રહેશે. ત્યાર બાદ -મેલ આઇડી, ફોન નંબર અને આધાર નંબર આપવાનો રહેશે.



સ્ટેપ-4

 

મોબાઇલ અને -મેલ આઇડી રજિસ્ટર કરાવ્યા પછી તમારી પાસે એક OTP નંબર આવશે. વેરિફિકેશન કોડની જગ્યાએ નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યાર બાદ બોક્સમાં બતાવવામાં આવેલ ઇમેજમાંથી આલ્ફા ન્યુમેરિક કોડ ભરવાનો રહેશે. ત્યાર બાદ છેલ્લે સમગ્ર વિગતો ચેક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેના થોડાક દિવસો બાદ તમારી રિક્વેસ્ટ એપ્રૂવ થઈ જસે. ત્યાર બાદ સબસિડી સીધી તમારા બેંક ખાતામાં પહોંચી જશે.

ખાતાનું લિંકઅપ કેવી રીતે કરાવવું
બેંક ખાતામાં લિંકઅપ કરાવવા માટે ગેસ એજન્સી ફોર્મ લઇને ભરવાનું રહેશે. તેના માટે બે પ્રકારના ફોર્મ છે. એક ફોર્મ એવા ગ્રાહકો માટે છે, જેમની આધાર કાર્ડ છે અને બીજું ફોર્મ એવા લોકો માટે જેમની પાસે આધાર કાર્ડ નથી. માર્ગદર્શિકા અનુસાર, જે ગ્રાહકો આવતી 31 માર્ચ સુધીમાં ફોર્મ ભરી નહીં શકે તેઓ જૂનમાં સુધીમાં જરૂર ફોર્મ ભરી દે. એવા ગ્રાહકો જેમણે માર્ચ સુધી ફોર્મ નથી ભર્યું તેમને એપ્રિલ અને જુનની સબ્સિડી એક સાથે આપવામાં આવશે. એટલું નહીં જે ગ્રાહકોના આધાર કાર્ડ જુન સુધી પણ આવે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ પોતાના આધારકાર્ડની ફોટોકોપી બેંક અને ગેસ એજન્સી પર જમા કરાવી શકે છે.

ક્યાં મળશે 17 અંકોનો એલપીજી આઇડી
એજન્સી ગ્રાહકોના મોબાઇલ નંબર પર એસએમેસ પર આઈડી નંબર મોકલી રહી છે. ગેસ સિલિન્ડર લેતા સમયે આપવામાં આવતા કેશ મેમોમાં પણ આઇડી નંબર છે. સંબંધિત એજન્સી પાસેથી પણ આઇડી નંબર લઇને ફોર્મ ભરી શકાય છે. ઉપરાંત ઉપભોક્તા ઓનલાઇન પણ 17 અંકોનો એલપીજી આઇડી જાણી શકે છે. વેબસાઇટ પર જઇને સંબંધિત ગેસ કંપની પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે ફાઇન્ડ યોર એલપીજી આઇડી પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે એજન્સીનું નામ અને કન્ઝ્યુમર નંબર નાખવાનો રહેશે. ત્યાર બાદ તમને 17 અંકોનો એલપીજી આઇડી મળી જશે.
Source Divyabhasakar NewsPaper, Date 08.01.2015, NewsPlus 29