30 November 2015

કોઈ કામ ક્યારેય નાનું નથી હોતું

::  કોઈ કામ ક્યારેય નાનું નથી હોતું  ::

કોઈ લોખંડનું કામ કરીને ટાટા બની ગયું,

કોઈ જુતાનું કામ કરીને બાટા બની ગયું...

"Imagination is more important than knowledge"

29 November 2015

સવારમાં જોવાયેલા ખ્વાબ એટલે શિયાળો!

એલાર્મ બંધ કરીને, સરખી રજાઈ ખેંચીને,
સવારમાં જોવાયેલા ખ્વાબ એટલે શિયાળો!

થીજી ગયેલું તેલ, પિયર્સની સુગંધ અને,
નાસ્તામાં ગરમાગરમ રાબ એટલે શિયાળો!

પાંદડા ખરતા હોય ત્યારે ગુલાબી ઠંડીમાં,
હુંફાળા તડકાનો છાબ એટલે શિયાળો!

સ્વેટર, ટોપી, મોજા અને મફલર,
કડકડતી ઠંડીને જવાબ એટલે શિયાળો!

દિવાળી, નાતાલ અને મકરસંક્રાંત,
છાંટે તહેવારો રુઆબ એટલે શિયાળો!

વાત કરીએ ને ધુમાડો નીકળે ત્યારે,
રાત, મિત્રો ને તાપણું લાજવાબ એટલે શિયાળો!

ધાબળા કાઢો, અડદિયા બનાવો,
આવ્યો ઋતુઓનો નવાબ,.... એટલે શિયાળો!

28 November 2015

રાધા એ એક દિ પુછ્યુ હતુ કાન ને

રાધા એ એક દિ પુછ્યુ હતુ કાન ને
વાલા આ વેલેન્ટાઇન ડૅ વળી શુ છે ?
પોચુ પોચુ હસી કુષ્ણે કહ્યુ હતુ રાધાને
પ્રેમીઓ ના પ્રેમના ખોટા દેખાડા છે
સુદામા એ એક દિ પુછ્યુ હતુ શામળાને
સખા આ ફ્રેન્ડશીપ ડૅ વળી શુ છે ?
મરક મરક હસી કુષ્ણે કહ્યુ હતુ સુદાને
મિત્રો ના મૈત્રી જાળવાના અખાડા છે
દિકરા એ એક દિ પુછ્યુ હતુ માત ને
મા આ મધર ડૅ વળી શુ છે ?
ખંધુ હસી ને માતાએ કહ્યુ હતુ દિકરાને
માતાનુ ઋણ ચુકવાના ખોટા બખાડા છે
દિકરા એ એક દિ પુછ્યુ હતુ બાપને
બાપા આ ફાધર ડૅ વળી શુ છે ?
રહસ્યમય હસી બાપે કહ્યુ હતુ દિકરાને
દુર્યોધન માથી શ્રવણ બનવાના ભવાડા છે
જનતા એ એક દિ પુછ્યુ હતુ નેતા ને
નેતાજી આ ઇન્ડીપેન્ડસ ડૅ વળી શુ છે ?
રાજ ભર્યા હાસ્યે નેતાએ કહ્યુ હતુ પ્રજાને
નેતાઓ ના મત પડાવા ના દહાડા છે

'તોતોચાન' પુસ્તક ડાઉનલોડ.


'તોતોચાન' ડાઉનલોડ -
આ પુસ્તકમાં પ્રાથમિક શિક્ષણના થયેલા અનુભવોનું સંકલન છે.નાયિકા 'તોમોએ' તેમેને જે શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતુ તેની સ્મૃતિ રૂપે આ પુસ્તક લખાયું છે.

એક પાંચ-સાત વર્ષની છોકરી. નામ એનું તોતોચાન. તેની માતાએ જાપાનની એક પ્રાથમિક શાળામાં દાખલ કરી. છોકરી એવી તોફાની ને નટખટ કે એક ક્ષણ માટે પણ શાંતિથી બેસી  ન શકે.શાળાના શિક્ષકે કંટાળીને તે શાળામાંથી નામ કઢાવી જવા તેની માતાને વિનંતી કરી. તોતોચાનનું નામ એ શાળામાંથી કાઢી નાખ્યું. બીજી એક શાળામાં તેને દાખલ કરી. ત્યાં પ્રથમ જ દિવસે આચાર્ય શ્રી કોબાયાશી સાથે ત્રણ ત્રણ કલાક સુધી ગાંડીઘેલી  ભાષામાં વાતો કરી. વાતો સાંભળીને તે એક જ વાક્ય બોલ્યાઃ" તું બહુ જ સુંદર છોકરી છે." આચાર્યના આ એક જ વાક્યએ આ બાલિકાને અત્યારે જાપાનની સુવિખ્યાત ટી.વી. કલાકાર તરીકે પ્રસિદ્ધ કરી મૂકી.-
મિત્રો,બાળકો સાથેનો આપણો શાબ્દિક/અશાબ્દિક વ્યવહાર બાળકના શૈક્ષણિક વિકાસમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે.શબ્દોમાં ગજબની તાકાત છે.એથી જ કોઇએ શબ્દને બ્રહ્મ કહ્યા છે.કહેવાય છે કે શિક્ષક મિત્રોએ એક વાર ખાસ આ પુસ્તક વાંચવું.

DOWNLOAD CLICK HERE.

SUGAMYA BHARAT ABHIYAAN BABAT DATE -27-11-2015.

ચૂંટણી દરમ્યાન કરવાની કાર્યવાહી.

@@@ ચૂંટણી દરમ્યાન પ્રમુખ અધિકારીએ કરવાની કાર્યવાહી ni vigat @@

ચૂંટણી દરમ્યાન પ્રમુખ અધિકારીએ કરવાની કાર્યવાહી:

સામગ્રી લેતી વખતે

1. નિયંત્રણ / મતદાન એકમ તમારા બુથનું જ છે તે અને તેના સીલ અને સરનામાં ટેગ તપાસવા

2. બેટરી હાઇ છે તે ચેક કરવું

3. ટોટલ બટન બટન દબાવી તમારી ઘડીયાલ સાથે સમય મેળવી લેવો

4 નિયંત્રણ એકમની સ્વીચ અચૂક બંધ કરવી

5 મતદાન એકમ પર લગાડેલ મતપત્ર ઉપરના નામો વાદળી સ્વીચો સામે સીધી રેખામાં છે તે ચકાસી લેવા

6 ઉમેદવાની સંખ્યા  અને NOTA  જેટલી જ સ્વીચ ખુલ્લી હોવી જોઇએ

7 પેપર સીલ / સ્ટ્રીપ સીલ / ખાસ કાપલીના નંબર તપાસી લેવા

8 અન્ય બીજી સામગ્રી જેવી કે અવિલોપ્ય શાહી , સ્ટેમ્પ પેડ , મતદાર યાદી ત્રણ નકલો , PB  ટપાલ મતપત્રક્પ  EDC ચુંટણી ફરજના પ્રમાણપત્ર ની મતદાર યાદી , ઉમેદવાર અને તેના એજન્ટોના સહીના નમુનાની ફોટો નકલ  

*****આગળના દિવસે કરવાની કામગીરી :

1.બુથ પર પહોંચી ઝોનલ ઓફિસરને આપવાનો અહેવાલ ફોર્મ ભરી તૈયાર કરો

2બુથમાં જરૂરી ફર્નિચર, લાઇટ, બેઠક વિગેરેની ચકાસણી કરવી

3તમને મળેલ સામગ્રીમાં બુથ પર પહોંચયા પછી પણ ખૂટતી હોયતો બુથ મુલાકાતે ઝોનલ ઓફિસર આવે ત્યારે જાણ કરવી  

4સૌપ્રથમ સ્થળ પર પહોંચીને પોસ્ટર લગાવવા.

5ઉમેદવારની યાદી લગાવવી

6 રૂમમાં બોર્ડ પર ચોકથી બુથ નંબર, વિસ્તારનું નામ, સ્ત્રી–પુરુષ અને કુલ મતદારોની સંખ્યા લખવી

7 ટેબલની વ્યવસ્થા વિચારી રાખવી

8 મતકુટિર તૈયાર રાખવી.

9 દરેક કવર / કોર્મ પર વિશિષ્ટ દર્શક સિક્કો મારવો

10 કવરમાં નાખવાની “NIL” લખેલી કાપલી તૈયાર રાખવી

11 મતદાન પુરુ થવાના સમયે લાઇનમાં ઉભેલા મતદારોને આપવાની કાપલી નંબર લખીને તૈયાર કરવી

12 કવરોમાં જેતે અનુકૂળ ફોર્મ ટાંકણી લગાવી કવર સાથે રાખવા.

13 દરેક કવર પર વિગત લખવાની હોય તે લખી રાખવી.

14 ફોર્મમાં 38 કલોલઅને બુથનંબર લખી રાખવુ  (પોતને  ફાળવેલ વિસ્તાર અને બૂથ નંબર લખવા અથવા સિક્કો લગાવવો)

15 મતદાર કાપલીમાં નંબર અને વિગત લખી રાખવી.

16 મતદારયાદીની ચકાસણી કરી લેવી.

17 મતદાર રજીસ્ટરમાં૧૭(ક) માં ક્રમ નંબર લખવા પડે તો લખી રાખવા.

18 મતદાન કાપલીમાં ક્રમનંબર અને સહી કરી લેવી ( 80% કાપલી પર સહી કરવી  )

19આગળની રાત્રે ખાસ કાપલીનો નંબર લખવા ÷

20 ગ્રીનપેપરનાનંબર લખવા.              1………………    2………………  3 ……………………

21 એજન્ટનીસહીલેવી.

22 સ્ટ્રીપ  સીલનાનંબરલખવા             1………………    2………………  3 ……………………

23 બેલેટયુનિટનોનંબર –નિયંત્રણયુનિટનોનંબર –પેપરસીલના ક્ર્મનંબરની નોંધ કરીલો

24 આગલી રાતે શકય હોયતો એજન્ટને સવારે મોકપોલનો સમય જણાવીદો

25 રાત્રે ફોર્મમાં જરૂરી વિગતો ભરી દો

26 રાત્રે ચૂંટણી સાથે સંકળાયેલ બધાજ કર્મચારીને કામની વહેંચણી કરી આપવી

######  PO 1-  મતદારયાદીનો  હવાલો સંભાળ છે

o   સ્ત્રીમતદાર/પુરૂષ મતદાર    નોંધવા

o   ટોટલમતદાર  :

o   ઓળખપત્રના પુરાવા પરથી મતદારને ઓળખવા

o    નંબર બોલવો (એજન્ટ સાંભળે તે રીતે બોલવો.)

####### PO2-      

o   મતદાર રજીસ્ટરમાં સહી કરાવવી અથવા અંગુઠો લેવો ,મતદાર કાર્ડનો નંબર નોધવો.   (ઓળખના પુરાવાની વિગત નોંધવી)                                 

o   મતદાન કાપલી આપવી.  

##############  PO૩

o   અવિલોપ્ય સાહીથી નિશાની કરવી

o   મતદાન કાપલી જોઇને ક્રમમાં સાચવવી.

o   ત્યારબાદ બેલેટની સ્વીચ દબાવવી. મતદારને મતદાન કરવાનું  કેહવુ

o   મતદાન કરશે ત્યારે અવાજ આવશે તે અવાજ બંધ થાય;પછી બીજા બેલેટ માટે  સ્વીચદબાવવી.

નોંધ – કામગરીની વહેંચણીમાં ફેરફાર કરી શકાય

ઉમેદવાર કે તેના એજન્ટનો સંપર્ક થાય તો તેમને સવારે મોકપોલનો સમય જણાવી દેવો અને નિમણૂકપત્ર લઇને આવવાનું જણાવવું             

મોકપોલ

સૌપ્રથમ ઉમેદવારોની સહી સાથેનો એજન્ટો પાસેથી નિમણૂકપત્ર લઇ લેવો.. ( મતદાર યાદીમાં એજન્ટોના નામ જરૂરી છે )

1ખાસ કાપલી પર એજન્ટની સહી લેવી.

2 A.B.C.D.  વાળીપટ્ટી  તેની   પાછ્ળ એજન્ટની સહી લેવી.

બેલેટયુનિટનો નંબર –નિયંત્રણ યુનિટનો નંબર –પેપરસીલના ક્ર્મનંબર –એજંન્ટને લખવા દેવા

3 સવારે 6.45  વાગે મોકપોલની તૈયારી કરવી.

4  7 વાગે મોકપોલ શરુ કરવુ  હાજર એજન્ટઅને કર્મચારી સાથે રાખીને મોકપોલ કરવાની શરૂઆત કરવી.

5 સૌપ્રથમ  EVMમશીન અને બેલેટ યુનિટને એક બીજા સાથે જોડવા( લાલ અને કાળા સોકેટ સામસામે જોડવા)

6 ત્યારબાદ EVM મશીનની સ્વીચ ઓન કરવી.

7 સૌપ્રથમ ક્લીયર બટન દબાવીને  એજન્ટને બતાવવું કે અંદર કોઇ મતો પડેલ નથી

8 ત્યારબાદ બેલેટ બટન દબાવવીને એક એજન્ટને મત આપવાનું કહેવું

9 ત્યારબાદ ફરી બેલેટ બટન દબાવી બીજા એજન્ટને મત આપવાનું  કહેવું

10 આમ જેટલા ઉમેદવાર અને એજન્ટ હોય તે પ્રમાણે NOTA સહિત તમામ ઉમેદવારને મત અપાવવા છે કુલ 25 મતો આપવા ( કોને કેટલા મત આપવામાં આવેલ છે.  તેની નોંધ રાખવી )

11 ત્યારબાદ TOTAL નું બટન દબાવવું જેથી મોકલપોલ દરમિયાન આપણે ક્યા ઉમેદવારને કેટલા મત આપેલ છે. અને

કુલ મત:કેટલા છે તે જોવા મળ છે (EVM ની પ્રક્રિયાપુર્ણ થવા દેવી )

12 ત્યારબાદ ક્લોઝનુ બટન  દબાવવુ. (EVMની પ્રક્રિયાપુર્ણ થવાદેવી. )

13 ત્યારબાદ રીઝલ્ટ  જોવું.  અહિ દરેક એજન્ટે આપેલ મત ઉમેદવારના ક્રમપ્રમાણે જોવા મળ છે.અને છેલ્લે TOTAL  મતો બતાવે છે

14 ત્યારબાદ ક્લીયર બટન દબાવવુ અને એજન્ટોને જણાવવુ કે દરેક ઉમેદવારના મતો શૂન્ય થઇ ગયેલા દેખાશે.

15 ત્યાર બાદ સીલ કરવાની પ્રક્રિયા શરુ કરવી.

સીલ કરવાનીપ્રક્રિયા

સૌપ્રથમ EVM નીસ્વીચ બંધ કરવી (OFF)

અનુકુળતા માટે EVMમશીન અને બેલેટ યુનિટને એક બીજા સાથેનું જોડાણ છુટુ કરી લો

1 ત્યાર બાદ લીલાપેપરસીલ  લગાવવાની પ્રક્રિયા કરો – પાછળના ભાગમાં એજન્ટોની સહી કરાવી લેવી અને પ્રિસાઇડિંગ ઓફિસરે પોતે સહી કરવી  )

2 લીલા પેપરસીલનો લીલો ભાગ ઉપર દેખાય તેવી રીતેરાખવો.

3 ત્યાર બાદ ખાસ કાપલીને દોરાથી બાંધી સીલ કરવુ ( ક્લોઝ બટન ખુલ્લુ રહે તેની ખાસ તકેદારી રાખવી )
પછી ઉપરનું ઢાંકણ બંધ:કરવુ

4 ત્યારબાદ સ્ટ્રિપસીલનો A  છેડો EVM પર રાખી તેના પર તમારી તરફરનું લીલુ પેપર શિલ  લગાવવુ.  તેનાપર B  ભાગ લાવવો ત્યારબાદ લીલા પેપર સીલનો સામેનો છેડો C  ભાગ પર ચોંટાડવો. અને ત્યારબાદ બાકીની પટ્ટી EVMમશીનની ફરતે (ડાબી બાજુ) વીટી ગોળ ફેરવી D  ભાગ પર ચોંટાડવી

5 ત્યારબાદ બહારનુ સીલ કરવુ.

6 ત્યાર બાદ  EVM મશીન અને બેલેટ યુનિટને એક બીજા સાથે જોડવા( લાલ અને કાળા સોકેટ સામસામે જોડવા)

7 ત્યારબાદ EVM મશીનની સ્વીચ ઓન કરવી.

8  8 વાગ્યે મતના શરુ કરવુ. 5  વાગે બંધ કરવુ.

9  દિવસ દરમ્યાન બે કલાકે  ટોટલ મત મેળવી સ્ત્રી- પુરૂષની ટકાવારી તૈયાર રાખવી 

10 જો પ વાગે મતદારોની લાઇન લાંબી થઇ હોય તો છેલ્લા નંબર થી કાપલી આપવી.1,2,3 …..  નંબરલખવાં.

11 કાપલી આપેલ બધાજ મતદારો મતદાન કરી રહે તે પછી જ મતદાન પુરૂ કરવું

12 મતદાન પૂર્ણ થાય ત્યારબાદ TOTAL બટન દબાવી મત ચેક કરી લેવા (17 ક નાંપત્રક સાથે મેળવી લેવા.)

13 ત્યારબાદ  કલોઝ બટન દબાવવું.

14 મતદાર રજીસ્ટરમાં છેલ્લે PO 2  ની સહી લેવી. પ્રમુખઅધિકારીએ સહી કરવી.

15 એજન્ટ કુલ વોટીંગની નકલ માંગે તો સહી લઇ  આપવી. આપની પાસે એક નકલ રાખવી.

16 છેલ્લે EVM મશીનને.બોક્સમાંમૂકીનેસરનામા ટેગથી ( બન્ને બાજુ )સીલકરવું

                   EDC (ELECTION DUTY CERTIFICATE)

1 ચૂટંણી ફરજ પ્રમાણ પત્ર

2 EDC ધરાવનાર પોતાના લોકસભા મતવિસ્તારના કોઇપણ મતદાન મથકે મત આપી શકે છે

3 મતદાર યાદીની માર્ક કોપીમાં જે મતદાર સામે EDC (PB/ DELETED)લખેલ હોય તેને રેગ્યુલર મત આપવાની મંજુરી આપવી નહી તે માત્ર EDCથી જ મતદાન કરી શકે
4 EDC રજુ કરનાર કર્મચારીની સહી EDC પર લેવી

27 November 2015

વચન નથી આપતા પણ નીભાવી જાય છે...!!

આ જગત માં એવા
દોસ્તો પણ આવી
જાય છે..
કે જે વચન
નથી આપતા પણ
નીભાવી જાય છે...!!

સ્વર્ગ નો સ્ટોર..

॥  ..સ્વર્ગ નો સ્ટોર.. ॥

વર્ષો પહેલા જીંદગી કેરા હાઈવે  પર હું  ગયેલો,
એ વખતે  એક  અદભૂત  અનુભવ  મને  થયેલો !

રોડના  કિનારે  એક  દુકાન પર લખ્યું'તું: "સ્વર્ગનો સ્ટોર",
કુતુહલપૂર્વક ત્યાં  જઈને, મેં ખખડાવ્યું'તું  ડોર .....

દરવાજે  એક  ફરિશ્તો. ટોપલી લઈને  આવ્યો !
સ્ટોરનો આખો રસ્તો, એણે સરસ  સમજાવ્યો .....

હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો: "સાંભળ  ભાઈ,
જે  જોઈએ  તે  ભેગું કરીને, લઇ આવ તું  અહીં" .....

કદાચ  પડે  જો  ટોપલી  નાની, તો  બીજો  ફેરો  કરજે,
નિરાંત જીવે  ખરીદજે, ને ઘરને તારા  ભરજે .....

પ્રથમ  સ્ટોલમાંથી ૨-૪ પેકેટ, ધીરજ  મેં  લીધી,
પ્રેમ અને ડહાપણની સાથે, સમજણ પણ ખરીદી .....

૨ બેગો ભરી શ્રદ્ધા  લીધી, માનવતા  કેમ  વિસરું?
થયું  કે થોડી  હિંમત પણ લઇને, પછી  જ બહાર નીકળું .....

સંગીત, શાંતિ  અને  આનંદ, ડીસ્કાઊંટ રેટે  મળતા,
પુરુષાર્થની  ખરીદી  પર, મફત મળતી'તી  સફળતા .....

ભક્તિ  મળતી'તી  સ્કીમ  પર, પ્રાર્થના પેકેટ  સાથે,
લેવાય એટલી લીધી મેં  તો, વહેંચવા છુટ્ટે હાથે .....

દયા-કરુણા લઇ  લીધી, મળતી'તી  પડતર  ભાવે,
થયું  કે બંને જો  હશે, તો ક્યારેક કોઈને કામ આવે .....

ટોપલી  મારી  ભરાઈ ગઈ'તી , જગ્યા રહી'તી  થોડી,
રહેમ પ્રભુની મળતી'તી, એ કેમ દઉં છોડી?

કાઉંટર પર પહોંચીને પૂછ્યું, "કેટલા પૈસા થયા?"
ત્યારે  ફરિશ્તાની  આંખોમાં, પ્રેમના  અશ્રુ  આવી  ગયા .....

બોલ્યો: "વહેંચજે સૌને આ , કરતો ના સહેજે  ઢીલ,
ભગવાને  ખુદ હમણાં  જ , ચૂકવી  દીધું  તારું  બિલ" .....
🙏🙏પ્રણામ 🙏🙏

ખુદનો.સ્વાર્થ જ નડતો હોય છે...!!!

વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે,
પરંતુ,
સારા માણસ થવા માટે તેમને ખુદનો.સ્વાર્થ જ નડતો હોય છે...!!!

25 November 2015

દોસ્તો એજ આપણા જીવનનો સુવર્ણકાળ હતો...

આ એ સમય ની વાત કે
જ્યારે
' Windows ' એટલે ફક્ત બારી હતી અને
' Applications ' એટલે  કાગળ પર લખાયેલો 'અરજી પત્ર' હતો...

જ્યારે
' Keyboard ' એટલે ' પીયાનો ' અને
' Mouse ' એટલે માત્ર ' ઉંદર ' જ હતો...

જ્યારે
' file ' એ કાર્યાલયની અત્યંત ' મહત્વ ની વસ્તુ ' અને
' Hard Drive ' એટલે મહામાર્ગનો થકાવનારો પ્રવાસ '  હતો...

જયારે
' Cut '  ધારદાર વસ્તુ થતું
અને ' Paste ' ગુંદર થઈ થતું...

જ્યારે
'Web' એટલે ' કરોળિયા ના ઝાળા ' હતાં
અને ' virus ' થઈ ફક્ત ' તાવ ' જ આવતો...

જ્યારે
'Apple' અને 'Blackberry' એ ફક્ત ' ફળો ' જ હતાં...

ત્યારે
આપણી પાસે કુટુંબ સાથે ઉઠવા-બેસવા, મિત્રો સાથે ખેલકૂદ કરવા માટે ભારોભાર વખત હતો
દોસ્તો એજ આપણા જીવનનો  સુવર્ણકાળ હતો...

24 November 2015

મિત્ર બની ને મિત્રો સાથે રહેવું છે...!!!

ફૂલ નહિ.. પાંખડી બનીને રહેવું છે,
પાણી નહિ.. ટીપું બનીને રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ
હોંઠો પર સ્મિત બનીને રહેવું છે...
નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો...
મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે.
મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે...
મારે તો મિત્રો થી ભરેલા આસમાનમાં ઉડવું છે.
મને તો બસ આમ જ
મિત્ર બની ને મિત્રો સાથે રહેવું છે...!!!

શબ્દ - શબ્દ

શબ્દ - શબ્દ

શબ્દ જ મારે, શબ્દ જ તારે,

શબ્દ જ ઉજાડે, શબ્દ જ ઉજાળે,

શબ્દ જ બાળે, શબ્દ જ જીવાડે,

શબ્દ કયારે મુખમાંથી નીકળે

શબ્દ કયારે હોઠમાંથી નીકળે,

શબ્દ કયારે કંઠમાંથી નીકળે,

શબ્દ કયારે હ્રદયમાંથી નીકળે,

પરંતુ શબ્દ જયારે નાભિ કમળમાંથી નીકળે,

ત્યારે સામી વ્યક્તિના હૈયા અને રોમે-રોમમાં વ્યાપી જાય છે.

દાંપત્ય જીવનમાં શબ્દ કયાંથી કયાં લઇ જાય છે.

એક શબ્દ ઘા પર મલમ બની જાય છે.

એક કલ્યાણકારી શબ્દ જીવન બની જાય છે.

એક સલૂણો શબ્દ દિવસ ઉગારી જાય છે.

એક અપમાનજનક શબ્દ પશ્ચાતાપ પ્રેરી જાય છે.

એક વહાલનો શબ્દ સ્પંદન ઝંકૃત કરી જાય છે.

આથી શબ્દનો ઉકરડો નહિ, ઉદ્યાન બનાવો.

શબ્દ ક્યાં  મારો કે  તમારો છે?  શબ્દ હર કોઈનો દુલારો છે!

બુઠ્ઠાં,  અણિયારા,  રેશમી,  બોદાં,  શબ્દના  કેટલાં પ્રકારો છે?

ભાવ  છે,  અર્થ  છે,  અલંકારો,   શબ્દનો  કેટલો   ઠઠારો  છે!

જો જરાક અડકો તો છટપટી ઉઠશે, શબ્દ સંવેદનાનો ભારો છે!

23 November 2015

મુલાકાત માં એટલો વજન તો હોવો જ જોઇએ...!!

છૂટાં પડતી વખતે પગ ઉપડવો જ ના જોઇએ..

આપણી મુલાકાત માં એટલો વજન તો હોવો જ જોઇએ...!!

21 November 2015

જિંદગી એટલે .....!!!

       મીઠુ સ્મિત....
   તીખો ગુસ્સો.... અને....
           ખારા આંસુ....
આ ત્રણેય થી બનતી વાનગી એટલે જિંદગી .....!!!

માનવીને માનવીની જાત ખટકે છે ... !!!

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે ,
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે ;
વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં ,
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે ... !!!

મહેનત નુ જેટલુ મળે છે, તેનાથી સંતોષ છે,

બની સિતારો નભ થી
          ખરવુ નથી મારે,
દુનિયા ની ધમકી થી
           ડરવુ નથી મારે.
કિનારો ના મળે તો
               ભલે ના સહી
ડૂબાડી બીજા ને ક્યારેય
           તરવુ નથી મારે.

મહેનત નુ જેટલુ મળે છે
         તેનાથી સંતોષ છે,
ખિસ્સુ વ્યર્થ કમાણી થી
         ભરવુ નથી મારે.
દુખ મારુ અંગત છે
         સહી લઇશ હુ ખુદ,
કહી ને બીજા નુ ચેન
          હરવુ નથી મારે.

17 November 2015

બરકત વીરાણી ‘બેફામ’ - સાહેબના થોડા શેર.


દુઃખ એ નથી કે એણે પ્રણય પર હસી દીધું,
દુઃખ એજ છે કે ત્યાર પછી એ રડ્યાં હશે.

@

આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.

@

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ!તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

@

તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.

@

માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી

@

મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.

@

જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

@

પહેલી નજરનો પ્રેમ કહાની બની ગયો,
એથી વધારે કાંઇ મળી નહિ વિગત મને…

@

કોણે કીધુ મારા દુઃખની ભાષા મારા રડવું છે
એ મારૂં સદાબહાર સ્મિત પણ હોઇ શકે?

@

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…

@

ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું

@

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

@

અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું,
બીજી નજરથી જુઓ તો, સાથી કોઇ નથી ને હું કાફલો છું.

@

મને તું દિલ વિના મળવા ચાહે તો પણ મળી શકશે
પ્રણયને હું નિભાવું છું હવે વહેવાર સમજી ને

@

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

@

ન એકલતા ગઈ તો પણ અમારી એક બીજાની,
મેં માની જોયું કે મારો ખુદા છે, હું ખુદાનો છું.

@

"બેફામ" ખાલી હાથ નહીં હોય કોઇનાં,
જો કઈં નહીં હશે તો દુઃઆથી ભર્યા હશે.

@

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

@

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

@

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

@

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.

@
મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.

@

કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.

@

જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.

@

એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.

@

જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.

@

સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.

@

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

@

બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.

@

મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.

@

જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.

@

જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.

@

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

@

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

@

ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.

@

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.

@

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

@

કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.

@

વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.

@

આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

@

બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.

@

વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.

@

મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.

@

નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.

@

એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.

@

મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.

– બરકત વીરાણી ‘બેફામ’બરકત વીરાણી ‘બેફામ’ - સાહેબના થોડા શેર,

દુઃખ એ નથી કે એણે પ્રણય પર હસી દીધું,
દુઃખ એજ છે કે ત્યાર પછી એ રડ્યાં હશે.

@

આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.

@

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ!તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

@

તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.

@

માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી

@

મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.

@

જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

@

પહેલી નજરનો પ્રેમ કહાની બની ગયો,
એથી વધારે કાંઇ મળી નહિ વિગત મને…

@

કોણે કીધુ મારા દુઃખની ભાષા મારા રડવું છે
એ મારૂં સદાબહાર સ્મિત પણ હોઇ શકે?

@

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…

@

ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું

@

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

@

અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું,
બીજી નજરથી જુઓ તો, સાથી કોઇ નથી ને હું કાફલો છું.

@

મને તું દિલ વિના મળવા ચાહે તો પણ મળી શકશે
પ્રણયને હું નિભાવું છું હવે વહેવાર સમજી ને

@

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

@

ન એકલતા ગઈ તો પણ અમારી એક બીજાની,
મેં માની જોયું કે મારો ખુદા છે, હું ખુદાનો છું.

@

"બેફામ" ખાલી હાથ નહીં હોય કોઇનાં,
જો કઈં નહીં હશે તો દુઃઆથી ભર્યા હશે.

@

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

@

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

@

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

@

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.

@
મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.

@

કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.

@

જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.

@

એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.

@

જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.

@

સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.

@

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

@

બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.

@

મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.

@

જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.

@

જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.

@

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

@

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

@

ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.

@

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.

@

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

@

કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.

@

વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.

@

આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

@

બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.

@

વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.

@

મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.

@

નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.

@

એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.

@

મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.

– બરકત વીરાણી ‘બેફામ’