29 February 2016

આપણા સ્ટાફમાં સૌથી સારું કામ કરનાર કોણ છે?

અકબર બાદશાહઃ ‘અરે બિરબલ, મને કહે કે આપણા સ્ટાફમાં સૌથી સારું કામ કરનાર કોણ છે? એને કેવી રીતે ઓળખવો?’
બિરબલઃ ‘જહાંપનાહ, હું બધાય કર્મચારીને બોલાવું પછી કહી શકું.’
.
.
બિરબલ બધાય કર્મચારીઓને બોલાવે છે...
ત્યારબાદ એક જણનો હાથ પકડીને કહ્યું, ‘જહાંપનાહ તે આ છે.’
અકબરઃ ‘કેવી રીતે?’
બિરબલઃ ‘આનો મોબાઈલ ચેક કર્યો... એના મોબાઈલની બેટરી 98% છે.’

27 February 2016

મોબાઈલ સાવ છુટ્ટો છે પણ માણસો 'બંધાઈ' ગયા છે..

ટેલિફોન વાયરથી બંધાયેલો હતો પણ માણસો 'છુટ્ટા' હતા,
અત્યારે મોબાઈલ સાવ છુટ્ટો છે પણ માણસો 'બંધાઈ' ગયા છે..

25 February 2016

હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ કરતો રહ્યો....

આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,
ધૂળ મારા પર હતી ને હું અરીસો સાફ કરતો રહ્યો.

કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને માફ કરતો રહ્યો.

ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને બધાનો ઇન્સાફ કરતો રહ્યો.

જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં,
જે મારી સાથે હતા એમને મારી ખિલાફ કરતો રહ્યો.

ખુદ મારા વિષે તો રતીભારનુય જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિવાદ કરતો રહ્યો.

જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.

ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના વરસો પ્રમાદ કરતો રહ્યો.

વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે બહુ સંતાપ કરતો રહ્યો.

બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ કરતો રહ્યો.

મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ કરતો રહ્યો..... 

સી.સી.સી થીયરી પ્રશ્નો

સી.સી.સી થીયરી પ્રશ્નો
         MOST I.M.P
1.) HTML નુ પૂરૂ નામ   --------------  હાયપર ટેક્ષ્ટ માર્કઅપ લેંગ્વેઝ
2) વેબસાઇટમાં બીજા સ્થાન અથવા બીજા ડોક્યુમેન્ટસનાં જોડાણને શું કહે છે ?
    હાયપર લીંન્કસ
3) વેબસાઇટ અને ઇન્ટરનેટમાં માહિતીને લોકેટ કરવા માટે જે સ્પેશિયલ પ્રોગ્રામ વપરાય
    તેને  શું કહે છે ? ----------- સર્ચ એન્જીન
4) એક સાથે આપણે કેટલી વ્યક્તિને ઇ-મેઇલ મોકલી શકીએ ?------------એક અથવા
    એક કરતા વધારે
5) ઇ- મેઇલ એડ્રેસ abc@gmail.com   માં “abc” શુ દર્શાવે છે ? ----------યુઝર નું નામ
6) ઇ- મેઇલમાં cc નું આખુ નામ શું છે ? ---------- કાર્બન કોપી
7) ઇ- મેઇલમાં bcc નું પૂરૂ નામ  ----------    બ્લાઇન્ડ કાર્બન કોપી
8) .................. એ એવી ટેક્નોલોજી જે નાના વિસ્તરમાં કોમ્પ્યુટરને નેટવર્કમાં કનેક્ટ કરે
    છે ? -------------- લોકલ એરીયા નેટવર્ક
9) નીચેનામાથી  ક્યો નેટવર્ક ટોપોલોજીનો પ્રાકાર નથી ? ------- લાઇન
10) નીચેનામાથી  ક્યો ડેટા ટ્રાન્સફર માટેનો સૌથી ઝડપી મીડીયા છે ?
    ફાઇબર ઓપ્ટીકલ કેબલ
11) જે કોમ્યુનિકેશન ચેનલ સિંગલ કોપરની ફરતે ગ્રાઉન્ડ શીથ લગાવીને બનાવવમાં આવે
     તેને----------- કોઅક્ષીયલ કેબલ
12) લોકલ એરીયા નેટવર્ક અને મેત્રોપોલિટન એરીયા નેટવર્ક વચ્ચેનો પ્રાથમિક તફાવત
     એટલે----------------- અંતર
13) સામન્યત : લોકલ એરીયા નેટવર્કમાં દરેક કોમ્પ્યુટર શેના દ્વારા જોડાયેલા હોય છે ? –
     કેબલ    
14) WWW એટલે---------------- વર્લ્ડ વાઇડ વેબ
15) URL એટલે------------------ યુનિફોર્મ રિસોર્સ લોકેટર
16) નીચેનામાંથી જાણીતા વેબપોર્ટલનાં ઉદાહરણ ક્યાં છે ?
     યાહુ, ગુગલ , વીકિપીડીયા  બધા

17) એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શુ કહેવાય ?---- સર્ફીંગ
18) નેટવર્કમાં રહેલા બીજા કોમ્પ્યુટરમાંથી માહીતી મેળવવાની પ્રક્રિયાને શું કહે ?---
      ડાઉનલોડીંગ
19) કોમ્પ્યુટર દ્વારા બે યુઝર વચ્ચે થતી રિયલ ટાઇમ માહિતીનું આદાન-પ્રદાનને શું કહે ?--    ચેટ
20) ફાયબર ઓપ્ટીક કેબલમાં માહિતીનું વહન ક્યા સ્વરૂપે થાય છે ?—પ્રકાશ
21) MAN એટલે --------------- મેટ્રોપોલિયન એરીયા નેટવર્ક
22) કોમ્પ્યુટર નેટવર્ક શુ શેર કરવાની પરવાનગી આપે છે ?
     રિસોર્સીગ અને ઇન્ફોર્મેશન બંન્ને
23) રીલેટેડ ડેટાના સમુહને સ્ટોર કરવા માટે શાના ઉપયોગ થાય છે ? ---- ફાઇલ
24) ક્યા મેનુમાં કોપી & પેસ્ટ હોય છે ? ---------------- એડીટ
25) નવી ફાઇલ બનાવવા માટે ક્યા મેનુનો ઉપયોગ થય છે ? ---------ફાઇલ
26) રીસાયકલ બીનમાંથી ફાઇલ પાછી મેળવવા ક્યા શોર્ટકટ ઉપર ક્લીક કરશો ?--- F2
27) સરકારી ઓફીસમાં ક્યા પ્રકારનાં નેટવર્કનો ઉપયોગ થાય છે ?--------- લેન
28) આમાંથી ક્યું નેટવર્કનું ઉદહરણ છે ?------------ટેલીફોન ઇલેકટ્રીક્સીટી કોમ્પ્યુટર બધાજ
29) ઇન્ટરનેટ ક્યા બે શબ્દથી બનેલો છે ?------------------ Interconnection and Network
30) IP નું પૂરૂ નામ શું છે?--------------- Internet Protocol
31) ૧૯૨.૨૭.૧.૧૩૭ શેનું ઉદાહરણ છે?  ---------------- IP
32) તમારી છેલ્લી ક્રિયાને દૂર કરવા માટે ક્યું ફંકશન ઉપયોગ કરશો ? ------ Undo
33) તમારું કોમ્પ્યુટર શટ ડાઉન કરો ત્યારે ક્યું ઓપ્શન નથી હોતુ ?------ Create User
34) કોણ કોમ્પ્યુટર હાર્ડવેર ઉપર રન થાય છે અને બીજા સોફટ્વેરને પોતાના ઉપર રન  
     થવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડે છે ? -------------- ઓપરેટીંગ સિસ્ટમ
35) કઇ ઓપરેટીંગ સિસ્ટમ ખરેખર મલ્ટી ટાસ્કીંગ નથી.    MSDOS
36)  ક્યું આઉટપુટ ડીવાઇસ નથી---------------- માઉસ
37) સમગ્ર ઇન્ટનેટની માલિકી કોણ ધરાવે છે ?--------------- કોઇ નહી
38) સર્વર સાથે જોડાઇને માહિતી મેળવવા ઇચ્છતા કોમ્પ્યુટરને શું કહે છે ?-------ક્લાયન્ટ
39) નીચેનામાંથી ક્યું માન્ય ઇ-મેઇલ એડ્રેસ છે ?--- abc@gmail.com
40) ઇ-મેઇલમાં કમ્પોઝ વિક્લ્પની મદદથી આપણે શું કરી શકીએ છીએ ?--- નવો મેઇલ
41) ડીલીટ કરેલ ઇ-મેઇલ મેસેજને સંગ્રહ કઇ જગ્યાએ થાય છે ? ----------- થ્રેશ
42) ફોન્ટ સાઇઝ મેક્ષીમમ (વધારે) કેટલી હોય --------- ૭૨
43) ફોન્ટ સાઇઝ મિનિમમ (ઓછી) કેટલી હોય ----------- ૮
44) બેઝ લાઇનથી ઉપરના-નીચેના અનુક્રમે કરેકટને શુ કહે છે---------------- સુપરસ્ક્રીપ્ટ-સબસ્ક્રીપ્ટ
45) વર્ડમાં Thesaurus tool નો ઉપયોગ ----------------- સ્પેલ ચેક
46) Macros નો ઉપયોગ ------------------ નાના પ્રોગ્રામ માટે
47) ટેમ્પલેટનો ઉપયોગ--------------- ગ્રાફિક્સ ટેકસ્ટ
48) વર્ડમાં ટેબલમાં Minimum Row અને કોલમ કેટલી હોય છે?---------- 1 રો અને 1 કોલમ
49) Shift + Delete વર્ડમાં પ્રેસ કરતાં-------------- સિલેક્ટ આઇટમ ડીલીટ કાયમ માટે
50) રી સાયકલબિનનો ઉપયોગ----------------- ડીલીટ ડોક્યુ.ના કલેકશન માટે
51) Drop  Cap માટે મેક્સીમમ લાઇન કેટલી ?---------------- 10
52) ડ્રોપ કેપ માટે ડીફોલ્ટ લાઇન------------------------- 03
53) વર્ડમાં ટેબલમાં મેક્સીમમ કોલમ કેટલી ઇન્સર્ટ થાય ------------- 45
54) ફોન્ટ ટુલબારમાં સૌથી ઓછી ફોન્ટ સાઇઝ કેટલી?----------- 08
55) કેટલા વોલ્ટેજનો મધરબોર્ડમાં ઉપયોગ થાય છે ?--------- 12
56) વર્ડમાં રૂલરનો ઉપયોગ---- ઇન્ડેન્ટ સેટ કરવા, ટેબ સેટ કરવા, માર્જિન બદલવા(બધા જ)
57) હેડર & ફૂટર ક્યાં પ્રિન્ટ થાય છે?--------------- દરેક પેજ
58) વર્ડમાં ટેક્ષ ઓટોમેટીકલી નવી લાઇનમાં કેવી રીતે આવે છે?------------- WORD WRAP
59) CTRL + B વર્ડમાં પ્રેસ કરતાં---------------- ટેક્ષ બોલ્ડ
60) વર્ડ પ્રોસેસરમાં પ્રેસ કરતાં----------------- Close Window
61) વર્ડમાં નવી ફાઇલનું એક્સટેન્શન શું હોય -----------     .doc
62) વર્ડમાં સ્પેલિંગ ચેક માટે શું પ્રેસ કરતાં -------------- F7
63) MODEM નું આખું નામ---------- Modulator – Demodulator
64) ક્યાં કેબલ ઇન્ટરનેટના સંચારણ માટે વધુ ઉપયોગી બને છે--------- ફોંનલાઇન કેબલ
65) કેબલ અને વાયરલેસ કોમ્યુનિકેશન કેવા પ્રકારની ટેક્નોલોજી છે--------ટ્રાન્સમિશન મિડિયા
66) ડેટા ટ્રાન્સફર માટેનો સૌથી ઝડપી પોર્ટ ક્યો છે ?--------- ફાયર વાયર
67) વેબસાઇટને બ્રાઉઝ કરવા માટે ક્યો પ્રોટોકોલ વપરાય છે----- HTTP
68) ચેટીંગ એપ્લીકેશન કઇ ---------- યાહુ મેસેન્જર
69) વર્ડ પ્રોસેસરમાં ગ્રાફિક્સનો ઉપયોગ ----------- ક્લિપ આર્ટ
70) URL ના  બે મુખ્ય ભાગ----------- પ્રોટોકોલ & ડોમેઇન નેમ
71).gov.edu.mail&.net એક્ષટેન્શનને શું કહે છે?------ ડોમેઇન કોડ
72) ઉભી કોલમ વચ્ચેના અંતરને શુ કહે ---------- ગટર
73) સબ્સોલ્યુટ રેફરન્સ એટલે ------------- $A$1
74) F8 key ત્રણ વાર પ્રેસ કરવાથી શું સિલેક્ટ થાય --------- વાક્ય
75) એમ.એસ વર્ડ શું છે?---------------------- એડિટીંગ સોફ્ટવેર
76) એમ.એસ વર્ડ ચાલુ કરવા માટે ----------- Winword.exe
77) ડોક્યુમેન્ટ કેટલી રીતે સેવ થાય----------- 3 રીતે
78) જુદા જુદા ડોક્યુમેન્ટની એડિસનને ટ્રેક રખવા માટેનું ફિચર?—-------વર્સન
79) બોર્ડર ક્યાં વપરાય? ----------------- સેલ ટેક્સ્ટ પેરેગ્રાફ ઉપરના બધામાં
80) પેજ માર્જિન નો ક્યો ટાઇપ નથી --------------- સેન્ટર
81) પોટ્રેટ અને લેન્ડ્સ્કેપ શું છે?----------- પેજ ઓરિએન્ટેશન
82) રોમ એટલે શું -------------- રીડ ઓન્લી મેમરી
83) એમ.એસ વર્ડ શું છે?-------------- સોફટ્વેર
84) windows ની મુખ્ય સ્ક્રીનને શું કહેવાય ----------- Desktop
85) Desktop ની નીચેની આડી લાઇનને શું કહે છે ?-------- ટાસ્કબાર
86) હાલમાં ખોલેલા બધાજ ડોક્યુમેન્ટ ક્યા હોય છે------- માયરીસન્ટ ડોક્યુમેન્ટ
87) ઉપયોગી કમાન્ડ અને ટુલ્સ ક્યાં હોય છે ?------------- મેનુ
88) ડેસ્કટોપ ઉપરના નાના એરાને શુ કહે છે?----------- માઉસ પોઇન્ટર
89) ડીલીટ કરેલી આઇટમ ક્યાં જાય છે?--------------- રીસાયકલબીન
90) ફોલ્ડરમાં શું હોય છે?-------------- ફાઇલો & સબ ફોલ્ડર
91) ફાઇલોના સમુહને સ્ટોર કરવા શાનો ઉપયોગ થાય છે? -------------- ફોલ્ડર
92) ફોલ્ડરની અંદરના બીજા ફોલ્ડરને શું કહે છે?--------- સબ ફોલ્ડર
93) દરેક Window માં સૌથી ઉપર જે પ્રોગ્રામનું નામ બતાવે -------- Title bar   
94)નીચેનામાંથી ક્યો ફોલ્ડર વ્યુનો ટાઇપ નથી ? ---------- કેસ્કેડ
95) જ્યારે તમારી પાસેથી વધારે માહિતી જોઇતી હોય ત્યારે જે Window display થાય તેને શુ
     કહે છે----------------- dialog box
96) ફાયરવોલ માટે ઉપયોગી કરી શકતો નથી................ ઇન્ટરનેટ સાથે જોડવા
97) પ્રભાવ મોનિટરનો ઉપયોગ શેના માટે કરી શકાતો નથી........... હાર્ડડિસ્ક સ્ટેટસ
98) ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ક્યા કાર્યક્રમનો ઉપયોગ થતો નથી?........... ક્રોમા
99) ક્યા એક રેમ્નો પ્રકાર નથી? .............. એમ.ડી
100) એસ.એમ.પી.એસ નો અર્થ શુ થાય..................સ્વિચ મોડ પાવર સપ્લાય
101) ક્યા એક હાર્ડડિસ્કનો પ્રકાર નથી?.............. એસ.આઇ.ડી.આઇ
102) ફેટ શુ છે ?............. ફાઇલ એલોકેશન ટેબલ
103) આમાંથી ક્યું હાર્ડડિસ્ક પાર્ટીશન પ્રકાર નથી ?.......................... ટરનરી
104) કઇ સર્વિસ સેફ સ્થિતીમાં ઉપલબ્ધ નથી ?.......................... નેટવર્ક
105) રેમ ડેટા હાર્ડડિસ્ક પર સ્ટોર કરવા કઇ ફાઇલ્નો ઉપયોગ થાય છે ?......... Pagefile.sys
106) વર્તમાન વિન્ડો બંધ કરવા માટે પ્રવેગ(ઝડપ) કી શું છે?............. Alt + F4
107) ટાસ્કબારમાં પ્રક્રિયાવિકલ્પનો શું જોવા માટે ઉપયોગ થાય છે?..............ચાલુ તથા અટકેલા
      પ્રોસેસની યાદિ જોવા માટે
108) સ્ક્રીનસેવરનો લઘુતમ સહસમય……….. છે ........... એક મિનિટ
109) My computer પર ક્લિક કરો ત્યારે Manage માં ક્યાં વિકલ્પ વ્યવસ્થા ઉપલબ્ધ
      નથી........................ ફોલ્ડર સિક્યોરિટી
110) સ્થાપિત કાર્યક્રમો શેના પર રહે છે..................... પ્રોગ્રામ ફાઇલ
111) કોમ્પ્યુટરમાંથી કાર્યક્રમ ભુસવા માટે કઇ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?........... અનઇન્સ્ટોલ
113) સ્ક્રીન અમુક ભાગને ઝુમ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?................ મેગ્નીફાયર
114) આમાંથી ક્યો મોનિટરનો પ્રકાર નથી ?……………….. Microcrome
115) આમાંથી કઇ મેમરી ક્રમાંકિત પ્રકારની છે?........................ ટેપ
116) આમાંથી કઇ મેમરી direct access પ્રકારની છે?.................... ટેપ
117) ઇન્ટરનેટ.............. ઇન્ટરફેસની મદદથી ઉપયોગ કરી શકાય છે?......... એન.આઇ.સી
118) કામ દરમિયાન કોઇપણ સમયે વિન્ડોઝ ડેસ્કટોપ જોવા માટે કઇ કીનો ઉપયોગ થાય
        છે?.......................Windows + D

24 February 2016

તારી ઓનલાઇન ખરીદીમાં આવી સુવિધા મળે ખરી ?

એક કોલેજીયન યુવક કોલેજમાં રજા હોવાથી આજે ઘરે હતો. યુવકના દાદાએ યુવકને કહ્યુ, " બેટા, મારે નવા ચશ્મા લેવાના છે તું મારી સાથે ચાલને ?" મોબાઇલ પર ચેટીંગ કરતા યુવકને દાદાની આ દરખાસ્ત ન ગમી. એમણે દાદાને કહ્યુ, " દાદાજી, જમાનાની સાથે હવે તમારી જાતને પણ બદલો અને આધુનિક ટેકનોલેજીનો ઉપયોગ કરતા થાવ. ચશ્મા ખરીદવા માટે હવે દુકાન સુધી લાંબા થવાની અને સમય બગાડવાની કોઇ જરૂર નથી."
દાદાએ આશ્વર્ય સાથે કહ્યુ, " શું વાત છે બેટા ? દુકાને ગયા વગર પણ ચશ્માની ખરીદી થઇ શકે ? " યુવાને જરા રુઆબ સાથે કહ્યુ, " દાદા, અહીંયા આવો, મારી બાજુમાં બેસો, હું તમને સમજાવુ. આ મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે બધી જ વસ્તુઓ ઘરે બેઠા ખરીદી શકો છો. જુદી-જુદી ઓનલાઇન સેવા પુરી પાડતા ડીપાર્ટમેન્ટલ સ્ટોર પરથી તમે ખાલી ચશ્મા જ નહી. કરીયાણુ, કપડા, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધુ જ ખરીદી શકો છો. હવે તમારી જુનવાણી પધ્ધતિને પડતી મુકો અને આ આધુનિક પધ્ધતિ અપનાવો એટલે તમે ઘરે બેઠા જરૂરીયાત મુજબની બધી જ વસ્તુઓ ખરીદી શકો."
દાદાએ યુવાન પૌત્રની બધી વાત ધ્યાનથી સાંભળી પછી હળવેકથી કહ્યુ, " બેટા, તારી વાત તો સાચી છે કે આ ઓનલાઇન ખરીદી કરવાથી આપણો સમય બચે છે અને થોડું ડીસ્કાઉન્ટ પણ મળે એટલે પૈસા પણ બચે. પણ સમય અને પૈસા બચાવવા જતા જેના વગર જીવવું મુશ્કેલ છે એવો માનવીય સંબંધ છુટી જાય છે એનું શું ? " યુવકને કંઇ ન સમજાયુ એટલે એણે દાદાને કહ્યુ, " તમે શું કહેવા માંગો છો એની કંઇ ખબર નથી પડતી."
દાદાએ યુવકના ખભે હાથ મુકતા કહ્યુ, " બેટા, હમણા થોડા દિવસ પહેલા હું બીમાર પડ્યો. રોજ શાકભાજી લેવા હું જતો પણ હું બીમાર પડ્યો એટલે તારા પપ્પા ગયેલા. શાકભાજીવાળાને મારી બીમારીની ખબર પડી તો એ સાંજે એમની દુકાન બંધ કરીને મારી ખબર કાઢવા માટે આપણી ઘરે આવેલો અને મારી પથારી પાસે બેસીને મને સાંત્વના આપેલી. થોડા વર્ષો પહેલા થોડો સમય આપણે નાણાકીય તંગીનો ભોગ બનેલા ત્યારે આપણા કરીયાણાવાળાએ આખા વર્ષનું કરીયાણું ઉધાર આપેલુ અને પૈસા આપવાની કોઇ ચિંતા ન કરતા એમ કહેલું. જ્યારે તું નાનો હતો ત્યારે હું તને સાથે લઇને એ કરીયાણાવાળાને ત્યાં ખરીદી કરવા માટે જતો. એ ઓછુ ભણેલો કરીયાણાવાળો હંમેશા હસતા હસતા તને ચોકલેટ કે પેંડો પણ આપતો અને ક્યારેય બીલમાં ચોકલેટ-પેંડાની રકમ ઉમેરતો નહોતો. "
યુવક એકધ્યાન થઇને દાદાની વાત સાંભળી રહ્યો હતો. દાદાએ વાત આગળ વધારી " બેટા, કાપડવાળાને ત્યાં ખરીદી કરવા જઇએ ત્યારે એકાદ બે ઓળખીતા માણસો મળી જ જતા અને એની સાથે વાત કરવાનો મોકો પણ મળી જતો. હૈયામાં ધરબાઇને ભરેલી કેટલીક વાતો ત્યાં સહજતાથી ઠલવાઇ જતી અને હૈયુ હળવું ફુલ થઇ જતું. જેને ત્યાંથી આપણે નીયમિત ખરીદીઓ કરતા એ બધા આપણા સુખના કે દુ:ખના પ્રસંગમાં ભાગીદાર થતા હતા. હવે મને જણાવ તારી ઓનલાઇન ખરીદીમાં આવી સુવિધા મળે ખરી ? "
યુવાન કોઇ જવાબ ન આપી શક્યો. બાળપણની કેટલીક ઘટનાઓ યુવકના માનસપટ પર ઉભરી આવી અને દાદાજીને એણે એટલું જ કહ્યુ, " ચાલો દાદાજી હું આપની સાથે આવુ આપણે ચશ્માવાળા ભાઇની દુકાને જઇને એમની ચા પી આવીએ અને તમારા ચશ્મા લઇ આવીએ. રસ્તામાં તમારા એકાદ બે ભાઇબંધો મળી જશે તો એને મળી પણ આવીએ."

ખરેખર એ હીરા ભેગા કરવા જેવા કાર્યો છે.

એક ગુરુકુળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ
કરતા હતા. કોઇ અમીર હતા, કોઇ સામાન્ય
હતા તો કોઇ ગરીબ પણ હતા. આજે
અભ્યાસનો અંતિમ દિવસ હતો. બધા વિદ્યાર્થીઓ
પોતાના ઘરે જવા માટે ઉત્સુક હતા. ગુરુજીએ
બધા જ વિદ્યાર્થીઓને એક સ્થળે એકત્રીત
કર્યા અને કહ્યુ , " મારા વ્હાલા શિષ્યો , આ
ગુરુકુળમાં આજે તમારો છેલ્લો દિવસ છે.
તમારા અભ્યાસ દરમિયાન મેં
તમારી ઘણી પરિક્ષાઓ લીધી છે આજે એક અંતિમ
પરિક્ષા લેવી છે. તમારે બધાએ પગમાં કંઇ
પહેર્યા વગર જ એક અંધારી સુરંગમાંથી પસાર
થવાનું છે અને બીજા છેડેથી બહાર નિકળવાનું છે. હું
સુરંગના બીજા છેડે તમારી રાહ જોઇશ."
ગુરુજી બધાને સુરંગના દરવાજા પાસે લઇ ગયા અને
સુરંગમાં પ્રવેશ કરવાનો બધાને આદેશ કર્યો. હુકમ
થતા જ બધા સુરંગમાં દાખલ થયા. અંદર ઘોર
અંધારુ હતું. એકબીજાનું મોઢુ પણ જોઇ શકાતું
નહોતું. બધા ટેકે ટેકે આગળ વધી રહ્યા હતા.
થોડા આગળ ગયા ત્યાં તો બધાના પગમાં નીચે
પડેલા ધારદાર પથ્થર વાગવા લાગ્યા. ખુબ
પીડા થતી હતી અને પગમાં લોહી પણ નીકળતું
હતું.
બધા જેમતેમ કરીને
સુરંગના બીજા દરવાજેથી લંગડાતા લંગડાતા બહાર
નીકળ્યા.
ગુરુજી બધાને આ સુરંગના અનુભવ વિષે
પુછી રહ્યા હતા. બધા પોતપોતાના પીડાદાયક
અનુભવની વાત કરી રહ્યા હતા. આ વાતચીત
ચાલુ હતી ત્યાં એક શિષ્ય
સુરંગના દરવાજાની બહાર આવ્યો. બધા તેના પર
હસવા લાગ્યા. ગુરુજીએ હસવાનું કારણ પુછ્યુ
તો એક શિષ્યએ જવાબ આપતા કહ્યુ , "
ગુરુજી આ મોડો આવેલો વિદ્યાર્થી સૌથી આગળ
હતો પણ એની મુર્ખામીને લીધે એ સૌથી પાછળ
રહી ગયો. એ
સુરંગમાં પડેલા પથ્થરો વીણી રહ્યો રહ્યો હતો.
ગુરુજીએ પેલા મોડા આવેલા શિષ્યને આ વિષે
પુછ્યુ તો એણે કહ્યુ , " હા ગુરુજી એમની વાત
સાચી છે. હું સૌથી આગળ હતો. મને
રસ્તામાં પડેલો ધારદાર પથ્થર વાગ્યો અને ખુબ
પીડા થવા લાગી એટલે મેં વિચાર્યુ કે આ
પથ્થરો મારી પાછળ આવતા બીજા મિત્રોને પણ
વાગશે અને એને પણ પીડા થશે. મારા મિત્રોને
પીડા ન થાય તે માટે મેં રસ્તામાં પડેલા એ
પથ્થરો ઉપાડી લીધા.
ગુરુજીએ પુછ્યુ , " એ પથ્થરો કયાં છે ?
જરા બતાવ "
શિષ્યએ ખીસ્સામાં હાથ નાંખીને પથ્થરો બહાર
કાઢ્યા. પથ્થરો જોતા જ
બધા આશ્વર્યમાં પડી ગયા કારણકે એ પથ્થર
નહી પરંતું હીરાઓ હતા. ગુરુએ પોતાના શિષ્યોને
કહ્યુ , " આ જ તમારી પરિક્ષા હતી. એ હીરાઓ મેં
જ ત્યાં મુકાવેલા હતા. બીજાને મદદ
કરવાની ભાવનાવાળા મારા શિષ્યો માટે એ
મારી ભેટ હતી."
મિત્રો , આપણે પણ જીવન રુપી અંધારી અને
અજાણી સુરંગમાંથી પસાર થઇ રહ્યા છીએ.
આપણને પડતી પીડા બીજાને ન થાય
એવા શુધ્ધભાવથી કરેલા કાર્યો બીજા લોકોને ભલે
પથ્થર ભેગા કરવા જેવા મૂર્ખામી ભર્યા લાગે
પરંતું ખરેખર એ હીરા ભેગા કરવા જેવા કાર્યો છે.                                      

એક વિધાર્થી ની શિક્ષકો ને અરજી.

એક વિધાર્થી ની શિક્ષકો ને અરજી.

મને જ્ઞાન આપજો....... વિજ્ઞાન તો હું વાંચી લઈશ. મારે શિક્ષા જોઈએ છે..... પરીક્ષા નહી.
શિક્ષક તેના નિરીક્ષણ (observation) માં જ મૂલ્યાંકન (evaluation) કરી શકે છે. તેના માટે પેપર સેટ કરવાની જરૂર પડતી નથી.
• વસંત આવવાની હોય ત્યારે કયું વૃક્ષ પરીક્ષા આપે છે?
• કળી માંથી ગુલાબ થાય એ પહેલા..... ગુલાબ નો છોડ.....એ કળી ને.... એક પણ સવાલ પૂછતો નથી.
• ચકલીઓ ના બચ્ચાઓ.... માળા માં થી પહેલી વાર ઉડે.... એ પહેલા કઈ પ્રવેશ પરીક્ષા (entrance exam) આપે છે? 
• અરે, જ્યાં આકાશ એમને ઉડવાની પ્રેરણા આપતું હોય.... ત્યારે તેઓ માળા માં ગોંધાઈ રહેતા નથી.

તેમને પડવાનો વિચાર સુદ્ધા આવતો નથી કારણ કે તેઓ આકાશ ને જુએ છે.... જમીન ને નહિ.
પપ્પા કહે છે.... આજ ની શિક્ષણ પ્રથા સારી નથી, પણ મેં તો શિક્ષણ પ્રથા ને જોઈ જ નથી. મેં તો ફક્ત શિક્ષકો ને જોયા છે. શિક્ષકો સારા હોય તો શિક્ષણ પ્રથા સારી જ હોય...મને તો એટલી જ સમજ છે.
ડોક્ટર થી દર્દી ની સારવાર માં કોઈ ભૂલ થાય..... અને દર્દી મૃત્યુ પામે તો તમે તેને તબીબી બેદરકારી (medical negligence) કહો છો. તો પછી..... શિક્ષકો ભણાવવા જેવી વાતો ભણાવે નહિ અથવા ન ભણાવવા જેવી વાતો ભણાવે તો એને શૈક્ષણિક બેદરકારી (educational negligence) કેમ ન કેહવાય?

તબીબી બેદરકારી (medical negligence) થી તો ફક્ત એક વ્યક્તિ મરે છે. શૈક્ષણિક બેદરકારી (educational negligence) થી આખો સમાજ મરે છે. તમને મળેલી એ પીરીયડ ની મિનિટ દેશ નું ભવિષ્ય બદલી શકે છે. આ વાત ની તમને તો ખબર જ હશે ને!!!

પ્રિય શિક્ષકો...... મને માહિતી (information) અને જ્ઞાન (knowledge) વચ્ચે નો તફાવત ખબર નથી. એ તો તમારે જ સમજાવવો પડશે. પાઠ્ય પુસ્તકો બોલી શકતા નથી. વિજ્ઞાન ના પાઠ્ય પુસ્તક માં ઝીંદગી કેમ જીવવી એના વિષે તો ઉલ્લેખ જ નથી. સમાજ ના કોયડાઓ કેમ ઉકેલવા..... એવું તો ગણિત માં એકેય ઉદાહરણ જ નથી. અમે તો વિદ્યાર્થીઓ છીએ.... અમને ઉદાહરણ વગર ન સમજાય. જો ગણિત - વિજ્ઞાનની ચોપડીઓ જ સમાજ ઘડતી હોત તો આ લકવાગ્રસ્ત સમાજ (paralyzed society) ના ખરાબ વ્રણ (bed sore) અમારે વિદ્યાર્થીઓ ને જોવા ન પડત.

ગ્લાસ અડધો ખાલી છે કે ભરેલો.... મારે ફક્ત એ નથી જાણવું. મારે એ પણ જાણવું છે કે ગ્લાસ માં નું અડધું પાણી ક્યાં ગયું હોઈ શકે? ગ્લાસ માં રહેલા પાણી ની રચના (composition) શું છે? ગ્લાસ શેનો બનેલો છે? ગ્લાસ નો અને પાણી નો સંબંધ શું?

મારી બાળ સહજ નિર્દોષતા નું બાષ્પી ભવન કરે..... મારે એવો શિક્ષક નથી જોઈતો.
જે મારા માં રોજ નવી કુતુહલતા નું સિંચન કરે.... મારે એવો શિક્ષક જોઈએ છે.

મને જવાબ આપે એવો શિક્ષક મને ન પોસાય. મારા માં જે સવાલો ઉભા કરે... મારે એવો શિક્ષક જોઈએ છે.

જો ૧૮ વર્ષ ની ઉંમર પછી પુખ્ત થયેલા લોકો (શારીરિક પુખ્તતા ની વાત કરું છું... માનસિક નહિ) ને મત આપી સરકાર ચુંટવાનો અધિકાર છે...... (અરે બુદ્ધિશાળી લોકો.... મત આપી આપી ને પણ તમે પાંગળી સરકાર જ ચૂંટો  છો ને!) તો પછી અમને વિધાર્થીઓ ને અમારી પસંદ ના શિક્ષકો ચુંટવાનો કેમ અધિકાર નથી?

૩૫/૪૫/૬૦/૧૨૦ મિનિટ ના પીરીયડ માં અમારા પર રોજ રોજ શૈક્ષણિક બળાત્કાર થાય.... એ આ દેશ ની સરકાર ને મંજુર હશે. અમે દેશ નું ભવિષ્ય છીએ, દેશ ના ભવિષ્ય ને આ મંજુર નથી. સમાજ ના માપદંડો મારા ખભ્ભા ઉપર લાદી ને.... મને અપાહિજ ન બનાવતા. વાલીઓ ની સાથે સાથે.... પ્રિય શિક્ષકો.... તમને પણ કહું છું.......તમારી જે કઈ અપેક્ષાઓ છે એ તમારી પાસે જ રાખજો. તમારી અપેક્ષાઓ નું મને વજન લાગે છે. મારે દેશ ઊંચકવાનો છે. ખોખલા વિચારો નહિ. વર્ગખંડ માં પ્રથમ કે દ્વિતીય આવવાના સપનાઓ આપી ને.... મારી આંખો ને બગાડશો નહિ. મારી આંખો ને.... આંખો માં સમાય નહિ.... એવા સપનાઓ આપજો. ભારત નિર્માણ નું સ્વપ્ન. નીચે પડવાનો ડર... મને બતાવશો નહિ. મને ફક્ત આકાશ બતાવજો. મારે ઉડવું છે. મને તમારી ઝીંદગી ની નિરાશાઓ ના સ્પંદનો (vibrations) ભૂલે ચુકે પણ આપતા નહિ. મારે હકારાત્મકતા (positivity) જોઈએ છે.

ટુથ પેસ્ટ ની ટ્યુબ માંથી બહાર નીકળેલી ટુથ પેસ્ટ ને.... ફરી પાછી.....અંદર નાખવી હોય તો એ વાત અશક્ય કેહવાય. મારે એવું શીખવું નથી. ૧૦ cc ની syringe માં ભરી.... એ બહાર નીકળેલી ટુથ પેસ્ટ ને.... ફરી પાછી અંદર નાંખી જ શકાય.... મારે એવું શીખવું છે.

અશકય હોય એવી એક પણ શક્યતા ને મારે ઓળખવી નથી. મારે વ્યસ્ત રહેવું છે.... ભારત નિર્માણ માં. શિક્ષકો.... તમે મને કરેલી સારી કે ખરાબ દરેક વાત... મને આજીવન યાદ રહેશે. મારી ‘માં’ ના ચેહરા પછી હું સતત કોઈ નો ચેહરો જોતો હોવ તો એ એક સારા શિક્ષક નો છે. તમારી વાતો.... મારું વર્તન નક્કી કરશે. તમારો અભિગમ.... મારો પણ અભિગમ બનશે.

પ્રાર્થના કરું છું.....
મારા મમ્મી- પપ્પા એ મને સોંપ્યો છે તમને....એવી ઉંમર માં....
જયારે હું  વળી શકું છું.... કોઈ પણ દિશા માં..........
ઢળી શકું છું... કોઈ પણ આકાર માં.

પ્રિય શિક્ષકો.... તમે માળી છો.... ઈશ્વરે ઉગાડેલા બગીચા ની તમે કાળજી રાખો છો. એક પણ કળી મુરઝાય નહિ..... એનું ધ્યાન રાખશો ને? ચંપો , ચમેલી , પારિજાતક અને આ બગીચા માં રહેલા દરેક ફૂલ વતી હું એક ગુલાબ આપને વિનંતી કરું છું. મને શિક્ષણ નો માર કે દફતર નો ભાર આપશો નહિ. મને દંભીપણાનું આવરણ આપશો નહિ. મને વાતાવરણ આપજો કે જેમાં હું ખીલી શકું. સત્ય બોલવું સૌથી સહેલું છે. મને એ જ ગમશે. ભારત ના સ્વાસ્થ્ય માટે પણ એ જ સારું છે. મારી આંખો માં આંસુ આવે તો મને ફક્ત રૂમાલ ન આપશો..... એ આંસુઓ શું કામ આવ્યા છે? એનું કારણ પણ શોધવાનો પ્રયત્ન કરશો.

મેં સાંભળ્યું છે.... શિક્ષક ના શર્ટ ને ક્યારેય કોલર નથી હોતા. શિક્ષક ના પેન્ટ ને ખિસ્સા પણ નથી હોતા જેમાં કશુંક મૂકી શકાય. ટ્યુશન કરી ને શિક્ષક પોતાનું ઘર ચલાવી શકે, સમાજ નહિ. શિક્ષક ની મુઠ્ઠી ક્યારેય બંધ નથી હોતી કારણકે શિક્ષકે કશું જ લેવાનું નથી હોતું . ફક્ત આપવાનું હોય છે. ખુલ્લી હથેળીઓ વાળો હાથ જ શિક્ષક નો હોઈ શકે. નિ:સ્વાર્થ પરોપકાર ની ભાવના લઇ ને જનમ્યા હશો, અને ખરેખર ભાગ્ય શાળી હશો...... તો જ મારા શિક્ષક હશો...... કારણ કે એક વિધાર્થી માટે એક શિક્ષક ઈશ્વર છે. ઈશ્વર પોતાની પદવી બહુ આસાની થી કોઈ ને આપતો નથી. શિક્ષક બન્યા છો તો નક્કી ભાગ્યશાળી જ હશો. શિક્ષક ના ચોક ની તાકાત સંવિધાન બદલી શકે છે. દેશ ની સરહદ પર રહેલો જવાન દેશ બચાવે છે..... અને શિક્ષક દેશ બનાવે છે.

પ્રિય શિક્ષકો..... તમે દેશ નું સૌથી મોટું નિવેશ (investment) છો. કાળા પાટિયા પર સફેદ ચોક થી લખતાં હાથ આ દેશ નો ઇતિહાસ ફક્ત સમજાવી જ નહિ...... બનાવી પણ શકે છે. સમાજવિદ્યા માં આવતો ઇતિહાસ બદલી શકાય છે..... વિધાર્થીઓ તૈયાર છે.... ઇતિહાસ બદલવા.

શિક્ષકો તૈયાર છે?