26 March 2016

આ લવસ્ટોરી તમારા હ્દયને સ્પર્શી જશે


કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા.

આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઇ. બંને એક બીજા વગર રહી શકતા ન હતા.

કોલેજ પુરી થયા બાદ બંને એ પોતપોતાના ઘરે આ બાબતની વાત કરી. શરુઆતમાં થોડી આનાકાની બાદ બંનેના પરિવાર લગ્ન માટે રાજી થયા. છોકરાને હજુ વધુ અભ્યાસ માટે વિદેશ જવુ હતુ અને આ માટે સ્કોલરશીપ પણ મળી હતી. માટે હાલ પુરતી બંનેની સગાઇ કરવાનું નક્કી થયુ. સગાઇ થયા બાદ છોકરો વિદેશ ભણવા માટે જતો રહ્યો પણ રોજ રાત્રે થોડીવાર ફોન પર પોતાની ભાવી પત્નિ સાથે વાત કરી લે.

એક દિવસ છોકરીને એક અકસ્માત નડ્યો. એનો જીવ તો બચી ગયો પણ જીભ ચાલી ગઇ. ડોકટરે કહ્યુ , " આ છોકરી હવે એની જીંદગીમાં ક્યારેય નહી બોલી શકે." તે દિવસે રાત્રે પેલા છોકરાના અસંખ્ય કોલ આવ્યા પણ જવાબ કોણ આપે ? છોકરાએ જુદી જુદી રીતે સંપર્ક કરવાનો ખુબ પ્રયાસ કર્યો પણ કોઇ રીતે સંપર્ક થયો નહી.

છોકરીએ પોતાના પિતાને લખીને સમજાવ્યુ કે એ હવે છોકરાનું જીવન બરબાદ કરવા નથી માંગતી કારણકે છોકરો ખુબ બોલકો છે અને હું એની સાથે વાત કરી શકુ તેમ જ નથી તો જીવન કેમ પસાર થાય ?

છોકરીના કહેવાથી એના પિતાને શહેર પણ બદલી નાંખ્યુ અને એક બીજા શહેરમાં રહેવા માટે જતા રહ્યા. છોકરીએ પોતાની બહેનપણી દ્વારા ફોન કરાવીને છોકરાને કહેવડાવી દીધુ કે એ કોઇ બીજી છોકરી શોધી લે.

થોડા દિવસ છોકરાના ખુબ કોલ આવ્યા પણ પછી કોલ આવતા બંધ થઇ ગયા. છોકરીને લાગ્યુ કે એ હવે મને ભૂલી ગયો હશે. છોકરી એ છોકરાને યાદ કરીને રોજ રડ્યા કરતી.

એકાદ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો. એકદિવસ છોકરીની બહેનપણી એના ઘરે આવી અને કહ્યુ , " પેલો છોકરો લગ્ન કરી રહ્યો છે એના લગ્નની કંકોત્રી મને મળી છે.
છોકરીની આંખમાં આંસુ આવી ગયા. મને આવ ભૂલી ગયો એ હવે! એને એક પણ વખત મને મળવાનો વિચાર ન આવ્યો ? શું પ્રેમ આવો હોય ? આવું વિચારતા વિચારતા એણે કંકોત્રી હાથમાં લીધી અને એ છોકરાની સાથે પોતાનું નામ વાંચીને આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ.

હજુ કંઇ બોલે એ પહેલા જ છોકરો એની નજર સામે પ્રગટ થયો અને છોકરીને બોલીને નહી પરંતું સાંકેતીક ભાષામાં કહ્યુ , " મેં લગ્ન માટે તને આપેલુ વચન મને યાદ છે. મને માફ કરજે આ એક વર્ષ જેટલો લાંબો સમય લેવા બદલ કારણકે આ સમય દરમ્યાન હું સાંકેતિક ભાષા શીખી રહ્યો હતો. હવે હું તારો પતિ જ નહી તારો અવાજ પણ બનીશ."

=============×××××××================

તમે જેને દિલથી ચાહો છો એના પર વિશ્વાસ પણ રાખજો. કેટલીકવાર પ્રિયજન તફરથી કોઇ પ્રતિઉતર ન મળે ત્યારે તમે જેવું વિચારો છો એના કરતા વસ્તવિકતા કંઇક જુદી પણ હોઇ શકે.

कम्प्यूटर नी महत्वपूर्ण शोर्ट कट की.

Computer short cut key...
Ctrl+A - पूरे पेज को एक साथ सलैक्ट करने के लिये
Ctrl+B - टेक्स्ट बोल्ड करने के लिये
Ctrl+C - टेक्स्ट कॉपी करने के लिये
Ctrl+D - डिफाल्ट फान्ट सेंटिग बदलने के लिये
Ctrl+E - टेक्स्ट को सेंटर करने के लिये
Ctrl+F - फाइंड करने के लिये
Ctrl+G - सीधे किसी पेज या लाइन पर पहुॅचने के लिये
Ctrl+H - किसी शब्द को रिप्लेस करने के लिये
Ctrl+I - टेक्स्ट इटैलिक करने के लिये
Ctrl+J - पैराग्राफ को जस्टीफाई करने के लिये
Ctrl+K- पेज पर हाईपरलिंक लगाने के लिये
Ctrl+L - अलाइन टेक्स्ट लेफ्ट करने के लिये
Ctrl+M - इंडेंट बढाने के लिये
Ctrl+N - नई फाइल बनाने के लिये
Ctrl+O - फाइल ओपन करने के लिये
Ctrl+P - प्रिंट निकालने के लिये
Ctrl+Q - इंडेंट समाप्त करने के लिये
Ctrl+R - अलाइन टेक्स्ट राइट करने के लिये
Ctrl+S - फाइल सेव करने के लिये
Ctrl+T - पेज पर हैंडिग इंडेंट बढाने के लिये
Ctrl+U - अण्डरलाइन के लिये
Ctrl+V - टेक्स्ट पेज करने के लिये
Ctrl+W - फाइल क्लोज करने के लिये
Ctrl+X - टेक्स्ट कट करनेे केे लिये
Ctrl+Z - अंडू करने के लिये
Ctrl+] - फान्ट साइज बढाने के लिये
Ctrl+[- फान्ट साइज घटाने के लिये

25 March 2016

સરકારી પ્રાથમિક શાળાઓની હાલત આજકાલ ટીવી પર ચાલતી ડેયલી સોપ ઓપેરા સિરિયલ જેવી થઇ ગઈ છે.

સરકારી પ્રાથમિક શાળાઓની હાલત આજકાલ ટીવી પર ચાલતી ડેયલી સોપ ઓપેરા સિરિયલ જેવી થઇ ગઈ છે.
.
.
ટીઆરપીને ટકાવી રાખવા માટે દૈનિક જીવનમાં આવતાં બધા જ તહેવારો જેમ 'હોળી સ્પેશિયલ', 'દીપાવલી સ્પેશિયલ' જેવા ટાઇટલ હેઠળ ઉજવાય તેમજ સિરિયલમાં કોઈને કોઈ સ્પેશિયલ પુંજાઅર્ચના, રમતગમત કે કોઈને કોઈ ઉજવણી ચાલતી રહે એમ અહીં પણ દર અઠવાડિયે વડી કચેરીમાં બેથેલ કોઈ દિર્ગદર્શક દ્વારા કોઈને કોઈ ત્રણ પાનાંની સ્ક્રિપ્ટ આવી જાય છે, જે મુજબ માસ્તરો એકટરો બની વર્ષોથી દમદાર એક્ટિંગ કરતા રહે છે.
.
શાળાઓમાં આચાર્ય દિર્ગદર્શન કરે છે, શિક્ષકો એકટરો છે અને ગ્રામજનો દર્શકો.
.
શાળામાં એક શિક્ષક તો કેમેરો ઓન કરી ઉત્સવો શૂટ કરતો રહે છે.
.
સીસીસી પાસ એક શિક્ષક ફોટોશોપની મદદથી એડિટિંગ કરતો રહે છે.
.
એક શિક્ષક રિપોર્ટિંગ કરતો રહે છે.
.
એક શિક્ષિકા મીઠાના કોગળા કરી ગાતી રહે છે.
.
બે શિક્ષિકાઓ મહેમાનો અને એસએમસીની આગતાસ્વાગતામાં લાગેલી હોય છે.
.
એસએમસીના સભ્યોને પત્ની પણ પાણી ન આપતી હોય ત્યાં શાળામાં મળતી સ્પાઈટ પીને બકવાસ બંધ થઇ જાય છે.
.
ફેસબુક અને વોટ્સએપ પર ફોટો શૂટ થયા પહેલાં જ ગર્ભમાંથી અપલોડ થઇ જાય છે.
.
સિરિયલમાં ટીઆરપી છે, અહીં વોટબેંક. શાળાઓ દ્વારા થતાં કે કરાવાતા પ્રચારનો ફાયદો એ છે કે પાંચ વર્ષ બાદ તમારા મતદાતાઓમાં દરવર્ષે વધારો થતો રહે. તમે વડાપ્રધાન બની શકો. મહિલાઓને આકર્ષવા માહિલાદિન, દીકરીને સલામ, યુવાઓને આકર્ષવા ખેલમહાકુંભ, દલિતો માટે આંબેડકર સપ્તાહ. પોતાની રીતે શીખવવા મથતાં શિક્ષકને સ્ક્રિપ્ટ મુજબ વર્તવા માટે વાંચન સપ્તાહ પણ આવી જાય. પ્રેવેશોત્સવમાં આવેલ અધિકારી-પદાધિકારીઓને સાચવવામાં બાળક નામનું શ્રીફળ પક્ડી ઉભેલું મીણ તાપમાં તપી આખું ઓગળી જાય ત્યાં સુધી કોઈની તેની તરફ નજર જ ન પડે. પ્રવેશોત્સવના આ બાળકના ચહેરા પર વાસ્તવિક રીતે જોતા તેના બાળલગ્ન થતાં હોય એવા ભાવો જોવા મળે.
ગુણોત્સવમાં વળી અધિકારીને રાજી કરી સારું મૂલ્યાંકન કરાવવામાં જ દિવસ નીકળી જાય.
.
એક ક્ષણ જો ઉત્સવ બંધ રાખો તો
સ્લેટ પર માથું મૂકીને ઊંઘી લઉં.
એમ વિચારતું બાળક દફતર ખોલે છે ને ઢોલ વાગે છે ને સ્લેટ મૂકી ઢોલના તાલે નાચવાની આપેલ તાલીમ મુજબ નાચવા માંડે છે.
.
બાળકે તો ભણવાની આશા મૂકી દીધી જ છે, સંવેદનાસભર એક  શિક્ષક મુંજવણમાં છે કે ખરેખર ભણાવવાનું છે કે નહિ? અને ખરેખર ભણાવા મળશે કે નહિ?

ત્યારે આપણી પાસે કુટુંબ સાથે ઉઠવા-બેસવા, મિત્રો સાથે ખેલકૂદ કરવા માટે ભારોભાર વખત હતો.

આ એ સમય ની વાત કે
--
જ્યારે
--
' Windows ' એટલે ફક્ત બારી હતી
-
અને
--
' Applications ' એટલે કાગળ પર લખાયેલો 'અરજી પત્ર' હતો...
--
જ્યારે
--
' Keyboard ' એટલે ' પીયાનો '
અને
--
' Mouse ' એટલે માત્ર
' ઉંદર ' જ હતો...
--
જ્યારે
--
' file ' એ કાર્યાલયની અત્યંત ' મહત્વ ની વસ્તુ '
-
અને
--
' Hard Drive ' એટલે મહામાર્ગનો થકાવનારો પ્રવાસ ' હતો...
--
જયારે
--
' Cut ' ધારદાર વસ્તુ થતું
અને ' Paste ' ગુંદર થઈ થતું...
--
જ્યારે
--
'Web' એટલે ' કરોળિયા ના ઝાળા ' હતાં
--
અને ' virus ' થઈ ફક્ત
' તાવ ' જ આવતો...
--
જ્યારે
--
'Apple' અને 'Blackberry' એ ફક્ત ' ફળો ' જ હતાં...
-
ત્યારે
---
આપણી પાસે કુટુંબ સાથે ઉઠવા-બેસવા, મિત્રો સાથે ખેલકૂદ કરવા માટે ભારોભાર વખત હતો.
---
દોસ્તો, એ જ આપણા જીવનનો સુવર્ણકાળ હતો.....................

सागर मंथन मांथी निकळेला 14 रत्नो ना नाम जाणो.

नवु लेपटोप खरीदता पहेला ध्यान मां राखो आ वात..!

નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આ વાત !

નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આ વાત !

લેપટોપ ખરીદતા પહેલા આપણામાંથી ઘણા લોકો માત્ર ભાવ જોતા હોય છે એટલે કે વધારે કિંમત તો સારું લેપટોપ આ થિયરી દરેજ જગ્યાએ યોગ્ય બેસતી નથી. નવું લેપટોપ લેતા પહેલા આપણે ઘણી વાતો પર ધ્યાન રાખવું જોઈએ. જેવી કે, આપણી જરૂરિયાત શું છે? જો તમે લેપટોપ માત્ર ટ્રાવેલિંગ હેતુથી ખરીદી રહ્યા છો તો વેઈટ એટલે કે ભાર ઓછો હોવો જોઈએ. આ પ્રકારે તમે લેપટોપ ગેમમ રમવા માટે લઈ રહ્યા છો તો તેમાં રેમ અને પાવરફૂલ પ્રોસેસર હોવું જોઈએ.

જો તમને ટચ સ્ક્રીન ગેજેટ પસંદ છે તો આ સમયે ૩૦,૦૦૦ રૂપિયાની શરૂઆતી કિંમતમાં ટચ સ્ક્રીન લેપટોપ ખરીદી શકાયછે. જેમાં ઇન્ટરનેટ બ્રાઉઝીંગ, ટચ કીબોર્ડ અને બીજા અન્ય ટચ સ્ક્રીન ફિચરનો ઉપયોગ કરી શકો છો.

લેપટોપ ખરીદતા પહેલા આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે, તેમાં કેટલા અને ક્યાં-ક્યાં પોર્ટ આપવામાં આવ્યા છે, જેવા કે, HDMI, યુએસબી, એચડી કાર્ડ સ્લોટ. તે આ વાત પર પણ નિર્ભર કરે છે કે, તમે લેપટોપ ક્યાં હેતુથી ખરીદી રહ્યા છો.

જો તમે હંમેશા ટ્રાવેલ કરતા હોઉ છો તો પ્રયત્ન એવો કરવો જોઈએ કે, ઓછામાં ઓછા વેઇટ અને નાની સાઈઝનું લેપટોપ ખરીદો. જેવો કે, ૧૨ થી લઈને ૧૩ ઇંચ સ્ક્રીનવાળો લેપટોપ આ દ્રષ્ટીએ સારો ઓપ્શન છે.

કેટલાક લોકો થોડા પૈસા લીધા વગર ઓએસવાળો લેપટોપ ખરીદતા હોય છે, જેને ડોસ બેઝ લેપટોપ પણ કહે છે પરંતુ જ્યારે નવું લેપટોપ ખરીદો તો તેમાં ઓએસ જરૂર ઇન્સ્ટોલ હોય.

જો તમે ઓફિસ અથવા ઘર માટે લેપટોપ લઈ રહ્યા છો તો મોટી સ્ક્રીનનું લેપટોપ પસંદ કરો. જો તમે પ્રેઝન્ટેશન અથવા ટ્રાવેલિંગની દ્રષ્ટીએ લેપટોપ લેવા માંગો છો તો આકારમાં નાનું લેપટોપ ખરીદો.

એક સારા લેપટોપમાં ઇન્ટેલ અને એએમડીનું મલ્ટીકોર સીપીયુ હોવું જોઈએ જેથી તે સારી સ્પીડ આપી શકે, તેના સિવાય તેમાં ૩ થી ૪ યુએસબી સ્લોટ હોવો જોઈએ.

લેપટોપ લીધા પહેલા ઓફરના ચક્કરમાં પડશો નહિ. કારણકે મોટાભાગના દુકાનદાર લેપટોપનું વેચાણ વધારવા માટે લેપટોપ ઓફર નીકાળે છે.

24 March 2016

એકબીજાની લાગણીનાં રંગે રંગાઈ જઈએ.

એકબીજાની લાગણીનાં રંગે રંગાઈ જઈએ.
એકબીજાની પ્રિતનાં રંગે રંગાઈ જઈએ.

તું ત્યાં કાનાને છાંટજે ગુલાલ હળવેથી,
અમે અહિ તારી યાદનાં રંગે રંગાઈ જઈએ.

સરહદે જઈને ક્યા રમી શકીએ છીએ,
ચાલ વતનની ધૂળનાં રંગે રંગાઈ જઈએ.

કૃત્રિમ રંગોતો આજકાલમાં ઉતરી જશે,
હાલ હવે આપણે ગેરૂઆનાં રંગે રંગાઈ જઈએ.

બેઅસર થઈ ગયા છે મોહ માયાનાં રંગો,
હવે "આભાસ" રાખનાં રંગે રંગાઈ જઈએ.

-આભાસ

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.

મેં મને સાચવી ઘણાં વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું છું.

આપજે એક રંગમાં ઉત્તર,
સપ્તરંગી સવાલ આપું છું.

તું મને લયની પાર લઇ જાજે,
હું તને સૂર તાલ આપું છું.

હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.

(ધુળેટીની રંગભરી  શુભેચ્છાઓ)

કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય એની એક બીજી બાજુ પણ હોય..


"આપણને આવતા ખરાબ વિચારો....

એકવખત સુફી સંત હસન બસરી વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત હસન બસરી ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.

થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ`. સંત હસને જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે. પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તમે નહોતા. સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો. થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.

સંત હસન વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ ? એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ, “ ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે ?”

પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારીનો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું. મારી "માં" મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી આ દારુની બોટલમાં ઘેરથી પાણી ભરીને લાવી હતી. ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી "માં" ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.

સંત હસનની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી!

કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય એની એક બીજી બાજુ પણ હોય.......

કોઈના વિશે કંઈ પણ decision લેતા પહેલા 100 વાર વીચારવુ જોઈએ.....હકારાત્મક વિચાર કેળવવા જોઈએ.

23 March 2016

મનસુખરામ માસ્તર – એક સત્ય ઘટના

મનસુખરામ માસ્તર – એક સત્ય ઘટના
[ મૂળ આ કથા સંત પુનિતમહારાજના શિષ્ય
રામભગતજી એ પોતાના આખ્યાનોમાં
કહેલી છે જે તાજેતરમાં ભાદર ડેમ ખાતે
યોજાયેલી રામકથામાં પૂ.મોરારિબાપુએ
નીચે મુજબ સાભાર વર્ણવી હતી. તા: 4-
એપ્રિલ-2006ની રામકથામાંથી આ ઘટના
રીડગુજરાતી પર સાભાર રજૂ કરવામાં આવે
છે. ]
થોડા વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે.
વડોદરાથી થોડે દૂર વસેલું નાનું એવું છાણી
ગામ. આ ગામમાં એક મનસુખરામ માસ્તર અને
તેમના ધર્મપત્ની ઉજમબા રહે. ખૂબ જ
પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ અને ભક્તિભાવભર્યું
કુટુંબ. સરળ અને સાદુ એવું જીવન તથા
ડાકોરના રણછોડરાયના ચરણોમાં અપાર
શ્રદ્ધા. દર પૂનમે વડોદરાથી ટ્રેઈનમાં ડાકોર
જાય અને વર્ષોથી નિયમિત પૂનમો ભરે.
વ્યવસાયે મનખુખરામ છાણીની નાની એવી
સરકારી સ્કુલમાં માસ્તર. પોતાનું કાર્ય
દિલથી કરે. છોકરાઓને સરસ રીતે ભણાવે,
સંસ્કારની વાતો કરે અને પોતાનું કર્તવ્ય
પૂરેપૂરી નિષ્ઠાથી બજાવે. સ્કુલનો
મોટાભાગે બધો ભાર અને જવાબદારી
તેમના માથે. એ સમયે સ્કુલમાં રજાઓના મળે
અને નાની સ્કુલ અને નાનું ગામ હોવાથી
બીજા કોઈ શિક્ષક પણ નહીં. છોકરાઓને
પ્રાર્થના કરાવવાથી માંડીને હાજરી
લેવાનું અને ભણાવવાનું તમામ કામ
મનસુખરામનું. શરૂઆતમાં મનસુખરામને આ બધું
ગમે પણ મનમાં એક જ વસ્તુ ખટકે કે ડાકોર પુનમો
ભરવી કેવી રીતે ? રણછોડરાયના દર્શન
કર્યાં વગર હૈયું ઝાલ્યું ન રહે.
પણ કહેવાય છે ને કે ભક્તો ભગવાનને જેટલું ચાહે છે
એટલું ભગવાન પણ તેમના ભક્તોને એટલું જ ચાહે
છે. કુદરતી રીતે જ રસ્તો નીકળી ગયો.
પૂનમના દિવસે મનસુખરામ માસ્તર સવારે
વહેલા ટ્રેનમાં જઈને બપોર ત્રણ-ચાર વાગ્યા
સુધીમાં પાછા આવી જાય. સ્કુલનો સમય
બપોરે બાર વાગ્યાનો. વર્ગની હાજરી
લેવાનું કાર્ય તેમજ પ્રાર્થના વિગેરે વર્ગનો
મોનિટર સંભાળી લે. આમ, મહીને એકાદવાર
પૂનમનો દિવસ હોમવર્ક અને બીજી ઈતર
પ્રવૃતિઓમાં નીકળી જાય. મનસુખરામ
માસ્તર ખૂબ જ નીતિવાન. છોકરાઓને
પૂનમના દિવસે જે ભણવાના કલાકો બગડે
એના બદલે બાકીના દિવસોમાં એ સમય
વધારે ભણાવીને સરભર કરી દે. આમ, તેમના
કોઈ પણ કાર્યમાં કોઈ કચાશ નહિ.
સમય વીતતો ચાલ્યો. ગામ હોય ત્યાં ગંદકી
પણ હોય એ ન્યાયે ગામના કેટલાક
પંચાતીયા લોકોથી મનસુખલાલની
કર્તવ્યનિષ્ઠા સહન ન થઈ. તે તેમાં ખામીઓ
શોધવા લાગ્યા. મનસુખલાલ શું કરે છે,
છોકરાઓને શું ભણાવે છે તેના પર વૉચ
ગોઠવી. એકથી બીજા કાને વાત ફેલાઈ.
ઓટલા પરિષદો થઈ. મનસુખલાલ માસ્તર
બરાબર ભણાવતા નથી માટે તાલુકા
સરકારી સ્કુલોના અધીકારીઓને અરજી
કરવી એવું બધાએ નકકી કર્યું. કાગળ તૈયાર
થયો, બધા એ સહીઓ કરી અને અધિકારી
શ્રીને રવાના કર્યો. તાલુકા લેવલના
અધિકારીશ્રીએ તપાસ માટે પોતે જાતે
સ્કુલની વિઝીટ લેવાનું નક્કી કર્યું.
બપોરનો સમય. સ્કુલ ચાલુ થવાની તૈયારી
અને આ બાજુ અધિકારીઓ પેલા કાનભંભેરણી
કરનારાનોને સાથે લઈને શાળાએ પહોંચ્યા.
અને માસ્તરને કહ્યું કે ‘તમારી વિરુદ્ધ આ
ગામના લોકોની ફરિયાદ છે કે તમે
વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા નથી
આથી અમારે તમારું કડક ચેકિંગ કરવું છે.’
માસ્તર તો નમ્રતાની મૂર્તિ. એમણે કહ્યું, ‘જરૂર
સાહેબ, પણ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે
આપ થોડીવાર બેસો હું આપને બધી વિગતો
અને હાજરીપત્રકોના ચોપડાઓ આપું છું.’
અધિકારીશ્રી બોલ્યા : ‘ઠીક છે. એમ
રાખો.’ આમ, કહી બધા પ્રાર્થનામાં સાથે
બેઠાં.
એ પછી માસ્તરે જે ઓતપ્રોત થઈને ‘વૈશ્નવજન
તો તેને રે કહીએ…’ ગાયું છે, અધિકારીઓ તો
રીતસર એમાં ડૂબી ગયા. એ પછી
વિદ્યાર્થીઓની શિસ્ત, તેમની ભણાવવાની
રીત અને પત્રકો જોઈને રાજીના રેડ થઈ
ગયા. એ સમય પ્રમાણે તેમના પગારમાં ત્રણ
રૂપિયાનો વધારો કરતા ગયા. અને આ બાજુ
ફરિયાદ કરનારાઓનાં મોં સિવાઈ ગયા.
પોતાનો પ્લાન ઊંધો વળેલો જોઈને
ફરિયાદીઓ વધારે ખીજાયા. મનસુખરામને
બરાબર પાઠ ભણાવવાનું વિચાયું. તેમણે આ
વખતે જિલ્લા શિક્ષણ અધિકારીના મુખ્ય
ઓફિસરને અરજી કરી. અને બે-ચાર જણના
મંતવ્ય સાથે નો મસમોટો લાંબો કાગળ
લખ્યો. અધિકારીશ્રીએ નીચલા
અધિકારીઓએ બરાબર તપાસ નહીં કરી હોય
એમ માનીને પોતાના ખાસ નિષ્ણાત
ઓફિસરને મોકલ્યા. આ ઘટનાક્રમ ફરીથી
ચાલ્યો. ચેકિંગમાં આવનાર બધા
અધિકારીઓ મનસુખરામની કર્તવ્યનિષ્ઠા
અને ભણાવવાની રીત જોઈને તેમની પર ખુશ
ખુશ થઈ જતા. આ વખતે તેઓ પાંચ રૂપિયાનો
પગાર વધારો કરતા ગયા. અને આ બાજુ પેલા
ફરિયાદીઓ મનમાં અને મનમાં ખૂબ બળ્યાં.
પણ કરવું શું ?
એવામાં આ વિધ્નસંતોષીઓને ક્યાંકથી ખબર
પડી કે મનસુખરામ પૂનમના દિવસે શાળામાં
હોતા નથી. બસ, એમને મનસુખરામ સામે વેર
વાળવાની અને મનસુખરામ માસ્તરને રંગે હાથ
પકડવાની તક મળી ગઈ. આ વખતે તેમણે બધું પાકે
પાયે નક્કી કર્યું. જિલ્લા શિક્ષણ
અધિકારીથી પણ ઉપરના મુખ્ય શિક્ષણ
અધિકારીને એમણે વિગતવાર કાગળ લખ્યો
અને પુનમના દિવસે જ ચેકિંગમાં આવવાનું
જણાવ્યું. અધિકારીશ્રીએ પહેલા તો ના
કહી કારણકે ચેકિંગના રીપોર્ટ તો પહેલેથી જ
સારા આવતા હતા. પરંતુ આ વિરોધી
લોકોએ એમને ગમે તેમ કરીને મનાવી લીધા.
છેવટે મુખ્ય શિક્ષણ અધિકારીએ આગ્રહવશ થઈને
કહ્યું કે ‘સારું. ચલો. ગામના લોકોની આટલી
ઈચ્છા છે તો હું પુનમના દિવસે ચોક્કસ આવીશ.’
પૂનમનો દિવસ આવ્યો. મનસુખરામ માસ્તર
તો વહેલા પરવારીને સવારની ટ્રેઈનથી
ડાકોર જવા રવાના થયા. તેમની પાછળ શું
ષડયંત્ર ચાલતું હતું એનાથી તેઓ અજાણ હતા.
ગામના અમુક લોકો જાણતા હતા પરંતુ નાત
બહાર જવાની બીકે કોઈ તેમને સાથ આપતું
નહીં. મધ્યાને સ્કુલનો સમય શરૂ થવાને
કલાકેકની વાર હતી ત્યાં શાળાનો એક
વિદ્યાર્થી મનસુખરામ માસ્તરના
ધર્મપત્ની ઉજમબાને કહેઆ આવ્યો કે ‘બા, આજે
મોટા સાહેબ ચેકિંગમાં આવવાના છે.’
ઉજમબાથી નિસાસો નંખાઈ ગયો. ‘અરે ! આ
ગામના લોકો. બિચારા માસ્તરની આજે
નોકરી જતી રહેશે. શું થશે ?’ ધરમાં દેવમંદિર
પાસે જઈને રણછોડરાય સામે સાલ્લો
પસારીને ખોળો પાથર્યો અને આર્તસ્વરે અને
દીનભાવે ડાકોરનાનાથને પુકાર્યા.
બીજી બાજુ અધિકારીઓ નિયત કરેલા સમયે
પેલા ફરિયાદી ગામવાળાઓની ઘરે
પહોંચ્યા. ચા, પાણી અને નાસ્તો કર્યો.
સ્કુલનો સમય થયો જાણીને સ્કુલ તરફ જવા
માટે સહુ ભેગા થઈને સાથે નીકળ્યા. અને ત્યાં
તો ડાકોરમાં રણછોડરાય ધ્રુજ્યા.
ભક્તવત્સલ ભગવાનથી રહેવાયું નહીં. એમણે
મનસુખરામ માસ્તરનું રૂપ ધારણ કર્યું.
ખાદીના કપડાં….. પગમાં ચંપલ…… અને ખભે
ખેસ…… આખા નિખિલ બ્રહ્માંડના નાયક,
પરાત્પર બ્રહ્મ આજે મનસુખરામ માસ્તરનું રૂપ
લઈને એ શાળા પાસે અધિકારીઓ પહોંચે એ
પહેલા પહોંચી ગયા.
આ બાજુ ડાકોરમાં મનસુખરામ માસ્તર દર્શન
ખૂલ્યા એટલે પગે લાગ્યા પણ એમને આજે
મૂર્તિમાં તેજ દેખાયું નહિ. મૂર્તિ ખૂબ જ
નિર્જીવ અને પ્રાણવિહીન લાગી. તેમણે
પૂજારીઓને પૂછયું, ‘કેમ આજે શું થયું છે ? ભગવાન
આટલા ચિંતીત અને તેજવિહિન કેમ દેખાય છે ?’
પૂજારીઓએ કહ્યું, ‘ખબર નહીં. અમને પણ આજે
પહેલીવાર જ આવો અનુભવ થાય છે. આટલા
વર્ષો અમે પ્રભુની સેવા કરી પરંતુ આટલા
તેજવિહિન પ્રભુ ક્યારેય દેખાયા નથી.’
સ્કુલનો સમય થયો. છોકરાઓને માસ્તર
આવ્યા એમ જાણીને થયું કે આજે માસ્તરને પૂનમ
કદાચ નહીં જવાનું હોય. એટલે એ તો
પ્રાર્થના માટે તૈયાર થઈ ગયા. એટલામાં
અધિકારીઓ સ્કુલમાં પ્રવેશ્યા. આજે
મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને
અધિકારીઓને પ્રણામ કર્યા. પેલા ચાડી
ખાનારાઓ મનસુખરામને ત્યાં હાજર જોઈને
વધારે અકળાયા. ‘નક્કી આ માસ્તરને કોઈએ
અધિકારીઓ આવવાના છે એમ કહી દીધું
લાગે છે. પણ તોયે આજે એને છોડીશું નહિ.’
ક્ષણભરતો અધિકારીઓ માસ્તરના ચહેરાને
જોઈ જ રહ્યા. તેમને તો ન વર્ણવાય એવા
સ્પંદનો થવા લાગ્યા.
મનસુખરામે કહ્યું : ‘મોટા સાહેબ, હમણાં
પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર
બિરાજો હું આપને બધી વિગતો જણાવું છું.’
અધિકારી : ‘ભલે, માસ્તર. તમ તમારે
પ્રાર્થના કરાવી લો પછી આપણે ચેકિંગ
કરીએ.’
ગામનાલોકો : ‘ના સાહેબ, તમે પહેલા જ
ચેકિંગ કરો. આ પ્રાર્થનાનું બહાનું કરીને
આપનો કિંમતી સમય બગાડે છે.’
અધિકારી : ‘તમે લોકો શાંતિ રાખો. ચેકિંગ
કરવાને લીધે છોકરાઓને ભણાવવાનો
નિત્યક્રમ આપણાથી ના બગાડાય. માસ્તરને
એમનું કામ કરવા દો.’ ગામના લોકો ચૂપ થઈ
ગયા.
આજે સાક્ષાત ભગવાને ભગવાની પ્રાર્થના
કરી જેમ બાલકૃષ્ણએ ગોવર્ધનપૂજા કરી હતી
એમ. અડધો કલાક પ્રાર્થના અને બધો
નિત્યક્રમ ચાલ્યો. વિરોધીઓનો વિરોધ
હજી શમ્યો નહોતો. એમણે અધિકારીઓને
ફરી ઉશ્કેરણી શરૂ કરી : ‘આજે તો સાહેબ તમે આ
બાળકોને બરાબર અઘરા સવાલ પૂછો. એવા
સવાલ પૂછો કે મનસુખરામ માસ્તરે શું શીખવ્યું છે
એ બધું ખબર પડી જાય.’ ગામવાળાઓએ
બરાબર ઉલટી સીધી વાતો શીખવાડીને
અધિકારીને બરાબર તૈયાર કર્યા. તેમણે
પોતાના મનધડંગ સવાલો તૈયાર કરીને
અધિકારીપાસે એક ઉટપટાંગ સવાલ
પૂછાવડાવ્યો કે : ‘બોલો બાળકો, ભગવાન
રામે કંસને કેવી રીતે માર્યો ?’
પ્રાથમિક શાળામાં ત્રીજા-ચોથા
ધોરણમાં ભણતા બાળકો આવો સવાલ
સાંભળીને સ્તબ્ધ બની ગયા. બધા બાળકો
તો એક સાથે કેવી રીતે બોલે ? તેથી
અધિકારીએ કહ્યું કે ‘આપણે કોઈ એકાદ બાળકને
પૂછી લઈએ.’
મનસુખરામે કહ્યું, ‘જી સાહેબ, આપને યોગ્ય
લાગે તે બાળકને પૂછી લો.’
અધિકારી બીજી લાઈનમાં બેઠેલા બાળકે
ઉદ્દેશીને કહ્યું કે, ‘બોલ તો બેટા, ભગવાન રામે
કંસને કેવી રીતે માર્યો ?’
ભગવાનના રૂપમાં રહેલા મનસુખરામ માસ્તર
એ છોકરા પાસે ગયા. તેના માથે વ્હાલથી
હાથ મૂકીને કહ્યું, ‘બેટા, મોટા સાહેબ પૂછે છે
એનો યોગ્ય જવાબ આપ.’ આમ કહી ભગવાને
તેના ગાલે હળવેથી સ્પર્શ કર્યો અને એમ કરતાં
બાળકના જીભને પ્રભુની ટચલી આંગળી
અડકી ગઈ અને ત્યાં તો સાક્ષાત સરસ્વતી
બાળકની જીભ પર આવીને વિદ્યમાન થઈ
ગયા. બાળકને સામગાન ફૂટયું એના મોંમાંથી
વેદ મંત્રો નીકળવા માંડ્યા અને બધા આભા
બની ને જોતા જ રહી ગયા. બાળકે
અધિકારીને કહ્યું, ‘સાહેબ તમે ભાન ભૂલ્યા છો.
ભગવાન રામે તો રાવણને માર્યો. અને કંસનો
સંહાર તો ભગવાન શ્રી કૃષ્ણે કર્યો.’
અધિકારીઓ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા.
ફરિયાદીઓનું કંઈ ચાલ્યું નહીં. ઘણી તપાસને
અંતે કશું જ હાથ લાગ્યું નહિ અને ઉપરથી સાહેબ
મનસુખરામ માસ્તરના કામની અત્યંત સંતુષ્ટ
થઈ ગયા અને આટલી સુંદર કેળવણી બદલ
મનસુખરામના પગારમાં પચીસ રૂપિયાનો
પગાર વધારો કર્યો. ગામના લોકો
છોભીલા પડી ગયા.
હવે બન્યું એવું કે આ બધું કામ પતાવીને ગામના
લોકો અધિકારીશ્રીને સ્ટેશને મૂકવા ગયા.
અને એજ સમયે એ જે ટ્રેઈનમાં જવાના હતા એ
ટ્રેઈનમાંથી મનસુખલાલ ડાકોરથી પરત
આવી વડોદરા સ્ટેશને નીચે ઉતર્યા.
મનસુખલાલ માસ્તર તો જોઈને જ ઓળખી
ગયા કે આજે તો મારી નોકરી ગઈ. ત્યાં ને
ત્યાં અધિકારીઓના પગે પડ્યા. ‘સાહેબ મને
માફ કરી દો. મેં આ બધું જાણી જોઈને નથી
કર્યું. હું વિદ્યાર્થીઓને બાકીના સમયે વધારે
ભણાવીને તેમનું પૂરેપૂરું ધ્યાન આપુ છું. સાહેબ,
મને માફ કરી દો.’ અધિકારીઓ જોતા જ રહી
ગયા અને બોલ્યા : ‘અરે માસ્તર, તમે શું આજે
મજાક કરો છો.’
માસ્તર : ‘અરે સાહેબ, મજાક નથી કરતો હું
સાચું કહું છું. મેં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનું
ભણવાનું બગાડ્યું નથી. આપ માર
વિદ્યાર્થીઓને પૂછી જુઓ.’
અધિકારી : ‘અરે પણ માસ્તર, હમણાં અડધા
કલાક પહેલા તો તમે સ્કુલમાં હતાં અને હમણાં
સ્ટેશને ક્યાંથી આવી ગયા ? તમે ક્યા રસ્તે
આવ્યા ? અને આ સીધા ટ્રેનના ડબ્બામાંથી
કેવી રીતે નીકળ્યા ?’
માસ્તર : ‘હું શાળામાં હતો ? ના સાહેબ. હું તો
ડાકોર ગયો હતો.’
અધિકારી : ‘શું વાત કરો છો ? તો શાળામાં
કોણ હતું જે પ્રાર્થના કરાવતું હતું ? અમારી
સાથે વાતો કરતું હતું ? તમે અમારી સાથે ત્રણ
કલાકતો શાળામાં ગાળ્યા.’
માસ્તરના આંખમાંથી આંસુ ટપકી પડ્યા અને
એ માત્ર એટલું જ બોલી શક્યા કે ‘એ હું
નહોતો’. હવે એમને સમજાયું કે આજે
રણછોડરાયની મૂર્તિમાં તેજ કેમ નહોતું.
એ પછી કહેવાય છે કે ગામના લોકો
માસ્તરના પગે પડ્યા. બધાએ એમની માફી
માગી. એમની પ્રગતિ થાય એ માટે
પ્રાર્થના કરી પરંતુ માસ્તરે એ શાળાની
નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેમને
થયું કે જેનાથી મારા હરિને દોડવું પડે એવી
નોકરી મારે શું કામની? તેમણે પોતાનું શેષ
જીવન પ્રભુ ભક્તિ અને ભગવદ્ સ્મરણમાં
વિતાવ્યું.
આજે પણ તમે વડોદરા પાસેના છાણી ગામમાં
જાઓ તો ત્યાં મનસુખરામ માસ્તરનું સ્મારક
એ ઘટનાની યાદ તાજી કરાવતું એમનું એમ ઊભું
છે. શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી
જરૂર….. ?