28 April 2016

હિંમત હોય તો હાથ મિલાવી જો..!!

માણસોને એવુ કહેતા સાંભળ્યા છે કે....
" હિંમત હોય તો હાથ અડાડી જો...!!"
પણ..
માણસો એવુ કેમ નહી કહેતા હોય કે...
"હિંમત હોય તો હાથ મિલાવી જો..!!"

23 April 2016

પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી

થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે...
ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી. મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ...અરે..ઓ..શેઠ" બુમો પાડીને મને રોક્યો. પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે."

મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે,
"જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગેત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે? કે તું શું ખઇશ? છોકરાને શું ખવડાવીશ?"...તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે," શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે, (ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા છે).. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)
જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત....!!!"

કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે? ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...
૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીનેઆજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!!

જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના મૂલ્યાંકન હોય છે .

કોઈને સારા લાગશો,
કોઈને ખરાબ લાગશો....
        *પણ,*

ચિંતા ન કરશો.....
જેવા જેના વિચારો હોય છે,
        તેવા જ તેના
મૂલ્યાંકન હોય છે .

20 April 2016

મામાનું ઘર...!

મામાનું ઘર...!

સ્કૂલની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતાં; લગભગ તે જ દિવસે વિનુમામાનો કાગળ આવી જતો,
“ ગીતાબેન ને સુશીબેન બાળકો સાથે આવી ગયા છે. મોટાભાભી ને બાળકો શનિવારે આવી જશે. તમે ક્યારે આવો છો ? વહેલાસર લખજો. સ્ટેશને તમને લેવા ગાડું મોકલશું.’
વાંચીને અમે ચારેય ભાઈ-બહેનો કકળાટ કરી મૂકીએ, ‘ આ બધાં તો પહોંચીયે ગયા..! ચાલ, બા, આજે જ નીકળીએ..!’
અને પછી સાત-આઠ કલાકની ખખડધજ બસની મુસાફરીની તૈયારી શરુ થતી. પતરાની મોટી ટ્રંક, નાસ્તાનો અડધિયો ડબ્બો..પિત્તળનો પેચવાળો પાણીનો લોટો અને ખિસ્સામાં રંગબેરંગી પીપરમીન્ટ...
મામાને ઘેર કંઈ એવી મોટી સાહ્યબી કે એશોઆરામ નહી. નાનું ઘર...લાઈટ કે પંખા પણ નહી.....પાણીએ કૂવેથી ભરવાનું...આર્થિક રીતેય મામા કઈ એવા માલેતુજાર નહી. એક નાનું ખેતર ને બે ભેંસો પર બધોય વ્યવહાર. પણ તોય આનંદના કારણોનો પાર નહી...!
સૌથી પહેલો તો ગાડામાં બેસીને વી. આઈ.પી. ની જેમ ગામ વચ્ચેથી પસાર થવાનો આનંદ.....કૂવે પાણી ભરવા જવાનો આનંદ....મામી અને માસીના હાથની હેતભરી વાનગીઓ ખાવાનો આનંદ....સાથે મળીને કામ કરવાનો આનંદ..... એકબીજાના કપડાં પહેરી રામજી મંદિર જવાનો આનંદ....ફળિયામાં આવેલા લીમડાના છાંયડા નીચે ઝોળવાળા ખાટલામા પણ પરીઓના સપનાવાળી મીઠી ઊંઘનો આનંદ.... બપોરે આયોજન વિનાના સંસ્કૃતિક કાર્યક્રમમાં પર્ફોર્મ કરી બધાની પ્રશંસા ઝીલવાનો આનંદ.....ઝીણા ઝીણા ઝઘડા પછી રિસામણા ને મનામણાના ઓઠા હેઠળ સહુના વાત્સલ્ય ધોધમાં ભીંજાવાનો આનંદ…..બસ, આનંદ જ આનંદ......!!
દર વરસે વેકેશનની એ એક મહિનાની રેસિડેન્શીયલ તાલીમે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાના જે ઊંડા મૂળ રોપ્યા છે તેણે જિંદગીને જોવાના શત શત દ્રષ્ટિકોણ ખોલી આપ્યા છે. એમાય પાછા ફરીએ ત્યારે મામી હમેંશા સહુને જોડ કપડાં આપતાં. એ પળોનું પોત તો એવું મજબૂત કે આટલા દાયકાઓ પછી હજુ સુધી ફાટ્યુંય નથી ને ફીટયુંય નથી.
બદલાતા સમય સાથે પ્રગતિએ હરણફાળ ભરી છે.
સુખસુવિધાઓનો વ્યાપ વિસ્તાર્યો છે.
મામાઓને ઘેર હવે ગાડું નહી, ગાડી(ઓ) છે.
ત્રણ બેડરૂમના મોટા ફ્લેટની આબાદી છે, જેમાં એક રૂમ ખાસ મહેમાનો માટે છે.
અને વળી રાંધવાવાળા મહારાજ પણ છે.
નાના ખેતરને બદલે મોટી ફેક્ટરી છે.
બધું જ છે.....બધું જ....

નથી તો બસ એક વિનુમામાનો કાગળ - ‘ બહેન, તું બાળકોને લઈને ક્યારે  આવે છે??

15 April 2016

राष्ट्रीय ध्वज - तिरंगा

🌻जीके ईस बेस्ट फ़ौर एवर🌻

🍒🍒राष्ट्रीय ध्वज - तिरंगा 🍒🍒

🍇भारत की संविधान सभा ने राष्ट्रीय ध्वज का प्रारूप 22 जुलाई 1947 को अपनाया था ।

🍇राष्ट्रीय ध्वज तिरंगे में समान अनुपात में तीन क्षैतिज पट्टियां हैं: गहरा केसरिया रंग सबसे ऊपर, सफेद बीच में और हरा रंग सबसे नीचे है।

🍇ध्वज की लंबाई-चौड़ाई का अनुपात 3:2 है।

🍇सफेद पट्टी के बीच में नीले रंग का चक्र है।

🍇शीर्ष में गहरा केसरिया रंग देश की ताकत और साहस को दर्शाता है।

🍇बीच में स्थित सफेद पट्टी धर्म चक्र के साथ शांति और सत्य का संकेत है। 

🍇हरा रंग देश के शुभ, विकास और उर्वरता को दर्शाता है।

🍇राष्ट्रीय ध्वज का प्रारूप सारनाथ में अशोक के सिंह स्तंभ पर बने चक्र से लिया गया है।

🍇इसका व्यास सफेद पट्टी की चौड़ाई के लगभग बराबर है और इसमें 24 तीलियां हैं।

🔚🙏🏻राहुल~मेक्स🙏🏻🔚

〰〰〰〰〰〰〰〰 जीके इस बेस्ट फ़ौर एवर 〰〰〰〰〰〰〰〰

14 April 2016

આનુ નામ જ જિંદગી.

પૈસાનો હિસાબ તો ખૂબ મેળવ્યો,,,

પણ- --પૈસો બનાવવા જતાં શું-શું ગુમાવ્યું,

એનો હિસાબ એક વાર મેળવી જુઓ,

આંખમાંથી આંસુ પડી જશે........  

આનુ નામ જ જિંદગી.

12 April 2016

जरा ये बोल के दिखाओ

"कच्चा पापड़ पक्का पापड़" तो कोई भी बोल
लेता है।
अब जरा ये बोल के दिखाओ
"A good cook could cook good"
"(ए गुड कुक कुड कुक गुड)"

क्या हुआ ???
हो गयी ना कुड-कुड-कुड..!


सरका दो आगे 😝😜😂

સજ્જન વ્યક્તિ સાથેની મિત્રતા શેરડી સમાન હોય છે ,

         કાલે શેરડી નો રસ
         પીતા પીતા....

         એક સરસ વિચાર
         આવ્યો કે,

         સજ્જન વ્યક્તિ સાથે
         ની મિત્રતા શેરડી
         સમાન હોય છે ,

         આપણે તેને ગમે તેટલી
         નીચોવી લઈએ તેમાંથી
         માત્ર મીઠાશ જ નીકળતી
         રહે છે....

આપણને જ્યારે મુશ્કેલી આવે તો કોઈ દીવસ ડરી જવુ નહી પણ...

એક પીતા એક મેગેઝીન વાંચી રહ્યા હતા.એમની નાની બાળકી ત્યાં આજુબાજુ ફરી રહી હતી અને પીતા ને સતાવી રહી હતી.
તેથી તે પીતાએ મેગેઝીન માંથી ભારત ના નકશાવાળુ એક પેઝ ફાળ્યુ અને એ પેઝ ના થોડા ટુકડા કર્યા પછી તેની બાળકી ને આ પેઝ ના ટુકડા જોડી અને ફરી નકશો બનાવવા કહ્યુ.
પીતાને ખાતરી હતી કે દીકરી આ નકશો જોડવા માં આખો દીવસ નીકળી જશે.
પણ આ બાળકી તો અમુક મીનીટો માં જ નકશો જોડી આપ્યો, આ જોઈ પીતા ને અચરજ થઈ અને પુછયુ કે "દીકરી આ નકશો તે આટલી જલ્દી કેમ જોડી આપ્યો ?"
દીકરી એ જવાબ આપતા કહ્યુ કે "પપ્પા...એ નકશા વાળા પેઝ ની બીજી બાજુ એક માણસ નો ચહેરો હતો આ નકશા ને બરાબર જોડવા મેં એ ચહેરો ગોઠવી દીધો."
એટલુ કહી આ બાળકી બહાર રમવા જતી રહી, અને પીતા આ અચરજપુર્વક જોતા રહ્યા.
¤બોધ.¤
આપણે દુનીયામાં જે અનુભવીએ છે તેની બીજી બાજુ પણ હોય છે તેથી આપણને જ્યારે મુશ્કેલી આવે તો કોઈ દીવસ ડરી જવુ નહી પણ આપણે બીજી બાજુ જોવુ જોઈઅે કદાચ આ મુશ્કેલી આસાન થી પાર કરી શકીએ.

4 April 2016

गवर्नमेंट कर्मचारी के लिए खास अपना वर्धित पेंशन योजना का अकाउंट घर बेटा देखें एक ही क्लिक में

गवर्नमेंट कर्मचारी के लिए खास अपना वर्धित पेंशन योजना का अकाउंट घर बेटा देखें एक ही क्लिक में

==》 अपना यूजर id और पासवर्ड के जरिए पहले लॉगिन हुई

==》 यूजर id जो अपने वर्धित पेंशन कार्ड में दिए गए 12 अंक का कोड है वही है
==》 और अपना पासवर्ड जो पोस्ट परमार पर आया हुआ है वह 8 अंक का कोड
==》 अपना अकाउंट नहीं खुल रहा है तो पहले अपना पासवर्ड चेंज करिए
==》 पासवर्ड 8 अंकों में होना चाहिए
==》 पासवर्ड कैसा होना चाहिए देखिए पासवर्ड में अल्फाबेट अंक और दूसरा कोई भी चिह्न लगाइए जैसे कि उदाहरण के रुप में पासवर्ड: maa@123
==》 पासवर्ड चेंज करने के बाद फिर से लॉगिन खुल और अपना वर्धित पेंशन अकाउंट देखिए
==》 वर्धित पेंशन योजना का अकाउंट खोलने के लिए नीचे क्लिक करें

==》CLICK HERE TO NPS ACCOUNT

માણસને ક્યારેક હેડકી કેમ આવે છે ?

માણસને ક્યારેક હેડકી કેમ આવે છે ?

દરેક વ્યક્તિને ક્યારેક હેડકી તો આવે જ. હેડકી કોઈ રોગ નથી પરંતુ આખા શરીરને ઊંચુ કરી ગળામાંથી નીકળતો અવાજ રોજિંદા કામમાં મુશ્કેલી તો ઊભી કરે જ છે. હેડકી આવે ત્યારે કોઈ આપણને યાદ કરતું હોય તેવી વાયકા પણ પ્રચલિત છે. જો કે હેડકી આવવાનું કારણ જુદું છે.
આપણે ફેફસાં વડે શ્વાસ લઈએ છીએ. ફેફસાં પોતાની મેળે સંકોચાતા કે વિસ્તરતા નથી. ફેફસાંને મદદરૃપ થવા માટે તેની નીચે એક પરદો હોય છે આ પરદો પેટ અને ફેફસાંની વચ્ચે આવેલો છે. આ પરદાને ઉરોદરપટલ કહે છે. ઉરોદરપટલ નીચો જાય ત્યારે ફેફસાંની આસપાસ ખાલી જગ્યા પડે એટલે ફેફસામાં નાક દ્વારા હવા ધસી જઈને તેને ફૂલાવે પરદો ઊંચો થાય ત્યારે આસપાસની હવા સંકોચાય અને ફેફસાં સંકોચાઈને ઉચ્છવાસ બહાર આવે. આમ ઉરોદરપટલ ધમણ જેવું કામ કરે છે. ઉદરપટલ તેનું કામ બરાબર કરે છે પરંતુ તેની નીચે આવેલા હોજરી કે આંતરડા જેવા અવયવોમાં કંઈક ગરબડ થાય તો તેના કામમાં વિક્ષેપ પડે. આવા સંજોગોમાં ઉરોદરપટલ અને ફેફસાનો તાલમેલ જળવાય નહીં ઉરોદરપટલ ઉત્તેજીત થઈને ઓચિંતો જ નીચો જાય તો ફેફસાંમાં ઝડપથી હવા ધસી જાય અને ગળાની સ્વરપેટી પર પણ દબાણ વધી જાય ત્યારે આપણા ગળામાં 'હિક્' અવાજ સાથે હેડકી આવે છે. સામાન્ય રીતે હેડકી થોડો સમય ચાલુ રહીને આપોઆપ બંધ થઈ જાય છે. પાણી પીવાથી પણ હેડકી બંધ થઈ જાય છે.

2 April 2016

આખી પૃથ્વી પર કાંટા વેરાયેલા હોય ત્યારે એને ચામડેથી ન મઢી શકાય આપણા પગમાં જુતા પહેરી લઇએ તો...

એક પિતા પોતાના દિકરાને માનવતાના પાઠ ભણાવી રહ્યા હતા. આ જગતમાં એક માણસ તરીકે આપણું કર્તવ્ય શું છે અને આપણે કેવી રીતે જીવન જીવવું જોઇએ એ બાબતે દિકરાને સમજાવી રહ્યા હતા.

દિકરાએ કહ્યુ, " પપ્પા, હવે જમાનો બદલાય ગયો છે. આ તમારી નૈતિક મૂલ્યોની વાતો આજના સમયમા બિલકુલ બિનઉપયોગી છે. આખી દુનિયા ભ્રષ્ટાચારી હોય તો તમે એકલા પ્રામાણિક કેવી રીતે રહી શકો. જો દુનિયાની સાથે કદમ ન મીલાવો તો તમે એકલા બીજા બધા લોકો કરતા સાવ જુદા પડી જાવ.આખી દુનિયા બગડેલી હોય એમાં આપણે એક કેવી રીતે સારા રહી શકીએ ? "

પિતાએ દિકરાની બધી જ વાત શાંતિથી સાંભળી પછી કહ્યુ, " બેટા, તારી વાત સાચી છે. બધા ખરાબ માણસોની વચ્ચે આપણે એક સારા ન રહી શકીએ. આપણે પણ આપણી જાતને બદલવી જ પડે. બેટા, મારે તને એક સામાન્ય સવાલ પુછવો છે." દિકરાએ કહ્યુ, " જે પુછવુ હોય તે પુછો પપ્પા." પિતાએ પુછ્યુ, " બેટા, અમુક લોકોને બાદ કરતા દુનિયાના મોટા ભાગના લોકો આંધળા હોય તો જે થોડા લોકો જોઇ શકે છે એમણે એમની આંખો ફોડી નાંખવી જોઇએ કે કેમ ? "

દિકરાએ તુરંત જ કહ્યુ, " પપ્પા, તમે પણ કેવી ગાંડા જેવી વાત કરો છો. બીજા આંધાળા હોય તો એમાં દેખતાએ કંઇ થોડી એમની આંખો ફોડી નાંખવાની હોય ! દેખતા લોકોએ તો પોતે જે જોઇ શકે છે એનો આનંદ લેવાનો હોય અને શક્ય બને તો આંધળાઓને રસ્તો બતાવવાનો પ્રયાસ કરવાનો હોય."

પિતાએ દિકરાના માથા પર હાથ ફેરવતા કહ્યુ, " બેટા, દુનિયાના લોકો નાલાયક હોય તો આપણે આપણી સારપ છોડીને નાલાયકી ન સ્વીકારી લેવાય આપણે આપણું નિતિમતાપૂર્વકનું જીવન જીવવાનું ચાલુ જ રખાય.જો શક્ય બને તો માર્ગ ભૂલેલાને મદદ કરાય આપણે એમના પ્રવાહમાં ભળી ન જવાય."

મિત્રો, આપણી આસપાસના લોકો અને એમની મનોવૃતિઓને જોઇને આપણને પણ એમ જ થાય છે કે હું એકલોકે એકલી શું કરુ ? આખી પૃથ્વી પર કાંટા વેરાયેલા હોય ત્યારે એને ચામડેથી ન મઢી શકાય એ વાત સાચી પણ આપણે આપણા પગમાં જુતા પહેરી લઇએ તો આપણને વાગતા બંધ થઇ જાય એ પાક્કુ.