30 August 2016

આયુર્વેદ લોકોક્તિ

-ઘઉં ખાવાથી શરીર ફૂલે , 'ને જવ ખાવાથી ઝૂલે ;
મગ ને ચોખા ના ભૂલે , તો બુદ્ધિના બારણા ખુલે ...

-ઘઉં તો પરદેશી જાણું , જવ તો છે દેશી ખાણું ;
મગ ની દાળ ને ચોખા મળે , તો લાંબુ જીવી જાણું ...

-ગાયના ઘી માં રસોઈ રાંધો , તો શરીરનો મજબૂત બાંધો ;
'ને તલના તેલની માલીશ થી , દુઃખે નહિ એકે ય સાંધો ...

-ગાયનુ ઘી છે પીળું સોનુ , 'ને મલાઈ નું ઘી ચાંદી ;
હવે વનસ્પતિ ઘી ખાઈને , થાય સારી દુનિયા માંદી ...

-મગ કહે હું લીલો દાણો , 'ને મારે માથે ચાંદું ;
બે ચાર મહિના મને ખાય , તો માણસ ઉઠાડું માંદું ...

-ચણો કહે હું ખરબચડો , મારો પીળો રંગ જણાય ;
જો રોજ પલાળી મને ખાય , તો ઘોડા જેવા થવાય ...

-રસોઈ રાંધે જો પીત્તળમાં , 'ને પાણી ઉકાળે તાંબુ ;
જો ભોજન કરે કાંસામાં , તો જીવન માણે લાબું ...

-ઘર ઘર માં રોગના ખાટ્લા , 'ને દવાખાના માં બાટલા ;
ફ્રીજ ના ઠંડા પાણી પીને , ભૂલી ગયા છે માટલા ...

-પૂર્વે ઓશીકે વિદ્યા મળે , દક્ષિણે ધન કમાય ;
પશ્ચિમે ચિંતા ઉપજે , 'ને ઉત્રરે હાનિ થાય ...

-ઊંધો સુવે તે અભાગ્યો , ચતો સુવે તે રોગી ;
ડાબે તો સૌ કોઈ સુવે , જમણે સુવે તે યોગી ...

-આહાર એ જ ઔષધ છે , ત્યાં દવાનુ શું કામ ;
આહાર વિહાર અજ્ઞાનથી , દવાખાના થાય છે જામ ...

-રાત્રે વહેલા જે સુવે , વહેલા ઉઠે તે વીર ;
પ્રભુ ભજન પછી , કરે ભોજન ; એ નર વીર

ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!

ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે, જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!

આપણને ગમતી વ્યક્તિ જે કંઈવર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે.

1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.
એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ
જરૂર કરતા વધારે સારો છે.

2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે..... કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે...

3. ભૂખ તો ... સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.

4. ભક્ત હોય તો નરસિંહ મહેતા
અને મીરા જેવી જેમાં ટેન્શન
હંમેશા ભગવાનને જ લેવુ પડે..

5. તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?

6. ગામમાં લીમડા ઘટતા જાય છે
અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
હોઠો પરથી 'સુગર' ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે...!!

7. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.

8. "ઘર નાનું હોય કે મોટું" પણ
જો મીઠાશ ન હોય તો... માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..

9. લાગણીઓ જ થકવી જાય છે,
બાકી, માણસ તો બહુ મજબુત હોય છે..

10. પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી
દોસ્તી છે દોસ્તો, ત્યારે તો રાધા રડે
છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે

11. પરિસ્થિતિ આપણને સાચવી લે
તે આપણું નસીબ, પરિસ્થિતિને
આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

12. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઇ નીચે ઊતરી જાય ?..

13. આ દુનીયા ની સૌથી સુંદર જોડી...

"હાસ્ય" અને "આંસુ"

આ બંનેનુ સાથે આવવુ   અશક્ય છે.... પરંતુ સાથે આવે એ સમય સહુ થી ખુબસુરત હોય છે...

14. આજકાલ કોઇ નેએલાર્મ નથી જગાડતુ સાહેબ... હર કોઇને તેની
જવાબદારીઓ જ જગાડે છે....

15. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

16. પાંપણો પર જો પાળ બાંધી હોત
ને સાહેબ , તો....આ આંખો સાતેય દરિયાની માલિક હોત..

17. અફવા એ એવું ઝડપી ગતીવાળું
પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા'
લાગતો નથી.

18. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે

અને

શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે...

સન્માન તમારું નહિ, તમારા સ્થાન
અને સથિતિનું થાય છે.

19. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ
દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

20. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..

21. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે
સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

22. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને
પણ સિંકદર ખાલી હાથે જ ગયો....

23. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે

24. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!

25. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો
એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

26. કોઇને ' સારા ' લાગશો, કોઈને
' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે,
તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

27. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

28. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના
ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..

29. આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યક્તિ જે કંઈવર્તન કરે એ ગમે એ
જ ખરો સંબંધ છે.

28 August 2016

મારી મા ને ખૂબ ખૂબ વ્હાલ!

મારી મા ઉત્તમ શિક્ષિકા હતી. શિસ્તની પુષ્કળ આગ્રહી એટલે એના વર્ગખંડોમાં એના પ્રવેશ સાથે જ ગહન શાંતિની સ્થાપના થઇ જતી. એટલી શાંતિ કે જેના માટે યોગીઓ તરફડતાં હોય છે..!

મારી મા ખૂબ બહાદૂર મહિલા છે. વર્ષ 1983માં મારી બેન અરુણાનાં જન્મ પછી બરાબર પાંચમાં દિવસે મારી મા ને શિક્ષિકાની નોકરીનો હુકમ મળેલો અને નોકરીના સ્થળે બીજા દિવસે જ હાજર થઇ હતી. છ દિવસનાં નવજાત બાળકને લઇ હાજર થયેલી મારી મા ને શાળાના આચાર્યે હાજર તો કરેલી પણ રજાઓ મંજૂર ન કરેલી. દસેક દિવસ સાથે ઘોડીયું લઇને મારી મા શાળામાં ભણાવતી. આ મારી મા સાથે ચોખ્ખો અન્યાય હતો. અગિયારમાં દિવસે વળી આચાર્યએ તઘલઘી હુકમ છોડ્યો. તમારે બાળકીને લઇ શાળાએ આવવું નહી. અને બાર દિવસથી તંગ થયેલી કમાન છટકી! લાકડાંની ખુરશી ઉઠાવી..ધડામ..આચાર્યજીને બે ટાંકા આવી ગયા..! એ પછી મારી મા સુરેન્દ્રનગર જીલ્લામાં 'દબંગ શિક્ષિકા' તરીકે પ્રખ્યાત થઇ ગઇ કેમકે જેને બે ટાંકા આવેલા તે આચાર્ય ચાલું ટર્મના ધારાસભ્યના સગાભાઇ હતાં. મારી મા નો ગુસ્સો વાજબી હતો તે તત્કાલીન ધારાસભ્યે કબુલીને બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવેલું.

મારી મા કઠોર અને ઇમાનદાર સ્વભાવની છે. હું તેના વર્ગખંડમાં બે-બે ધોરણ ભણેલો. મારા સહાધ્યાયીઓ કોઇપણ તોફાન કરતાં તો મને બાકાત રાખતાં તેમાં હિસ્સો ન લેવા દેતાં. અને કદાચ મેં હિસ્સો લીધો હોય તો મારું નામ ન દેતા કેમકે..મારી મા પક્ષપાતી ન હતી. મારું નામ ઉમેરાય તો પાંચ સોટીની સજા ડબલ કરી નાખતી. અને પ્રથમ કુંવારી સોટીઓ મને જ પડતી..! એ જોઇને જ માર ખાવાની લાઇનમાં છેલ્લો વિદ્યાર્થી ચડ્ડી પલાળતો..! એકવાર શાળાનો ઓરડો બાંધવા ગ્રાંટ મળેલી. સરકારી પ્લાન મુજબ ગ્રાંટ વાપરવાની હતી. મારી મા આચાર્ય હતી. સરકારી એન્જીનિયર મહિલા હતી. રાબેતા મુજબ તેણે કામ યોગ્ય થાય છે તે મુજબના રિપોર્ટ પર સહી કરવાના મારી મા પાસે બક્ષિસ માંગી. માએ બક્ષિસમાં બે સણસણતા બે તમાચા આપ્યાં. મહિલાએ મને કહ્યું. મેં મા ને સમજાવી ' મા બધાં આપે છે દઇ દેવા હતાં' મા એ મને પણ બક્ષિસ આપી!!

મારી મા ધર્મમાં વધુ આસ્થા ધરાવે છે. એટલે જે જે ગામમાં નોકરી કરી ત્યાં ત્યાં ગામનાં મંદિરમાં શુદ્રોના પ્રવેશ બાબતે લડાઇ લડતી. પોલિસમાં ફરિયાદ કરતી. પોલિસ બોલાવતી. પોલિસની હાજરીમાં મંદિરોમાં પ્રવેશ કરતી. અને ગામવાળાનો ખોફ વહોરી લેતી. પણ એનું મનોબળ ખૂબ ઉંચુ હતું. લક્ષ્ય નક્કી કર્યા પછી હારતી નહી. એકવાર શિવમંદિરમાં પ્રવેશ મુદ્દે ગામ આખું એકઠું થયું. ગામના આગેવાનોએ રીતસર મારી મા ને ધમકી આપી કે બીજીવાર મંદિર પ્રવેશ કરશો તો ગામમાં નોકરી નહી કરી શકો. મારી મા ને ચાનક ચડી ગઇ. બિજે દિવસે પોલીસ સ્ટેશન જઇ પોતાનો મંદિર પ્રવેશનો કાર્યક્રમ છે. જીલ્લામાંથી પોલીસ રક્ષણનો હુકમ લઇ આવી. છ બંદૂકધારી પોલિસવાળા સાથે પોતાના આખા વર્ગખંડ સાથે મારો હાથ પકડી મંદિરના પગથીયાં ચડી. સમસ્ત શાસ્ત્રોની જાણકાર મારી મા એ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધી સાથે મારા હસ્તે શિવપૂજા કરી.

એકવાર શાળામાં ગ્રામસભા હતી. કલેક્ટર આવેલા. મા અને ત્રણ મદદનીશ શિક્ષકોને રવિવારના દિવસે હાજર રહેવું પડ્યું. મા પોતાના મદદનીશ શિક્ષકોને 'તું' કહીને સંબોધી રહી હતી. તું આમ કર, તું તેમ કર. કલેટકટરના ધ્યાનમાં આવ્યું. તેણે સરપંચને પૂછ્યું 'મેડમ બધાને તુંકારે કેમ બોલાવે છે? અસભ્યતા કહેવાય'..! સરપંચ હસી પડ્યાં અને બોલ્યા: સાહેબ જે એમના હાથની માર ખાઇ ખાઇને શિક્ષકો બન્યાં હોય તેને માન કેવી રીતે આપે? આ ત્રણેય તેમના જ વિદ્યાર્થી છે. મારી મા સાથે તેમના જ ત્રણ વિદ્યાર્થીઓ શાળામાં ફરજ બજાવતા.

મારી મા શિક્ષણપ્રેમી હતી. એના વિદ્યાર્થીઓ આજે પણ તેના વર્ગખંડના શિક્ષણને યાદ કરે છે. જીલ્લાના ત્રણ ખ્યાતનામ વકિલો, બે પ્રસિદ્ધ ડોક્ટરો, સાતેક જેટલાં નામી એન્જીનીયરો, અને બે મુખ્યધારાના રાજકારણીઓ અને અંદાજે પચ્ચીસેક જેટલાં શિક્ષકો મારી મા નાં હાથ નીચે ભણી ચૂક્યાં છે. અને તેઓ જ્યારે પણ મને મળે છે. કહે છે આજે જે કંઇ છીએ..શારદાબેનના શિક્ષણ અને ખાસ તો મારને કારણે છીએ..!

ગઇ 31 માર્ચે મારી મા..નિવૃત થઇ..એની શૈક્ષણિક કારકીર્દી તથા યોગ્યતાની કદર થઇ એના ધાર્મિક સંસ્કારોના ફળસ્વરુપે તેનું સન્માન પૂજ્ય મોરારીબાપુના હસ્તે થયું. વર્ધમાન વિકાસ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. અને મારી મા ને ખૂબ ખૂબ વ્હાલ!

-વિજય મકવાણા

તરબૂચના બીજના આ ફાયદા સાંભળીને તમે પણ ચોંકી જશો..

તરબૂચના બીજના આ ફાયદા સાંભળીને તમે પણ ચોંકી જશો..

સામાન્ય રીતે તરબૂચ તો બધા ખાતા જ હોય છે. પરંતુ તેના બીજ આપણે હંમેશા કચરામાં જવા દઇએ છીએ. પરંતુ જો તમે તેના સ્વાસ્થ્યલક્ષી લાભ જાણશો તો તમે ક્યારે પણ આવું નહીં કરો. તરબૂચના બીજને ચાવીને ખાવાથી અથવા તો તેના તેલનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. આયરન, પોટેશિયમ અને વિટામિન્સથી ભરપૂર તરબૂતના બીજથી સ્વાસ્થ્ય, ત્વચા અને વાળલક્ષી તમામ સમસ્યામાં ફાયદો થાય છે.

તેમાં હાજર મેગ્નેશિયમ હૃદયની કાર્યપ્રણાલીને નોર્મલ કરે છે. જ્યારે મેટાબોલિઝ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ ઉપરાંત તે કાર્ડિયોવસ્કુલર રોગો અને હાઇપરટેશનમાં પણ ફાયદાકારક છે. તરબૂચના બીજ પાચનપ્રક્રિયા માટે પણ લાભદાયી છે. જ્યારે આપણે બાફેલા કે રાંધેલા બીજનુ સેવન કરીએ છીએ. તે આપણા પાચનતંત્રમાંથી પસાર થયા છે. તે તરત જ પાચનતંત્રની ક્રિયામાં સુધારો લાવે છે.

તરબૂચના બીજને પાણીમાં ઉકાળી અને તેની રોજ ચા પીવામાં આવે તો બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. પ્રોટીન અને જરૂરી માત્રામાં એમોનિયા હોવાથી તેના બીજ વાળ માટે પણ રામબાળ ઇલાજ છે. તેના બીજનું સેવન કરવાથી વાળ મૂળથી મજબુત થાય છે.

26 August 2016

'વિરોધ' ક્યારે હોય ?


'વિરોધ' ક્યારે હોય ?

જ્યારે આપણું 'કામ સારું' હોય....

પણ બીજા ને ગમતું ના હોય.

જ્યારે આપણું 'કામ સાચું' હોય .....

પણ બીજા ને પચતું ના હોય.

જ્યારે આપણો 'માર્ગ સાચો' હોય ....

પણ બીજા સાથે ચાલી શકતા ના હોય.

જ્યારે આપણે 'કર્મ' કરતા હોય.....

પણ બીજા ભ્રમમાં રાચતા હોય...

'વિરોધ' એટલે...

આપણે સાચા માર્ગે હોવાનું સર્ટીફીકેટ.

તમે લાખ વાર પણ સારું કામ કર્યું હશે તો પણ વિશ્વ તમારી કદર ક્યારેય કરશે નહિ પરંતુ જો તમે એક વાર પણ ખોટું કામ કર્યું હશે તો તે તમારી ટીકા કરશે

એક દિવસ એક શાળામાં શિક્ષકે બોર્ડ પર નીચે મુજબ લખ્યું હતું:
9 × 1 = 7
9 × 2 = 18
9 × 3 = 27
9 × 4 = 36
9 × 5 = 45
9 × 6 = 54
9 × 7 = 63
9 × 8 = 72
9 × 9 = 81
9 × 10 = 90

જ્યારે તેણીએ પૂરું કર્યું , તેમણે વિદ્યાર્થીઓ સામે જોયું અને તેઓ બધા તેમની સામે હસી રહ્યા હતા કારણ કે પ્રથમ સમીકરણ જે ખોટું હતું , અને પછી શિક્ષકે નીચે મુજબ જણાવ્યું.
“મેં એક હેતુ માટે પ્રથમ સમીકરણ ખોટું લખ્યું છે, કારણ કે હું તમને કંઈક મહત્વપૂર્ણ વાત જણાવવા માંગું છું કે સમગ્ર વિશ્વ તમારી સાથે કેવી રીતે વ્યવહાર કરે છે? .તમે જોઈ શકો છો કે મેં 9 વખત સાચું લખ્યું હતું, પરંતુ તમે કોઈએ તે માટે મને અભિનંદન ન આપ્યા , પરંતુ તમે બધાએ મારી હાંસી ઉડાવી અને તમે મારી ટીકા કરી કારણ કે મેં એક જ વાર ખોટું લખ્યું હતું.”
તેથી આ વાતનો બોધ પાઠ છે:
"તમે લાખ વાર પણ સારું કામ કર્યું હશે તો પણ વિશ્વ તમારી કદર ક્યારેય કરશે નહિ પરંતુ જો તમે એક વાર પણ ખોટું કામ કર્યું હશે તો તે તમારી ટીકા કરશે"

"જીવવાનું શીખું છું."

અત્યાર સુધીનું શ્રેષ્ઠ સુજ્ઞપ્રિય વાક્ય:

એક મિત્ર આગળ-પાછળ *"L"* લખેલું પાટિયું લટકાવીને ચાલતા હતા,
કોઈએ પૂછ્યું તો કહે,,,

"જીવવાનું શીખું છું."

ધારો છો તેટલું 'સરળ' નથી !

એક 'સીધી' રેખા...
ફૂટપટ્ટી વગર આંકી જુઓ !
સમજાઈ જશે કે-
સરળ 'બનવું'...
ધારો છો તેટલું 'સરળ' નથી !

એ દિવસે આ સંસાર ઉજ્જડ થઇ જશે"

કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજાર માં,
વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યપાર માં
ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું
"શું કીમત છે સંબંધ ની? "
દુકાનદારે કહ્યું :
કયો લેશો ?
બેટા નો આપું, કે પિતા નો ?
બહેન નો, કે ભાઈ નો ?
કયો લેશો ?
માણસાઈ નો આપું કે પ્રેમ નો આપું ?
માં નો આપું કે વિશ્વાસ નો ?
કયો આપુ ? બોલો તો ખરા,
ચુપચાપ ઉભા છો, કઈક બોલો તો ખરા ...
હું એ ડરી ને પૂછ્યું :
દોસ્ત નો સંબંધ ?
દુકાનદાર ભીની આંખો થી બોલ્યો ...
"સંસાર આ સંબંધ પર જ તો ટકેલો છે,
માફ કરજો આ સંબંધ બિલકુલ નથી,
આનુ કોઈ મુલ્ય લગાવી નથી શક્યુ,
પણ જે દિવસે આ વેચાઈ જશે ...
એ દિવસે આ સંસાર ઉજ્જડ થઇ જશે"

24 August 2016

જીવનમાં આવતી દરેક સમસ્યાને નિષ્ણાંત તરીકેના દ્રષ્ટિકોણથી ન જુવો.

*એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી.*

*કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને રીતસરના નાચવા લાગ્યા. કાર બનાવનાર એન્જીનિયરને ભેટીને અભિનંદન આપ્યા અને એન્જીનિયર માટે મોટી રકમના ઇનામની જાહેરાત કરી. કારને હવે ગેરેજના અંદરના ભાગમાંથી બહાર લાવીને પ્રદર્શન માટે મુકવાની હતી. ડ્રાઇવર ગાડી ચલાવીને દરવાજા સુધી આવ્યો પછી અટકી ગયો. દરવાજાની ઉંચાઇ કરતા ગાડીની ઉંચાઇ સહેજ વધુ હતી. એન્જીનિયર આ બાબતને ધ્યાને લેવાનું ભૂલી ગયેલો.*

*ત્યાં હાજર જુદી-જુદી વ્યક્તિઓએ જુદા-જુદા સુચનો આપવાના ચાલુ કર્યા. એકે કહ્યુ 'દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાંખો, ગાડી નીકળી જાય પછી ફરીથી ચણી લેવાનો'. બીજાએ કહ્યુ 'ઉપરનો ભાગ તોડવાને બદલે નીચેની લાદી જ તોડી નાંખો અને ગાડી નીકળી ગયા પછી નવી લાદી ચોંટાડી દેવાની' ત્રીજાએ વળી કહ્યુ ' ગાડી દરવાજા કરતા સહેજ જ ઉંચી દેખાય છે એટલે પસાર થઇ જવા દો. ગાડીના ઉપરના ભાગે ઘસરકા પડે તો ફરીથી કલર કરીને ઘસરકાઓ દુર કરી શકાય.*

*આ બધા સુચનો પૈકી ક્યુ સુચન સ્વિકારવું એ બાબતે માલિક મનોમંથન કરતા હતા. માલિક અને બીજા લોકોને મુંઝાયેલા જોઇને વોચમેન નજીક આવ્યો અને વિનમ્રતાથી કહ્યુ, "શેઠ, આ કંઇ કરવાની જરૂર નથી. ચારે વીલમાંથી હવા ઓછી કરી નાંખો એટલે ગાડી સરળતાથી દરવાજાની બહાર નીકળી જશે" માલિક સહિત બધાને થયુ કે વોચમેનને જે વિચાર આવ્યો એ વિચાર આપણને કોઇને કેમ ન આવ્યો ?*

*જીવનમાં આવતી દરેક સમસ્યાને નિષ્ણાંત તરીકેના દ્રષ્ટિકોણથી ન જુવો. મોટાભાગની સમસ્યાઓના ઉકેલ બહુ સરળ હોય છે પણ વધુ પડતા વિચારોથી આપણે સમસ્યાને ગૂંચવી નાંખીએ છીએ.બીજુ કે મિત્રો અને સગા-સંબંધીઓના ઘરના દરવાજા કરતા આપણી ઉંચાઇ વધી જાય અને અંદર પ્રવેશવામાં મુશ્કેલી થાય તો થોડી હવા ( અહંકાર ) કાઢી નાંખવી પછી આરામથી પ્રવેશ કરી શકાશે.*

23 August 2016

સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નહિ પણ અહિ પૃથ્વી પર જ છે.

જીવન અને પડઘો

એક માણસ તેના દિકરા સાથે જંગલમાં ચાલી રહ્યો હતો.અચાનક છોકરો એક જગાએ પડી ગયો અને તેના મોઢામાંથી વેદનાભરી ચીસ નિકળી ગઈ "આ આ આ આ આહ...."
તેના આશ્ચર્ય સાથે તેણે સામેના પહાડ પરથી સામી તેના જેવી જ ચીસ સાંભળી. " આ આ આ આ આહ.... "
ઉત્સુકતાપૂર્વક તેણે ફરી મોટેથી બૂમ પાડી "તમે કોણ છો?"
પણ તેને સામો જવાબ મળ્યો "તમે કોણ છો?"
એને આ સાંભલી ગુસ્સો આવ્યો.તેણે મોટેથી કહ્યું "તમે કાયર છો!"

અને ફરી સામા અવાજે તેના કહ્યાનું પુનરાવર્તન કર્યું "તમે કાયર છો!"
હવે તે મૂંઝાયો અને તેણે પિતા સામે જોઈ પૂછ્યું "પપ્પા,આ શું ચાલી રહ્યું છે?"
માણસે પુત્રને જવાબ આપ્યો "બેટા,ધ્યાન આપ! કંઈક સારૂં બોલ."
છોકરાએ મોટેથી સાદ પાડી કહ્યું "તમે ખૂબ સારા છો!"
સામા અવાજે પણ મોટેથી કહ્યું "તમે ખૂબ સારા છો!"

માણસે પણ હવે પુત્રની રમતમાં જોડાઈ મોટેથી હાક મારી "તમે અદભૂત છો!"
સામેથી અવાજ આવ્યો "તમે અદભૂત છો!"
હવે માણસે પુત્રને પ્રેમથી સમજાવતા કહ્યું "બેટા,આને લોકો 'પડઘો' કહે છે.પણ ખરું જોતા એ જીવન જેવો જ છે! જીવન તમને એ જ પાછું આપે છે જે તમે આપો છો. જીવન તમારા કર્મોના અરીસા જેવું છે. જો તમે વધુ પ્રેમ આપશો તો વધુ પ્રેમ પામશો. જો તમને વધારે ઉદારતા જોઈતી હોય તો તમે વધારે ઉદારતા આપો. જો તમને સમજણ અને આદરની અપેક્ષા હોય તો સમજણ અને આદર આપો. જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમારી સાથે ધીરજ રાખી અને માનપૂર્વક વર્તે તો ધૈર્ય દાખવો અને માન આપો. કુદરતનો આ નિયમ જીવનના દરેક ખૂણે, દરેક તબક્કે લાગુ પડે છે. જીવન હંમેશા તમને એ જ પાછું આપે છે જે તમે આપ્યું હોય. તમારૂં જીવન કોઈ એક સંયોગ નથી પણ એ તમારા જ કર્મોનું દર્પણ છે."
સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નહિ પણ અહિ પૃથ્વી પર જ છે. આ હકીકત સમજી લો.

આ કેલક્યુલેશન તમને બતાવશે કે તમારે તમારા પૈસા ક્યાં રોકવાના છે ...?

આ કેલક્યુલેશન તમને બતાવશે કે તમારે તમારા પૈસા ક્યાં રોકવાના છે ...?

પુરેપુરી ઈમાનદારી થી Solve કરજો.

નીચે આપવામા આવેલા અંકો માથી કોઈ એક અંક પસંદ કરો.

1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 - 8 - 9.

હવે આ અંકને 3 વડે ગુણો(X)

હવે એ આવેલી સંખ્યામા 3 જોડો(+)

હવે ફરી આવેલી સંખ્યાને 3 થી ગુણો(X)

તમને 2 અંકોનો આંકડો મળ્યો હશે.

બન્ને અંકને જોડો(+) હવે આ આંકડો તમને કહેશે કે તમારે તમારા પૈસા ક્યાં રોકવા.

1) જમીન
2) સોનુ
3) ફિક્સ ડિપોઝીટ(F. D.)
4) પોતાનો ધંધો
5) શેર
6) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(P.P.F.)
7) રિકરીંગ ડિપોઝિટ(R.D.)
8) નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ( N.S.C. )
9) મને સોપી દો.
10) મ્યુચ્યુઅલ ફંડ
11) કંપની ડિપોઝીટ

હજી પણ તમે ના માનો તો તમારી મરજી બાકીના કોઈપણ અંક પસંદ કરી ફરી એક વખત ગણતરી કરી લેવા વિનંતી. 😜😜😜😜😜😜

21 August 2016

આખી દુનિયાનું ધ્યાન રાખવાવાળા પર પણ ધ્યાન રખાય છે...

મંદિરોમાં પણ cctv મુકાય છે;
અજીબ જમાનો આયો યાર,

આખી દુનિયાનું ધ્યાન રાખવાવાળા પર પણ ધ્યાન રખાય છે...

16 August 2016

*"હુ 15મી ઓગસ્ટ"*

🇮🇳 *"હુ 15મી ઓગસ્ટ"* 🇮🇳

*_15ઓગસ્ટ પર્વની દેશવાસીયોને ખૂબ ખૂબ શુભકામનોઓ._*

*" મારુ નામ 15મી ઓગસ્ટ"*

*પ્રિ*ય ભારતીયઓ,

_વિદ્યાર્થીઓ માટે હુ પરીક્ષામા પૂછાતો 10 માર્ક નો નિબંધ છુ સુરક્ષા કર્મચારીઓ માટે ફરજ છુ સરકારી કર્મચારીઓ માટે માત્ર હુ એક જાહેર રજા છુ અને સમગ્ર દેશવાસીયો માટે કદાચ નિબંધથી વધુ કંઇ નથી._

આજના દિવસે કોક્ડુવાલીને કબાડમાં ગઈ સાલનો ગોઠવેલો હશે એ રાષ્ટ્રધ્વજ ગોતવામા આવે છે અને જો એ રાષ્ટ્રધ્વજ કદાચ ગણેશજીના વાહનનો આહાર બની ગયો હોય તો તાબડતોડ છાનોમાનો નવો ખરીદવામા આવે છે.કદાચ રાષ્ટ્રગીતના શબ્દો ભૂલી ગયા હોય એની આબરૂ ન જાય એ માટે ઘણી જગ્યા એ માત્ર મારી ટ્યુન જ વગાડવામા આવે છે અને 52 સેકન્ડ પણ ઘણા મહાનુભાવોના મોબાઇલ રણકાર કરતા હોય છે આ બધુ મે મારી સગી આંખે જોયુ છે કારણ કે હુ મુંગી અને લાચાર 15મી ઓગસ્ટ છુ, ત્યારબાદ રાબેતા મુજબ નક્કી કરેલા 8/10 દેશભક્તિના ગીતો પર નાના ભૂલકાઓ અભિનય ગીતો રજૂ કરાય છે એ બાલકો અને એ બાલકો જેટલી જ અલ્પ સંખ્યામા ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા એમને વધાવાય છે ઓક્સિજન પર જીવતી મારી આ હાલત અને બાલકોના ઉત્સાહને ટકાવવા માટે દાતાઓ દ્વારા ઇનામ જાહેર કરાય છે..વેટ-ટેક્ષ કે સોના-ચાઁદીની આયાત નિકાસ ના અન્યાય માટે ગમે ત્યારે આઁદોલન કરવા તૈયાર રહેનાર વેપારીઓ મને છેલ્લા કેટલાય વર્ષોમા અઢધી કલાક દુકાનો બંધ રાખીને મારા માટે રેલી કાઢી હોય કે ધ્વજવંદન કરવા આવ્યા હોય એવુ મને યાદ નથી છતા હુ તો સૌને માફ કરી દઉં છુ કારણ કે હુ સમજદાર અને ઉદાર 15મી ઓગસ્ટ છુ

પોતાની જાતિ કે નાત ના ઉદ્ધારકની તિથિ પર કે પોતાના સમાજના કોઇપણ ફંક્શનમા કે સમાજને થતા અન્યાયના વિરોધમા એક એસએમએસથી સૂપડા મોઢે એકઠા થઈ જતા આ દેશવાસીયોને મારા સન્માન માટે 15મિનિટ કાઢવાનો સમય નથી
ભારતમા દેશભક્તિ સાવ સીજનેબલ થઈ ગઈ છે આટઆટલા વર્ષોમા આત્મગૌરવ લઇ શકુ એવા આંગલીને વેઢે ગણાય એટલા નામ વર્તમાનમા મારી પાસે નથી અરે નસીબ આ દેશના એક અગસ્ત રૂષિએ હાથની અંજલિમા દરિયાને પી ગયા હતા એ કથા તો પુરાણ પ્રસિધ્ધ છે પરંતુ આ દેશને આઝાદી પછી તો એક નહી પણ 15 અગસ્ત મલ્યા છતાંય ગરીબોના આંસુ આજ સુધી કેમ ના પી શક્યા? 15મી ઓગસ્ટ તરીકે મને મુઁજારો થાય છે..લાલ કિલ્લાની એ દિવાલો જોઈને એ લાલ રંગમા મને ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ ની આંખોનો એ લાલ રંગ સામ્ભલે છે,પરેડના કદમતાલમા મને મંગલ પાંડેની ફાંસી યાદ આવે છે અને હુ એક ધબકારો ચૂકી જાવ છુ આ શસ્ત્ર પ્રદર્શન જોઈ અને મારા માટે પોતાના માથે કફન બાંધીને શસ્ત્રો હાથમા લઈ લડેલા મારા એ પ્યારા સંતાનો તાત્યા ટોપે, ઝાંસીની રાણી, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, મેડમ ગાવા, મદનલાલ ધીગરા, સુભાષચંદ્ર બોજ,કેપ્ટન લક્ષ્મી,જાનકી થેવાર કે લાલા લજપતરાય મને યાદ આવે છે.મારી પાસે ભવ્ય ભૂતકાળ છે પરંતુ હુ ઘાયલ વર્તમાનથી ઘવાયેલ 15મી ઓગસ્ટ છુ

આ દેશને અઢધી રાત્રે આઝાદી મળી છે એટલે જ તો કદાચ કદાચ કદાચ આખો દેશ અને દેશવાસિયો ઊંઘમા છે,ભ્રષ્ટાચાર,કોમવાદ અને સ્વાર્થની ઉધઇ એ મારુ મૂલ્ય હણી લીધુ છે અત્યારની પેઢીને સાવ મફતમા મળેલી આ આઝાદીની બહુ કિમંત નથી એટલે જ યુવાપેઢીના બહુ મોટા વર્ગને દેશમાથી ભણીગણીને જેટલુ જલ્દી બને એટલુ વિદેશમા સેટલ થવુ છે અરે મે ગાંધી થી લઇ અને અણ્ણા હજારે સુધીના ઉપવાસને અનુભવ્યા છે વોટબેંક માટે વંદે માતરમ ગાવા વાલા અને ગૌ હત્યાના કાયદા માટે મૌન સેવનારાઓ ને હુ રૂબરૂ મલી છુ છતા આજે આ ભૂલકાઓના અભિનય ગીતો નીહાળી રાજી થાવ છુ એટ્લિસ આ બાળકો ભણશે ત્યા સુધી તો આ તિરંગાને સલામી આપશે..

મારુ ચાલેને તો ધ્વજવંદન હુ દરેક ભારતીયને માટે ફરિજિયાત બનાવી દઉં,ધ્વજવંદનનો જેની પાસે સમય નથી એવા લોકોને આ દેશમા રહેવાનો, જીવવાનો કે કોઈ પણ પ્રકારના હક માંગવાનો અધિકાર નથી પણ મારુ માને કોણ કારણ કે હુ અસહાય 15મી ઓગસ્ટ છુ.

કાશ આ દેશના ગદારૉ અને આંતકવાદીઓ ને ફાંસીથી બચાવવા માટે સડક અને સંસદમા ધમપછાડા કરનારા મહાનુભાવો જો આઝાદી પહેલા પણ મારી પાસે હોતને તો કદાચ આપણે ભગતસિંહ,ખુદીરામ,સુખદેવ,રાજ્યગુરુ કે મંગલ પાંડે પણ જીવાડી શકયા હોત પણ અફસોસ કે હુ અભાગણિ 15મી ઓગસ્ટ છુ
સવારના પહોરમા ટ્રાફિક સિગ્નલ પાસે પાંચ પાંચ રૂપિયાના પ્લાસ્ટિક ના તિરંગા વેચતા 10 વર્ષના ભૂલકાઓને જોઈને હુ રડી પડું છુ આ બાલકો ત્રિરંગો નહી એનુ બાલપણ વેચે છે કેમ આઝાદ ભારતના કોઈને નથી દેખાતું કેમ કોઈને ડંખતુ નથી ? 16મી ઓગસ્ટની સવારે જ્યારે વોકીંગ કરવા નિકલો ત્યારે જરાક જીણી નજરે જોજો તમારા દેશની આન બાન અને શાન સમો ત્રિરંગો તમને કચરા પેટીમા કે રસ્તે ઉકરડામા જરૂર જરૂર અને જરૂર રજલતા જોવા મળશે

*હે ભારતવાસીયો,*
આપ સૌને મારી અંતિમ પ્રાથના છે કે મે તમને ભલે આઝાદી આપી પણ આજના દિવસમાથી મને મુક્તિ આપો ના થઈ શકે તો મારી ઉજવણી બંધ કરી દો કારણ કે તમારી અલ્પ સંખ્યાની હાજરી મારા શરીર પર ઉજાળા કરી જાય છે તમારી બેફીકરાઇથી હુ રોજ રોજ મરૂ છુ મારુ રાજીનામુ સ્વીકારી લો બસ...તોય હુ 10 માર્કના નિબંધ તરીકે તો જીવિત રહેવાની જ છુ પ્લીજ પ્લીજ મને મુક્તિ આપો હુ તરફ઼ડુ છુ હા હુ તરફ઼ડુ છુ જખ્મી બનીને માનવતાથી ડ્રાયલ થતી અને નિસ્વાર્થ રાષ્ટ્રપ્રેમથી ભરેલી કુદિવ્ય 108 ના ઈન્તજારમા.
જે ધ્વજવંદન કરે છે એને મારા વંદન અને જે નથી કરતા એને મારા અભિનંદન કારણ કે તેમ છતાંયે પોતાને ભારતીય ગણાવે છે...

વાહ
આવજો હવે કદાચ કોઈ દી નહી મલીયે..
લીખીતન :કદાચ કોઈની નથી રહી એવી અનાથ 15મી ઓગસ્ટના છેલ્લા જય હિંદ
સાંઇરામના વંદે માતરમ મારી વાત જો તમારા હ્રદય સુધી પહોચી હોય તો એનો સ્વીકાર કરી અને અમલ કરજો આજુબાજુમા ક્યાય થઈ શકે તો જરૂર થી ધ્વજવંદન કરજો અને જો ક્યાય જઇ શકાય એમ ન હોય તો ઘરમા ટીવી સામે ઊભા રહી ધ્વજવંદન અને સલામી જરૂરથી આપજો આકાશમાથી શહીદોના આત્માઓ રાજી થશે.

*આભાર*
🇮🇳 *વંદે માતરમ*
🇮🇳 *ભારત માતા કી જય*
🇮🇳 *જય ભારત એક ભારત*

*સૌજન્ય:* સાંઇરામ દવે સાહેબ લિખિત અને ઑડિયો પરથી..