30 October 2016

રંગોળી માં પૂરજો રંગ સરસ..

રંગોળી માં પૂરજો રંગ સરસ....
કે રંગીન થઈ જાશે ધનતેરસ....

રહેજો હંમેશા લાગણી ને વસ...
કે શુભ થઈ જાશે કાળીચૌદસ....

સળગાવી નાખજો નફરત ની પાળી...
કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી...

રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ...
કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ...

સંબંધોમાં કદી રાખવી ન ખીજ...
કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ...

દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ...
કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ...

હરખ થી થઈ જવા લોથપોથ...
કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ...

"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ...
વીતાવજો એકમેકથી લાભ પાંચમ...

28 October 2016

ઘઉં ખાવાથી શરીર ફૂલે , 'ને જવ ખાવાથી ઝૂલે

-ઘઉં ખાવાથી શરીર ફૂલે , 'ને જવ ખાવાથી ઝૂલે ;
મગ ને ચોખા ના ભૂલે , તો બુદ્ધિના બારણા ખુલે ...

-ઘઉં તો પરદેશી જાણું , જવ તો છે દેશી ખાણું ;
મગ ની દાળ ને ચોખા મળે , તો લાંબુ જીવી જાણું ...

-ગાયના ઘી માં રસોઈ રાંધો , તો શરીરનો મજબૂત બાંધો ;
'ને તલના તેલની માલીશ થી , દુઃખે નહિ એકે ય સાંધો ...

-ગાયનુ ઘી છે પીળું સોનુ , 'ને મલાઈ નું ઘી ચાંદી ;
હવે વનસ્પતિ ઘી ખાઈને , થાય સારી દુનિયા માંદી ...

-મગ કહે હું લીલો દાણો , 'ને મારે માથે ચાંદું ;
બે ચાર મહિના મને ખાય , તો માણસ ઉઠાડું માંદું ...

-ચણો કહે હું ખરબચડો , મારો પીળો રંગ જણાય ;
જો રોજ પલાળી મને ખાય , તો ઘોડા જેવા થવાય ...

-રસોઈ રાંધે જો પીત્તળમાં , 'ને પાણી ઉકાળે તાંબુ ;
જો ભોજન કરે કાંસામાં , તો જીવન માણે લાબું ...

-ઘર ઘર માં રોગના ખાટ્લા , 'ને દવાખાના માં બાટલા ;
ફ્રીજ ના ઠંડા પાણી પીને , ભૂલી ગયા છે માટલા ...

-પૂર્વે ઓશીકે વિદ્યા મળે , દક્ષિણે ધન કમાય ;
પશ્ચિમે ચિંતા ઉપજે , 'ને ઉત્રરે હાનિ થાય ...

-ઊંધો સુવે તે અભાગ્યો , ચતો સુવે તે રોગી ;
ડાબે તો સૌ કોઈ સુવે , જમણે સુવે તે યોગી ...

-આહાર એ જ ઔષધ છે , ત્યાં દવાનુ શું કામ ;
આહાર વિહાર અજ્ઞાનથી , દવાખાના થાય છે જામ ...

-રાત્રે વહેલા જે સુવે , વહેલા ઉઠે તે વીર ;
બળ બુદિધ ને તન વધે સુખ માં રહે શરીર
🍏🍎🍐🍊🍋🍋🍌🍉🍉🍇🍓🍈🍒🍑🍍🍅🌽

17 October 2016

*આપણે શોધીએ છે સુખને !!*

*વાંચજો જરૂર...*

પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો ઈંતઝાર રહેતો હતો,

પચાસ વારના નાનકડા ઘરમાં ,

*પૈસા ઓછા હતા..ઘર નાનુ હતું..*
*સગવડો ન્હોતી પણ સુખ હતું.*

(1) આમ તો મહિનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી.. એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.

(2)  ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે.. મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની  સાયકલ આપી અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વ્હા મઝા આવી ગઈ,
આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો.

(3) ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ... જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે.. મોડા સુધી જગતા.. મહેમાન જાય ત્યારે તેમને છેક બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા, મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું (આજે અરે મારી ટીવી સિરીયલ વખતે કયાં કોઈ આવ્યુ તેવુ થાય.. ઘરની બહાર સુધી પણ મુકવા જવાની વાત તો દુરની રહી)

(4) વેકેશન પણ સુખ હતુ.. મામાના ઘરે.. કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા.

(5) સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલીના ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારુ દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મીત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.

(6) વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, પણ ખોચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતો, નાકામી માચીસ ઉપરના ફોટા, લખોટી જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.

(7) ફિલ્મ જોવી એટલી  એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડતુ,
ત્યારે થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતા, તેનું કામ ટીકીટ લેવા આવનારન લાઈનમાં ઉભા રાખવાનું હતું, લાઈન તોડનારને તે લાકડી લાકડીએ ફટકારતો,
માર ખાઈને પણ લોકો લાઈનમાં ઉભા રહેતા..
લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે..
અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો.

(8) લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા, જો પહેલી પંગતમાં જમવા માટે વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.

(9) નવા કપડા તો દિવાળી જ મળે, તેમાં પણ કપડાં સસ્તા મળતા એટલે જવાનું,  દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતો, અને કપડાંનો ઘા કરતો, દુકાનપુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થયા, ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી, માપની બહુ ચીંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.

(10)  આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે.એકના ઘરે ફોન હતો..કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા..

આજે સમજાય છે કે
સુખ સગવડોમાં ન્હોતુ,
નાની નાની વાતો સુખી કરતી હતી,
કારણ ત્યારે આખર તારીખ આવતી હતી,

આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી..
રોજ પહેલી તારીખ જ હોય છે.

*આજે  મોટુ ઘર છે, ટીવી છે, બેન્ક બેલેન્સ છે છતાં..*

*આપણે શોધીએ છે સુખને !!*🤔🙏

16 October 2016

તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.

એકવખત એમ માણસના ખીસ્સામાં 1000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો. નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’ સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું. આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો ! આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”

નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી. હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી. એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે  લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી. મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ. પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી. કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી. જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી. મારો તો શ્વાસ પણ રુંધાતો હતો. હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું. ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”

નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો ? કોને કોને મળ્યો ?”

સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, “અરે દોસ્ત, શું વાત કરુ ? હું તો ખૂબ ફર્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો. ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી. પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો. ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો. મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું."

સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.

મિત્રો, તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે. મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો એ નાના નહી બહુ મોટા છે.

"ગુણો" નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે

🙏🏿🌹🌺 🌺🌹🙏🏿

માણસ  કેવા દેખાય એના કરતાં 
       કેવા છે એ મહત્વનું છે
                 કારણ કે 
        "સૌદર્ય"નું આયુષ્ય
      તરુણાવસ્થા સુધી અને    
        "ગુણો" નું આયુષ્ય    
  આજીવન સુધી સાથે રહે છે

🙏🏿🌹 🌹🙏🏿

12 October 2016

Train ની AC ટીકીટમાં 75% સુધીની છૂટ -જાણો આવા જ કન્સેશન અંગે

*_Train ની AC ટીકીટમાં 75% સુધીની છૂટ_*
*⚛જાણો આવા જ કન્સેશન અંગે*

*_(1) મેન્ટલી રિટાયર્ડ તથા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને_*
*75% SL,1st,2nd,3AC,ACચેર કાર(CC)પર*
*50% 1AC,2AC,મંથલી અને ક્વાર્ટલી સીઝન ટીકીટ (પાસ)પર*
*⚛સહપ્રવાસીને પણ આ છૂટ મળે છે*

*_(2) મૂંગા તથા બહેરા વ્યક્તિને_*
*50% SL,1st,2nd,3AC,મંથલી અને ક્વાર્ટલી સીઝન ટીકીટ (પાસ)પર*
*⚛સહપ્રવાસીને પણ આ છૂટ મળે છે*

*_(3) કેન્સર પેશન્ટ માટે_*
*100% SL,3ACમાં*
*75% 1st,2nd,ACચેર કાર(CC)પર*
*50% 1AC,2ACમાં*
*⚛સહપ્રવાસીને માત્ર SL અને 3AC માં 75% છૂટ મળે છે*

*_(4) હાર્ટ,કિડની તથા થેલેસિમિયા પેશન્ટને ટ્રીટમેન્ટ, હાર્ટસર્જરી તથા કિડની ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલિસિસ માટે ટ્રાવેલ કરવા પર_*
*75% 1st,2nd અને SL,3AC,ACચેર કાર(CC)પર*
*⚛સહપ્રવાસીને પણ આ છૂટ મળે છે*

*_(5) હિમોફીલિયા પેશન્ટને_*
*75% 1st,2nd અને SL,3AC,ACચેર કાર(CC)પર*
*⚛સહપ્રવાસીને પણ આ છૂટ મળે છે*

*_(6) ટીબી / કોઢનાં પેશન્ટને_*
*75% 1st,2nd અને SL ક્લાસ પર*
*⚛સહપ્રવાસીને પણ આ છૂટ મળે છે*

*_(7) નોન ઈન્ફેકિશયસ/લેપ્રોસી પેશન્ટને_*
*75% 1st,2nd અને SL ક્લાસ પર*
*⚛સહપ્રવાસીને પણ આ છૂટ મળે છે*

*_(8) એઈડ્સ પેશન્ટને_*
*50% 2nd ક્લાસમાં નોમિનેટેડ એઆરટી સેન્ટર્સમાં ટ્રીટમેન્ટ માટે ટ્રાવેલ કરવા પર*
*_ઓસ્ટોની પેશન્ટને_*
*કોઈપણ કારણથી ટ્રાવેલ કરે ત્યારે*
*50% મંથલી અને ક્વાર્ટલી સીઝન ટીકીટ (પાસ)પર*
*⚛સહપ્રવાસીને પણ આ છૂટ મળે છે*

*_(9) સિનીયર સિટીઝન માટે_*
*(60 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં પુરુષ,58વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલા)*
*તમામ કલાસમાં પુરુષોને 40% અને મહિલાઓને 50%, રાજધાની, શતાબ્દી,જનશતાબ્દી, દુરંતો ટ્રેનોમાં પણ*

*_(10) સ્ટુડન્ટસ્ માટે_*
*ઘર કે એજ્યુકેશન ટૂર માટે*
*_જનરલ કેટેગરી_*

*50% 2nd, SL*
*50% મંથલી અને ક્વાર્ટલી સીઝન ટીકીટ (પાસ)પર*

*_એસ સી/એસ ટી કેટેગરી_*

*75% 2nd, SL*
*75% મંથલી અને ક્વાર્ટલી સીઝન ટીકીટ (પાસ)પર*

*_(11) ગ્રેજ્યુએશન સુધીનાં ગર્લ સ્ટુડન્ટ,12 સુધીનાં બોય સ્ટુડન્ટ(મદરેસાનાં સ્ટુડન્ટ પણ સામેલ)_*
*હોમ અને સ્કુલ વચ્ચે ફ્રી 2nd ક્લાસમાં મંથલી સીઝન ટીકીટ (પાસ)પર*

*_(12) વોર વિડો_*
*શ્રીલંકામાં માર્યા ગયેલાં I.P.K.F. પર્સનલ/આતંકવાદી વિરોધી ગતિવિધિમાં માર્યા ગયેલા પોલીસમેન/પેરામિલિટ્રી પર્સન/કારગીલનાં ઓપરેશન વિજયમાં શહિદનાં વિધવા કોઈપણ કારણથી ટ્રાવેલ કરે ત્યારે*
*75% 2nd, SL માં*

*_(13) રૂરલ એરીયાનાં ગવર્મેન્ટ સ્કુલનાં સ્ટુડન્ટને_*
*વર્ષમાં એકવાર સ્ટડી ટૂર માટે*
*રૂરલ એરીયાનાં ગર્લ ગવર્મેન્ટ સ્કુલનાં સ્ટુડન્ટને નેશનલ લેવલની મેડીકલ એન્જીનીયરીંગની એન્ટ્રન્સ એક્ઝામ માટે 75% 2nd કલાસમાં*

*_(14) યુપીએસસી તથા એસએસસીની મેઈન રીટન એકઝામ આપતાં સ્ટુડન્ટને_*
*50% 2nd, કલાસમાં*

*_(15) ગવર્મેન્ટ દ્વારા આયોજિત કેમ્પ,સેમિનાર,ઐતિહાસીક સ્થળોની વિઝીટ માટે ટ્રાવેલ કરવા, મ્યુનીસીપલ કોર્પોરેશન, ગવર્મેન્ટ અન્ડરટેકીંગ યુનિવર્સીટી, પબ્લીક સેકટર બોડીનાં ઈન્ટરવ્યુ માટે_*
*50% 2nd, SLકલાસમાં*
*_સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ જોબ ઈન્ટરવ્યુ માટે_*
*100% 2nd, 50% SLકલાસમાં*

*_(16) આર્ટિસ્ટ(પરફોર્મર)માટે_*
*75% 2nd, SLકલાસમાં*
*50% 1st,ACચેરકાર,3AC,2AC,રાજધાની, શતાબ્દી,જનશતાબ્દીમાં AC,3AC,2AC*

*_(17) ફિલ્મ ટેકનીશિયન(ફિલ્મ પ્રોડકશન સંબંધિત કામો માટે ટ્રાવેલ કરવા પર)_*
*75% SL, 50%1stકલાસ,ACચેરકાર,3AC,2ACરાજધાની, શતાબ્દી,જનશતાબ્દીમાં*

*_(18) સ્પોર્ટસ પર્સન(ઓલ ઈન્ડિયા અને સ્ટેટ ટૂર્નામેન્ટ)_*
*75% 2nd, SLકલાસમાં*
*50%1stકલાસ*
_*(નેશનલ ટૂર્નામેન્ટ)_*
*75% 1st,2nd, SLકલાસમાં*

*_(19) જર્નાલિસ્ટ માટે_*
*50%, તમામ કલાસમાં તથા રાજધાની, શતાબ્દી,જનશતાબ્દી, દુરંતો ટ્રેનોમાં થતાં તમામ પર*
*50% પત્ની/બાળકો(18વર્ષ સુધીનાં)વર્ષમાં બે વખત*

*_(20) મેડિકલ પ્રોફેશનલ્સ માટે_*
*એલોપથિક ડૉકટર્સ માટે*
*10% તમામ કલાસમાં તથા રાજધાની, શતાબ્દી,જનશતાબ્દી, દુરંતો ટ્રેનોમાં થતાં તમામ પર*
*નર્સ તથા દાયણો માટે*
*25% 2nd, SLકલાસમાં રજા કે ડ્યુટી દરમ્યાન ટ્રાવેલ કરવા પર*

*⚛ઉપર મુજબનાં તમામ પ્રકારનાં કન્સેશન માટે સંબંધીત પુરાવા, સર્ટિફીકેટ, આઈ. ડી. પ્રૂફ વિ. ઈન્ડીયન રેલ્વેનાં નિયમ મુજબ જરૂરી⚛*

ચમચાગીરી કે દાદાગીરી કરનાર ક્યારેય આચાર્યગીરી ન કરી શકે.

ખરી આચાર્યગીરી કોને કહીશું? આચાર્ય પાસે સત્તા છે, તો સામર્થ્ય પણ હોવું જોઈએ. સત્તા અને સામર્થ્યનો સુમેળ શૈક્ષણિક સિદ્ધિ સરળતાથી હાંસલ કરાવી શકશે. શાળાનું વાતાવરણ કૌટુંબિક બનાવવાની જવાબદારી અને આવડત આચાર્યગીરીના મહત્ત્વનાં લક્ષણ ગણી શકાય. શાળાસંકુલમાં લોકશાહીભર્યું વાતાવરણ જ શિક્ષકોને તન-મનથી કામ કરવા પ્રેરશે. કોઈપણ નિર્ણયમાં શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીની સહભાગિદારિતા કામની સફળતાનો આંક ઊંચે લઈ જશે. તેવી માત્ર માન્યતા જ નહીં પણ વિશ્વાસ અપાવે તે આચાર્યગીરી છે. પોતાના નિર્ણયમાં વિશ્વાસ રાખવો અને રખાવવો તે આચાર્યગીરી છે. અહીં મક્કમતા અને ધીરજ પણ ઉપયોગી થઈ પડશે. નિયમથી નિરાધાર બનાવ્યા કરતાં પ્રેરણાથી પ્રોત્સાહિત કરવાથી પરિણામ મળશે. શિક્ષકો શું નથી કરતાં તેના બદલે શું કરે છે તેની નોંધ લઈ વધારે પ્રોત્સાહિત કરી માર્ગ ચીંધનાર આચાર્ય-આચાર્યગીરી કરી રહ્યો છે તેમ કહેવાય.

આચાર્યની જવાબદારી માત્ર વહીવટની જ હોત તો સરકાર આચાર્યના બદલે સી.એ. થયેલ કે એમ.બી.એ. થયેલ વ્યક્તિની વહીવટદાર તરીકે નિમણૂક કરી શકી હોત. પણ તેમ ન કરતાં દસ વર્ષના શૈક્ષણિક કાર્યના અનુભવ પછી જ આચાર્યની જવાબદારી સોંપવામાં આવે છે તેની પાછળનો હેતુ સમજીએ એ આચાર્યગીરીનું લક્ષણ છે. શાળા સંચાલકોની ચમચાગીરી કરતો આચાર્ય ક્યારેય આચાર્યગીરી કરી ન શકે. ચમચાગીરીએ આચાર્યગીરીની શોક્ય છે. વર્ગમાં વિદ્યાર્થી સાથે ચર્ચા કરતો આચાર્ય જેટલો શોભે છે તેટલો ઓફિસમાં બેસીને શિક્ષકોને તતડાવતો નથી શોભતો. આચાર્યગીરી કરતા આચાર્યને ખબર હોય છે કે શાળા પાસે શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીની શી અપેક્ષા છે. શાળામાં લેવાતા નિર્ણયો પોતાને પસંદ આવે તેવા નહીં, પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીને પસંદ આવે તેવા લેવાતા હોય છે. શાળામાં ક્યારે રજા રાખવી, કયો સમય રાખવો, કઈ પ્રવૃત્તિ કરવી વગેરે બાબતો આચાર્ય નહીં, પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ નક્કી કરે અને તેનો અમલ આચાર્ય કરાવે તે ખરી આચાર્યગીરી છે. શાળા આચાર્ય દ્વારા ચાલે છે, પણ આચાર્યને કારણે નથી ચાલતી. કોઈ પણ શાળાના વિકાસનો આધાર જે તે શાળાના કર્મચારીગણ, વિદ્યાર્થી અને વાલી પર અવલંબે છે. શાળા માટે શિક્ષકો અને વાલી પાસેથી ધાર્યું કામ પ્રેમ અને નિષ્ઠાથી કરાવવું તે આચાર્યગીરી છે. શિક્ષકોને ‘તમે આમ કરો’ એમ નહીં પણ ‘આપણે આમ કરીએ’ કહેનાર આચાર્યપદને ખરું શોભાયમાન કરે છે. શિક્ષકો માટે શૈક્ષણિક સગવડતાઓ ઊભી કરી વર્ગ અને શાળામાં શૈક્ષણિક વાતાવરણ સર્જનાર વ્યક્તિ જ આચાર્ય પદ માટે લાયક છે. તમે કેમ મોડા આવ્યા? તમે વર્ગમાં સમયસર કેમ ન ગયા? પગારબિલ કેમ મોડું મોકલાવ્યું? ઘંટ સમયસર કેમ ના વગાડયો? તિજોરીની ચાવી અહીં કેમ નથી? વગેરે બાબતો જોવા અને કરાવવા આચાર્ય નથી. આવી નોંધ તો ગ્રેજ્યુએટ થયેલ કોઈ પણ વ્યક્તિ સારી રીતે કરી શકે. તે માટે એક શિક્ષકને મિટાવીને આચાર્યનું સર્જન કરવાની જરૂર નથી. મોટાભાગે એવું જોવા મળે છે કે, શિક્ષક તરીકેના અનુભવને કારણે જ આચાર્ય બનેલ વ્યક્તિ આચાર્ય બન્યા પછી શિક્ષક મટી જતો હોય છે. જ્યાં જ્યાં આવું થાય છે ત્યાં ત્યાં સ્વાર્થ, કિન્નાખોરી, આળસ, કામચોરી, ઈર્ષ્યા જેવી અનેક બહેનપણીઓ રાજ કરવા લાગે છે. જેમાં માનવસંબંધો કથળે છે, આચાર્ય હાંફે છે, સંચાલકો ડરે છે અંતે શાળા મરે છે. સાચી આચાર્યગીરી કહેવામાં નહીં પણ કરવામાં છે. કહી બતાવે તે નહીં, પણ કરી બતાવે તે સાચી આચાર્યગીરી. શિક્ષકો કે વિદ્યાર્થીને વાંચવાની સલાહ આપનાર આચાર્ય સારા લેખ કે પુસ્તકો વાંચીને તેની નકલ કે રેખાંકિત વાક્યો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપે તે આચાર્યગીરી છે.

ગાંધીજી બીજા પાસે જે અપેક્ષા રાખતા હતા તેનો અમલ તેઓ પોતે પહેલા કરતા હતા. માટે જ ગાંધીગીરી સફળ થઈ. તો આચાર્યએ પણ શિક્ષકો કે વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા રાખતા પૂર્વે તેનો અમલ કરી બતાવવો જોઈએ. તો જ તેની આચાર્યગીરી સફળ થશે. ચમચાગીરી કે દાદાગીર કરનાર ક્યારેય આચાર્યગીરી ન કરી શકે. ગાંધીજીની જેમ આચાર્યએ પણ લોકશાહી-સ્વતંત્રતામાં વિશ્વાસ રાખીને શાળાના માનવસમૂહને એક કરી ટીમવર્કથી કામ લેવું પડશે. ભાગલા પાડો અને રાજ કરો જેવી અંગ્રેજ નીતિ શાળામાં ક્યારેય સફળ થઈ નથી અને થશે નહીં. પટાવાળા પાસે ચા મંગાવવી તે આચાર્યગીરી નથી. પણ પોતાના કપમાંથી અડધી ચા પટાવાળાને પીવડાવવી તે આચાર્યગીરી છે. શાળા માટે દરેક વ્યક્તિનું અને તેના કામનું મહત્ત્વ અને ગૌરવ છે, તે સ્વીકારીને પ્રોત્સાહિત કરનાર આચાર્ય આચાર્યગીરી કરી શકે. કાયદા અને કારસ્તાનમાં માનનાર આચાર્યગીરીનો સ્પર્શ ક્યારેય ના કરી શકે. જેના દિલ અને દિમાગમાં શિક્ષણ, શાળા, શિક્ષકો, સમાજ હોય તે જ આચાર્યગીરીની સાચી સુગંધ માણી શકશે. રડાવે-ડરાવે તે નહીં પણ જમાડે તે આચાર્યગીરી છે. અંતે ફરીથી એકવાર ચમચાગીરી કે દાદાગીરી કરનાર ક્યારેય આચાર્યગીરી ન કરી શકે.

મા બાપનુ દીલ કેટલુ મોટુ હોય છે જે ઓલાદના કૃતઘ્ન થયા બાદ પણ એને પ્રેમ કરે છે

ગાડૅનમા લેપટોપ લઇ ને બેઠેલા છોકરાને એક બુજુગૅ દંપતી એ કહ્યુ-

"બેટા અમને એક ફેસબુક એકાઉન્ટબનાવી દેને
।"
છોકરાએ કહ્યુ- "હાલો હમણાં જ બનાવી દવ, કયો કયા નામથી બનાવુ?"
બુજુગૅ એ કહ્યુ- "છોકરીના નામમાથી કોઈ સારૂ નામ રાખી લે
।"
છોકરાએ આશ્ચર્ય થી પુછયુ- "ફેક એકાઉન્ટ કેમ ??"

બુજુગૅ એ કહ્યુ- "બેટા પેહલા બનાવી દે પછી કવ ??"

મોટાનુ માન સન્માન કરતા એ છોકરાએ એકાઉન્ટ બનાવી દીઘુ।

પછી એણે પુછયુ-અંકલ પ્રોફાઈલ પીકચર કયુ રાખુ?

તો બુજુગૅ એ કહ્યુ- "કોઈપણ હીરોઈન જે આજકાલ ના છોકરાને સારી લાગતી હોય।"

છોકરાએ ગુગલ પર ફોટો સચૅ કરીને રાખી દીઘો અને એકાઉન્ટ ઓપન થઇ ગયુ।

પછી બુજુગૅ એ કહ્યુ- "બેટા થોડા સારા માણસોને એડ કરી દે।"

પછી બુજુગૅ એ કહ્યુ મારા છોકરાનુ નામ સચૅ કરીને એને રીકવેસ્ટ સેન્ડ કરી દે। .

હવે બઘુ કામ કરી દીઘા પછી છોકરાએ કહ્યુ અંકલજી હવે તો કહો તમે ફેક એકાઉન્ટ કેમ બનાવ્યુ?"

બુજુગૅ દંપતીની આખોમા આસુ આવી ગયા।
એણે કહ્યુ અમારે એક જ છોકરો છે લગ્ન પછી એ અમારા થી અલગ રેહવા ચાલ્યો ગયો વરસો થઈ ગયા એ અમારી પાસે નથી આવ્યો.

શરૂઆતમાં અમે એની પાસે જતા હતા તો એ નારાજ થઈ જતો હયો અને કેહતો કે મારી પત્ની ને તમે પસંદ નથી તમે તમારા ઘરમાં રહો આયા અમને ચૈનથી રેહવા દયો.

અપમાન સહન ના થયુ એટલે દીકરાને ત્યા જવાનુ છોડી દીઘુ.

એક પૌત્ર છે અને એક પૌત્રી છે એને જોવાનુ બહુ મન થાય છે।

કોઈકે કહ્યુ કે ફેસબૂક પર લોકો એના ફેમીલી ના ફોટા અપલોડ કરે છે,તો વીચારયુ ફેસબૂક મા જ મારા દીકરા સાથે જોડાઈ ને એના ફેમીલી વીશે જાણી લઇ શુ😞

અને અમારા પૌત્ર અને પૌત્રી ને પણ જોઈ લઈ શુ મનને શાતી મળશે।

હવે જો અમારા નામથી એકાઉન્ટ બનાવીએ તો એ અમને એડ ના કરે એટલા માટે અમે આ ફેક એકાઉન્ટ બનાવ્યુ।"

બૂજુગૅ દંપતીની આખોમા આસુ જોઈને છોકરાનુ દીલ ભરાઈ આવ્યુ

વીચારવા લાગ્યો કે મા બાપનુ દીલ કેટલુ મોટુ હોય છે  જે ઓલાદના કૃતઘ્ન થયા બાદ પણ એને પ્રેમ કરે છે અને ઓલાદ બહૂ જલ્દી મા બાપના પ્રેમ અને ત્યાગને ભુલી જાય છે😞

બેકારની શાયરી તો બહુ શેર કરો છો ગમે તો આ પોસ્ટ શેર કરજો જેથી આવુ કરવા વાળી ઓલાદ અહી હોય તો વાચીને કદાચ સુધરી શકે! 👌👍

*પ્રેમની પરાકાષ્ઠા*

*પ્રેમની પરાકાષ્ઠા,*
               એક પરિવાર માં બે ભાઈઓ રહે છે,મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે, અને તે અલગ રહે છે, તેના બે બાળકો છે, નાનો ભાઈ  મા સાથે રહે છે, તેના લગ્ન હજી થયાં નથી, વ્યવસાય રુપે બને ભાઈ ખેતી  સાથે  હળીમળી ને કરે છે, વરસાદ ની સીજન ચાલી રહી છે, આ વખતે ખેતરમા બાજરો વાવ્યો છે, સરસ મજાના બાજરા ના કહણાં ખેતરમાં લહેરાઈ રહ્યા છે, પાક લણવા નો સમય આવી ગયો, બને ભાઈ જાત મહેનત કરી ને પાક લણંવા ના કામમાં લાગી જાય છે, બાજરો લણાઈ જાય છે, તૈયાર પાક ઘરે આવી જાય છે, હવે બને ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેચણી થઈ ગઈ, બને નો ભાગ ગુણી  સ્વરુપે એકબીજા ના ઘરમાં  પહોચી ગયો,
              આ બાજુ નાનો ભાઈ વિચાર કરે છે કે હુ એકલો અને મારી સાથે વૃધ મા, એ પણ હવે કેટલુ જીવશે ? મોટા ને પત્ની છે, બે બાળકો છે, પરિવાર ની જવાબદારી તેના શિરે છે, એટલે તેને વધારે મળવુ જોઈએ, એટલે તે પોતાના ભાગમાંથી પાંચ ગુણી  મોટા ભાઇને આપવાનુ નકી કરે છે, તેને લાગ્યુ કે સામે થી આપીસ તો મોટો સ્વીકાર કરશે નહી, એટલે તે રાત્રે ચોરી છુપી થી રોજ એક એક ગુણી  મોટાની ખોલી માં મુકવાનો નિર્ધાર કરે છે, અને તે જ રાત્રે એક ગુણી  મુકી આવે છે,
          આ બાજુ મોટો ભાઈ વિચાર કરે છે, નાના ને સરખો ભાગ નથી મળ્યો, નાના ભાઈના હજી લગ્ન બાકી છે, મારે તો બે બાળકો છે, થોડા વર્ષોમા તે મોટા થઈ જશે, અને હુ જવાબદારી માંથી મુક્ત થઈ જઈસ, વળી તે મારો નાનો ભાઇ છે, એટલે નાના ને વધારે આપવું તે મારી ફરજ પણ બને છે, એટલે તે પણ પાંચ ગુણી  નાનાભાઇ ને આપવાનો નિશ્ચય કરે છે, અને તે પણ ચોરી છુપી થી નાના ભાઇની ખોલીમા રાત્રે એક એક ગુણી મુકી આવવાનો નિર્ધાર કરે છે, આવુ બને તરફથી બે ત્રણ દિવસ ચાલે છે,

       એક રાત્રે અંધારામાં બને ભાઈ સામસામે ભટકાઈ જાય છે, અને હરખના આસુએ ભેટી પડે છે,
*જ્યા પ્રેમ છે, ત્યા લેવાની નહી, પણ આપવાની વૃતિ છે,ભાઈઓ માં જો આવો પ્રેમ હોય તો રામરાજ્ય ક્યાં દુર છે ?*
*એક સમય એવો હતો, જ્યારે મિઠા ઝગડાઓ થતા, કશુંક લેવા માટે નહી, પણ કશુંક આપવા માટે*