30 July 2016

*6GB વરસાદ પડતાં જુનાગઢ ગામના તળાવની મેમરી ફુલ*

*6GB વરસાદ પડતાં જુનાગઢ ગામના તળાવની મેમરી ફુલ*
        *ગામનો વાહન વ્યવહાર હેન્ગ થવાનની સંભાવના*
          *સરકાર દ્વારા xender* *કાર્યક્રમ on કરી અસરગ્રસ્તો ને* *ઊંચાણવાળા વિસ્તારમાં send* *કરાયા*
       *ગામની પ્રાથમીક શાળા ૭દિવસ માટે switchoff કરવામાં આવી*

સ્વછતા અભિયાનમાં જોડાજો  રે.

...........સ્વછતા.......અભિયાન. .........

આટલો સંદેશો હાજીપુરવાસીઓને કહેજો,
સ્વછતા અભિયાનમાં જોડાજો  રે..........
                         આટલો સંદેશો. .............

કચરો તો હંમેશાં  કચરાટોપલીમાં નાખીએ,
કચરો ગમે ત્યાં  ન ફેકવો જોઈએ. .................
                          આટલો સંદેશો. .............

કચરો ફેકવાવાથી ઠેર ઠેર  ગંદકી  ફેલાય છે,
ગંદકી થી નવા નવા રોગ  થાય  છે................
                          આટલો સંદેશો. ....................

સ્વછતાના ગુણો લઈને આવ્યું છે આ અભિયાન,
સ્વછતાનાસંસ્કાર  સાથે લાવ્યું  રે.............
                          આટલો સંદેશો. .................

મસાલો ખાઈને  ગમે ત્યાં  થૂકવુ ન જોઇએ,
ગમે ત્યાં  પિચકારી  ન મારવી રે...............
                          આટલો સંદેશો. ................

એક કલાકનું  રોજ શ્રમદાન કરીએ,
નદી યાત્રાધામ ચોખ્ખા  રાખીએ. .........
                         આટલો સંદેશો. ..........

ગંદકી ને હંમેશાં  દુર કરવી રે જોઈએ,
ગાંધીજીના ગુણો સાકાર થાશે રે.........
                        આટલો સંદેશો. ...........
             -જાલમસિંહ વાઘેલા  ( હાજીપુર પ્રાથમિક શાળા.  તા : જિ :  પાટણ )

માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?

માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો.
બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછું કરી દીધું. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઈ ગયો. આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એક દિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતો જોયો. આંબો તો ખુશ થઈ ગયો.

બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યું, “તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ.” બાળક હવે મોટો થઈ ગયો હતો. એણે આંબાને કહ્યું, “હવે મારી રમવાની ઉંમર નથી. મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી.” આંબાએ કહ્યું “તું મારી કેરીઓ લઈ જા. એ બજારમાં વેચીશ એટલે તને ઘણા પૈસા મળશે. એમાંથી તું તારી ફી ભરી આપજે.” બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો.
ફરીથી એ ત્યાં ડોકાયો જ નહીં. આંબો તો એની રોજ રાહ જોતો, એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યું, “હવે તો મારા લગ્ન થઈ ગયા છે. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારું પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી.” આંબાએ કહ્યું, “ચિંતા ન કર. મારી બધી ડાળીઓ કાપીને લઈ જા. એમાંથી તારું ઘર બનાવ.” યુવાને આંબાની ડાળીઓ કાપી અને ચાલતો થયો.

આંબો હવે તો સાવ ઠૂંઠો થઈ ગયો હતો. કોઈ એની સામે પણ ન જુવે. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃદ્ધ ત્યાં આવ્યો. તેણે આંબાને કહ્યું, “તમે મને નહીં ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા.” આંબાએ દુઃખ સાથે કહ્યું, “પણ બેટા હવે મારી પાસે એવું કંઈ નથી જે હું તને આપી શકું.”
વૃદ્ધે આંખમાં આંસુ સાથે કહ્યું, “આજે કંઈ લેવા નથી આવ્યો. આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ જવું છે.” આટલું કહીને એ રડતાં રડતાં આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફૂટ્યા.

વૃક્ષ એ આપણાં માતા-પિતા જેવું છે જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવું ખૂબ ગમતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દૂર થતા ગયા નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઈ જરૂરિયાત ઊભી થઈ કે કોઈ સમસ્યા આવી. આજે પણ એ ઠૂંઠા વૃક્ષની જેમ રાહ જુવે છે. આપણે જઈને એને ભેટીએ ને એને ઘડપણમાં ફરીથી કૂંપણો ફૂટે...

ગમે તો બીજા મિત્રો સાથે પણ પોસ્ટ શેર કરજો...

ક્યાંક કોઈની આંખ ખુલી જાય ...તો ક્યાંક કોઈની આંખ ભીની પણ થઈ જાય...!!!!!!

25 July 2016

આકડાના લીલા પાનનો પ્રયોગ આજે જ કરી જૂઓ

આકડાના લીલા પાનનો પ્રયોગ આજે જ કરી જૂઓ મિત્રો..

આપ બૂટ મોજાં મોજડી સેન્ડલ હંમેશા પહેરીને ફરો છો...

આપના પગના તળિયામાં એક આકડાનું લીલું તાજું પાન મુકીને દરરોજ બૂટ મોજાં મોજડી કે સેન્ડલ પહેરવાથી આપ જો ડાયાબિટીસના દર્દી છો તો આપના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે ઉપરાંત આ પ્રયોગથી મેલેરિયા  સામે તથા કોઇ પણ તાવ સામે રક્ષણ પણ મળે છે.

ફક્ત સાત દિવસ સુધી અજમાવી જુઓ
ડાયાબિટીસના દર્દીને દવા બંધ કરવાની નથી.

આ પ્રયોગ ડાયાબિટીસના તમામ દર્દી ઉપર સફળ  રહ્યો છે.

ઉપરાંત આ પ્રયોગથી શારિરીક સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ પ્રયોગ તમામ ઉંમરના લોકો માટે કરી શકાય છે.

અજમાવી જુઓ મિત્રો
ડો. પિનાકીન પંડ્યા
મેડીકલ ઓફીસર-મોરબી
૯૪૨૭૦૫૯૪૫૮
૨૪ કલાક,૭ દિવસ
આપની સેવામાં

વ્રત. ભલે તુટે પણ કોઈ નુ કોમળ અને પવિત્ર દિલ ન તુટવુજોઈએ...

ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી નેએની મા ને વળગી પડયુ...અને કાલી કાલી ભાષામાં બોલ્યું..''માં આજ મારા સા'બે મને કીધું..આજ મારો જન્મદિવસ છે''

ગરીબ માં એ બાળક ના માથે હેતભર્યો હાથ ફેરવ્યો..મન મા કાંઈક નિર્ણય કર્યો ને મમતાળું હસી ને ફરી કામે વળગી..

બપોર પછી બાળક સ્કુલે થી આવ્યો..એને નવડાવી..નવા કપડા પહેરાવી..તૈયાર કરી ને આંગળી પકડી ને એ ગરીબ મહીલા નાનકડા ગામની બજાર મા આવી..કંદોઈ ની દુકાને થી સો ગ્રામ જલેબી લઈ ને ગામના મંદિર તરફ ચાલી...મંદિરે જઈ..બાળક ને પગે લગાડી..પૂજારી પાસે આવી બાળક ને પણ પગે લગાડી પોતે પણ..જલેબી નુ પડીકું..પૂજારી ના પગ પાસે મુક્યુ..

પૂજારી એ પૂછ્યું આ શુ છે બેન...?ગરીબ મા એ કહ્યું..''બાપુ જલેબી છે...તમને જલેબી બહુ ભાવે છે ને..મને એ ખબર..આજે મારા દિકરા નો જન્મ દિવસ છેએટલે અમે ગરીબ માણસ બીજું તો શું કરીએ..!!પણ તમને ભાવતી જલેબી લાવી એ ખાઇ લો અને એમાં થી થોડી પ્રસાદ તરીકે આપો એ મારો દિકરો ખાઇ લે...એટલે એનો જન્મદિવસ ઉજવાય જાય....''

પૂજારી એ કહ્યું..''એ સાચું બેન પણ આજે તો મારે ઉપવાસ છે..!!અને હાથ લંબાવ્યો પડીકું પાછુ આપ્યું..એ ગરીબ મહીલા એપડીકું તો લીધુ પણ એની આંખો ના ખૂણા ભીના થયા...

પૂજારી એ કહ્યુ ''કેમ બેન..!! તમને ઓછું લાગ્યું..?ત્યારે એ ગરીબ બાળક ની માતા પોતાના ભાગ્ય ને દોષ દેતીએટલું બોલી કે,બાપુ...અમારાગરીબ ના ભાગ્ય પણ ગરીબ હોયછે..નહિ તો આજે જ તમારે ઉપવાસ ક્યાથી હોય...?

પૂજારી એની સામે જોઈ રહ્યો..અને બોલ્યો..લાવો બેન..મારે જલેબી ખાવી છે...!!પેલી બહેન કહે...''પણ બાપુ તમારુ વ્રત તુટશે..''પૂજારી એ કહ્યુ ''વ્રત નહીં તોડુ તો તમારુ દિલ તુટશે...''વ્રત. ભલે તુટે પણ કોઈ નુ કોમળ અને પવિત્ર દિલ ન તુટવુજોઈએ...

કદાચ એટલે જ તો પોતાની પ્રતિજ્ઞા માં અડગ રહેવા છતાં ભી ષ્મ પરમ ગતિ ન પામી શક્યા અને પ્રતિજ્ઞા તોડવા છતાં કૃષ્ણ...જગદ્ ગુરૂ કહેવાયા... 

         

અનુભવ વાળો અને પૈસા વાળો

અનુભવ વાળો
અને
પૈસા વાળો
સાથે મળી ભાગીદારી ધંધો કરે.

જ્યારે,

બેય છૂટા પડે
ત્યારે
અનુભવ વાળો પૈસા લઇ જાય,
અને
પૈસા વાળા ના ભાગ મા અનુભવ આવે.....

24 July 2016

મારી જિંદગીની પણ એ એક કિંમતી ભેટ છે !

એક દિવસ એક શિક્ષિકા બહેને નાવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે ?

શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના  સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને  વિદાય લીધી.

અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક  વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદગારો સરી પડ્યા.

અરે ! ભગવાન ! બધા મારા વિષે આટલું સરસ વિચારે છે ?……

દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે ? આવું તો મેં ક્યારેય સપને પણ વિચારેલું નહીં !…..

બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી…….!!

આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદગારો વ્યક્ત કરતો ગયો. પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવામાં જ નહોતું આવતું ! એ દિવસ પૂરો થયો. ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને જ રહ્યા. કોણે કોના વિષે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું. એટલે બાકીના વર્ષો દરેક જણે બીજાની  લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો. મહીનાઓ વીતી ગયા. આ વાત પણ ભુલાઈ ગઈ.

ઘણા વર્ષો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેટનામની લડાઈમાં માર્યો ગયો. એનું નામ માર્ક. એનું શબ ગામમાં લાવવામાં આવ્યું. દેશને ખાતર ખપી જનાર જવાંમર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા. પેલાં શિક્ષિકા બહેન પણ તેમાં સામેલ હતા. જયારે તેમણે અશ્રુભરી આંખે – મારા વ્હાલા વિદ્યાર્થી ! – એમ કહીને કોફીન ઉપર ફૂલો વેર્યા ત્યારે બાજુમાં ઉભેલ એક અન્ય સૈનિક નજીક આવ્યો.

ધીમેથી તેમણે કહ્યું – શું તમે જ માર્કના નવમાં ધોરણના ક્લાસટીચર છો મેડમ ?

હા, કેમ ? – શિક્ષિકા બહેન ને આશ્ચર્ય થયું.

ના, કંઈ નહીં. માર્ક તમારા વિષે હંમેશા ખૂબ જ કહેતો રહેતો. તમને એ હંમેશા અતિ આદરથી યાદ કરતો.

ત્યારપછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડીક ગુસપુસ શરુ થઇ ગઈ.

અંતિમ ક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા. ત્યારે એક સજ્જન પેલાં શિક્ષિકા બહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા – નમસ્તે ! તમે જ માર્કના નવમાં ધોરણના કલાસ ટીચર છોને ?

જુઓ, માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી અ કાગળ મળેલો. એના પર માર્કે  પોતાના હાથે લખેલું છે કે ‘ નવમાં ધોરણના અતિઆદરણીય કલાસ ટીચર તરફથી મળેલી સર્વોત્તમ ભેટ.’

સેલોટેપ વડે ઠેકઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગડી વળાયેલો હશે એ એની સ્થિતિ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. કાગળ જોઇને શિક્ષિકા બહેન ગળગળા થઇ ગયા. એ પેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે ક્લાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલો.

બહેન !….. માર્કની જ બેરેકમાં સાથે રહેલો અન્ય એક સૈનિક બોલ્યો. – માર્ક હંમેશા કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી.

એ જ સમયે એક અન્ય યુવતી ત્યાં આવી. બોલી. – હા બહેન ! મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે !

અરે મારા પતિએ તો અમારા લગ્નના આલબમમાં સૌથી પ્રથમ પાને આવો જ કાગળ લગાવ્યો છે !

અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું. મારી જિંદગીની પણ એ એક કિંમતી   ભેટ છે !

અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ એક કાગળ કાઢીને બધાને બતાવ્યો.

વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ. આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલાં શિક્ષિકા બહેનને જોઈ રહી. હવે રડવાનો વારો શિક્ષિકા બહેનનો હતો. દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યા.

-અનુ. ડો. આઈ. કે. વીજળીવાળા

20 July 2016

અનિતીથી પેદા થયેલા અન્નનો દાણો જ્યારે શરિરમાં જશે ત્યારે અંદર રહેલા માણસને મારી નાંખશે એ નક્કી છે.

મહાભારતનું ભિષણ યુધ્ધ ચાલી રહ્યુ હતુ. અર્જુને પોતાના બાણોથી ભિષ્મપિતાને ઘાયલ કર્યા હતા અને પિતામહ બાણશૈયા પર ઘાયલ થઇને પડ્યા હતા. પિતામહને મળવા માટે પાંડવ અને કૌરવ બંને પક્ષના લોકો જતા હતા અને પિતામહ પાસેથી એમના અનુભવનું જ્ઞાન લેતા હતા.

એકદિવસ પાંચ પાંડવોની સાથે દ્વૌપદી પણ પિતામહને મળવા માટે ગઇ. બધા ઉભા-ઉભા ભિષ્મની વાતો સાંભળી રહ્યા હતા. પિતામહ બધાને જીવન મૂલ્યો અંગે વાતો કરી રહ્યા હતા. બધા જ એકચિતે આ વાતો સાંભળી રહ્યા હતા એવામા દ્વૌપદી ખડખડાટ હસી પડી. જીવનમૂલ્યોની ગંભીર વાતો ચાલતી હતી અને દ્રૌપદી હતી એટલે બધાને આશ્વર્ય થયુ.

પિતામહે દ્રૌપદીને પુછ્યુ, " બેટા, તું સંસ્કારી કૂળની પુત્રવધુ છો આમ અકારણ હસવુ કેમ આવ્યુ ? " દ્વૌપદીએ કહ્યુ, " માફ કરજો પિતામહ પણ મને મારા વસ્ત્રાહરણનો એ દિવસ યાદ આવી ગયો. આજે આપ કેવી ડાહીડાહી વાતો કરો છો પણ તે દિવસે તમારી જીભ ક્યાં ચાલી ગઇ હતી જ્યારે તમારી આ દિકરીની આબરુ ભરસભામાં લૂંટાઇ રહી હતી? "

ભિષ્મએ કહ્યુ, " બેટી, હું ત્યારે દુર્યોધનનું અન્ન ખાતો હતો. અનેક લોકોને દુ:ખી કરીને, રંજાડીને અનિતીથી એકઠુ કરેલુ એ અન્ન ખાઇને મારા વિચારો પણ ભ્રષ્ટ થઇ ગયા હતા. મારી અંદરનો માણસ મરી ગયો હતો."

દ્રૌપદીએ તરત જ કહ્યુ, " પિતામહ, તો પછી આ મરી ગયેલો માણસ આજે અચાનક કેમ જીવતો થઇ ગયો." ભિષ્મએ ચહેરા પર સ્મિત સાથે કહ્યુ, " બેટા, અનિતીથી ભેગા કરેલા અનાજના એક એક ટુકડામાંથી બનેલુ લોહી આ બાણશૈયા પર સુતા પછી ટીપે ટીપે વહી ગયુ છે અને એટલે જ મારામાં રહેલો માણસ ફરીથી જીવતો થયો છે."

મિત્રો, અનિતીથી પેદા થયેલા અન્નનો દાણો જ્યારે શરિરમાં જશે ત્યારે અંદર રહેલા માણસને મારી નાંખશે એ નક્કી છે.

18 July 2016

ગુરૂની ગુરૂતા શિષ્યને જ્ઞાન આપવામાં નહિ પણ પૂર્ણ પરિપક્વ થાય ત્યા સુધી તેનુ રક્ષણ કરવામાં છે.

ગુરુ ની મહતા
એક ગુરૂ અને શિષ્ય તિર્થાાટન માટે જતાં હતાં.ચાલતાં ચાલતાં સાંજ થઇ ગઇ અને બંને એક વૃક્ષ નીચે આરામ કરવા માટે રોકાઇ ગયાં.ગુરૂજી રાત્રે માત્ર ત્રણ-ચાર કલાક ઉંઘતા હતાં અને તેથી તેમની ઉંઘ પણ ઝડપથી પુરી થઇ જતી.તે શિષ્યને જગાડ્યા વગર દૈનિક ક્રિયાઓ પતાવીને પૂજા પાઠમાં વ્યસ્ત થઇ ગયાં.તે દરમિયાન તેમણે એક ઝેરી સાપને પોતાના શિષ્ય તરફ જતો જોયો.ગુરૂજીને પશુ- પક્ષીઓની ભાષા આવડતી હતી તેથી તેમણે સર્પને પ્રશ્ન કર્યો કે, 'ઊંઘી રહેલા મારા શિષ્યને કરડવાની ઇચ્છા છે કે શું?. 'સર્પે તરત જ જવાબ આપ્યો કે, ''મહાત્મા તમારા આ શિષ્યએ પૂર્વજન્મમાં મારી હત્યા કરી હતી.મારે તેનો બદલો લેવો છે.અકાળ મૃત્યુના કારણે મને સર્પયોનિમાં જન્મ મળ્યો.હું તમારા શિષ્યને ડંખ મારીને અકાળ મૃત્યુ પામીશ.'' થોડીવાર વિચાર કરીને ગુરૂજી બોલ્યા,''મારો શિષ્ય અત્યંત સદાચારી અને બુદ્ધિમાન હોવાની સાથે એક સારો સાધક પણ છે.જો તું તેને મારીને દુનિયાને તેની ક્ષમતા અને પ્રતિભાથી દૂર રાખીશ તો તને આ યોનિમાંથી પણ મુક્તિ મળશે નહિ.'' જો કે સાપ કોઇ પણ રીતે માન્યો નહિ ત્યારે ગુરૂજીએ તેની સામે એક નવો પ્રસ્તાવ રજુ કર્યો.''મારા શિષ્યની સાધના અધૂરી છે.તેણે હજુ આ ક્ષેત્રમાં ઘણું કરવાનું બાકી છે,જ્યારે મારા કામ પૂરા થઇ ગયા છે.મારા મત્યુથી કોઇને નુકસાન નહિ થાય.જેથી તેની જગ્યાએ મને ડંખ માર.'' ગુરૂનો આસ્નેહ જોઇને સાપનું હ્રદય પરિવર્તન થઇ ગયું અને તે તેમને પ્રણામ કરીને જતો રહ્યો. હકીકતમાં ગુરૂની ગુરૂતા શિષ્યને જ્ઞાન આપવામાં નહિ પણ પૂર્ણ પરિપક્વ થાય ત્યા સુધી તેનુ રક્ષણ કરવામાં છે.

જ્યારથી શિક્ષણમાં પણ આ પત્રક વાળી સિસ્ટમ આવી ત્યારથી આપણો બાગ પણ વિરાન થયી ગયો હોય તેવું નથી લાગતું.

📊રવિવારીય શૈક્ષણિક તણખો 📚

                એક સુંદર મજા નો બાગ હતો તેમાં ખુબ સુંદર છોડ હતા .એક દિવસ એક વનસ્પતિ શાસ્ત્રની ટીમે તે બાગ ની મુલાકાત લીધી .તેઓ આ સુંદર બાગ જોઈ ને અચંબિત રહી ગયા .આ ટીમે ઉપર જઈ ઉપરી અધિકારી ને આ બાગ અને તેને તૈયાર કરનાર વિશે ઘણી પ્રશંશા કરી .
            આ ટીમે આ બાગ ને હજી વધુ સુંદર બનાવવા પેલા બાગ વાળા ને એક પત્રક આપ્યું .પત્રક મુજબ તેણે દરેક છોડ રોજ કેટલો વિકાસ પામે છે .તેની નોંધ કરવાની હતી. ઉપરી અધિકારી ની સૂચના મુજબ તે બાગ વાળો રોજ દરેક છોડ ને જમીનમાંથી કાઢી તેની ઊંચાઈ માપી તેને પાછો રોપી દેતો.
               રોજ આવો ક્રમ ચાલ્યો.બે મહિના બાદ ફરી પેલી વનસ્પતિ શાસ્ત્ર ની ટીમ બાગ ની મુલાકાતે આવે છે. તેઓ બાગ ને જોતા જ નિરાશ થયી ગયા બાગ માં માત્ર ઠુંઠા હતા.બાગ વાળા ની પૂછપરછ કરતા  પત્રક પુરૂ ભરાયેલ હતું .પણ આખો બાગ વીરાન થયી ગયો હતો.                                       

મિત્રો જ્યારથી શિક્ષણમાં પણ આ પત્રક વાળી સિસ્ટમ આવી ત્યારથી આપણો બાગ પણ વિરાન થયી ગયો હોય તેવું નથી લાગતું.

બસ.......એ જ પ્રેમ છે !!

*જ્યારે....*
       *તમને કોઈ ચાહતું હોય*
*ત્યારે....*
        *એ તમારું નામ*
                   *બીજા કરતા*
  *કંઈક...*
         *જુદી રીતે જ બોલે છે !*

  *તમને એવું લાગે કે*
  *તમારું નામ*
           *એના મોઢામાં*
                  *ખૂબ સલામત છે,*

*બસ........*
                 *એ જ પ્રેમ છે  !!*

વિશ્વના શ્રેષ્ઠ ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયા.

રાત્રીના અંધકારને ચીરતી એક ટ્રેઇન સડસડાટ પસાર થઇ રહી હતી. બધા મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે એક મુસાફરે સાવ અચાનક ચાલતી ગાડીને ઉભી રાખવા માટે ચેઇન ખેંચી. ગાડી ઉભી રહી ગઇ. રેલ્વેકર્મચારીઓ જે ડબ્બામાંથી ચેઇન ખેંચવામાં આવી હતી તે ડબ્બામાં પહોંચ્યા. એક સામાન્ય પહેરવેશ પહેરેલા માણસે ચેઇન ખેંચી હતી.

રેલ્વે કર્મચારીઓએ આ માણસને ચેઇન ખેંચવાનું કારણ પુછ્યુ. એ માણસે કહ્યુ, “ અહીંયાથી થોડુ આગળ જતા રેલ્વેના પાટાઓ તુટેલા છે એટલે બહુ મોટો અકસ્માત નિવારવા માટે મે ચેઇને ખેંચી છે.” જવાબ સાંભળીને રેલ્વેકર્મચારી સહીત ડબ્બામાં બેઠેલા તમામ લોકોને આ માણની મૂર્ખામી પર હસવું આવ્યુ. આવી કાળીડીબાંગ રાત્રીમાં આ માણસને તુટેલા પાટા ક્યાંથી દેખાયા ? લોકોને લાગ્યુ કે આ કોઇ પાગલ માણસ છે.

રેલ્વેના જવાબદાર અધિકારીએ પુછ્યુ, “ તમે કેવી રીતે કહો છો કે આગળ પાટા તુટેલા છે ? “ પેલા માણસે જવાબ આપતા કહ્યુ, “ હું વ્યવસાયે ઇજનેર છું ગાડીના વ્હીલના પાટા સાથેના ઘર્ષણને કારણે જે અવાજ થાય છે એ અવાજના આધારે હું કહું છું કે આગળ પાટા તુટી ગયેલા છે.” રેલ્વે અધિકારીએ એક કર્મચારીને તપાસ કરવા માટે ટોર્ચ લઇને આગળ મોકલ્યો.

થોડીવારમાં પેલો કર્મચારી તપાસ કરીને આવ્યો એણે રેલ્વે અધિકારીને રીપોર્ટ આપ્યો કે ખરેખર અહીંથી થોડે દુર પાટા તુટેલા જ છે. માત્ર અવાજ ઉપરથી પાટા તુટેલા છે એવુ કહેનાર આ ઇજનેર એટલે ભારતરત્ન એવોર્ડથી સન્માનિત થયેલા વિશ્વના શ્રેષ્ઠ ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયા.

જે ક્ષેત્રમાં પડીએ એ ક્ષેત્રને આપણી જાત સમર્પિત કરીને એમાં ઓતપ્રોત થઇ જઇએ તો આપણે દરેક પણ એમ.વિશ્વેશ્વરૈયા જ છીએ.....🙏🏼

16 July 2016

જે ઘર માં પત્ની નુ ચાલતુ હોય એ પતિ ને સફરજન ભેટ આપવા માં આવશે

🎭

એક રાજા હતો...
પ્રજાનું દામ્પત્ય જીવન કેવુ છે
એનો અંદાજ કાઢવા જાહેરાત કરી..

કે

જે ઘર માં પત્ની નુ ચાલતુ હોય
એ પતિ ને સફરજન ભેટ આપવા માં આવશે
અને
જે ઘરમાં પતિનું ચાલતુ હશે
એ ભાઇ ને
"સન્માન સાથે ઘોડો" ભેટ આપીશું

બધા પ્રજાજનો સફરજન લઈ ને
રવાના થવા લાગ્યા ...

રાજાને ચિંતા થઈ  કે મારા
રાજ્ય માં કોઇ પતિ નું
ઘર માં ચાલતુ નહી હોય..
ભારે કરી....

પણ, ત્યા એક મજબૂત બાંધા નો  મુછે તાવ દેતો નવયુવાન આવ્યો
ને બોલ્યો : લાવો રાજા ઘોડો, મારા ઘરમાં મારો નિર્ણય જ માન્ય રહે છે...

રાજા એ સન્માન કર્યુ, અને ઘોડો ભેટ આપ્યો..

ભાઇ તો રાજી થાતા થાતા ઘરે ગયા.

પણ,

એક કલાક માં ઘોડો લઈ ને પાછા આવ્યા..

રાજા એ પુછ્યુ એલા કેમ પાછો આવ્યો ??

યુવાન બોલ્યો : કાળો નહી, આપવો હોય તો સફેદ ઘોડો આપો
એવુ ઘરવાળી એ કીધુ એટલે બદલવા આવ્યો...

રાજા બોલ્યા : સફરજન ઉપાડ
અને હાલતો  થા...
આવ્યો મોટો ઘોડો  લેવા..

# હજુ બાકી છે ...

એક નાગરિકે પુછ્યુ : રાજાજી, એક  સફરજન માં તો કોણ ધરાય ?
એકાદ મણ ઘઉ રાખ્યા હોત તો
ભુખ તો ભાંગેત... 

રાજા : મારે તો એક મણ ઘઉ જ આપવાનો વિચાર હતો પણ,
.
.
.
👸 મહારાણી એ સફરજન ....

😄😄😄

મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી.

બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર
આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે
આજે લીફટ બંધ છે અને એ કોઇપણ
સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી.
એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ
હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ
નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ
ચઢી ગયા.

20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ
કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ
છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ
જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ.

20માં માળ પર થેલા છોડીને એ આગળ
વધ્યા ભાર હળવો થવાથી હવે એ
સરળતાથી આગળ વધી રહ્યા હતા.

40માં માળ
પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને
કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને
ઝગડવા લાગ્યા. એક બીજાપર
દોષોના ટોપલા ઢોળતા જાય અને
દાદરા ચઢતા જાય.

60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે
ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે
ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20
દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું
બંધ કરીને આગળ વધ્યા અને

80માં માળ પર
આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ
નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ
ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર હાથ
દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર
રાખેલા થેલામાં જ રહી ગઇ.”

જીવનમાં પણ કંઇક આવુ જ બને છે .

પ્રથમ 20
વર્ષ સુધી આપણે માતા-
પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ
છીએ.

20 વર્ષ બાદ
અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને
જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી.

40 વર્ષ પછી સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ
એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ
જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય.

આમ
કરતા કરતા 60 વર્ષ પુરા થાય પછી વિચારીએ
કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું
કરવી.

જ્યારે 80 વર્ષે પહોંચીએ ત્યારે સમજાય
કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ
તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન
પુરુ થઇ ગયુ.

યુવાનીમાં જોયેલા સપનાઓને. સાર્થક
કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. 80 વર્ષે
જે જોઇતું હોઇ એ મેળવવાની
શરુઆત
20માં વર્ષથી જ કરી દેવી

*"હુ છુ ને તારી સાથે"*

*"હુ છુ ને તારી સાથે"*

કેટલુ સુંદર વાકય છે!!
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.🙏🏼🌷🌹🙏🏼

*નમીએ,*
*ખમીએ,*
*એક  બીજા  ને  ગમીએ,*
અને
*સુખ-દુઃખમાં એક બીજાને કહીએ,*

*"તમે ફિકર ના કરો અમે છીએ"*

*આજે  એક  નવો  જ  સંકલ્પ  લઈએ,*

*"એક-બીજાની  અદેખાઈ,*
*સ્પર્ધા  તજીએ,*
*એક-બીજાના પુરક બનીએ,"*

*ચાલો  થોડું*
*"માણસ-માણસ" રમીએ!!* 👬👬