27 November 2016

*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે એમ એમ વધારે ગમતી જાય છે*

પાણી માં પોતાનું પ્રતિબિંબ દેખાવા માટે ત્રણ શરતો છે..

1. પાણી ઉકળતું ના હોવું જોઈએ..
2. પાણી મલિન ( ડોળુ ) ના હોવું જોઈએ..
3. પાણી માં તરંગો ના હોવા જોઈએ..

બસ એજ રીતે જો આત્મા માં પરમાત્મા ના દર્શન કરવા હોય તો..

1. મન માં ક્રોધ ના હોવો જોઈએ..
2. મન મલિન ના હોવું જોઈએ..અને
3. મન માં તુષ્ણાંઓના તરંગો ના હોવા જોઈએ..!

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*

આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો,

પોતાના મો *ચડાવી* બેઠા ને
પારકા *હસાવી* જાય છે...

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે....

કયાં *સમય* છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ *"બેસવા"* જઈએ છીએ.

*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*😊

જો જો રડી ના પડતા....

જો જો રડી ના પડતા....

એક નો એક દીકરો... પોતાની મા ની તમામ મરણવિધિ      પતાવીને                    
થોડાક દિવસો બાદ.... બાપાને  અનાથાશ્રમમાં મૂકી
દીકરો ઘરે જવા નીકળ્યો  અને  ઘરે પત્નીને ફોન કર્યો કે :

" બાપાને તેના મુકામે મૂકી દીધા છે  અને  હવે સીધો જ ઘરે આવું છું..."

પત્નીએ પૂછ્યું કે :  " દિવાળીની રજામાં  બાપા ઘરે તો નહિ આવી જાયને...
એ પૂછી લીધું હોત તો ?? " દીકરાને પણ વાતમાં વજન લાગ્યું....

" ઓકે..હજી તો બહાર જ નીકળ્યો છું... ચાલ એ પણ પૂછી લેતો જ આવું...
જો આવવાના હોય તો કોઈ બહાનું બતાવીને
નહીં આવે એવું કહેતો જ આવું...."

દીકરો પાછો અનાથાશ્રમ તરફ આવ્યો. તેણે જોયું કે
વૃઘ્ધાશ્રમ ના સંચાલક સાથે  જાણે જૂનો પરિચય હોય તેમ
બાપા ખુબ હળીમળીને વાતો કરતા જોયા...
અને થોડું વિસ્મય પામ્યો...ત્યાં પહોંચતા પહેલા...
બાપા કોઈ કામ અંગે  પોતાના રુમ તરફ ગયા...

એટલે
સંચાલકને પૂછવાનો લાગ મળ્યો... તેણે સંચાલકને પૂછ્યું કે :
" શું તમે બાપાને આ પહેલા મળ્યા હતા ?
કે બાપા ને કેવી રીતે ઓળખો છો...? " જવાબ સાંભળી 

દીકરાના તો હોશ જ ઉડી ગયા... સંચાલકે જણાવ્યું કે
.
" હું આ સજ્જનને 30 વર્ષથી ઓળખુ છું... 

આજથી 30 વર્ષ પહેલા  તેઓ આ અનાથાશ્રમમાં ,
એક અનાથ છોકરાને  દત્તક લેવા માટે આવ્યા હતા
ત્યારથી તેના પરિચયમાં છું..."

દીકરો ચોધાર આંસુ એ રડવા લાગેલો...! ✍ "

પસંદ પડે તો અચૂક શેર કરો..

સાબુ એટલે જ મેલો થતો નથી...


સાબુ એટલે જ મેલો થતો નથી...
કારણ કે ,
બીજા ને ઊજળા રાખવા માટે પોતે પોતા ની જાત ઘસી નાખે છે...!!!
👌

🏻🌷👌🏻🌷👌🏻🌷👌🏻🌷
     " જો પડછાયો કદ કરતાં અને વાતો હેસીયત કરતા મોટી થવા લાગે ત્યારે સમજવું કે સુરજ આથમવાનો સમય થયો છે..... "
👌🏻🌷👌🏻🌷👌🏻🌷👌🏻🌷

25 November 2016

હે ઇશ્વર મને બધા ના સદગુણો જ બતાવજે

માણસ જયારે બીજા સાથે
સંબંધ બાંધે
ત્યારે તેને સામે વાળી વ્યક્તિ ના
સદગુણો જ દેખાય છે.
ને સંબંધ બગડયા પછી માત્ર ખામીઓજ.....

હે ઇશ્વર મને બધા ના
સદગુણો જ બતાવજે,
કેમ કે બીજા ની ખામી઼ જોઈ શકુ
એટલો સંપુર્ણ તો હુ પણ નથી...

કોક નાં ઝગડા મા આટલો બધો રસ નાં લેવાય...

એક જાપાની કપલ ઝગડી રહ્યું છે.
પતિ :- સૂઈતાકી! માકાતાકી!
પત્ની :-કોવાનીની! માતાનીની!
પતિ :- તોકા આ આન્જીરોની રૃમી યાકો!
પત્ની :- (ઘુંટણીયે પડી જાય છે) મિમિ નાકોન્ડી ટીન્કુ નામોતીમો!
પતિ :- (ગુસ્સામાં) ના મિઆઓ! કીમા ટીમ કોઉજી! બુજી! ઉજી!

.....

અને તમે આરામથી આ બધું વાંચી રહ્યા છો,
જાણે તમને જાપાનીમાં સમજ પડતી હોય!

કમાલ છો યાર. ..!!!
😜😜😜

કોક નાં ઝગડા મા આટલો બધો રસ નાં લેવાય...
😁😁

बेटी शादी के मंडप में ... या ससुराल जाने पर ..... पराई नहीं लगती.

बेटी शादी के मंडप में ...
या ससुराल जाने पर .....
पराई नहीं लगती.

Magar ......

जब वह मायके आकर हाथ मुंह धोने के बाद बेसिन के पास टंगे नैपकिन के बजाय अपने बैग के छोटे से रुमाल से मुंह पौंछती है , तब वह पराई लगती है.

जब वह रसोई के दरवाजे पर अपरिचित सी ठिठक जाती है , तब वह पराई लगती है.

जब वह पानी के गिलास के लिए इधर उधर आँखें घुमाती है , तब वह पराई लगती है.

जब वह पूछती है वाशिंग मशीन चलाऊँ क्या तब वह पराई लगती है.

जब टेबल पर खाना लगने के बाद भी बर्तन खोल कर नहीं देखती तब वह पराई लगती है.

जब पैसे गिनते समय अपनी नजरें चुराती है तब वह पराई लगती है.

जब बात बात पर अनावश्यक ठहाके लगाकर खुश होने का नाटक करती है तब वह पराई लगती है.....

और लौटते समय 'अब कब आएगी' के जवाब में 'देखो कब आना होता है' यह जवाब देती है, तब हमेशा के लिए पराई हो गई सी लगती है.

लेकिन गाड़ी में बैठने के बाद
जब वह चुपके से
अपनी कोर सुखाने की कोशिश करती है तो वह परायापन एक झटके में बह जाता है ...
💦💦💦💦💦💦💦

Dedicate to all Girls..

नहीं चाहिए हिस्सा भइया
मेरा मायका सजाए रखना
राखी भैयादूज पर मेरा
इंतजार बनाए रखना

कुछ ना देना मुझको चाहे
बस प्यार बनाए रखना
पापा के इस घर में
मेरी याद बसाए रखना

बच्चों के मन में मेरा
मान बनाए रखना
बेटी हूँ सदा इस घर की
ये सम्मान संजोए रखना।

Dedicated to all married girls .....

बेटी से माँ का सफ़र  (बहुत खूबसूरत पंक्तिया , सभी महिलाओ को समर्पित)

बेटी से माँ का सफ़र
बेफिक्री से फिकर का सफ़र
रोने से चुप कराने का सफ़र
उत्सुकत्ता से संयम का सफ़र

पहले जो आँचल में छुप जाया करती थी  ।
आज किसी को आँचल में छुपा लेती हैं ।

पहले जो ऊँगली पे गरम लगने से घर को उठाया करती थी ।
आज हाथ जल जाने पर भी खाना बनाया करती हैं ।

छोटी छोटी बातों पे रो जाया करती थी
बड़ी बड़ी बातों को मन में  रखा करती हैं ।

पहले दोस्तों से लड़ लिया करती थी ।
आज उनसे बात करने को तरस जाती हैं ।

माँ कह कर पूरे घर में उछला करती थी ।
माँ सुन के धीरे से मुस्कुराया करती हैं ।

10 बजे उठने पर भी जल्दी उठ जाना होता था ।
आज 7 बजे उठने पर भी
लेट हो जाता हैं ।

खुद के शौक पूरे करते करते ही साल गुजर जाता था ।
आज खुद के लिए एक कपडा लेने में आलस आ जाता हैं ।

पूरे दिन फ्री होके भी बिजी बताया करते थे ।
अब पूरे दिन काम करके भी फ्री
कहलाया करते हैं ।

साल की एक एग्जाम के लिए पूरे साल पढ़ा करते थे।
अब हर दिन बिना तैयारी के एग्जाम दिया करते हैं ।

ना जाने कब किसी की बेटी
किसी की माँ बन गई ।
कब बेटी से माँ के सफ़र में तब्दील हो गई .....
😊😊😊

Dedicated to all beautiful ladies😊😊

Share with your friends

माँ तो माँ होती हे

*पहली बार किसी कविता को पढ़कर आंसू आ गए ।*😔😔

*दुध पिलाया जिसने छाती से निचोड़कर*
*मैं* *"निकम्मा, कभी 1 ग्लास पानी पिला न सका ।* 😭

*बुढापे का "सहारा,, हूँ* *"अहसास" दिला न सका*
*पेट पर सुलाने वाली को* *"मखमल,* *पर सुला न सका ।* 😭

*वो "भूखी, सो गई "बहू, के "डर, से एकबार मांगकर*
*मैं "सुकुन,, के "दो, निवाले उसे खिला न सका ।*😭

*नजरें उन "बुढी, "आंखों से कभी मिला न सका ।*
*वो "दर्द, सहती रही में खटिया पर तिलमिला न सका ।* 😔

*जो हर "जीवनभर" "ममता, के रंग पहनाती रही मुझे*
*उसे "दिवाली  पर दो "जोड़ी, कपडे सिला न सका ।* *😭*

*"बिमार बिस्तर से उसे "शिफा, दिला न सका ।*
*"खर्च के डर से उसे बड़े* *अस्पताल, ले जा न सका ।* 😔

*"माँ" के बेटा कहकर "दम,तौडने बाद से अब तक सोच रहा हूँ*,
*"दवाई, इतनी भी "महंगी,, न थी के मैं ला ना सका* । 😭

*माँ तो माँ होती हे भाईयों माँ अगर कभी गुस्से मे गाली भी दे तो उसे उसका "Duaa"* *समझकर भूला देना चाहिए*|✨,, ✨

24 November 2016

*એક શિક્ષિત અને જાગૃત ભારતીય નાગરિક*

મિત્રો હમણા થી વોટસઅપ મા એક ગાડરીયો પ્રવાહ ચાલી રહ્યો છે જેમાં એક ભાઇ મેસેજ મોકલે કે મને xyz app માં રજિસ્ટ્રેશન કરવાથી ૧૦૦,૨૦૦,૫૦૦ નુ બેલેન્સ મળ્યુ..નીચે આપેલી લીંક ઓપન કરો તમને પણ મળશે....

આવા મારા પરમ મિત્રો અને મોટા ભાઈઓ ને બે હાથ અને ત્રીજું માથુ જોડી પગે લાગુ કે તમને મળી જાય તો વાપરો તમને મળે એમાં અમે રાજી છીએ અમારે નથી જોઈતું....તો મહેરબાની કરીને આવા મેસેજ મોકલી બીજા ભાઈઓ ને હેરાન ન કરો....

અને હા એક વાત તો રહી ગઈ....આ મેસેજ પાવાગઢ,ચોટીલા,સોમનાથ,અંબાજી,વગેરે ધામ થી આવ્યો છે....૧૦ જણા ને મોકલો સારા સમાચાર મળશે.....ભાઈ જે કોઈ હવે પછી આવા મેસેજ મોકલે એને એની ૭ પેઢીના બાપ દાદા ના સમ છે..

મિત્રો હુ આવા બધા મા નથી માનતો માતાજી ભગવાન ને હું પણ માનું છું પણ એમના નામે આવા મેસેજ મોકલી અંધશ્રદ્ધા ફેલાવશો નહીં....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻



કોઈ ને ખોટું લાગે તો નાનો ભાઇ માની માફ કરજો.......

*એક શિક્ષિત અને જાગૃત ભારતીય નાગરિક*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

આ હેલ્પલાઇન નંબર ને વધુ ને વધુ ફોરવર્ડ કરો . જેથી કોઈને સંકટ સમયે કામ આવી જાય.

🌻મદદમા આવી શકે તેવા નંબર🌻

1-> પોલીસ -: 100

2-> આગ - 101

૩-> એમ્બ્યુલન્સ - 102

4-> એમ્બ્યુલન્સ (Emergency)- 108

5-> ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી  
        હોય તો
        ટ્રાફિક પોલીસનો નંબર -: 1095

6-> એન્ટી કરપ્શન અંગે
        ફરિયાદનો નંબર 180023344444
        એનો બીજો નંબર વોટસએપ -:    
        9586800870
        (આંમા શક્ય હોયતો ઓડિયૉ , વિડીઓ
         કે ફોટો મોકલવો )

7-> આપઘાત ના વિચારો આવતા હોય તો
        તેમ આપઘાત કરશો નહી તે માટે   
         1096 નંબર ઉપર ફોન કરો.

8-> મહિલા હેરાન થતી હોય તો
        નંબર -: 1019

9-> વરિષ્ઠ નાગરિકો અને
        બાળકો અંગે મદદની જરૂરિયાત માટે
        નંબર 1090

10-> જો પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ
          થાય તો નંબર - 9969777888

11-> આપણી આંખ સામે કાંઈ અજગતુ થતુ
         હોય પરંતુ આપણે આપણી ઓળખ
          પોલીસ ને આપવી ન હોય તો આ
          નંબર : 7738133144 અને
                     7738144144 ઉપર
           પોલીસને એસએમએસ કરો,
           પોલીસ સંભાળી લેશે.

12-> સાઈબર ગુના માટે નંબર -:
          9820810007

13 -> રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ
           સામાન ખોવાય તો
           નંબર જોડો -: 9833331111

આ હેલ્પલાઇન નંબર ને વધુ ને વધુ ફોરવર્ડ કરો . જેથી કોઈને સંકટ
સમયે કામ આવી જાય.

          

15 November 2016

દિવ્ય શક્તિ રૂપી કાલ્પનિક હોનારત થી બચી જવા નો આનંદ વ્યક્ત કરવા લાગ્યા અને કાળાબજાર અને ભ્રષ્ટાચાર જેવા ખરા દુશ્મન ને ભુલી ગયા.

અક રાજ્ય માં કાળાબજાર અને ભ્રષ્ટાચાર રગરગ માં વ્યાપ્ત થઈ ગયા હતા... લોકો રોજ રાજા ને આની ફરિયાદ કરતાં હતા પરતું આનું કોઈ નિવારણ આવતુ ન હતુ આથી
એક દિવસ એક રાજા એ ફરમાન કર્યુ કે એ આજ થી ૫૦ માં દિવસે રાજ્યના બધા જ કાળાબજારિયાઓ અને ભ્રષ્ટાચારિયો ને વિજળી ના થાંભલે લટકાવી ને ફાંસી આપી દેસે
રાજાની આ ઘોષણાથી આખા રાજ્ય માં હાહાકાર મચી ગયો.. ભ્રષ્ટાચારિયો અને કાળબજારિયો ચિંત્યા માં ડુબી જયા અને રાજ્ય ની પ્રજા માં આનંદ વ્યાપી ગયો .. લોકો ભ્રષ્ટાચાર અને કાળાબજાર મુક્ત રામરાજ્ય ના સપના જોવા લાગ્યા ..  ભ્રષ્ટાચાર અને કાળાબજાર માં પિસાતા પિસાતા હાડમારીભર્યા જિવન માં પ૦ દિવસ પુરા થવા ની બેસબરી થી રાહ જોવા લાગ્યા.....
આમ કરતાં કરતાં ૫૦ મો દિવસ પણ આવી ગયો ... પરતું લોકોએ જોયુ તો એ દિવસે સવારે રાજ્ય ના બધા જ વિજળી ના થાંભલા એક જ રાત માં પડી ગયા હતા..  લોકો ના ટોળે ટોળા રાજમહેસ તરફ જવા લાગ્યા અને ત્યાં જઈ રાજા ને ફરિયાદ કરી કે -- " મહારાજ કેટલાક લોકોએ રાત્રે વિજળી ના બધા જ થાંભલા પાડી નાખ્યા છે "  રાજાએ સેનાપતિને બોલાવી એ થાંભલા પાડનાર ને પકડી લાવવા કહ્યુ. 
થોડીવાર માં સૈનિકો થાંભલા તોડનાર મજુરો ને પકડી લાવી દરબાર માં હાજર કર્યા.. રાજાએ મજુરો ને કહ્યુ -- કે તમે કોના કહેવાથી આ થાંભલા તોડ્યા ?
મજુરો એ કહ્યુ - " મહારાજ રાજ્ય ના મુખ્ય એન્જિનીયર ના કહેવાથી અમે આ થાંભલા અમે તોડી નાખ્યા છે "
રાજાએ સૈનિકો ને મુખ્ય એન્જિનીયર ને પકડી લાવવા કહ્યુ .. થોડીવાર માં સૈનિકો મુખ્ય એન્જિનીયર ને પકડી લાવ્યા ...
રાજાએ એન્જિનિયર ને કહ્યુ -- તમે થાંભલા કેમ  તોડી નખાવ્યા ?
એન્જિનીયર એ કહ્યુ : " મે રાજ્ય ના મુખ્ય પ્રધાન ના હુકમ થી થાંભલા પાડી નાખ્યા છે "
રાજાએ દરબાર માં તાબડતોડ મુખ્ય પ્રધાન ને હાજર કર્યા અને એને પુછ્યુ તમે થાંભલા કેમ તોડી નખાવ્યા ?
મુખ્યપ્રધાન : " મહારાજ મેં રાજ્ય ની પ્રજાની સલામતી અને રક્ષા માટે આ થાંભલા તોડી નાખ્યા છે "
રાજા : પ્રધાનજી આમ ગોળગોળ વાત ના કરો જે હોય એ સ્પષ્ટ વાત કરો "
મુખ્યપ્રધાન : " મહારાજ શ્રી કાલે સાંજે મને એક જ્ઞાની સંત મહાત્મા મલ્યા હતા.. એમણે મને કહ્યુ કે આજે રાત્રે આપણા રાજ્ય ની જમીન નીચે થી એક દિવ્ય સક્તિ પસાર થવા ની છે આ દિવ્ય શક્તી નો પાવર એવો હસે કે એ વિજળી વાયર માં થી પસાર થાય તો આખા રાજ્ય માં ભયંકર હોનારત સર્જાઈ જાત અને રાજ્ય ના લોકો ઘડીક માં મરી જતા ... આથી લોકો ના જિવન બચાવવા મે રાતોરાત બધા જ થાંભલા તોડી પડાવ્યા "
મુખ્યપ્રધાન ની વાત સાંભળી રાજાએ ખુસ થઈ કહ્યુ : " વાહ પ્રધાનજી તમારી આ દરદર્સીથી રાજ્ય ની જનતા એક મોટી આફત માંથી બચી ગયા "

લોકો પણ આ વાત સાંભળી જયજયકાર કરવા લાગ્યા ... દિવ્ય શક્તિ રૂપી કાલ્પનિક હોનારત થી બચી જવા નો આનંદ વ્યક્ત કરવા લાગ્યા અને કાળાબજાર અને ભ્રષ્ટાચાર જેવા ખરા દુશ્મન ને ભુલી ગયા... ગામ આખા માં એક કાલ્પનિક દુશ્મન ને ખતમ કરવા નો આનંદ અને હરખ ચોરેચોટે વ્યાપી ગયો

--- હરિસંકર પરસાઈ ના વ્યંગ નો ભાવાનુવાદ

અટાણે દેશ ની હાલત પણ આવી જ છે ભ્રષ્ટાચારિઓ અને કાળાબજારિયા ઓ ના કાલ્પનિક ખાત્મા ના આનંદ માં લોકો હાડમારીઓ સહન કરી રહ્યા છે

મનોજ કાલરીયા
મોરબી

14 November 2016

દુર્જન જયારે સજ્જન બને છે ત્યારે એ વંદનીય બને છે!!

# વાર્તા:-  'ચોકલેટ'
# લેખક:- મુકેશ સોજીત્રા      ઢસા ગામ

          પાંચાળ પ્રદેશમાં તમે દુલા રણછોડનું નામ આપો એટલે લોકો તમને માર્ગ કરી દે આવી એની હાંક!! એય પાંચ ફુટ ઊંચો, કરડી આંખો, હંમેશા લાલચોળ જ હોય, કોઈએ એને હસતાં જોયો જ નથી!! એની જ્યાં હાજરી હોય ત્યાં વાતાવરણ પણ ભારેખમ બની જાય!! પાંચાળમાં એવું કહેવાય કે ચોમાસામાં જો મોરલા ટહુકતા હોય અને જો બુલેટ લઈને દુલો નીકળે તો ટહુકતા મોરલા પણ બંધ થઇ જાય... અને જયારે લાલ રંગનું એનફીલ્ડ બુલેટ રોડ પર નીકળે ત્યારે  રસ્તા પર જતાં લોકો એને તરત જ માર્ગ આપી દે!! ધંધો બાપદાદાનો ત્રીજી પેઢીથી હાલ્યો આવે ઈ વ્યાજ વટાવનો!!! આમાં જો કે બીજાં કરતાં સજ્જન માણસ વધારે વ્યાજ લેવાનું નહિ પણ જે નક્કી થયું હોય એ ક્યારેય લોઢે લાકડેય મુકવાનું નહિ!! દુલાની બીજી ખાસિયત એ હતી કે એ કદી વ્યાજનું વ્યાજ ના લેતો!!! અને ત્રીજી અને મહત્વની ખાસિયત એ હતી કે એ વધુમાં વધુ બે વરસ સુધી જ પૈસા વ્યાજે આપતો. બે વરસ સુધીમાં તમે ગમે ત્યારે પૈસા આપી શકો પણ બે વરસ ઉપર એક અઠવાડિયું પણ ગયું હોય ને તો પછી તમારી ઘરે ગમે ત્યારે દુલા રણછોડનું બુલેટ આવીને ઉભું રહે એ નક્કી નહિ અને પછી તમે ઘર વેચો, જમીન વેચો , ઘરેણાં વેચો કે પછી છેવટે જાત વેચો પણ દુલા રણછોડનું બુલેટ પૈસા લીધા વગર જાય નહિ!!
               દર રવિવારે દુલો ઉઘરાણીયે નીકળે!! અરજણ એનો સેક્રેટરી કમ હિસાબનીશ... એ કાપલીયુ આપે... કાપલીયુમાં નામ હોય ગામ હોય અને રકમ હોય... જેમકે " ધના છગન, ભડલી, ૪૦૦૦૦ .... વશરામ જીવણ, ઈતરીયા ૮૦૦૦૦... આવી જેટલી મુદત છાંડી ગયેલ કાપલિયું હોય ને એ ઉઘરાણી રવિવારે પતાવી લેવાની.. બાકી સોમથી શનિ વાડીએ બેસવાનું... જેને પૈસા જોતા હોય એ વાડીએ આવે.. પૂછપરછ થાય, રકમ નક્કી થાય.. સમય તો નક્કી જ બે વરસ સુધીમાં તમે ગમે ત્યારે આપી જાવ... અને પછી પછી બાજુમાં ઉભેલા અરજણ ને દુલો કહે
" અરજણ આપ આને પચાસ હજાર"   એટલે અરજણ જાય વાડીમાં બનાવેલા એક મકાનમાં ત્યાં હોય એક મોટો પટારો અને એમાં બધા બંડલ ગોઠવેલા. હજારના, પાંચસોના, અને સોના બંડલમાંથી અને  પૈસા અપાય!!  એક કાપલી બને એમાં નામ, ગામ ,અને રકમ, અને તારીખ લખાય!! કામ પૂરું!! બીજું કોઈ જ જાતનું લખાણ નહિ!! અમુક ને વખાણ ની જરૂર ના પડે એમ દુલા રણછોડને લખાણની જરૂર ના પડે!! અને હા એક વાત તો કહેવાની રહી જ ગઈ કે દુલો ઉઘરાણી એ એકલો જ જતો!! બે ત્રણ ભાડૂતી માણસોને ઉઘરાણી લઇ જઈ ને રોફ જમાવવો એવી લુખ્ખાગીરી એનાં લોહીમાં હતી જ નહિ!! એનો બાપ રણછોડ હરજી, અને એનોય બાપ હરજી કેશુ પણ એકલાં જ ઉઘરાણીએ જતાં ફેર એટલો કે એ બધા ઘોડી પર જતા અને આ દુલો બુલેટ પર જતો..
              પોષ મહિનાની કડકડતી ટાઢનાં એક રવિવારે સવારે આઠ વાગ્યે દુલાનું લાલ રંગનું બુલેટ તૈયાર થયું. અને દુલો બોલ્યો
" અરજણ"
    અને અરજણ તૈયાર જ હતો ચાર કાપલી લઇ. દુલાએ કાપલી જોઈ, કાપલી પ્રમાણે ગામનો રૂટ તૈયાર થયો. અને હવે તો મોબાઈલ આવી ગયા હતા એટલે અરજણે અગાઉથી બધાને જાણ કરી દીધી હતી કે દુલા શેઠ રવિવારે આવશે એટલે તૈયાર રહેજો.. ફક્ત એક ખંભાળા ના નાનજી ધનજીનો ફોન બંધ આવતો હતો,
"બધાને કેવાય ગયું છેને" દુલાએ કાળું જાકીટ પહેરીને કહ્યું છે ને મોઢામાંથી સિગારેટનાં ધુમાડા કાઢતાં કાઢતાં  દુલાએ કહ્યું"
  "હા, એક ખંભાળાનો નાનજી ધનજીને સમાચાર નથી અપાણા એની પાસે ફોન જ નથી, પણ બીજાને ફોન કરીને કેવરાવ્યું તો છે પછી સમાચાર આપ્યા હોય કે ના આપ્યા હોય એ ખબર નથી. અરજણે કીધું.
   " એમ" કહીને દુલાએ સિગારેટનો છેલ્લો કશ મારીને બુલેટ ઉપાડ્યું. મગજમાં રૂટ તૈયાર જ હતો. ગોખલાણા, વાંકીયા, સુખપુર અને છેલ્લે ખંભાળા. જસદણ થી ઉપડેલું બુલેટ ગોખલાણા ના પાદર પહોંચ્યું ત્યાં પાદરમાં જ કરમશી તૈયાર હ હતો પૈસા લઈને, વહીવટ પતાવ્યો, વળી પાછી એક સિગારેટ સળગી, પાંચ મિનિટ વાતો થઇ કરમશી હારે અને પછી સિગારેટનો છેલ્લો કશ મારીને બુલેટ ઉપડ્યું વાંકીયા બાજુ..... આમ ને આમ ત્રણ જણાં નો વહીવટ પતાવીને છેલ્લે બપોરે બાર વાગ્યે બુલેટ  ખંભાળાને પાદર આવીને ઉભું.. પાદરમાં પૂછપરછ કરીને નાનજી ધનજીના ઘર નું સરનામું પૂછ્યું. " એય ને ચોરાથી જમણી બાજુ વળી જાવ ને તે તળાવની પાળ પાસે છેલ્લે એક કાચું મકાન આવે ઈ નનાજીનું ઘર!!" બુલેટ ઉપડ્યું, નાનજીના ઘર પાસે આવીને ઉભું રહ્યું.
     " નાનજી ધનજી છે ઘરે"?   જવાબમાં એક બાઈ બહાર આવી, માથા પર સાડીનો છેડો સરખો કર્યો,ને બોલી.
" હા છેને આવો ઘરમાં"
"એને બહાર મોકલો, કયો કે દુલા રણછોડ આવ્યા છે".
" એને અઠવાડિયાથી તાવ આવે છે ને ઉભા થઇ શકે એમ નથી તમે અંદર આવો"
    દુલા રણછોડ ક્યારેય ઉઘરાણીએ જાય ત્યારે કોઈના ઘરે જાય નહિ ,કોઈનું કશું ખાય નહિ, કે કોઈના ઘરનું પાણી ના પીવે.. એના બાપા રણછોડ હરજીએ કીધેલું " જો કોઈના ઘરનું પાણી કે અન્ન આપણાં શરીરમાં જાયને તો પછી બે આંખોની શરમ નડે ને આ ધંધામાં શરમ આપણને નો પોસાય એટલે બને ને ત્યાં સુધી પાદર, વાડીએ કે રસ્તામાં વહીવટ પતાવી દેવો પણ કોઈના ઘરે જાવું જ નહિ..
       પણ કોણ જાણે કેમ આજે એના પગ ઘરની ઓશરી તરફ વળ્યાં. ફળિયામાં એક ચીંથરેહાલ કપડામાં એક ડોશીમા સુતા હતાં લીમડાના છાંયે!! એક કહેવા ખાતરનું મકાન હતું.. બાકી પડું પડું થઇ રહેલ દીવાલો હતી આગળ ઓશરી ની જમણી બાજુમાં એક ખાટલો, એમાં તાવને કારણે નંખાઈ ગયેલા શરીરે નાનજી ધનજી સૂતો તો એ બેઠો થયો. બાજુમાં એક  આઠેક વર્ષની છોકરી લેશન કરતી હતી. એક દમ રૂપાળી અને ડાહી કહી શકાય એવી નાની છોકરી ચબરાક નજરે દુલાને સસ્મિત ચહેરે આવકારી રહી હતી એની આંખોમાં વિસ્મયના ભાવ હતાં.જોતાંવેંત જ ગમી જાય એવી છોકરી,અને આમેય છોકરું ઘરે લેશન કરતુ હોયને ત્યારે ખુબજ રૂપાળું લાગતું હોય છે. દુલાના ઘરનાએ કાથીનો ખાટલો ઢાળ્યો. વચ્ચે છોકરી અને એકબાજુ દુલો અને બીજી બાજુ બીમાર નાનજી.
   " આપણો વદાડ પૂરો થયો ધના" દુલાએ એની વારસાગત રુક્ષ ભાષામાં કહ્યું. ધનજી એની પાસેથી રૂપિયા લાખ બે વરસ પહેલા લઇ આવ્યો હતો, મોટી દીકરીના લગ્ન માટે, કટકે કટકે ધનજી એ વિસ હજાર અને વ્યાજ આપી દીધેલું પણ તોય હજુ એંશી હજાર આપવાના બાકી હતાં, એય અપાઈ જાત પણ છેલ્લાં બે વરહે તો ધનજીને ટાળી દીધેલો એવા નબળા વરહ ગયા ને કે વાત ના પૂછો ને ઉપર ધનજીની વહુને એપેન્ડીક્સનું ઓપરેશન કરાવેલું તે ત્રીસ હજાર ત્યાં ખરપાઈ ગયા ને અધૂરામાં પૂરું એ પડ્યો બીમાર તે પૈસાનો જોગ ના થઇ શક્યો.
" હા ખબર છે દુલા શેઠ પણ થોડી કપાણ છે ને એટલે મેળ નથી થયો, મને કાલે સમાચાર મળી ગ્યાતા કે તમે આવવાના છો પણ સાજો હોતને તો કઈંક ઉછીના પાછીના કરીનેય, થોડા ઘણાં કરી દેત, પણ અત્યારે ઠામુકા પૈસા જ નથી."
" તમારે ત્યાં કપાણ હતી તો આ દુલાએ ભાંગી તી કે નહિ, એમ સહુને કપાણ આવે જ પણ વહેવારમાં રહેવું હોય ને તો ટાઈમે પૈસા તો આપવા જ પડે" દુલાએ કડક અવાજે કહ્યું.
"ચા મુકું" ધનાની વહુ બોલી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો. વહુ સમજી ગઈ એ બિચારી અંદરના ઘરમાં જતી રહી. ધનજીની છોકરી વિસ્મયથી આ બધું જોઈ રહી એક બે વાર એણે દુલાની નજર સામે નજર મિલાવી મીઠું હસી પણ દુલાએ તો કાતર જ મારી.અને આમેય કૂતરાને કાજુ કતરી આપો તો એ સૂંઘેય નહિ અને ખાયેય નહિ!! પણ તોય એ નાની છોકરી દુલા સામે જોઈ જ રહી એણે લેશન કરવાનું હવે બંધ કરી દીધું હતું..
"હવે એ બધી લપ મૂક, ધના, તું ખોરડું  વેચ, ખેતર વેચ કે તારી જાતને વેચ, તું ગમે ઈ કર, પણ દુલા રણછોડનું બુલેટ તો પૈસા લઈને જ જાશે.. જો મારે મારું લેવાનું છે, હું કોઈનું ઝુંટવતો નથી, કે હું કોઈને પરાણે પૈસા વ્યાજે આપતો નથી, બીજા બધા ત્રણ ટકા લે, વ્યાજનું વ્યાજ ચડાવે, હું દોઢ ટકો જ લઉ છું, બીજા તમારી પાસે જમીન લખાવે કે ઘરેણાં લે હું એવું કરતો નથી, પણ મારા ટાઈમે મને પૈસા મળવા જોઈએ, બુલેટ પૈસા લીધા વગરનું કોઈ દી ગયું નથી અને જાશે પણ નહિ." દુલાની અસલિયત બહાર આવી રહી હતી. ધનજીની વહુએ અંદર ઓરડામાં ડૂસકું ભર્યું..
      કોણ જાણે પેલી નાની છોકરીને શુંય સુજ્યું કે એણે પોતાનું દફતર ખોલ્યું ને એક જૂનું કંપાસનું બોક્સ કાઢ્યું ને ઉભી થઈને સીધી દુલા પાસે ગઈ, ને હસતા ચહેરે એની સામે તાકી રહી.. એક જાણે કે ત્રાટક થયું. આજુબાજુના ચાલીશ ગામમાં દુલા સામે કોઈ આંખ સામે આંખ મિલાવીને વાત કરવાની કોઈ હિંમત ના કરે એ દુલા સામે એક ત્રીજા ધોરણમાં ભણતી આઠ વરસની છોકરી, એકીટશે જોઈ રહી હતી,દુલાની આંખો પહેલી વાર નીચી થઇ કોણ જાણે એ છોકરીની આંખોને સહન ના કરી શક્યો.
    "દાદા તમારે પૈસા જોઈએ ને, હું આપું દાદા તમને પૈસા!!   એમ કહીને છોકરીએ દુલાનાં ચહેરા પર પોતાનો હાથ ફેરવ્યો. પોતાનો કંપાસ બોક્સ ખોલ્યું અને એમાંથી જે નોટું હતી એ દુલાના ખોળામાં નોટું નાંખી દીધી. હવે દુલો તેની સામે જોઈ જ રહ્યો. છોકરી બોલતી ગઈ ને દુલો સાંભળતો ગયો. બાકી અત્યાર સુધી દુલો બોલતો અને બીજા સાંભળતા આજે દુલો સાંભળતો ગયો એ કાલી ઘેલી, ભાષા...
" દાદા કહું આ પૈસા કોણે આપ્યા, આ પચાસની નોટ મારા જીજુ એ આપી દિવાળી એ આવ્યતાને એણે અને દાદા આ સોની નોટ મારી દીદી એ આપી ને બાકીની નોટ મને ગામનાં એ આપી બેસતાં વરસે હું બધાને પગે લાગવા ગઈ તી ને તૈ બધાએ આપી. અને દાદા તમને ખબર છે કે આ પૈસા મેં શું કામ ભેગા કર્યા?? વેકેશન પડયુને ત્યારે અમારા સાબે કિધુતું કે જેને પ્રવાસમાં આવવાનું હોય ને એ પૈસા ભેગા કરજો દિવાળી પર વાપરતા નહિ એટલે દાદા મેં આ પૈસા ભેગા કર્યા, છેને ઘણા બધા પૈસા દાદા!!! એમ કરો દાદા તમે રાખો આ પૈસા હું પ્રવાસમાં નહિ જાવ" છોકરી બોલતી હતીને દુલાના કાળજામાં છરીઓ ભોંકાતી હતી.એક કાળમીંઢ પથ્થરનીની અંદર સળવળાટ થઇ રહ્યો હતો.ધનજીની આંખોમાં આંસુ હતા
" સુમી બેટા તું અંદર આવ" ધનજી ની વહુ આટલું બોલી ને એને લેવા આવી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો, વહુ બારણાની વચ્ચે જ ઉભી રહી ગઈ દુલા એ સુમિને માથે હાથ ફેરવ્યો ને પૂછ્યું "કેટલામું ભણે છે"
"ત્રીજું ધોરણ સુમીએ ત્રણ આંગળી બતાવીને કહ્યું. દુલો હસ્યો ધીમું હસ્યો, જિંદગીમાં જાણે પહેલીવાર હસ્યો, અને સુમિ રાજી થઇ એ પાછી બોલવા લાગી અને દુલો, ધનજી,અને સુમિની મા સહુ સાંભળવા લાગ્યા.
   " દાદા તમારે ચોકલેટ ખાવી છે?? દાદા તમને ચોકલેટ ભાવે?? એમ કહી ને સુમીએ તેના દફ્તરમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ચોકલેટુ કાઢી.
    " દાદા તમને ખબર છે કે આ ચોકલેટ કોની માટે છે? દાદા હું રોજ નિશાળે જાવ ને ત્યાં કોઈ નો હેપ્પી બર્થડે હોય ને દાદા બધાને ચોકલેટ મળે પણ પેલા હું ખાઈ જતી પણ હમણાં નથી ખાતી દાદા તમને ખબર છે હું નિશાળે જાવ ને તે વચ્ચે એક ઝૂંપડું આવે ને ત્યાં એક નાનો છોકરો ને છોકરી ઉભા હોય તે એને હું ચોકલેટ આપું એ બેય બહુ જ રાજી થાય દાદા પછી તો એ રોજ ઉભા હોય.. પણ છેલ્લા પાંચ દી થી દાદા આ ચોકલેટ ભેગી થઇ છે. એ છોકરીનો ભાઈ મરી ગયો દાદા.. એનો ભાઈ મરી ગયો,, છોકરીએ કીધું મારો ભાઈ મરી ગયો હું ચોકલેટ નહિ ખાવ દાદા.. તે વાતેય સાચી ને મરી જાય ને ત્યારે તો રોવાય ને ચોકલેટ ના ખવાય એટલે હુ ચોકલેટ નથી ખાતી પણ તમે ખાવ દાદા, એમ કરો દાદા આ બધી રાખો તમે.. એય દાદા.. તમે રડો છો!!!
           દુલો તૂટી ગયો, એક નાની સુમી આગળ આજ એ હારી ગયો ને સુમિનો એક એક શબ્દ તેના કાળજાની આરપાર ઉતરી જતી હતી અને ચોકલેટ ની વાત આવતાંજ એ સાવ ભાંગી પડ્યો!! વીસ વરસ પહેલાંની વાત યાદ આવી ગઈ.પોતે એક રવિવારે આવી જ રીતે બહાર ઉઘરાણી એ જતો હતો અને એની આઠ વર્ષની છોકરી એ કીધેલું કે પાપા બાપુજી મારે માટે ચોકલેટ લાવજો, અને એ આખી થેલી લાવેલો..પણ જેવો ઘરમાં આવ્યો કે હાથમાં ચોકલેટની થેલી પડી ગયેલી!!! પોતાની લાડલી દીકરીને સર્પ કરડવાથી મૃત્યુ થયેલું હતું!! એ આખી ઘટના થઇ ને દુલો સુમિને બથ ભરીને રોયો... એકદમ મોકળા મને દુલાએ ડૂસકા ભર્યા.. ધનજી ધનજી ની વહુ બધાજ રોતાં હતાં!! થોડીવાર પછી સહુ શાંત થયા.
" બેન ચા મુકો" દુલાએ કોમળતા થી કહ્યું. કાળમીંઢ પથ્થરમાંથી નીકળતાં ઝરણાનું પાણી હંમેશા મીઠું જ હોય છે. ધનજીની સામે હાથ જોડીને કહ્યું
" ધનજી મારી આટલી વાત માનજે, ના માને ને તો તને આ સુમિના સોગંદ છે. આજથી તું મુક્ત છે ધનજી તારી માથે મારું કોઈ જ લેણું નથી. અને આ બીજી રકમ આ દીકરી માટે છે.." એમ કહીને આવેલી બધી ઉઘરાણી ધનજીને આપી દીધી.
ધનજી પણ રોઈ પડ્યો આ વખતે એની આંખમાં હરખ ના આંસુ હતા. સુમિની મા ચા લાવી.  દુલાએ આજ પેલી વાર એના બાપાની સલાહ તોડી હતી. સુમી વિસ્મયથી આ બધું જોઈ રહી હતી, એને તો કશી જ ખબર નહોતી કે શું બની ગયું હતું.છેલ્લે દુલો ઉભો થયો સુમિને ઊંચકી લીધી અને બુલેટ માથીંએ બેસાડી ને કીધું.
  " કાઈ કામ હોય તો બેધડક આવતો રહેજે, આ ને પણ સાથે લાવજે,સુમિને ભણાવજે, ખર્ચથી ના મૂંઝાતો અને હા તે તો એક દીકરીને વળાવી છે ને!! આના લગ્ન વખતે તને યોગ્ય લાગે તો મને કન્યાદાન કરવા દેજે.. સુમિને માથે હાથ મૂકીને..બુલેટ ચાલ્યું... અને એ સાંજે વાડીએ દુલો બોલ્યો તાપણું તાપતાં તાપતાં!!!
"અરજણ બધી કાપલિયું લાવ્યા!!" અને પછી અરજણ કાપલિયું લાવ્યો.બધીજ કાપલિયું અરજણે તાપમાં નાખી દીધી અને કહ્યું... જેને પૈસા આપવા હશે એ જાતે આવીને આપી જશે.. હવે થી આ દુલા રણછોડ કોઈની ઉઘરાણી એ નહિ જાય..!! દુર્જન જયારે સજ્જન બને છે ત્યારે એ વંદનીય બને છે!!
લેખક:- મુકેશ સોજીત્રા      તા:-૨/૧૧/૨૦૧૬  બુધવાર
શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ
મુ.પોસ્ટ ઢસાગામ, તા- ગઢડા
ડી- બોટાદ પિન :-૩૬૪૭૩૦