28 December 2016

ગુણવતા માટે આપણો શિક્ષક સમાજ જ જવાબદાર છે...!!

💥💥  સાવધાન 💥💥

આપ શિક્ષક છો તો એક વાર જરુરથી વાંચી લેજો...
હાલ આપણા શિક્ષક એવા બીઆરસી/ સીઆરસી મિત્રોની કામગીરીના મુલ્યાકનમાં થયેલા અન્યાયથી ખુબ જ ચિંતિત છું...

યાદ કરજો મિત્રો ભુતકાળને..આ એજ મિત્રો છે....જે આપણા સારા શિક્ષકો છે.. જે તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરતા હતા અને એટલે જ તેને બીઆરસી કે સીઆરસીમાં પસંદ કરવામાં આવ્યા હતા..
એક તબક્કે માની લઇએ કે   પ્રોજેકટમાં રહીને 10 % મિત્રો પોતાનું સારાપણું ગુમાવી બેઠા છે જેમાંથી કેટલાક આગેવાન થયા તો કેટલાક ધંધાર્થી..!! બાકીના 90 % મિત્રો તો હજુ પણ શ્રેષ્ઠ જ છે...એમા કોઇ શંકાને સ્થાન નથી..!!

હવે ની વાત છે મારા આ સન્માનીય 90 % શિક્ષક એવા બીઆરસી/ સીઆરસી ભાઇઓને થયેલા અન્યાય અને અવમૂલ્યનની...

100% નાંમાંકન.... ડ્રોપ આઉટ 0 પર પહોંચ્યો..અને 6 ગુણોત્સવ બાદ આજે માત્ર સી અને ડી ગ્રેડ વાળી શાળા જ દેખાણી...!! આવી...નજર વાળા ને એ+ , એ , બી ગ્રેડ વાળી શાળાઓ કેમ ન દેખાણી...!!

સરકારના વિવિધ કાર્યક્રમો માં જોઇએ તો ગરીબ કલ્યાણ મેળા થી લઇ ખેલ મહાકુંભમાં એન્ટ્રી કરવા સુધીની સફર...વિવિધ ગુજરાત (વાઇબ્રન્ટ ગુજરાત...ગતિશીલ ગુજરાત) માં રહી અનેકવિધ કામગીરીમાં જોડાયા...અને છેલ્લે જાહેરમાં જાજરુ જાનારનેય અટકાવ્યા...આ કામગીરી કોણે કરાવી.??
ટુર ડાયરીનો આગ્રહ રાખનારને આવી અનેકવિધ કામગીરી કેમ ન દેખાણી...!!

જરુર હતી 10% માટે આકરા પગલા લેવાની અને કરી નાખ્યું 100% નું...!!

હજુ તો હમણા જ 5મી સપ્ટેમ્બરે  ચાર સીઆરસી/ બીઆરસી ને સરકારે રાજયના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપ્યો...અને અત્યારે તેનું આટલું અવમુલ્યન...???

આ આપણા જેવા 90% મિત્રોના અપમાન અને  થયેલા અન્યાય માટે જવાબદાર કોણ...???
માત્ર ને માત્ર શિક્ષક સમાજ જ...!!

👇🏿સાવધાન થઇ જજો મિત્રો..નિચે આપેલા એક એક મુદ્દા પર વિચાર કરજો અને તમારા હ્રદયને પુછજો કે *ગુણવતા* માટે હું કેટલો જવાબદાર છું..? જો તમારું હ્રદય ના પાડે  કે આમા હું જવાબદાર નથી તો એ તમામ મિત્રો ને મારા અભિનંદન અને કોટી કોટી વંદન....

પરંતુ...મિત્રો આપનું દિલ એમ કહે કે હા કયાંકને કયાંક હું પણ જવાબદાર છું તો આપને મારા બે હાથ જોડીને પ્રણામ..🙏🏽...મિત્રો ચેતી જજો....!!

👇🏿એક શિક્ષક તરીકે વિચારજો👇🏿

➡ શું તમે તમારા દૈનિક આયોજન મુજબ જ વર્ગખંડ મા ભણાવો છો..???
➡ 1998 થી ગ..મ..ન..જ..પ્રમાણે શીખવવાની વાત કરી હજુ પણ કકો અને એકડો કેમ ધુંટવો છો..??
➡ સીઆરસી એ આપેલ સુચના નું કયારેય પાલન કયારેય કર્યુ છે ?? ...(જો તમારા સીઆરસી એ કોઇ સુચન આપ્યા ન હોય તો એ તેને 10% વાળા આગેવાન ગણજો )
➡ શાળાએ નિયમિત ન આવતા બાળકોના વાલીઓનો નિયમિત સંપર્ક કર્યો છે ખરો..??
➡ ઉપચારાત્મક કાર્ય સુચના મુજબ કર્યુ છે ખરું..??
➡  કયારેય ગુણોત્સવ દરમિયાન સંપુર્ણ રીતે સાચુ મુલ્યાંકન કર્યુ છે ખરું..??
➡  ગુણવતા સુધારણા માટે આપે શું કર્યુ...??
➡ કયારેય શિક્ષક આવૃતિનો ઉપયોગ કર્યો છે ખરો..??
➡  શું તમે તાલીમમાં આપવામાં આવતી સુચનાઓનું કયારેય પાલન કર્યું છે..?? તાલીમના મોડ્યુલ મુજબ જ શિક્ષણ કાર્ય કર્યુ છે..??
   હવે...તમે જ કહો...ગુણવતા માટે જવાબદાર કોણ...??

👇🏿 એક આચાર્યશ્રી તરીકે વિચારજો 👇🏿

➡    જે HTAT  સિવાયના આચાર્યશ્રીઓ છે તેનો વર્ગ કોણ સંભાળે છે..??
➡  શું HTAT આચાર્યશ્રી રોજ બે વર્ગખંડનું મુલ્યાંકન કરે છે ખરા..?
➡ આચાર્યશ્રી તરીકે આપ... પગાર કેન્દ્ર શાળા કે તાલુકામાં માહિતી આપવા જવાનું કહી ખોટી રીતે કેટલી વખત શાળામાંથી છટકી ગયા છો..?
➡ ગુણવતા સુધારણા માટે આચાર્યશ્રી તરીકે આપના કોઇ અંગત પ્રયત્નો ખરા..?
➡ ગુણોત્સવ દરમિયાન આચાર્યશ્રી તરીકે આપ સાચું જ મુલ્યાંકન થાય તેવો જ આગ્રહ રાખો છો ખરા...??
➡ SMC ના સભ્યોને કયારેય શાળાની સાચી માહીતી આપી છે ખરી..?
➡ સતત ગેરહાજર હોય  અથવા બીજી શાળામાં ભણતા હોય તેવા કેટલા ખોટા નામ શાળામાં ચલાવી રહ્યા છો..? શા માટે..?

હવે...તમે જ કહો...ગુણવતા માટે જવાબદાર કોણ...??

👇🏿 સંગઠનના હોદેદાર તરીકે વિચારજો 👇🏿

➡ કેટલા વર્ષથી આપે શિક્ષણ કાર્ય કર્યુ જ નથી..!! (લાગુ પડે એ જ લેજો )
➡ ગુણવતા સુધારણા માટે સંગઠને શું કર્યુ..?
➡ આજ દિન સુધીમાં કેટલા ખોટા શિક્ષકોને બચાવ્યા છે..? કેટલા  માટે ખોટી ભલામણ કરી છે..? કામ નથી કરતા તેની કોઇ ફરીયાદ કરી છે..??
➡ તાલીમમાં કયારેય બેઠા છો ખરા ??
➡ સંગઠનના નામે શાળામાંથી કેટલી વખત ગુલ્લી મારી છે..?
➡   અંગત લાભ માટે રાજકારણમાં જોડાઇ આ સંગઠનનો કેવો ફાયદો ઉઠાવો છો..?
➡ સંગઠનમાં જોડાયા પહેલા તમને કોણ ઓળખતું હતું..? શું પહેલા તમારું આટલું જ વજન પડતું હતું..?
➡ સંગઠનમાં જોડાઇને તમે કેટલા અંગત લાભ ઉઠાવ્યા છે..?
➡ કયા ધોરણમાં કેટલા પુસ્તકો અને સ્વ અધ્યયન  પોથી આવે તેની ખબર છે ખરી..?

હવે...સંગઠનના હોદેદાર તરીકે તમારે તો કહેવું જ પડશે કે ગુણવતા માટે જવાબદાર કોણ...??

શિક્ષક તરીકે....આચાર્યશ્રી તરીકે અને સંગઠનના હોદેદાર તરીકે વિચારવા માટે આ મુદાઓનું લીસ્ટ હજુ પણ વધી શકે જો આપણે સ્વીકારી શકીએ તો...!!

મિત્રો....સીઆરસી/બીઆરસી જ નહીં પણ... ગુણવતા માટે આપણો શિક્ષક સમાજ જ જવાબદાર છે...!! સાચા હોય તેને સહકાર આપો...અને ખોટાને બહાર કાઢી જવાબદારી નું ભાન કરાવો..!!
બાકી હવે...શિક્ષક સમાજની બદનામીના દિવસો દુર નથી..!!

લિ. સન્માનિત રીતે સ્વમાનથી નિવૃત થયા પછી પણ દુઃખી થતો શિક્ષક....😞

મારે માં નથી સાબ

"તે લીધું ચુંબક??? સાચું બોલ નહીંતર મારી મારીને તોડી નાંખીશ" સાહેબે કાંઠલો ઝાલીને છોકરાંને ગાલ પર એક વળગાડી.
               "ના સાબ, હું એ રૂમમાં ગયો જ નથી.." છોકરો રડતાં રડતાં ધ્રૂજતો હતો..એટલામાં એક આ બાબતનાં એક્સપર્ટ સાબ આવ્યાં..
          " તમે નવા છો આ જાતને તમે ના ઓળખો, જુઓ હમણાંજ એ સાચું બોલે છે કે નહીં" એમ કહી ને એક પાટું  માર્યું કે છોકરો વર્ગખંડના ખૂણામાં બેવડ વળી ગયો.. છોકરાનાં વાળ પકડીને એક્સપર્ટ સાબ બોલ્યાં..
        " ખા દેવીના સમ ,તે ચુંબક ના લીધું હોય તો!!!
        "દેવીના સમ સાબ મેં નથી લીધું!! છોકરો બોલ્યો.પણ એક્સપર્ટ કાંઈ એમ માને.. શાળામાં 20 વરસના અનુભવી...
    "ખા તારી માના સોગંદ!! ખા તારી માના સમ" કહીને એક ઝાપટ લગાવી ગાલ પર... છોકરો બોલ્યો નહીં એટલે સાબને બળ મળ્યું!! "કેમ નથી સમ ખાતો... ખા માના સમ... જોયું હવે ઘામાં આવ્યો છે..."  સાબ મારતાં જાય ને છોકરો રોતો જાય.. આજુબાજુમાં વિદ્યાર્થીઓનું ટોળું થઈ ગયું.. અને સાબ બોલ્યાં.. "એય લાવ્ય તો ઓલું સ્ટમ્પ, હમણાં જ માને છે કે નહીં.. " એક્સપર્ટે છોકરાને  ઢસડ્યો.. લોબીમાં લાવીને કીધું..
       " છેલ્લી વાર કહું છું કે ચોરી કબુલી લે, અથવા તો માના સમ ખા, બાકી આજ તો ઢીંઢા ભાંગી જવાના છે એમ કહીને બે હાથે સ્ટમ્પ ઉગામ્યું કે છોકરો રાડ પાડીને બોલ્યો..
           " મારે માં નથી સાબ, મારે મા નથી!! અને સાહેબના હાથમાં સ્ટમ્પ એમને એમ રહી ગયું અને આંખમાંથી આંસુની ધાર થઈ.. સાબની મા પણ નાનપણમાં જ ગુજરી ગઈ હતી..!!!

26 December 2016

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.

માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’

ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’

માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’

ભગવાન હસ્યા. પૂછ્યું, ‘પણ શું થયું?’

માણસે કહ્યું, ‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું...’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘પછી મોડું થતું હતું

એમાં સ્કૂટર બગડી ગયું. માંડ-માંડ રિક્ષા મળી.’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી... એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’

ભગવાન માત્ર હસ્યા.

માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’

ભગવાને પૂછ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ AC ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી. ભગવાન, બધી તકલીફ મને જ. આવું કેમ કર્યું તેં મારી સાથે?’

ભગવાને કહ્યું, ‘જો, મારી વાત શાંતિથી સાંભળ. આજે તારી ઘાત હતી. મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી. અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત. ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત. એટલે ફોન બંધ થયો. તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું ખ્ઘ્માં સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી ! હું છુંને, તને બચાવવા જ મેં આ બધું કર્યું.’

માણસે કહ્યું, ‘ભગવાન, મારી ભૂલ થઈ. મને માફ કરો. આજ પછી ફરિયાદ નહીં કરું.’

ભગવાન બોલ્યા, ‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું. હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે. જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે. મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ. જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે. હું છુંને.’ 

19 December 2016

નનામીને ખભ્ભો આપવાનો અવસર જ ના આવે

*એક વાર જરૂર વાંચજો* !

*એક માણસનું મૃત્યુ થયું એટલે એના અંતિમ* *સંસ્કાર માટે સગાસંબંધી અને* *મિત્રવર્તૂળ ભેગું થયું*. *આંખોમાં આંસુની ધાર સાથે સ્મશાનયાત્રા* *નીકળી*. *નનામીને વારાફરતી બધા ખભ્ભો આપી રહ્યા હતા*. *ખભ્ભો આપવા માટે બધા લોકો ઉત્સુક હતા અને દોડી-દોડીને નનામી પોતાના ખભ્ભા પર લઇ રહ્યા હતા*.
*એક નાનો બાળક પણ એના પિતા સાથે સ્મશાનયાત્રામાં આવેલો. બાળકે આ જોયું એટલે એને કુતૂહલવશ પિતાને પૂછ્યું, "પપ્પા આ બધા નનામીને ખભ્ભો આપવા માટે પડાપડી *કેમ કરે છે* ?* " *પિતાએ કહ્યું*,"બેટા, *મૃત્યુબાદ માણસના શરીરનું વજન વધી જાય. ભાર ઉપાડવામાં તકલીફ ના પડે એટલે બધા ખભ્ભો આપે*.
*બીજું એવી પણ માન્યતા છે કે મરેલા માણસની નનામીને ખભ્ભો આપીને એને ઉચકાવામાં મદદ કરવી એ પુણ્યનું કામ છે એટલે પણ બધા ખભ્ભો આપવા આગળ આવે છે"*.
*પિતાની વાત સાંભળીને બાળકને હસવું આવ્યું એટલે પિતાએ હસવાનું કારણ પૂછ્યું. છોકરાએ કહ્યું*,
   " *મરેલા* *માણસને ખભ્ભો*  *આપવા બધા* *સગાવ્હાલાઓ કેવા દોડાદોડી કરે છે*. *મરેલા માણસનું વજન બધા વચ્ચે થોડું થોડું વહેંચાઈ જાય એ માટે ખભ્ભો આપે છે એવી જ રીતે જીવતા માણસની તકલીફ વખતે એના સગાસંબંધી થોડોથોડો ટેકો આપે તો તકલિફમાંથી એ બિચારો કેવો બહાર આવી જાય*"!
*મિત્રો*, *મરેલા માણસને ખભ્ભો આપવો એ ખરેખર પુણ્યનું જ કામ છે પરંતુ જીવતા માણસને મુસીબતમાં ટેકો આપવો એ મહાપૂણ્યનું કામ છે*. *જો જીવતા માણસને એની મુશ્કેલીના સમયે પરિવાર અને મિત્રોનો ખભ્ભો મળી જાય તો કેટલાય માણસ બચી જાય અને એની નનામીને ખભ્ભો આપવાનો અવસર જ ના આવે*.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

12 December 2016

અનાથ અને નિરાધાર બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.*

*એક વિશેષ જાહેરાત        જરુર વાંચજો*
                                   
 👉મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા *અનાથ અને નિરાધાર  બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.*
જે યોજના હેઠળ દર માસે
રુ.3000 ની સહાય  મળવા પાત્ર છે.માટે આપના  વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ  લઇ શકે છે,
👉તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલક માબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ  સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..
👉આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે
અરજી ફોર્મ ડાઉનલોડ કરો 👉​​ https://goo.gl/DjcEgy
(1)બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક પાસબુક નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા  અથવા પાલક પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ,
👉વધુ માહિતી માટે સંપકૅ કરો
Divyakant Parmar
"Protection Officer"
District child Protection
Unit-Ahmedabad
 Government of Gujarat
🙏નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..
વધુ માહીતી 👉​​ https://goo.gl/DjcEgy
💥કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે.💥  
આભાર સહ..

11 December 2016

‘વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તાની મુલવણી તેઓએ વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણોની ટકાવારીના આધારે નહિ કરતાં તેનામાં થયેલ ‘સંવેદનાકરણ’ (sensitization)ની માત્રાના આધારે અને તેના વિચારોની મૌલિકતાના આધારે કરવી જોઈએ.’

વાતાૅ એકવાર જરૂર વાંચો મિત્રો 👇👇👇

એકવાર બે મિત્રો જંગલમાં ફરવા નીકળ્યા. અચાનક એમણે સામેથી એક રીંછ આવતું જોયું. બંને મિત્રોએ રીંછ અને બે મિત્રોની પંચતંત્રવાળી વાર્તા વાંચેલી હતી. એટલે એક મિત્ર તો આસપાસમાં ક્યાંક ઝાડ હોય તો તે શોધવા લાગ્યો. પરંતુ, જંગલ-માફિયાઓએ ઝાડ કપાવી નાખ્યાં હોવાથી તેને કોઈ ઊંચું ઝાડ જોવા મળ્યું નહીં. આજુબાજુ જોતાં, ઝાડના એક ઠૂંઠાને ટેકે પડેલું એક બાઈક એની નજરમાં આવ્યું. ઠૂંઠા ઉપર લટકાવેલા બોર્ડમાં લખ્યું હતું : ‘જંગલી પ્રાણીઓના સંભવિત હુમલા વખતે નાસી છૂટવા આ બાઈકનો ઉપયોગ કરવો. આ બેટરીથી ચાલતું બાઈક હોઈ તેની વહનક્ષમતા માત્ર એક જ વ્યક્તિની છે. – વનવિભાગ.’

આ વાંચી પહેલા મિત્રે તો બીજા મિત્રને ભગવાન ભરોસે છોડીને બાઈક પર સવાર થઈ ભગાડવા માંડ્યું. આ જોઈ બીજા મિત્રે પોતાને પણ બેસાડવા બૂમ પાડી. પણ પહેલા મિત્રે તેની પરવા ન કરતાં ચાલુ બાઈકે જ જવાબ સુણાવી દીધો : ‘અલ્યા ! આ બાઈક પર ડબલ સવારી ચાલશે નહીં. આપણે બેય જીવ ખોઈશું.’

હવે બીજા મિત્રે પંચતંત્રની કથા પ્રમાણે જીવ બચાવવા જમીન પર મરેલા માણસની માફક શ્વાસ રોકીને પડ્યા રહેવાનો ઢોંગ આદર્યો. રીંછ એની નજીક આવ્યું. પણ એના આશ્ચર્ય વચ્ચે એ પંચતંત્રની વાર્તા મુજબ તેને સૂંઘવાને બદલે તેને છોડી આગળ જવા માંડ્યું. એટલે એ મિત્રે તો ‘હાશ ! માંડ બચ્યા.’ એમ વિચારી, ઊભા થઈને રીંછ ગયું હતું તેનાથી વિરુદ્ધના રસ્તે દોટ મૂકી. બે-એક વાંભ દોડ્યા બાદ, એણે પાછું વાળીને જોયું તો એના તો મોતિયા જ મરી ગયા. કેમ કે, રીંછ આગળ જવાને બદલે હવે પાછું વળી, એક ઝાડના ઠૂંઠાને એક હાથનો ટેકો દઈ બીજો હાથ કમરે ટેકવીને આરામથી એની હરકત નિહાળતું હતું. મિત્રનાં તો ગાત્રો સાવ ગળી જ ગયાં. ત્યાં રીંછ ધીમે ધીમે તેની નજીક આવવા લાગ્યું. હવે શું કરવું એનો કોઈ રસ્તો ન સૂઝતાં, એ માણસ રીંછ જાતિના મિત્ર હનુમાનની સ્તુતિ એવં હનુમાન ચાલીસા ફફડાવવા માંડ્યો. હવે રીંછ એની તદ્દન નજીક આવી ગયું અને એના નાકનાં મોટાં મોટાં ફોયણાં વડે એના શરીરનાં જુદાં જુદાં અંગોને સૂંઘવા લાગ્યું. મિત્રને થયું, હજી પણ તક છે, લાવ, શ્વાસ રોકીને મરેલાનો ફરી ઢોંગ કરી જોઉં. એટલે એ શ્વાસ રોકીને ઊભો રહ્યો. પરંતુ ત્યાં તો એણે કોઈ પરગ્રહવાસી જીવ કમ્પ્યૂટરરાઈઝડ ટ્રાન્સલેટર મશીન દ્વારા માનવ-ભાષામાં જે રીતે બોલે તે રીતે રીંછના મોઢામાંથી બોલાતા શબ્દો સાંભળ્યા : ‘હે માનવબંધુ, તારે મરેલાનો ડોળ કરવાની જરૂર નથી. કેમ કે, પંચતંત્રની એ વાર્તાનો અમારાં બચ્ચાંઓના તાલીમ-કોર્સમાં ઘણાં વર્ષોથી સમાવેશ કરી દેવામાં આવ્યો છે. પણ તને સૂંઘી જોવાથી મને ખાતરી થઈ ગઈ છે કે, તારું શરીર ડાયક્લોફેનેક સોડિયમ (Dyclofenec Sodium) ના ઘટકવાળી પીડાશામક દવા લેવાથી પ્રદૂષિત થઈ ગયું હોવાથી વન્ય પશુપ્રાણીઓના ખોરાક તરીકે નકામું છે. આમેય, આજે એકાદશી હોવાથી મેં ઉપવાસ કર્યો છે. એટલે તારે મારાથી કોઈ ડર રાખવાની જરૂર નથી.’

રીંછને આ પ્રમાણે માનવભાષામાં બોલતું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયેલા માણસે રીંછને સવાલ કર્યો : ‘રીંછભાઈ ! આપ અમારી ભાષા કેવી રીતે બોલી શકો છો ?’
રીંછે સસ્મિત ઉત્તર વાળ્યો : ‘ થોડાં વર્ષો અગાઉ અહીં તમારી જેમ જ બે મિત્રો, એક ન્યૂરો-સર્જન અને એક કમ્પ્યૂટર એન્જિનિયર ભૂલા પડી ગયા હતા. તે દિવસે બારસ હતી. એટલે અગિયારસના ઉપવાસ છોડવા અમે ‘હેવી બ્રેકફાસ્ટ’ની ખોજમાં ફરતાં હતાં. તેમાં આ બેઉ જણા અમને મળી ગયા. એમણે ઈશારાથી અમને પોતાને છોડી દેવાના બદલામાં એક ‘એક્સચેન્જ ઓફર’ મૂકી અને અમને એક ‘મલ્ટી લેન્ગવેજ ટ્રાન્સલેશન ચીપ’ બેસાડી આપી. તેથી અમે હવે તમારી ઘણી ભાષાઓ સમજી શકીએ છીએ. અને બોલી પણ શકીએ છીએ. પણ….’
‘પણ શું ?’ પેલા માણસે પૂછ્યું.
રીંછે કહ્યું : ‘પણ હવે એમાં એક મુશ્કેલી એવી થઈ છે કે, તમે લોકો હમણાં હમણાં ગુજરાતીમાં બોલતી વખતે દરેક વાક્યમાં અડધા શબ્દો તો અંગ્રેજીના વાપરો છો. એના લીધે અમારા ‘ભાષાંતર યંત્ર’ને ડિક્ષનેરી ખોલવી પડે છે. એમાં સમય લાગવાથી અમને તમારી વાત સમજતાં વાર લાગે છે. તમારી પાસે આનું ‘સોલ્યુશન’ ધરાવતી કોઈ અદ્યતન ‘માઈક્રો ચીપ’ છે ?’
પેલા માણસે ના પાડતાં કહ્યું : ‘હું તો દવાની કંપનીનો સેલ્સમેન છું. એટલે તમારી મારા પ્રત્યેની સૌજન્યશીલતા બદલ તમને ‘એગમાર્ક’વાળા શુદ્ધ મધની એક ડઝન બોટલ ભેટરૂપે આપીશ.’

રીંછે કહ્યું : ‘આભાર ! આમ તો અમે ઝાડ ઉપરના મધપુડાનું તાજું મધ જ ખાઈએ છીએ. પણ આજકાલ અમારાં બાળકો ‘જંક-ફૂડ’ના રવાડે ચડ્યાં છે, એટલે એમને તમારી બોટલો જરૂર પસંદ પડે, પણ તૈયાર બોટલનું મધ ખાઈને પછી અમારાં સંતાનો ઝાડ ઉપર ચઢવાનુંય ભૂલી જશે. એટલે એ રહેવા દો. પણ તમારા જીવનમાં ‘રોડ’નું જેટલું મહત્વ છે તેટલું અમારે માટે ‘ઝાડ’નું મહત્વ છે. તમારે મન નવા રોડ બનાવવાની જેટલી ફિકર હોય છે, તેટલી અમને ઝાડ કપાતાં બચાવવાની ફિકર હોય છે. એટલે તમે કરી શકો તો લાગતાવળગતા સત્તાવાળાઓના કાને અમારી એવી લાગણી પહોંચાડો કે, જંગલો કપાતાં અટકાવે તો અમારે નિર્વાહ માટે અભયારણ્ય બહાર જવાની અને માનવવસ્તીની સાથે સંઘર્ષમાં ઊતરવાની ફરજ ન પડે.’

ત્યારબાદ, રીંછ તે માણસને જંગલની બહાર નીકળવાનો ટૂંકો અને સલામત રસ્તો બતાવી પોતાના રસ્તે ચાલી ગયું. પેલા માણસે પોતાના ઘરે જઈને વન વિભાગને એક પત્ર લખ્યો. જેમાં એણે રીંછોના અભ્યારણ્યમાંથી એકલદોકલ રીંછ બહાર આવી જઈ પ્રવાસીઓને ભયજનક ન બને તે માટે અભયારણ્યની ચોતરફ કાંટાળા તારની વાડ વહેલી તકે બાંધવા સૂચન કર્યું.

ઉપરોક્ત વાર્તા સંભળાવ્યા બાદ, વર્ગશિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો :
‘બોલો બાળકો, આ વાર્તામાંથી આપણને શો બોધ મળે છે ?’
વર્ગમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીએ ઊભા થઈ જવાબ આપ્યો : ‘સર, સરકારે જંગલમાં જે સિંગલસવારીની બાઈક રાખી છે તેને બદલે ડબલ સવારીની ક્ષમતાવાળી બાઈક રાખવી જોઈએ.’ બીજો ક્રમાંક લાવનાર વિદ્યાર્થીએ જવાબ આપ્યો : ‘ટીચર, આપણા કોર્સમાં પંચતંત્રની જે ‘રીંછ અને બે મિત્રો’વાળી વાર્તા છે, તેમાં સુધારો કરવો જોઈએ.’ વર્ગશિક્ષકે હવે પરીક્ષાઓમાં સૌથી નબળું પરિણામ લાવતા વિદ્યાર્થી તરફ જોઈ કહ્યું : ‘બોલ બેટા ! તને આમાંથી શું બોધ મળે તેની કંઈ સમજ પડે છે ?’

તે વિદ્યાર્થી ખચકાતાં ખચકાતાં ઊભો થયો ને બોલ્યો :
‘સાહેબ ! મને તો છે ને… છે ને…. એવું લાગે છે કે, આપણે સમાજશાસ્ત્રમાં ‘માનવી’ અને ‘જંગલી પ્રાણી’ની જે વ્યાખ્યા લખી છે, તેને બદલાવી નાખવી જોઈએ.’
‘એટલે ? તું શું કહેવા માંગે છે ? જરા સ્પષ્ટ રીતે કહી બતાવ.’ વર્ગશિક્ષકે માથું ખંજવાળતાં પૂછ્યું.
‘એટલે કે સાહેબ, ‘માનવી’ની જે વ્યાખ્યા લખી છે તે ‘જંગલી પ્રાણી’ની સામે અને ‘જંગલી પ્રાણી’ની જે વ્યાખ્યા લખી છે તે ‘માનવી’ની સામે લખી નાખવી જોઈએ.’ છોકરાએ સ્પષ્ટતા કરી. વર્ગખંડમાં ચાલી રહેલ ઉપરોક્ત અભ્યાસ-કાર્ય નિહાળી રહેલ શાળાના ‘ગુણોત્સવ કાર્યક્રમ’ના નિરીક્ષણ અર્થે આવેલ અધિકારીએ શાળાના નિરીક્ષણને અંતે કરવાનાં સૂચનોના ખાનામાં નીચે મુજબની નોંધ કરી :

‘વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તાની મુલવણી તેઓએ વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણોની ટકાવારીના આધારે નહિ કરતાં તેનામાં થયેલ ‘સંવેદનાકરણ’ (sensitization)ની માત્રાના આધારે અને તેના વિચારોની મૌલિકતાના આધારે કરવી જોઈએ.’

~ અખંડ આનંદ ~

9 December 2016

જામનગરનો પ્રખ્યાત ઘુટો (Jamnagari Ghuto)

🍲🍲🍲🍲🍲🍲🍲🍲
જામનગરનો પ્રખ્યાત ઘુટો (Jamnagari Ghuto)

જામનગરનો પ્રખ્યાત ઘુટો (Ghuto)

સામગ્રી:

૧/૪ કપ ફોતરાવાળી મગની દાળ
૧/૪ કપ ચણાની દાળ
૧ વાટકી લીલા વટાણા
૧ વાટકી લીલા ચણા
૧ વાટકી લીલી તુવેર
૧ વાટકી લીલી ચોળી
૧ વાટકી ગુવાર
૧ વાટકી વાલોળ- પાપડી
૧ વાટકી દુધી
૧ વાટકી રીંગણા
૧ વાટકી ગાજર
૧ વાટકી કોબી
૧ વાટકી ટમેટા
૧ વાટકી સુધારેલી પાલક
૧ વાટકી મેથી
૧ વાટકી કાકડી
૧/૨ વાટકી ફ્લાવર
૧/૨ વાટકી બટેકા
૧/૨ વાટકી ડુંગળી
૧/૨ વાટકી લીલું લસણ
૧/૪ કપ લીલી હળદર
૧.૫ ઇંચ જેટલું આદુ
૧/૩ કપ લીલા તીખા મરચા
મીઠું
૩ મોટા ગ્લાસ પાણી
વધાર:
૧ ચમચો તેલ
૧/૩ વાટકી ઝીણી સમારેલ ડુંગળી
૧/૩ વાટકી ઝીણું સમારેલ ટમેટું
૧ ચમચી જીરું

રીત:

સૌ પ્રથમ મગ અને ચણાની દાળને ૪-૫ કલાક માટે પલાળી દેવાની. પછી બધું શાક ધોઈ, સુધારી લેવું. કુકરમાં બધું શાક અને બને પલાળેલી દાળ, મીઠું નાખી ૩-૪ સીટી કરી લેવી.

પછી કુકરમાં બ્લેન્ડરથી અધ્ધકચરું પીસી લેવું. પછી એક વાસણમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે જીરું, ડુંગળી, ટમેટાનો વધાર કરવો. બરાબર ચડી જાય એટલે બાફેલ ઘુટો મિક્ષ કરી દેવો, લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરી દેવો.

ઉપરથી કોથમીર વડે ગાર્નીશ કરવું. તો તૈયાર છે ગરમ ગરમ ઘુટો. ઘુટો રોટલા, માખણ, લીલી ડુંગળી, પાપડ, ગોળ જોડે સર્વ કરવાનો.

નોંધ:

* રોટલા વહેલા બનાવી લેવા. ઠંડા રોટલા જોડે વધારે મજા આવે.
* ઘુટાને ચોળીને અથવા રેગ્યુલર જેમ જમતા હોય તેમ જમી શકાય.
* ઘુટા જોડે બ્રેડ પણ સરસ લાગે.
* શાક જે વધઘટ કરવું હોય તે આપની રૂચી અનુસાર કરી શકો.
* વધારે તીખાશ માટે લીલા મરચાની પેસ્ટ ઉપરથી મિક્ષ કરી શકાય અથવા તળેલા મરચા જોડે જોડે ખાઈ શકાય
🍲🍲🍞🍲🍞🍲🍞🍲🍞

8 December 2016

તમને માહિતી ગમી હોય તો શેર કરજો.

(1). મતદારયાદીમાં તમારૂ નામ, ક્રમ નંબર, ભાગ નંબર શોધો. બસ તમારે જરૂર છે તમારા ચુટણીકાર્ડ નંબરની. તે પણ નથી તો તમારા નામ પરથી પણ શોધી શકશો. નીચે ક્લિક કરો
→ http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx

(2). તમારૂ નામ અને રેશનકાર્ડ નંબર શોધો ઓનલાઈન. નીચેની લીંક પર Go પર ક્લિક કરીને તમારો જીલ્લો, પછી તાલુકો અને ગામ પસંદ કરો. પછી નંબર પર ક્લિક કરતા આખા ગામની રેશનકાર્ડ યાદી બતાવશે. ક્લિક કરો નીચે.
→http://ipds.gujarat.gov.in/Register/frm_RationCardAbstract.aspx
Knowledge Group 991362044
(3). આધારકાર્ડનું Status જાણો. તમે આધારકાર્ડ તમારા નજીકના સ્થળ પરથી કઢાવ્યુ છે પણ તે ઘરે પોસ્ટ દ્વારા ના પણ પહોંચે. તો તમે જાણો કે આધારકાર્ડ બની ગયુ છે કે નહી. આ માટે 14 આકડાંનો રજીસ્ટ્રેશન નંબર જોશે જે તમને મળેલ હશે. ક્લિક કરો નીચે.
→ https://resident.uidai.net.in/check-aadhaar-status

(4). આધારકાર્ડને બેંક કે ગેસ કનેક્શન સાથે લીંક કરવા તમે તેની નકલ આપી હશે. તો લીંક થયુ કે નહી તે જાણવા નીચેની લીંક પર ક્લિક કરો. આ માટે તમારો આધારકાર્ડ નંબર જોશે.
→ https://resident.uidai.net.in/check-aadhaar-linking-status

(5). તમારા પાનકાર્ડનું Status જાણો. ક્લિક કરો નીચે.
→ https://incometaxindiaefiling.gov.in/e-Filing/Services/KnowYourJurisdiction.html

તમને માહિતી ગમી હોય તો શેર કરજો.

આશા છે વાતો ગમશે !

માઇક્રો ફિક્શન વાર્તાઓ:-
સમજાય તેને સલામ.....

(૧) સંધ્યાકાળનો સમય થયો, ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જીદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.”

(૨) આજે ૧૫ વર્ષે બન્ને એક્બીજાની સામે આવ્યા. કંઈ કેટલીય યાદો સજીવન થઇ ગઇ. હજી કશું બોલવા જાય ત્યાં તો બન્ને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કરી દીધું.

(૩) ૮૬ વર્ષે બા ગયા. દાદાને દિકરાઓએ કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહી ફાવે. ઘરમાં જ રહો.’ દાદાજી રૂમમાં ગયા. લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહી તેમ મન મૂકી ને રડ્યા..

(૪) ગઇકાલે લગભગ ૫૦૦૦ માણસો પર્યાવરણ બચાવોની રેલીમા જોડાયા. આજે સ્વચ્છતા કામદારોએ શહેરના રસ્તા પરથી લગભગ ૮૦૦૦ જેટલા પાણીના ખાલી પ્લાસ્ટિક પાઉચ ભેગા કર્યા.

(૫) સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં પડેલ ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે રૂ. ૧૦૦૦નું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.
ઘરે આવતાં જ માંએ પૂછ્યું, “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?”
એણે હસીને કહ્યું, હા મમ્મી..”

(૬) ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે દુનિયાભરના દેશોના ધ્વજમાંથી પરમે ભારતનો ધ્વજ શોધી નાખ્યો. નાનકડા દીકરાને કહ્યું, “જો આ આપણા દેશનો ધ્વજ છે. આમ સલામી આપવાની.”
ત્યાંજ મોબાઇલ રણકયો, સામે છેડેથી પરમના પિતા બોલ્યા, “દીકરા, ટેન્ડર આપણને મળી ગયુ. ૪ કરોડ જરા નેતાજીના સ્વિસખાતામાં ટ્રાન્સફર કરી દેજે કાલ સુધીમાં..”

(૭) હ્યુમન રાઈટ કમીશન (માનવ અધિકાર પંચ) ના પ્રમુખ સાંજ પડે ઓફિસમાંથી ઘરે પાછા ફર્યા અને પત્નીએ કહ્યું, “આટલા ઓછા પગારમાં આટલુ બધું કામ કરાવો છો એમ કહી આપણા નોકરે કામ છોડી દીધું છે.”

(૮) નેતાજી અચાનક પુલ ઉપરથી પડી ગયા. લોકોમાં હાહાકાર થયો. એક કાકાએ પાણીમાં ઝંપલાવ્યુ અને જીવના જોખમે નેતાજીને બચાવ્યા. નેતાજીએ આભાર માન્યો. કાકાએ હસીને પેલા પાટીયા સામે જોયું જેમા લખ્યું હતું, “ગંદા કચરાથી ગંગાજીને બચાવો.”

(૯) એક લેખક મૃત્યુ પામ્યા. બીજા જ મહિને પસ્તીના પૂરા ૩૫૦ રૂ. વધારે મળ્યા.

(૧૦) બારીની બહાર પાનની પીચકારી મારી બાંયથી મ્હોં લૂછતા સુમન માસ્તર મોટેથી બોલ્યા, “છોકરાઓ… જીવનમાં ખોટી ટેવથી હંમેશા દૂર રહેવું જોઇએ.”

(૧૧) નેતાજી નિવાસની સામેની ફુટપાથ પર વર્ષોથી બેસતા ખીમજી મોચીને પોલીસે દૂર કર્યો. કારણ પૂછતા જાણવા મળ્યું, ‘સિક્યોરીટી રિઝન.’
શહેર સ્વછતા અભિયાન હેઠળ બીજે ક્યાંય જગ્યા ન મળી. અંતે કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચિઠ્ઠીમાં તૂટ્યા ફૂટ્યા અક્ષરે કારણ લખ્યું “સિક્યોરીટી રીઝન.”

(૧૨) ઝૂંપડામાં લટકતા ગણપતિજીના કેલેન્ડર સામે આંગળી કરીને નાનકડો મનુ બોલ્યો, “આ ફોટા કેમ લટકાવવાના?”
કામ ઉપર જતી માંએ કહ્યું, “બેટા, એ ખાલી ફોટા નથી, ભગવાનના ફોટામાં જે હોય એ બધું સાચું હોય.”
માંની વાત સાચી માનીને ગઈકાલનો ભૂખ્યો મનુ કેલેન્ડરની પાસે પહોંચ્યો. એક ખાલી ડબ્બા ઉપર ચડીને ગણપતિજીની જમણી બાજુ પડેલા લાડુના થાળને ચાટવા લાગ્યો.

(૧૩) પાઉભાજીની લારી પર નાસ્તા માટે ગયેલા પરિવારના વડીલે તેના દિકરાને કહ્યુ બેટા ભણીશ નહી તો નોકરી નહી મળે અને અહી પ્લેટો સાફ કરવી પડશે. આ સાભળી પાઉભાજીની લારીવાલો યુવાન બોલી ઉઠ્યો, સાહેબ ભણ્યો તો હુ પણ છુ પણ આ ફિક્સપગારમા પૂરૂ નહી થતુ એટલે રાત્રે કામ કરવુ પડે છે.

આશા છે👆🏼વાતો ગમશે ! ✅🌹🙏🏻