30 June 2017

ગોકુળ આવો ગિરધારી..

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્
બની બહારમ્, જલધારમ્
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્
તડિતા તારમ્, વિસ્તારમ્
ના લહી સંભારમ્, પ્યારો અપારમ્
નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી
શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં
બાદલ ભરસે, અંબરસેં
તરુવર વિરિવરસે, લતા લહરસે
નદિયાં પરસે, સાગરસેં
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં
લગત જહરસેં, દુઃખકારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી
ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા
પ્રેમ પ્રસરિયા, તન તરિયા
મથુરામેં ગરિયા, ફેરન ફરિયા
કુબજા વરિયા, વસ કરિયાં
વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા
મન નહિ ઠરિયા, હું હારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી
આસો મહિનારી, આસ વધારી
દન દશરારી, દરશારી
નવનિધિ નિહારી, ચઢી અટારી
વાટ સંભારી, મથુરારી
ભ્રખુભાન દુલારી, કહત પુકારી
તમે થીયારી તકરારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી..

26 June 2017

*કામ મારું* અને *નામ બીજાનું*

એ વિચારીને *નારાજ* ના થતાં કે
*કામ મારું* અને *નામ બીજાનું*

કારણ કે...

સદીઓ થી *ઘી* અને *વાટ* બળે છે,
પણ લોકો એવું જ કહે છે કે
*દિવો* બળે છે...

યાદ છે કોઇને આ કવિતા ?

*- - - - - - - - - - - - - - - - - - - -*
      *●  યાદ છે કોઇને આ કવિતા ?*
*- - - - - - - - - - - - - - - - - - - -*
*અમે ચાંદો સૂરજ રમતા’તા,*
રમતાં રમતાં કોડી જડી !
કોડીનાં મે ચીભડાં લીધાં,
ચીભડે મને બી દીધાં !

બી બધાં મે વાડમાં નાખ્યાં,
વાડે મને વેલો આપ્યો !
વેલો મેં ગાયને નીર્યો,
ગાયે મને દૂધ આપ્યું !

દૂધ મેં મોરને પાયું,
મોરે મને પીછું આપ્યું !
પીંછુ મેં બાદશાહને આપ્યું,
બાદશાહે મને ઘોડો આપ્યો !

ઘોડો મેં બાવળિયે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી !
શૂળ મેં ટીંબે ખોસી,
ટીંબે મને માટી આપી !

માટી મેં કુંભારને આપી,
કુંભારે મને ઘડો આપ્યો !
ઘડો મેં કૂવાને આપ્યો,
કૂવાએ મને પાણી આપ્યું !

પાણી મેં છોડને પાયું,
છોડે મને ફૂલ આપ્યાં !
ફુલ મેં પૂજારીને આપ્યા,
પૂજારીએ મને પ્રસાદ આપ્યો !

પ્રસાદ મેં બાને આપ્યો,
બાએ મને લાડવો આપ્યો !
એ લાડવો હું ખાઈ ગ્યો,
*ને હું આવડો મોટો થઈ ગ્યો !!*

22 June 2017

સાચો શિક્ષક પેલા બનવા દે પછી તને ભનાવીશ

પહેલા ઉત્સવો ઉજવવા દે પછી તને ભણાવીસ
પહેલા પત્રકો ભરવા દે પછી તને ભણાવિસ

સારી વિધ્યા મલતી હશે તેદી કદાચ ઝાડ નીચે
આજે સ્કૂલ સજાવા દે પછી તને ભનાવીશ

તારૂ ક્યાંય અસ્તિત્વ જ નથી બોલ કેમ ભણાવુ
પેલા આધાર કાર્ડ કાઢવા દે પછી તને ભનાવીશ

લેસન કેમ જોવ પેલા બાયસેગ જોવાનું છે
પહેલા મંત્રી ને સામ્ભરવા દે પછી તને ભનાવીશ

કાર્યક્રમો પાછડ ભણાવાનું સાચે જ ભૂલી ગયો છુ
એટલે તાલીમો પેલા
લેવા દે પછી તને ભનાવીશ

શિષ્યવ્રુત્તિ તને નહી મલે તો કઇ રીતે ભણિશ ??
પહેલા એની એન્ટ્રી કરવા દે પછી તને ભનાવીશ

એતો પ્રાઇવેટ વારા છે એનો વદાડ  તું ના કર
સરકાર કહે તેમ કરવા દે પછી તને ભણાવીસ

પછી કહે આ સાક્ષરતા અભિયાનનું શું થાય ?
થોડો નિરક્ષર રહેવા દે પછી તને ભનાવીશ

હું કાંઇ શિક્ષક બીક્ષક નથી એક  કર્મચારિ છુ
સાચો શિક્ષક પેલા બનવા દે પછી તને ભનાવીશ

13 June 2017

શિક્ષાના મૂળ ક્યાં?

શિક્ષાના મૂળ ક્યાં? આ શિક્ષકની તેજસ્વીતાનો હ્રાસ છે? આવડત કે શૈક્ષણિક અમીરાતનો દુષ્કાળ છે? કે પછી શિક્ષકત્વ કરતા શિક્ષાનું મૂલ્ય ઊંચું થયું છે?
કદાચ ખાનગીકરણની દોડમાં વાલીઓની પંગુતા તો આ શિક્ષાની જનની નથી ને? સ્પર્ધામાં ટકી રહેવા ઘોડાની રેસ જોવા માંગતા માં-બાપની અભાનતા અને ઘોડ-દોડ શાળાઓના ચણાઓની લાહ્યમાં બિચારા (હા બિચારા જ, કારણ કે, તેમના આ ચણાથી જ તો ખિસ્સા ભરી શકાય) સંચાલકોને પણ આ જ રસ્તો દેખાય છે.
બગીચાના માળી પાસે બે વિલાક્પ હોય છે. એક કે દરેક છોડ ને યોગ્ય (!) રીતે કાપીને ચોક્કસ ઘાટ આપીને રમણીય (!) બગીચો તૈયાર કરવો. અને બીજો રસ્તો છે કે યોગ્ય ઊંચાઈ કે શોભા ધરાવતા છોડ કરી એવીરીતે ગોઠવવા કે જેથી બગીચો રમણીય લાગે. પ્રથમ પ્રકારમાં છોડ ને કાપવાની આવડત જોઈએ જયારે આ બીજા પ્રકારમાં છોડને ઓળખવાની આવડત જોઈએ. કમનસીબે બીજા પ્રકારની આવડત ધરાવતા સંચાલકો નથી અને એટલે તેઓ વાલીને પહેલા પ્રકારનો જ બગીચો બતાવીને વેપલો ચલાવે છે. આ કાપવાની વૃત્તિનું વરવું સ્વરૂપ એટલે શિક્ષા.

Fb post of partheshbhai pandya

12 June 2017

અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી અને ગુજરાતી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થીઓ ના વાલીઓને ને વાંચવાલાયક.

અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી અને ગુજરાતી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થીઓ ના વાલીઓને ને વાંચવાલાયક.

અંગ્રેજી ભાષામાં ચેક લખવાનો હોય તો આપણે ‘રૂપીસ ટેન થાઉસન્ડ ઓન્લી ’એમ લખીએ છીએ.
દસ હજારને બદલે દસ લાખ રૂપિયાનો ચેક હોય તો પણ ‘રૂપીસ ટેન લાખ ઓન્લી’ એમ જ લખાય છે.
અંગ્રેજોની સંસ્કૃતિમાં ક્યાંય સંતોષ નામની ચીજ નથી. દસ લાખને બદલે દસ કરોડ રૂપિયા હોય તો પણ ‘ઓન્લી’ જ લખાય છે.

આ જ ચેક જો ગુજરાતી ભાષામાં લખાય તો?
‘રૂપિયા દસ હજાર પૂરા’ એમ લખાશે. પૂરાનો અર્થ સંતોષ એવો થાય છે.

શિક્ષણની પણ આવી જ અસર થાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી કાયમ અસંતોષથી ખદબદતો હોય છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી સંતોષી હોય છે અને માટે જ સુખી હોય છે.!!!!!


11 June 2017

એક સંબંધ વિશે .....

એક સંબંધ વિશે .....

*પુત્રવધુ = પુત્ર થી પણ વધુ એટલે પુત્રવધુ.*

આવો સુંદર શબ્દ વિશ્વ ની
એક પણ ભાષા પાસે નથી..

*ગૃહિણી..*

સાવ સરળ લાગતા આ શબ્દનો અર્થ છે.
*આખું ગૃહ (ઘર) જેનું ઋણી છે.. તે.*