30 September 2017

દોસ્તી એવી કમજોર પણ ના હોવી જોઇએ કે કૂતરાઓ ફાયદો ઉઠાવી જાય...


બે સિંહ હતા. બંને ને બહુ સારી દોસ્તી હતી.
એક દિવસ અચાનક દોસ્તી તુટી જાય છે.
બંને સિંહ એક બીજાના દુશ્મન બની જાય છે.
અને બંને સિંહ એક બીજા સાથે દસ વરસ સુધી વાત પણ નથી કરતા.
એક દિવસ પેલો સિંહ, સિંહણ અને બચ્ચા ને ૨૫, ૩૦ કૂતરાઓ ઘેરી લે છે.
અને બચકા ભરીને તોડવા લાગે છે.
ત્યારે બીજો સિંહ આવી જાય છે. અને બધા કૂતરા ને કેળા ની છાલની જેમ તોડી ને ભગાડી દે છે. અને દુર જઇને બેસી જાય છે.
એટલે બચ્ચાએ પેલા સિંહ ને પુછયુ કે બાપુ! તમે તો એક બીજા સાથે વાત પણ નથી કરતા. તો પણ પેલા સિંહે અમને બચાવ્યા કેમ?
એટલે તે સિંહે કહયુ બેટા!  ભલે નારાજગી હોય પણ દોસ્તી એવી કમજોર પણ ના હોવી જોઇએ કે કૂતરાઓ ફાયદો ઉઠાવી જાય...