28 February 2017

વકીલ રાખવાની ત્રેવડ નથી અને સમયનો અભાવ હોવાથી આ લખાણમાં અતિ ઉત્સાહ હોવા છતાં હાલમાં જીવીત કોઈ વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ કરેલ નથી.
જાણકારી ન હોવા કરતાં અધૂરી જાણકારી હોવી અત્યંત જોખમકારક છે ! છેલ્લાં ઘણાં દિવસથી કેટલાંક શૈક્ષણિક બૂટલેગરો કહે છે કે, “પહેલાંના ઋષિમુનિઓ ઝાડ નીચે બેસીને ભણાંવતા હતાં છતાં આજના કરતાં સારું શિક્ષણ આપતાં હતાં.” વાગોળને હંમેશા દુનિયા ઉંધી જ દેખાય ! ગઈકાલના ઋષિમુનિઓનું જ લેટેસ્ટ વર્ઝન “શિક્ષક” છે.
ઉપરના વાક્યને ફરી એકવાર વાંચો. “ઝાડ નીચે ભણાવતાં ......” યસ, ભણાવતાં અમે ક્યાં ભણાવીએ છીએ જ ? ૧૮ પુરાણો, શાસ્ત્રો જોઈ લીધાં, એક પણ ઋષિમુનિ BLO  ન હતાં. કોઈ ઋષિમુનિ ઓડીટ કરાવવા ગયા નહોતાં. કોઈ ઋષિમુનિ ૨૦ દિવસીય બ્લોક-ક્લસ્ટરની તાલીમમાં જોડાયા ન હતાં, એકપણ આશ્રમનું ઈન્સ્પેક્શન થયું ન હતું. હોળી-દિવાળી જેવા ઉત્સવો સિવાય અન્ય કોઈ ઉત્સવનું આયોજન કરેલ ન હતું. તે સમયે હજુ શિષ્યવૃતિના કોઈ પત્રકો બન્યા ન હતાં. ઓન લાઈન ડેટા એન્ટ્રીને લગભગ પાંચેક હજાર વર્ષની વાર હતી. તે સમયે રાજાશાહી હોવાથી કોઈ ઋષિમુનિને પ્રિસાઈન્ડિંગ કે પોલિંગ ઓફિસરનો ઓર્ડર મળ્યો ન હતો. ૯ નું ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા કોઈ ઋષિમુનિ દર દર કી ઠોકરે ખાતાં જોવામાં આવ્યા નથી. આવું તો કેટલુંય ગણાવી શકાય તેમ છે.
ઋષિમુનિઓ સફળ હતાં તેનું કારણ છે:- આશ્રમોમાં ગુરૂઓ સિવાય અન્ય કોઈ અધિકારી અથવા કેન્દ્રિય સંસ્થાનું કોઈ નિયંત્રણ ન હતું. આપણા દેશની ગૌરવ સમી વિક્રમશિલા વિદ્યાપીઠમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. આ વિદ્યાપીઠનું સમગ્ર સંચાલન એક મુખ્ય અધ્યક્ષ અને ૬ વિદ્વાનોની સમિતિ મળીને વિદ્યાપીઠની પરીક્ષા, શિક્ષણ, શિસ્ત વગેરેનો પ્રબંધ કરતા હતાં. ભારતની એકપણ વિદ્યાપીઠ, આશ્રમ કે ગુરૂકુળમાં રાજકારણને પ્રવેશ ન હતો. (રાજકારણ ખરાબ બાબત છે એવું કહેવાનો બિલકુલ આશય નથી.) તમામ સંસ્થાઓ સ્વાયત્ત હતી. વળી, આ સંસ્થાઓમાં કઠોર અનુશાસનનું પાલન કરાવવામાં આવતું. તક્ષશીલાની શસ્ત્ર વિદ્યાલયમાં જુદાંજુદાં રાજ્યોના ૧૦૩ રાજકુમારો ભણતાં હતાં. તેઓ પણ જો વારંવાર ભૂલો કરે તો તેમનેય મહાપ્રસાદી મળતી હતી !
હાલની સરખામણીમાં તે સમયનો PTR  ૫:૧ હતો.(પાંચ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક) આ માહિતી નાલંદા વિદ્યાપીઠની છે. જે સમાજમાં કવિ કરતાં ક્લાર્કને બેંકલોન જલદી મળતી હોય તે સમાજમાં શિક્ષક શું કરી શકે ?? દરેક ગુરૂકૂળને માટે કેટલાંક વિષયો ફરજીયાત હતાં, કેટલાંક વિષયો મરજીયાત હતાં તો કેટલાંક વિષયો ફરજીયાત અભરાઈએ ચઢાવી દીધેલ હતાં. પાઠ્યપુસ્તકો શિક્ષણમાં બાધારૂપ હોવાથી આશ્રમોમાં તેમને એડમિશન મળ્યું ન હતું. પ્રશ્નપત્રો અને OMR SHEET ઋષિમુનિઓએ રિજેક્ટ કરી, માત્ર પ્રેક્ટીકલ એક્ઝામ લેતાં હતાં. પ્રતિ માસ રૂ.૧૮૦૦ ની સ્વચ્છતા ગ્રાન્ટ મળતી ન હોવાથી આશ્રમનું તમામ કાર્ય ગુરૂ-શિષ્ય જ કરતાં હતાં. આશ્ચર્ય એ વાતનું છે કે ઈતિહાસમાં ક્યાંય એવું નોંધાયું નથી કે કોઈ વાલી પોતાના બાળકને આશ્રમમાં કામ કરાવે છે એવી ફરીયાદ લઈને આવ્યું હોય !!!
પુરાતન કાળમાં શિક્ષકની એક લાયકાત એ હતી: તે કોઈ એક વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ અને અન્ય વિષયોનો જાણકાર હોવો જોઈએ. આજના સંદર્ભમાં મૂલવો તો આજે ધોરણ ૬ થી ૮ ના શિક્ષક માટે પ્રજ્ઞા વર્ગનો ઊંબરો ડુંગરો બની જાય છે ! તથા પ્રજ્ઞા શિક્ષક માટે ધોરણ ૬ થી ૮ એ કોઈ વિઝા લઈને જ જઈ શકાય એવું સ્થળ બની જાય છે ! આ વાત ન સમજાય તો આ ફકરાની પહેલી બે લીટી ફરી વાંચી લો. આમાં વાંક શિક્ષકનો નથી. આઝાદી બાદ આ દેશમાં સૌથી વધુ પ્રયોગો શિક્ષણ અને દેડકા પર જ થયા છે ! આ સિલસિલો હજુ ચાલુ છે.
વિદ્યાપીઠોમાં ૫/૧૦ થી માંડીને ૬૦ વિષયો સુધીનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થી જે વિષયમાં વધુ રસ બતાવતો, તે વિષયનું વ્યાપક જ્ઞાન આપીને તેને તે વિષયનો “નિષ્ણાંત” બનાવવામાં આવતો હતો. ભૌતિક વિષયોની સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પણ શીખવાડવામાં આવતી, એટલે તે સમયમાં શિષ્યોને વિદ્યાર્થીઓ કહેવાતા. આજે જે સાડા પાંચ કિલોના દફતરો ઊંચકીને પીળી પીળી બસોમાંથી ઉતરતાં કીડ્સ ઓક્ષ (બાળ બળદ) જુઓ છો ને તે “શિક્ષાર્થી” છે “વિદ્યાર્થી” નથી.
દરરોજ સૂર્યોદય થાય અને એકાદ પ્રવૃતિ કરાવવાનો પરીપત્ર નિશાળ શોધતો શોધતો આવી જાય છે. અભ્યાસિક પ્રવૃતિઓ ઘટતી જાય છે ને સહ અભ્યાસિક પ્રવૃતિઓ વધતી જાય છે !! એકપણ ભારતમાતાનો પુત્ર શાળામાંથી આ નકામી પ્રવૃતિઓ બંધ કરવી એવો પરીપત્ર કરતો નથી. ઉદાહરણ સહિત વાત કરીએ તો જ્યારથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી પ્રાર્થના સંમેલનમાં કરાવવાની વિવિધ પ્રવૃતિઓના અઢળક પરીપત્રો થયા છે. પ્રાર્થના, ભજન, ધૂન, બાળગીત, અભિનય ગીત, આજનું પંચાંગ, સમાચાર વાંચન, ઉખાણાં, પ્રશ્નોત્તરી, યૌગિકક્રીયાઓ, શિક્ષકોના વક્તવ્ય, આજનું ગુલાબ, આજનો દિપક, પ્રજ્ઞાગીત, પ્રતિજ્ઞાપત્ર, ઘડિયાગાન, પુસ્તક સમિક્ષા વગેરે વગેરે વગેરે, ઉમેરાતું જ રહ્યું છે. કોઈ સરસ્વતીના સાચા સાધકે આમાંથી આ પ્રવૃતિઓ હવે રદ કરવી એવો લેટર કર્યો ખરો ?? શિક્ષક એક્ટેવીટી ઓક્ટૉપસ બની ગયો છે ! શિક્ષકો સ્વ વિવેકથી મેનેજ કરે જ છે, છતાં કોઈક તો સમજો !!
કેટલાંક ચોક્કસ શિક્ષકોની જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રસંશાના પુલ બાંધવામાં આવે છે. “તમે તો તાલુકાનું ક્રીમ છો, તમે તો જિલ્લાનું ક્રીમ છો, તમે તો રાજ્યનું ક્રીમ છો.” સ્વાર્થ સધાઈ જાય પછી આ ક્રીમ ખાટી છાશમાં રૂપાંતર થઈ જાય છે. “ “ખાટી છાશ” નું સ્થાન ક્યાં હોય તે તો આપણે જાણીએ જ છે. આ ક્રીમમાંથી ખાટી છાશ બનવાના સમય દરમ્યાન તે શિક્ષકના વર્ગનું શિક્ષણ વલોવાઈ જાય છે.
દલીલબાજીમાં પ્રકાશ ઓછો અને ગરમી વધુ હોય છે એટલે હવે કોઈ દલીલ કરવી નથી. પુરાતન સમયનું  શિક્ષણ બેશક સારૂ હતુ તેની ના નથી પણ તેના યોગ્ય સંદર્ભનો વિચાર કર્યા વગર આજના શિક્ષકને શૂળીએ ચઢાવવો બિલકુલ યોગ્ય નથી,

સહુથી સારો સંબંધ

સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે, એક સાથે ખૂલે છે,

એક સાથે બંધ થાય છે, એક સાથે રોવે છે, અને એક સાથે જ સુવે છે,

એ પણ આખી જિંદગી એક બીજા ને જોયા વગર..

નાનપણનો નોસ્ટાલજીયા

નાનપણનો નોસ્ટાલજીયા

પીળા કપડાને પાથરી,કંકુના છાંટા કરી,ગોળધાણા ની સાથે શીરો ધરાવી, જમણા હાથે નારાછડી બાંધી કપાળે ચાલ્લો કરીને કદાચ પહેલીવાર બંદાને શાળાએ મુકવા પપ્પા સ્કુટર પર આવ્યા હશે.શાળામાં પગ મુકતાજ હસતા હોઇશુ કે રડતા એ તો ઇશ્વર જાણે! પણ ઍક ગજબની લાગણી જન્મી હશે જે આજેય અકબંધ છે.

આજેય શાળાની બહારથી પસાર થતા “મારી સ્કુલ” એવા શબ્દો નીકળીજ જાય છે. બાલમંદિર કે પહેલા બીજામા પડતા, આખડતા ગરબડ ગોટાળા કરતા જીવનનો એકડો ઘુંટતા શીખ્યા.

રોજ રોજ એક જ રંગનો યુનીફોર્મ પહેરવાની ફરજ એકબીજામાં સમાનતા અને ભાઇચારાની ભાવના પ્રગટાવવા હતી એની જાણ કેટલાય ઉંમરથી મોટા થઇ ગયેલાઓને આજેય કદાચ નહી હોય.

“કરમણ્યૈ વાધીકારસ્તે” નો સિંધ્ધાંત ન જાણતા આપણે વિદ્યા નામની વનસ્પતીના પાંદડાને નોટબુકના બે પાનાની વચ્ચે મુકિને A ગ્રેડની રાહ જોતા ઍ યાદ કરીને  મ્હો મલકી જાય છે નહી?

સવારથી લાવેલા અને સાથે બેસીને ખાધેલાઍ નાનકડા નાસ્તાના ડબ્બામાં રહેલા સેવમમરા જેવો સ્વાદ આજે બત્રીસે જાતના ભોજનમાં શોધવા જઇએ તોય જડતો નથી.

આજના હાયજીનીક સેન્સમા જીવવા જાતને ટેવ પાડતા આપણને નાનપણમાં વાગતુ અને મ્હોઢાંનુ થુક તેના પર લગાડિને મુઠ્ઠી માટી તેના પર ચોપડિ દેતા અને પાછુ મટી પણ જતુ એ માન્યામાં નથી આવતુ.

“જોની જોની યસ પપ્પા.. ઇટીંગ શુગર નો પપ્પા “.. શીખતી વખતે કોને ખબર હતી કે આવનારી જિંદગીમાં નોકરીમાં બોસ સામે અને ધંધામાં ઉઘરાણીવાળાની સામે બોલવાના જુઠાણાની એ નેટ પ્રેકટિસ હતી!!!

હજીયે પેલો બાવો શોધે જડતો નથી જે આપણે ના ઉંઘી જઇએ તો આવવાનો હતો ને મારો બેટૉ કયારેય આવ્યો નથી..

દુકાનમાં જે ગમતું રમકડું આપણને ગંદુ છે એમ કહી ને બિજુ હાથમાં પકડાવામાં આવતુ ત્યારે એ ખુબ મોંઘું હતું એની સમજણ છેક આજે જઇને પડે છે.

ઍ શૈશવમાં ખાધેલો માર હશે કે પછી ઍમનાજ સીંચેલા સંસ્કાર કે આજે પણ સામે મળેલા શાળાના શીક્ષકને જોઇ રસ્તાની વચ્ચે પણ તેમને પગે લાગીયે છીયે. વળી પાછા આપણને જીવનમા આગળ વધેલા જોઇને જયારે તેમની આંખો હર્ષથી ભીની થઇ જાય ત્યારે એજ શીક્ષકની આપણે પાડેલી “પોપટ” જેવી ખિજ યાદ કરીને કયાંરેક પોતાના પર પણ આપણને ધીક્કાર થતો જ હશે નહિ?

એક હાથમા સાઇકલનુ હેન્ડલ અને બીજા હાથેથી પસાર થતા ટ્રેકટર કે ટ્રકની સાંકળ પકડિને પેન્ડલ મારવાના થાક માંથી બચવાના પ્રયત્નો કરવાના અને પાછા ઍ વાત પર મીત્રો સામે “સોટો” મારવાનુ યાદ આવતા રોમાંચ તો થાય જ છે... પણ.... એ વખતે હાથ છુટી ગયો હોત તો ??? કલ્પના માત્રથી ધુર્જારી છૂટિ જાય છે.

બાય ગોડ... વાગ્યુ આપણને હોય ને કીડી કેમની મરી જાય? અને બંધ ઓરડામાં આંખ સામેથી કાગડો આવીને મનગમતી ચોકલેટ કંયાથી લઇ જાય એ દુનિયાનું કોઇ બાળક આજ સુધી જાણી નથી શક્યુ અને જાણી શકશે પણ નહી. થેન્કસ ટુ આપણા જેવા મોટા લોકોનો....

બાળપણમા કોઇપણ વ્યક્તિના લગ્નના વરધોડામા મન મુકીને નાચી શકતા આપણને આજે કોઇ જાણીતાના લગ્નમાં હાથ પકડિને પણ ખેંચવામા આવે ત્યારે પેલુ સ્ટેટસ નામનુ આપણને વળગેલુ ભુત રોડ ઉપર ધુણવા દેતુ નથી.

પાડોશમાં રહેતા પટેલ કાકાની જે બેબી યુવાનીમાં ઘરે આવે તો પાણી પાણી થઇ જવાય એની જ બીક નાનપણમાં બતાવીને કહેવામાં આવતુ કે જલ્દી જમી લે નહીતો પટેલ કાકાની બેબી આવીને ખઇ જશે.. કમાલ છે!!!!

નીંતાતને નિરાંતમાં અનુભવવાનુ સિધ્ધ પુરુષો કહ્યી ગયા છે પણ કદાચ કોઇપણ જાતના સ્વાર્થ વગર બસ ઢોળાતા રહેતા ઍ શૈશવમાં ઍ પરમાત્મા ને શોધવો નહતો પડતો.

આપણા માંના ઘણાને આંગળી પકડીને મંદિર લઇ જઇ એક મૃતી બતાવીને કહેવામાં આવ્યુ હતુ કે આ ભગવાન એને પગે લાગવાનુ.. આપણે કેમ પૂછ્યુ ન હતુ ને એમણે આપણને કહ્યું પણ ન હતુ.. બસ એજ સિસ્ટમ આજે પણ ચાલે જ છે.
.
આજે એરકન્ડિશન બેડરુમમાં આળોટિ આળોટીને ઉંધ બોલાવા મથતા  આપણે શાળાથી ઘરે આવીને આખો દિવસ ખુબ બધ્ધુ રમતા સાંજ પડે જમતા ન જમતા અને ત્યાં તો આંખો ઍવી મીચાંતી કે સ્વપનાઓને ય થતુ કે  દખલ નથી કરવી.

આજે કદાચ સદભાગ્ય મળ્યુ કે શબ્દોથી વળી પાછા પેલા શૈશવ સુધી પંહોચી શકાયુ. બે ધડિ માંતો વિતેલા કઇ કેટલાય સંસ્મરણોને અનુભવવાનુ. કદાચ આ વાંચી શૈશવની કોઇ મીઠી યાદ તમને પણ આવી જાય તો જન્મારો સફળ....

27 February 2017

*પરિવાર* અને *મિત્રો* થી અલગ થઇ જઇયે તો આપડી કિંમત પણ અડધા કરતા ઓછી થઈ જાય...

આજે હું માર્કેટ ગયો
ખબર નહીં પણ આજ સુધી નહીં શીખેલું શીખવા મળ્યું...

મને દ્રાક્ષ ખરીદવી હતી.
મેં દ્રાક્ષ નો ભાવ પુસ્યો
દુકાન વાળા ભાઈ : Rs.80 / kg.
બાજુ માં અલગ અલગ છુટ્ટી દ્રાક્ષ પડી હતી.
મેં પુસુ : આનો શું ભાવ છે.?
દુકાન દાર: Rs.30/kg.

મેં પુસુ આટલો બધો તફાવત કેમ?

દુકાન દારે બોવજ સરસ જવાબ આપ્યો..

દુકાન દાર: સાહેબ, આ દ્રાક્ષ પેલા કરતા પણ સરસ છે!!
પણ તે લુમ્બ માંથી છૂટી ગઈ છે.

તરત એક વિચાર આવ્યો જો દ્રાક્ષ ખાલી લુમ્બ માંથી છૂટી પડી જાય તો તેનો ભાવ અડધા કરતા પણ ઓછો થય જાય ... તેમજ જો આપડે ગમે એટલા સારા હોઈએ પણ જો *પરિવાર* અને *મિત્રો*  થી અલગ થઇ જઇયે તો આપડી કિંમત પણ અડધા કરતા ઓછી થઈ જાય...

કૃપા કરી તમારા *પરિવાર* અને *મિત્રો* સાથે હંમેશા જોડાયેલા રહો.....

26 February 2017

RTE (Right to eduction) હેઠળ ગરીબ ઘરના બાળકો ને ખાનગી શાળામાં મફત પ્રવેશ માટે સક્રિયતા માં નોંધપાત્ર વધારો થયો છે .

છેલ્લા એક-બે વર્ષ થી RTE (Right to eduction) હેઠળ ગરીબ ઘરના બાળકો ને ખાનગી શાળામાં મફત પ્રવેશ માટે સક્રિયતા માં નોંધપાત્ર વધારો થયો છે .

     સોશિયલ મીડિયામાં પણ લોકો આ બાબત નો પ્રચાર કરી કરી "બહેતી ગંગા માં હાથ ધોઈ પુણ્ય કમાવા " જેવી ધન્યતા અનુભવી રહ્યા છે .

   રાજ્યભરમાં સરકારે પણ ખાનગી શાળા માં મફત પ્રવેશ ની આ RTE ની કામગીરી પણ અમારા જેવા કેટલાક શિક્ષકો ને સોંપી દીધી છે . અને આ અમારા પગ પર કુહાડો મારવાનું કામ અમે નિષ્ઠા પૂર્વક કરીશું એ સરકાર/તંત્રને ભરોસો છે અને અમોને "વ્યવસાયિક આત્મહત્યા કરવા ના કીમિયા" વિષય માં નિપુણતા મળતી જતી હોય એવું લાગે છે .  નો-કરી માં જે સોંપાય તે નિષ્ઠા પૂર્વક કરીએ છીએ . 

   પણ ખાનગી શાળામાં જયારે કોઈ નબળી આર્થિક સ્થિતિ નું બાળક ભણવાનું શરુ કરે ત્યારે તેમના વાલીઓ ને કેવો તફાવત નડે છે તે ધ્યાન દોરવા વિનમ્ર પ્રયાસ કરું છું .

1) RTE હેઠળ બાળકની ફી માફ થાય છે અન્ય ખર્ચ નહીં .

2) સરકારી શાળામાં ડ્રેસ ના પૈસા પણ સરકાર આપે છે . ખાનગી શાળાના મોંઘા ડ્રેસ  ગરીબ વાલી ને પોસાય ?

3) સ્પોર્ટ્સ નો વળી જુદો ડ્રેસ . શૂઝ પણ બે ટાઈપ ના લેવાના !

4) સરકાર બંને સેમેસ્ટરમાં પાઠ્ય પુસતકો અને સ્વાધ્યાય પોથીઓ પણ વિનામૂલ્યે  આપે છેખાનગી શાળામાં આ ખર્ચ પણ ખુબ મોટો હોય છે .

5) ખાનગી શાળામાં સિંગલ લાઈન ડબલ લાઈન ફોર લાઈન ચેક્સ લાઈન પ્રયોગ પોથી જનરલ નોલેજ સંગીત ચિત્ર જેવા અનેક સ્ટેશનરી ખર્ચ આવે જ રખે છે . સરકારી શાળામાં આ બધું અમે સરકાર શ્રી કે દાતા શ્રી કે સ્વખર્ચ દ્વારા પૂરું કરાવીએ છીએ .

6)સાંસકૃતિક કાર્યક્રમો માં બાળક ના ડ્રેસ પાછળ પણ ખાનગી શાળામાં મોટા ખર્ચ આવે છે . સરકારી શાળામાં આવો ખર્ચ સ્ટાફ મેનેજ કરી લે છે .

7) કાયમ પ્રોજેક્ટ પાછળ બાળક માટે વાલીએ ખાસ સમય અને પૈસા ખર્ચવા પડે છે . સરકારીમાં આ ચિંતા પણ એના શિક્ષક જ કરે છે .

8) બાળકોને પ્રોત્સાહિત કરવા સરકારી શાળામાં અનેક પ્રકારના પ્રોત્સાહક ઇનામો અપાય છે .

9) બાળક જયારે માંદુ પડે કે પડે આખડે તો પણ એના શિક્ષકો એનો તબીબી ખર્ચ જ નહિ એની વિશેષ કાળજી પણ લેતા જ હોય છે .

   સરકાર બાળકને ખાનગી શાળામાં ફી આપી શિક્ષણ આપે એ નિર્ણય ને સલામ . પણ આ *છુપા કમરતોડ ખર્ચ,  *હિડન ચાર્જીસ,  *કન્ડિશન એપ્લાય  પણ વિચારવા જેવા છે . એ પછી જ કોઈ ગરીબ ઘરના બાળકને મોંઘી સ્કૂલમાં એડમિશન માટે તરફેણ કરવી .

માત્ર_બાળદેવોના_જનહિતમાં_જારી .

24 February 2017

પુરાતન સમયનું  શિક્ષણ બેશક સારૂ હતુ તેની ના નથી પણ તેના યોગ્ય સંદર્ભનો વિચાર કર્યા વગર આજના શિક્ષકને શૂળીએ ચઢાવવો બિલકુલ યોગ્ય નથી

વકીલ રાખવાની ત્રેવડ નથી અને સમયનો અભાવ હોવાથી આ લખાણમાં અતિ ઉત્સાહ હોવા છતાં હાલમાં જીવીત કોઈ વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ કરેલ નથી.

જાણકારી ન હોવા કરતાં અધૂરી જાણકારી હોવી અત્યંત જોખમકારક છે ! છેલ્લાં ઘણાં દિવસથી કેટલાંક શૈક્ષણિક બૂટલેગરો કહે છે કે, “પહેલાંના ઋષિમુનિઓ ઝાડ નીચે બેસીને ભણાંવતા હતાં છતાં આજના કરતાં સારું શિક્ષણ આપતાં હતાં.” વાગોળને હંમેશા દુનિયા ઉંધી જ દેખાય ! ગઈકાલના ઋષિમુનિઓનું જ લેટેસ્ટ વર્ઝન “શિક્ષક” છે.

ઉપરના વાક્યને ફરી એકવાર વાંચો. “ઝાડ નીચે ભણાવતાં ......” યસ, ભણાવતાં અમે ક્યાં ભણાવીએ છીએ જ ? ૧૮ પુરાણો, શાસ્ત્રો જોઈ લીધાં, એક પણ ઋષિમુનિ BLO  ન હતાં. કોઈ ઋષિમુનિ ઓડીટ કરાવવા ગયા નહોતાં. કોઈ ઋષિમુનિ ૨૦ દિવસીય બ્લોક-ક્લસ્ટરની તાલીમમાં જોડાયા ન હતાં, એકપણ આશ્રમનું ઈન્સ્પેક્શન થયું ન હતું. હોળી-દિવાળી જેવા ઉત્સવો સિવાય અન્ય કોઈ ઉત્સવનું આયોજન કરેલ ન હતું. તે સમયે હજુ શિષ્યવૃતિના કોઈ પત્રકો બન્યા ન હતાં. ઓન લાઈન ડેટા એન્ટ્રીને લગભગ પાંચેક હજાર વર્ષની વાર હતી. તે સમયે રાજાશાહી હોવાથી કોઈ ઋષિમુનિને પ્રિસાઈન્ડિંગ કે પોલિંગ ઓફિસરનો ઓર્ડર મળ્યો ન હતો. ૯ નું ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા કોઈ ઋષિમુનિ દર દર કી ઠોકરે ખાતાં જોવામાં આવ્યા નથી. આવું તો કેટલુંય ગણાવી શકાય તેમ છે.

ઋષિમુનિઓ સફળ હતાં તેનું કારણ છે:- આશ્રમોમાં ગુરૂઓ સિવાય અન્ય કોઈ અધિકારી અથવા કેન્દ્રિય સંસ્થાનું કોઈ નિયંત્રણ ન હતું. આપણા દેશની ગૌરવ સમી વિક્રમશિલા વિદ્યાપીઠમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. આ વિદ્યાપીઠનું સમગ્ર સંચાલન એક મુખ્ય અધ્યક્ષ અને ૬ વિદ્વાનોની સમિતિ મળીને વિદ્યાપીઠની પરીક્ષા, શિક્ષણ, શિસ્ત વગેરેનો પ્રબંધ કરતા હતાં. ભારતની એકપણ વિદ્યાપીઠ, આશ્રમ કે ગુરૂકુળમાં રાજકારણને પ્રવેશ ન હતો. (રાજકારણ ખરાબ બાબત છે એવું કહેવાનો બિલકુલ આશય નથી.) તમામ સંસ્થાઓ સ્વાયત્ત હતી. વળી, આ સંસ્થાઓમાં કઠોર અનુશાસનનું પાલન કરાવવામાં આવતું. તક્ષશીલાની શસ્ત્ર વિદ્યાલયમાં જુદાંજુદાં રાજ્યોના ૧૦૩ રાજકુમારો ભણતાં હતાં. તેઓ પણ જો વારંવાર ભૂલો કરે તો તેમનેય મહાપ્રસાદી મળતી હતી !

હાલની સરખામણીમાં તે સમયનો PTR  ૫:૧ હતો.(પાંચ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક) આ માહિતી નાલંદા વિદ્યાપીઠની છે. જે સમાજમાં કવિ કરતાં ક્લાર્કને બેંકલોન જલદી મળતી હોય તે સમાજમાં શિક્ષક શું કરી શકે ?? દરેક ગુરૂકૂળને માટે કેટલાંક વિષયો ફરજીયાત હતાં, કેટલાંક વિષયો મરજીયાત હતાં તો કેટલાંક વિષયો ફરજીયાત અભરાઈએ ચઢાવી દીધેલ હતાં. પાઠ્યપુસ્તકો શિક્ષણમાં બાધારૂપ હોવાથી આશ્રમોમાં તેમને એડમિશન મળ્યું ન હતું. પ્રશ્નપત્રો અને OMR SHEET ઋષિમુનિઓએ રિજેક્ટ કરી, માત્ર પ્રેક્ટીકલ એક્ઝામ લેતાં હતાં. પ્રતિ માસ રૂ.૧૮૦૦ ની સ્વચ્છતા ગ્રાન્ટ મળતી ન હોવાથી આશ્રમનું તમામ કાર્ય ગુરૂ-શિષ્ય જ કરતાં હતાં. આશ્ચર્ય એ વાતનું છે કે ઈતિહાસમાં ક્યાંય એવું નોંધાયું નથી કે કોઈ વાલી પોતાના બાળકને આશ્રમમાં કામ કરાવે છે એવી ફરીયાદ લઈને આવ્યું હોય !!!

પુરાતન કાળમાં શિક્ષકની એક લાયકાત એ હતી: તે કોઈ એક વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ અને અન્ય વિષયોનો જાણકાર હોવો જોઈએ. આજના સંદર્ભમાં મૂલવો તો આજે ધોરણ ૬ થી ૮ ના શિક્ષક માટે પ્રજ્ઞા વર્ગનો ઊંબરો ડુંગરો બની જાય છે ! તથા પ્રજ્ઞા શિક્ષક માટે ધોરણ ૬ થી ૮ એ કોઈ વિઝા લઈને જ જઈ શકાય એવું સ્થળ બની જાય છે ! આ વાત ન સમજાય તો આ ફકરાની પહેલી બે લીટી ફરી વાંચી લો. આમાં વાંક શિક્ષકનો નથી. આઝાદી બાદ આ દેશમાં સૌથી વધુ પ્રયોગો શિક્ષણ અને દેડકા પર જ થયા છે ! આ સિલસિલો હજુ ચાલુ છે.

વિદ્યાપીઠોમાં ૫/૧૦ થી માંડીને ૬૦ વિષયો સુધીનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થી જે વિષયમાં વધુ રસ બતાવતો, તે વિષયનું વ્યાપક જ્ઞાન આપીને તેને તે વિષયનો “નિષ્ણાંત” બનાવવામાં આવતો હતો. ભૌતિક વિષયોની સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પણ શીખવાડવામાં આવતી, એટલે તે સમયમાં શિષ્યોને વિદ્યાર્થીઓ કહેવાતા. આજે જે સાડા પાંચ કિલોના દફતરો ઊંચકીને પીળી પીળી બસોમાંથી ઉતરતાં કીડ્સ ઓક્ષ (બાળ બળદ) જુઓ છો ને તે “શિક્ષાર્થી” છે “વિદ્યાર્થી” નથી.

દરરોજ સૂર્યોદય થાય અને એકાદ પ્રવૃતિ કરાવવાનો પરીપત્ર નિશાળ શોધતો શોધતો આવી જાય છે. અભ્યાસિક પ્રવૃતિઓ ઘટતી જાય છે ને સહ અભ્યાસિક પ્રવૃતિઓ વધતી જાય છે !! એકપણ ભારતમાતાનો પુત્ર શાળામાંથી આ નકામી પ્રવૃતિઓ બંધ કરવી એવો પરીપત્ર કરતો નથી. ઉદાહરણ સહિત વાત કરીએ તો જ્યારથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી પ્રાર્થના સંમેલનમાં કરાવવાની વિવિધ પ્રવૃતિઓના અઢળક પરીપત્રો થયા છે. પ્રાર્થના, ભજન, ધૂન, બાળગીત, અભિનય ગીત, આજનું પંચાંગ, સમાચાર વાંચન, ઉખાણાં, પ્રશ્નોત્તરી, યૌગિકક્રીયાઓ, શિક્ષકોના વક્તવ્ય, આજનું ગુલાબ, આજનો દિપક, પ્રજ્ઞાગીત, પ્રતિજ્ઞાપત્ર, ઘડિયાગાન, પુસ્તક સમિક્ષા વગેરે વગેરે વગેરે, ઉમેરાતું જ રહ્યું છે. કોઈ સરસ્વતીના સાચા સાધકે આમાંથી આ પ્રવૃતિઓ હવે રદ કરવી એવો લેટર કર્યો ખરો ?? શિક્ષક એક્ટેવીટી ઓક્ટૉપસ બની ગયો છે ! શિક્ષકો સ્વ વિવેકથી મેનેજ કરે જ છે, છતાં કોઈક તો સમજો !!

કેટલાંક ચોક્કસ શિક્ષકોની જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રસંશાના પુલ બાંધવામાં આવે છે. “તમે તો તાલુકાનું ક્રીમ છો, તમે તો જિલ્લાનું ક્રીમ છો, તમે તો રાજ્યનું ક્રીમ છો.” સ્વાર્થ સધાઈ જાય પછી આ ક્રીમ ખાટી છાશમાં રૂપાંતર થઈ જાય છે. “ “ખાટી છાશ” નું સ્થાન ક્યાં હોય તે તો આપણે જાણીએ જ છે. આ ક્રીમમાંથી ખાટી છાશ બનવાના સમય દરમ્યાન તે શિક્ષકના વર્ગનું શિક્ષણ વલોવાઈ જાય છે.

દલીલબાજીમાં પ્રકાશ ઓછો અને ગરમી વધુ હોય છે એટલે હવે કોઈ દલીલ કરવી નથી. પુરાતન સમયનું  શિક્ષણ બેશક સારૂ હતુ તેની ના નથી પણ તેના યોગ્ય સંદર્ભનો વિચાર કર્યા વગર આજના શિક્ષકને શૂળીએ ચઢાવવો બિલકુલ યોગ્ય નથી,

શિવ ને ભજો જીવ દિન રાત...

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન-રાત,*
*ડાક-ડમરું ના ડમડમાટ શંખ ના નાદ કરે છે વાત.*

*શિવ ને ભજો જીવ દિન રાત...*

*કાર્તિક-ગણેશ શિવ ના બાળ ઉમૈયા અર્ધાંગીની નાર,*
*દશાનન ભજે શિવ ના નામ તેઓ પણ કરે છે એક જ વાત,*

*શિવ ને ભજો જીવ દિન રાત...*

*શિવજી શોભે છે કૈલાશ ત્યાં વસે દેવો-ઋષિ-રાજ,*
*ચારણો નંદી ચરાવે ત્યાંજ કરે છે ચાર વેદ ની વાત,*

*શિવ ને ભજો જીવ દિન રાત...*

*કરે છે શિવજી તાંડવ નાચ દિગપાળો ના જુકતા હાથ,*
*જોઇને દેવો ફફડે આજ ભોળા ને વિનવે બેઉ હાથ,*

*શિવ ને ભજો જીવ દિન રાત...*

*હરિ ઓમ હર હર ના જ્યાં નાદ ત્યાં શશી-ભાણ ઉગે દિન-રાત,*
*તુજ વિણ દીપ "પ્રદીપ" ના વાત શિવ છો કણ કણ માં હયાત ,*

*શિવ ને ભજો જીવ દિન રાત...*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

👆🏻👆🏻👆🏻

*કવિ 'પ્રદીપ' ગઢવી...*
   (રિ. રેંજ ફોરેસ્ટ ઓફિસર)
મુ. ધુનાનાગામ હાલે માંડવી-કચ્છ.

🕉💐ઉપર લખેલી શિવ-સ્તુતિ શ્રી પ્રદિપભાઈ ગઢવી દ્વારા લખાયેલી છે અને તેઓ પોતેજ તેનું સંગીત આપેલું છે અને પોતેજ ગાયેલી છે.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

14 February 2017

ઇન્કમટેક્ષની જોગવાઈઓ સરળ શબ્દોમાં

*ઇન્કમટેક્ષની જોગવાઈઓ સરળ શબ્દોમાં*:-

*કલમ 44A:*
~2 લાખની વાર્ષિક આવક  અથવા 25 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારને ચોપડા રાખવામાંથી મુક્તિ

~*કલમ 139(1)*માં દંડ માટે *કલમ 234F* દાખલ  કરવામાં આવી છે તે અનુસાર,

~ઑડીટ સિવાયના કેસોમાં જો ઇન્કમટેક્ષ રિટર્ન 31,જુલાઈ પછી પરંતુ 31,ડિસેંબર સુધીમાં ન ભરાય તો ₹5000 સુધીનો દંડ અને 31 માર્ચ સુધીમાં ન ભરાય તો ₹10000 સુધીનો દંડ

~જ્યારે 5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ માટે  ₹1000 સુધીનો દંડ

*રિફંડ:*
~*કલમ 244A* અનુસાર હવેથી રિટર્ન ભર્યા તારીખથી રિફંડ છૂટું થયા તારીખ સુધીનું વાર્ષિક 6%લેખે  વ્યાજ અપાશે.

~હવેથી 1 વર્ષમાં રિફંડ છૂટું કરી દેવાશે.

~*કલમ 244(1)(B)* અનુસાર હવેથી નિર્ધારિત રકમ કરતાં વધુ ભરેલ   Advance Tax,Self-Assessment Tax ની રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે.

~જ્યારે કલમ 234A,કલમ 234B,કલમ 234C અને કલમ 220(2) અનુસાર ટેક્ષની રકમ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરાશે.

~E-Assessment નો વ્યાપ વધારાશે જે અનુસાર સ્ક્રુટિની હેઠળના કેસોમાં પણ આકારણીનું રિફંડ વ્યાજ સાથે ચુકવવાનું રહેશે.

~*કલમ 194 IB* અનુસાર હવેથી માસિક ₹50000થી વધુ ઘરનું ભાડું ચુકવનારે વાર્ષિક ભાડાની રકમમાંથી 5% TDS કાપીને ભાડું ચુકવવું પડશે.

*કેપિટલ  ગેઈન:*
~કેપિટલ ગેઈન ની ગણત્રી માટે Base Year 1981 ને બદલે 2001 ગણાશે.
*કલમ 10(38)*માં સુધારો:
~જો 1-10-2004 પછી STT (Securities Transaction Tax) ચૂકવ્યાં વગર શેર ખરીદવામાં આવ્યા હોય તો LTCG ( Long Term Capital Gain)લાંબાગાળાના મૂડી નફાનો લાભ નહિ મળે.
~IPO અને Bonus શેરમાં LTCG લાગું નહિ પડે.
~LTCG માટે સ્થાવર મિલકતનો Holding Period 3 વર્ષ થી ઘટાડીને 2 વર્ષ કરેલ છે.

*કેપિટલ  ગેઈન બોન્ડ*
~*કલમ 54EC*  અનુસાર 50 લાખસુધીના કેપિટલ ગેઈનનું રોકાણ કરવા માટે  NHAI અને RECLના બોન્ડ  ઉપરાંત એવા નિયત કરાયેલ બોન્ડ કે જે 3 વર્ષમાં Redeemable હોય તે માન્ય  ગણાશે.

*TDS:*
~ પ્રોફેશનલ  ફી ની ચૂકવણીમાં 2% લેખે TDS  કાપવો પડશે.
~ફોર્મ 15G અને ફોર્મ 15H નો વ્યાપ વધારાયો.
~₹15000નું કમિશન મેળવનાર Insurance Agent ફોર્મ 15G અને ફોર્મ 15H આપી શકશે.

*બિલ્ડર:*
~31-3-2017 સુધીમાં Completion Certificate મેળવનાર બિલ્ડરને 31-3-2018 પછી વેચાયા વિના પડી રહેલા મકાનોની ભાડાની કાલ્પનિક આવક ગણીને તેના પર ટેક્ષ ભરવો પડશે.

~ હવેથી પ્રોજેકટની BUC મેળવ્યા બાદ જમીન માલિકને કેપિટલ ગેઈન ટેક્ષ લાગશે.

~*કલમ 80IBA* અનુસાર પ્રોજેકટમાં 30-સ્ક્વેર મીટર-4 મેટ્રોપોલિટન શહેરો માટે અને
60 સ્ક્વેર મીટર- તે સિવાયના ભારતના શહેરો માટેની ગણતરી
બિલ્ટ -અપ અેરીયાને બદલે કાર્પેટ અેરીયા તરીકે ગણવામાં આવશે.અને પ્રોજેક્ટ 3 વર્ષ  ને બદલે 5 વર્ષમાં પુરો કરવાનો રહેશે.

*ઇન્કમટેક્ષ રિટર્ન:*
~5 લાખથી ઓછી બિન ધંધાકીય આવક ધરાવનાર માટે 1 પાનાનું રિટર્ન બહાર પડાશે.
~રાજકીય પક્ષો માટે નિર્ધારીત  સમયગાળામાં ઇન્કમટેક્ષ રિટર્ન ભરવાનું ફરજિયાત બનાવેલ છે.

*રિવાઈઝડ ઇન્કમટેક્ષ રિટર્ન:*
~ ઇન્કમટેક્ષ રિટર્ન 12 મહિનામાં રિવાઈઝ કરી શકાશે.

*ટેક્ષ રેટમાં ફેરફાર:*
~વ્યક્તિગત અને HUF કરદાતાઓ કે જે  2.50 લાખથી 5.00 લાખની મર્યાદામાં આવક ધરાવતા હોય તેમને માટે ટેક્ષનો દર 5% રહેશે.
~50 કરોડ સુધીનો વકરો ધરાવતી કંપની માટે ટેક્ષનો દર 25% રહેશે.

*રિબેટ:*
~*કલમ 87A* હેઠળ હવે  ₹3.50 લાખ સુધીની આવક ધરાવનારને ₹5000ને બદલે ₹2500 ટેક્ષમાંથી રિબેટ મળવાપાત્ર રહેશે.

*સરચાર્જ:*
~50 લાખથી 1 કરોડ સુધીની આવક ધરાવનારને 10% સરચાર્જ લાગુ પડશે.
~જ્યારે 1 કરોડથી વધુ આવક ધરાવનારને 15% સરચાર્જ ચાલુ રહેશે.

*સ્ક્રુટિની:*
~નવા કરદાતાઑ 1 વર્ષ માટે સ્ક્રુટિનીને પાત્ર બનશે નહિ.
~હવેથી સ્ક્રુટિની કેસ આકારણી વર્ષના અંતથી 18 મહિનામાં પૂર્ણ કરવા પડશે.ત્યારબાદ આકારણી 12 મહિનામાં પૂરી કરવી પડશે.

*રોકડ પર નિયંત્રણ:*
~*કલમ 269T* અનુસાર ₹3 લાખથી વધુની રોકડ કોઈપણ વ્યક્તિ પાસેથી અેક દિવસમાં કે અેક ટ્રાન્સૅકશનના સંદર્ભમાં લેવા પર નિયંત્રણ  મુકવામાં આવેલ છે.આ જોગવાઇનો ભંગ કરનારને  *કલમ 271DA* અનુસાર જેટલી રોકડ મેળવી હોય તેટલો દંડ કરવામાં આવશે.

~હવેથી કોઈપણ મૂડીખર્ચના  સંદર્ભમાં  ₹10000થી વધુ રોકડ ચૂકવણી કરી શકાશે નહિ.

*TCS:*
~દાગીનાઓના વેચાણના સંદર્ભમાં TCS ની જોગવાઈ પડતી મુકવામાં આવી છે.

*ધાર્મિક દાન:*
~હવેથી *કલમ 80G* અનુસાર માત્ર ₹2000 રોકડ દાન સ્વીકારી શકાશે.

*રાજકીય પક્ષોને દાન:*
~હવેથી રાજકીય પક્ષો કોઇપણ એક વ્યક્તિ પાસેથી ₹2000 રોકડ દાન સ્વીકારી શકાશે.

~હવેથી *કલમ 44AD* હેઠળ ચેકથી અથવા ડિજીટલ માધ્યમથી ખરીદ અને વેચાણના સંદર્ભમાં કુલ  વકરાના 6% લેખે નફો બતાવી શકાશે.

*ઓડીટ:*
~હવેથી 2 કરોડથી વધુના Total Turnover કે Gross Receipts સંદર્ભમાં જ ઓડીટની જવાબદારી લાગુ પડશે.

~*RGESS* (Rajiv Gandhi Equity Savings Scheme) બંધ કરવામાં આવેલ છે.

*ઈન્કમટેક્ષ રિટર્ન ની ચકાસણી  સત્તા:*
~જો ઈન્કમટેક્ષ વિભાગના સર્ચ દરમ્યાન ₹50 લાખથી વધુની છુપી આવક અથવા સમ્પત્તિ મળી આવશે તો 10 વર્ષ(2007) જૂના ઈન્કમટેક્ષ રિટર્નોની ચકાસણી થશે.

~ગેરકાયદેસર વિદેશી મિલકત ધરાવનારના 16 વર્ષ જૂના ઈન્કમટેક્ષ રિટર્નોની ચકાસણી થશે.

આવકવેરા વિભાગને ઉપરોકત સત્તા  આપવા માટે *કલમ 153A,કલમ 132, કલમ 132A*  માં ફેરફાર કરવામાં આવ્યો છે.

~*(NPS) National Pension System:* હેઠળ  કરેલ રોકાણમાંથી ઈમર્જેન્સી કેસમાં કરેલ  25% સુધીના ઉપાડ પર કોઈ ટેક્ષ નહિ લાગે.

~*MAT( Minimum Alternate Tax):*  Carry Forward  કરવાની સમયમર્યાદા 10 થી વધારીને 15 વર્ષ  કરવામાં આવી છે.

~ વ્યવસાયીકો 1 હપ્તામાં Advance Tax ભરી શકશે.

*મકાન મિલકતનુ નુકશાન:*
~*કલમ 71* માં સુધારા અનુસાર હવેથી માત્ર ₹2 લાખ સુધીનું નુકસાન અન્ય આવક સામે set-off કરી શકાશે અને બાકીની રકમ 8 નાણાંકીય વર્ષ સુધી Carry- forward કરી શકાશે.

5 February 2017

*ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સોલાર પાવર પ્લાન્ટ લગાવવા અધધ  સબસીડી*

*ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સોલાર પાવર પ્લાન્ટ લગાવવા અધધ  સબસીડી*

ગુજરાત સરકાર(ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી) દ્વારા ગુજરાત રાજયના દરેક જિલ્લાઓમાં ઘરે ઘરેે સૌરઉર્જા પહોંચાડવા સોલાર રૂફ ટોપ પાવર પ્લાન્ટ લગાડવાની નીતિ અમલમાં મુકવામાં અાવી છે.
આ યોજના અનુસાર ગ્રાહકને ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા નીચે મુજબના ફાયદા *31-03-2017*  સુધી આપવામાં આવશે.

-આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા  પ્રતિ 1KWp સૌર ઉર્જા પાવર પ્લાન્ટ માત્ર  રૂ. ૬૯,૦૦૦/- ના નજીવી કિંમતમાં આપણા ઘરની અગાશી પર પ્રતિ 1KWp ૬ ફૂટ લંબાઇ અને 13 ફૂટ પહોળાઈ ની જગ્યામાં ૫ વર્ષની ગેરેન્ટી સાથે લગાવી દેવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા પ્રતિ 1KWp માટે રૂ.૧૦,૦૦૦/- અને 2KWp માટે રૂ. ૨૦,૦૦૦/- ની સબસીડી અને ભારત સરકાર દ્રારા ૩૦% સબસીડી આપવામાં આવશે. અેટલે તમારા ઘરમાં સબસીડી મળીયા પછી માત્ર *રૂ. ૩૮,૩૦૦/-* માં પડશે.

*સોલાર સિસ્ટમનો ઉપયોગ*
આપણા ઘરમાં રહેલી તમામ ઈલેકટી્ક આઇટમ જેવી કે એ. સી., ફી્ઝ, ટી.વી.,પાણીની મોટર,  વોશિંગમશીન , ઈસ્ત્રી, લાઇટ-પંખા  વેગેરેના વપરાશ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ.

*આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે આજે જ સંપાર્ક કરો *

*રૂફટોપ સિસ્ટમ ની અરજી ના જરૂરી ડોક્યુમેન્ટ્સ*.
1.GEDA  અરજી ફોર્મ ગ્રાહક ની સહી સાથે.
2.રૂ 1150 નો " Gujarat Energy Development Agency " ના નામ નો ચેક અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ.
3.છેલ્લા ઇલેક્ટ્રિક બિલ ની નકલ.- ગ્રાહક ના  સ્વપ્રમાણિત
4.પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ - 3 નં. ફોટો ની પાછળ ગ્રાહક નું પૂરું નામ લખવું.
5.ફોટો આડી પુરાવા  માટે - પાન કાર્ડ / આધાર કાર્ડ /ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસેંસ ( કોઈપણ એક ગ્રાહક ના  સ્વ પ્રમાણિત )- એક નકલ.
6.એડ્રેસ પુરાવા માટે- આધાર કાર્ડ /ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસેંસ ( કોઈપણ એક ગ્રાહક ના  સ્વપ્રમાણિત )- એક નકલ.
7.રહેઠાણ ના પુરાવા માટે-ઘરવેરા ની છેલ્લી પહોંચ અથવા વેચાણ દસ્તાવેજ અથવા મિલકત કાર્ડ અથવા ઈન્ડેક્સ નં-2.( કોઈપણ એક ગ્રાહક ના  સ્વ પ્રમાણિત )- એક નકલ.
8.જો પ્રોપર્ટી /રહેણાંક ભાડા પેઠે હોય તો , ભાડા અંગે ના કરાર ની નકલ.(ગ્રાહક ના  સ્વપ્રમાણિત).
9.જો રહેણાંક ફ્લેટ હોય તો,સોસાયટી નું ના વાંધા (NOC ) આપવું.

આ  યોજનાની  માહિતી  તમારા  મિત્રો અને  ફેમિલીને  મોકલવાનું  ભૂલશો  નહીં  જેથી  તમારા   મિત્રો અને ફેમિલી  પણ ગુજરાત સરકારની આ  યોજનાનો  લાભ  લઈ શકે