23 February 2018

તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે, તમારો પૂરતો ટેકો, તમારી લાગણીઓ અને સૌથી વધુ તો તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ.

કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે, પણ જરા, આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો. આ એક એવી યુવતી છે, જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે. એને પણ તમારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓછે, કારણ, એ પણ તમારા જેવી જ ‘મનુષ્ય’ છે. એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી. એક એવી ‘સિસ્ટમ’ સાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી. એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20-25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો તમે તમારા કુટુંબીઓને કરો છો. આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ છે. પ્રથમ દિવસથી જ, એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ, નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો. એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામ એ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે. એ કદાચ તમારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય, ને છતાંય – એક નોકર, એક રસોઈયણ, એક મા, એક પત્ની – આ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે, એવી આશા રખાય તમે એની પાસેથી શું ઈચ્છો છો, એ વાત-તમારી જેમ જ-એ પણ જાણતાં શીખી રહી છે. એ જાણે છે કે એની બહુ માગણીઓ તમને સ્વીકાર્ય નહીં હોય, તમારાથી ઝડપથી એ કંઈ શીખશે એ પણ તમને નહીં ગમે. એને પણ પોતાનું મિત્ર-વર્તુળ છે, જેમાં છોકરાઓ પણ છે, અને કામને સ્થળે પુરુષો પણ છે. એ મિત્રોને એ નાનપણથી જાણે છે, છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે, જેથી તમારી તર્કહીન અદેખાઈ, બિનજરૂરી હરીફાઈ અને તમારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં. હા, એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી-ગાઈ શકે છે, પણ તે એમ કરશે નહિ – ખુદ તમે કહેશો તો પણ નહિ, કેમ કે તમને જ નહિ ગમે. કામના સ્થળે કોઈ વાર સમયમર્યાદામાં કામ પતાવતાં એને પણ તમારી જેમ મોડું થઈ શકે છે. એના જીવનના, તમારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે. બસ, જો તમે એનામાં વિશ્વાસ મૂકો, એને થોડી મદદ કરો તો તમારા આખા ઘરમાં તમને એકને જ એ ઓળખતી હોઈ, તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે, તમારો પૂરતો ટેકો, તમારી લાગણીઓ અને સૌથી વધુ તો તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ.

14 February 2018

પરિવર્તન મારે કરવાનું છે,* *દુનિયા ને નહીં...*

▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🌼🌸☘🌿🌾🍀🌼☘🌿
🙏🏻🌹🙏🏻
*જીવન માં ક્યારેય જો હું ખરાબ લાગુ,*

*તો દુનિયા ને જણાવતા પહેલા,*
*એકવાર મને જુરૂર થી જણાવી દેજો...*

*કારણ કે પરિવર્તન મારે કરવાનું છે,*
*દુનિયા ને નહીં...*

                  

13 February 2018

વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ કારણ કે દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે, પરંતુ દ્રષ્ટિકોણનો નહીં.

સોબત...

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.

એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે.

ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.

એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.

ડ્રાઈવરે એટલી કુશળતાથી "Theory of Relativity" સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા.

પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ? એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે.

માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે 'તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.'

આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો. માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.

અને છેલ્લે...

વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ
કારણ કે
દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે,
પરંતુ
દ્રષ્ટિકોણનો નહીં.

4 February 2018

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.

માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’

ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’

માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’

ભગવાન હસ્યા. પૂછ્યું, ‘પણ શું થયું?’

માણસે કહ્યું, ‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું...’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘પછી મોડું થતું હતું

એમાં સ્કૂટર બગડી ગયું. માંડ-માંડ રિક્ષા મળી.’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી... એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’

ભગવાન માત્ર હસ્યા.

માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’

ભગવાને પૂછ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ AC ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી. ભગવાન, બધી તકલીફ મને જ. આવું કેમ કર્યું તેં મારી સાથે?’

ભગવાને કહ્યું, ‘જો, મારી વાત શાંતિથી સાંભળ. આજે તારી ઘાત હતી. મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી. અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત. ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત. એટલે ફોન બંધ થયો. તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું ખ્ઘ્માં સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી ! હું છુંને, તને બચાવવા જ મેં આ બધું કર્યું.’

માણસે કહ્યું, ‘ભગવાન, મારી ભૂલ થઈ. મને માફ કરો. આજ પછી ફરિયાદ નહીં કરું.’

ભગવાન બોલ્યા, ‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું. હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે. જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે. મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ. જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે. હું છુંને.’