30 March 2018

શિક્ષક એવો અરીસો છે જે સમાજ કે રાષ્ટ્રના પ્રતિબિંબ ને પોતાનામા ગ્રહિત કરે છે.

" મુલ્યશિક્ષણ ની વાતો કરતા કેટલાક લોકો બાળકોની આદતો ને લઈ તેના શિક્ષકોને જવાબદાર ઠેરવતા હોય છે. એ વાત આંશિક રીતે સાચી પણ છે. છતાં એનો અર્થ એ નથી કે શિક્ષક જ એના માટે જવાબદાર છે.

એક જ શિક્ષકના હાથમા ભણેલા બે વિધાર્થીઓ  મા  સામર્થ્ય શક્તિ કે નૈતિક મુલ્ય કદી પણ સમાન ન હોય શકે.

સમાજના  ફલક  પર એક વાત વારંવાર સાંભળી ખરેખર દુઃખ થાય છે. ઘણા લોકો  ડગલે ને પગલે એવી વાતો કરતા હોય છે કે
- માસ્તરો હરામ નો પગાર  લે છે.
- માસ્તરો ને જલસા જ જલસા છે માસ્તરો વેકેશન ભોગવે છે.
- માસ્તરો  ભણાવતા નથી.
- માસ્તરો કંજુસ એટલે કે અતિ કરકસર કરવા વાળા હોય છે. 

તો આવી ફાલતુ મનો સ્થિતી ધરાવતા લોકો માટે મુખ્ય સવાલ એ છે કે:-

જો એવું જ હોય તો 'માં' જેટલા ઊંચા સ્તર પર એને શું કામ  મુકવામા આવે છે?

સરકારી ઓફીસોમા કરવાના થતા ચોકસાઈ વાળા કામો  જેવા કે વસ્તી ગણતરી, મતદાર નોંધણી એ બધું હરામનો પગાર લેનાર કરી શકે?

શિક્ષકો વર્દી ધારી રિશ્વતખોરો છે?
શિક્ષકો ને ટેબલ નીચે થી  થતી આવક નથી એટલે એ કરકસર યુક્ત જીવન શૈલી અપનાવે છે.

શિક્ષકો ના કામ ના કલાકોની વાતો કરનારા લોકો પણ જરા વિચારી લે.......

રાજ્ય  જ નહી  આખાય દેશ ના સરકારી વહીવટી દફતરો સવારે દસ વાગ્યે   જ ખુલે છે.સાંજના છ વાગ્યે બંધ થાય છે .એમા સેવારત  સેવાકર્મીઓ નો  જમવાનો સમય મોટા ભાગે  12:00 થી 4:00 કે 12:00 થી  3:00 હોય છે.

કામ ના કલાકો ......? કોણ વધુ કામ કરે છે?

ક્યા સરકારી સેવાકર્મી પાસે તેણે દૈનિક રીતે કરેલા કામ નુ સચોટ આયોજન હોય છે?

ક્યો સરકારી સેવાકર્મી શિક્ષક જેટલો નિયમિત હોય છે?

યાદ રહે  " 

અરીસાના તૂટી જવાથી પ્રતિબિંબ નથી તૂટતું.
પણ તૂટેલા અરીસાના અસંખ્ય ટુકડાઓ મા  એનુ સમાન દર્શન હોય છે. શિક્ષક એવો અરીસો છે જે સમાજ કે રાષ્ટ્રના પ્રતિબિંબ ને પોતાનામા ગ્રહિત કરે છે.

        નગારાનો નાદ કેવળ યુધ્ધ અને આરતી મા હોય છે.
       સાચા શિક્ષકનો અવાજ એના વિધાર્થી મા હોય છે.

29 March 2018

ખાનગી અને સરકારી શાળાનું મૂલ્યાંકન ન કરશો.

વિદ્યાર્થી  પરીક્ષા અને  આત્મહત્યા  એ બે  વિકલ્પમાંથી  બીજો વિકલ્પ પસંદ કરે  તો  શિક્ષણ નિષ્ફળ  છે.


કેટલાય  પાણી વગરના કૂવા બધે  કહેતા ફરે  છે કે,  "હાલ શિક્ષણનો ઘણો  વિકાસ થયો  છે..... " મને  ગળું ફાળીને બોલવા દો  કે, "શિક્ષણનો  નહીં  કિંતુ   શિક્ષણ સંસ્થાઓનો વિકાસ થયો  છે."

          જયાં ત્યાં  જાહેરમાં  સરકારી પ્રાથમિક શાળાઓ અને ખાનગી પ્રાથમિક શાળાઓ વચ્ચે  સરખામણીઓ કરવામાં આવે છે. એક અર્ધ સત્ય વારંવાર ઉચ્ચારવામાં આવે છે... "સરકારી કરતાં ખાનગી શાળાઓનું શિક્ષણ ઘણું સારું છે." ચાલો,  એક સર્વે હાથ ધરીએ. તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં બેઠા -બેઠા જ સર્વે થઈ જશે. સર્વે માટેના વિધાનો નીચે મુજબ છે. આપણે સરખી રજીસ્ટર સંખ્યા ધરાવતી એક સરકારી શાળા અને એક ખાનગી શાળા લેવાની  છે.

1. બંને શાળામાં ભણતાં વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવકની સરાસરી કાઢો.
2. બંને શાળામાં ભણતાં વિદ્યાર્થીઓના સામાજિક સ્ટેટસની સરાસરી મૂલવો.
3. બંને શાળામાં ભણતાં બાળકોના માતા -પિતાની શૈક્ષણિક લાયકાતની એવરેજ શોધી નાંખો.
4. બંને શાળાના અભ્યાસ કરતાં બાળકોના રહેઠાણના વિસ્તારોને મૂલવો.
5. બંને શાળાના બાળકો ઘરેથી કેટલી કેલેરીનું  ફૂડ ખાઈને આવે છે તેની સચોટ સરખામણી કરો.
6. બંને શાળામાંથી કઈ શાળાના, કેટલા બાળકો ઘરે આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ છે તે શોધો
7. બંને શાળામાંથી  કઈ શાળામાં, કેટલાં વિદ્યાર્થીઓ ચંપલ પહેર્યા વગર આવે છે તે પ્રામાણિકતાથી નક્કી  કરો.
8. બંને શાળામાં ભણતાં બાળકોની આજુબાજુ રહેતાં પાડોશીઓ મૂલવો. (ઉપર મુજબ )
9. બંને શાળામાં ભણતાં બાળકોના વાલીઓના વ્યસન બાબતે જાણકારી મેળવી મૂલયાંકન કરો.
10. બંને શાળામાં ભણતાં બાળકોના વાલીઓને સરેરાસ કેટલાં બાળકો છે ? તે ખોળો.
11. બન્ને શાળાના વિદ્યાર્થીઓમાં બિમાર પડવાની ટકાવારી સરખાવો.
12. બન્ને શાળાના બાળકોમાં માતા-પિતા દ્વારા વધારાનું શિક્ષણ પ્રાપ્ત કરતાં અને ટ્યુશન દ્વારા વધારાનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સરખામણી કરો.
13. બન્ને શાળામાંથી કઈ શાળાના શિક્ષકો બાળકો સાથે વધુ વિતાવી શકે છે? તેનું કારણ જાણો.

         સમાજને અને અધિકારીશ્રીઓને કહેવા દો કે, “ ઔડી અને સાઈકલની રેસ રાખીને પછી પાછળ રહી જતી સાઈકલને ગાળો ભાંડો છો, જો તમારે સ્પર્ધા જ કરવી છે તો બે ઔડી કાર વચ્ચે સ્પર્ધા કરાવો અથવા બે સાઈકલ વચ્ચે સ્પર્ધા કરાવો. થઈ જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી....”

           ગોખણપટ્ટી અને અનુભવજન્ય શિક્ષણ શું છે તે પણ જાણી લઈએ. નીચે દર્શાવેલ એક માત્ર પ્રશ્ન શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પૂછી જોજો.

* નાની/પીળી સક્કરટેટી ક્યાં થાય છે ?
એ. છોડ પર
બી. વેલ પર
સી. ક્ષુપ પર
ડી. ઝાડ પર

           સરકારી શાળાનું બાળક અનેક મુશ્કેલીઓ, દુ:ખો, ઝંઝાવાતો વચ્ચે શિક્ષણ પ્રાપ્ત કરે છે. ગુણોત્સવમાં આવનારનું સ્વાગત છે પરંતુ ઘેટા દૃષ્ટીથી ખાનગી અને સરકારી શાળાનું મૂલ્યાંકન ન કરશો.

26 March 2018

*આપનું બાળક વડપુરા શાળામાં ભણાવો*

*આપનું બાળક વડપુરા શાળામાં ભણાવો*
✍🏿✍🏿  ✍🏿✍🏿  
*વડપુરા અનુપમ પ્રાથમિક શાળા*
તાલુકો-કડી ,
જિલ્લો - મહેસાણા .
આચાર્ય શ્રી કિરણભાઈ દવે
મોબાઈલ- 90999 24368
  
*શાળા મા અભ્યાસ માટે દાખલ કરીએ......... શાળા ની વિશેષતા*

(1) મફત પ્રાથમિક શિક્ષણ

(2) મફત પાઠયપુસ્તકો

(3) શિષ્યવૃત્તિ.  DIRECT બાળક ના બેંક ખાતા માં

(4) ગણવેશ સહાય તમામ બાળકો ને RS. 300 DIRECT તેમના બેંક ખાતા માં

(5)  RO Plant નું શુધ્ધ, મીઠું પાણી

(6) બપોરે નિ:શુલ્ક જમાવાનુ તથા નાસ્તો

(7)દરેક બાળકોની નિ:શુલ્ક દાક્તરી તપાસ

(8) અનુભવ અને લાયકાત ધરાવતા શિક્ષકગણ

(9) ધોરણ 1 થી 2 માં પ્રવૃતિમય, આનંદમય ભાર વગરનું શિક્ષણ

(10)ધોરણ 5 થી 8 માં કોમ્પુટર દ્વારા ए-content સોફ્ટવેર અંતર્ગત શિક્ષણ

(11) શાળા નું  સ્વચ્છ રમણીય  વાતાવરણ

(12) કમ્પ્યૂટર લેબ, પુસ્તકાલય, પ્રયોગશાળા ની સુવિધા

(13) વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ની ઉજવણી

(14)પૂરતા સ્વચ્છ શૌચાલય ની સુવિધા

(15) નિયમિત વાલી સંમેલન

(16) નિયમિત એકમ કસોટી, માપસરનું ગ્રુહકાર્ય

(17) દરેક વર્ગખંડ મા જરૂરી વિજળી અને પંખા

(19)NMMS EXAM અને અન્યસ્પર્ધાત્મક પરીક્ષા ની ખાસ તૈયારીઓ

(20)  નબળા બાળકો માટે ઉપચારાત્મક શિક્ષણ, બાળમેળા, રમતોત્સવ, ગણિત વિજ્ઞાાન મેળો, શૈક્ષણિક પ્રવાસ, પ્રોજેક્ટ, મુલાકાત, બાળસભા, ચાલો આદર્શ બનીએ કાર્યક્રમ, ઈકો ક્લબ, ભાવવાહી પ્રાર્થના

(21)  બેસવા માટે  શેતરંજી, નાના STULS અને બેન્ચ

(22) શૌચાલય ની સફાઈ માટે સફાઈ કામદાર ની વ્યવસ્થા

(23) જમવા બેસવા માટે સ્વચ્છ સગવડ

(24) ખુલ્લા માં અભ્યાસ માટે ઓપન મનમોહક બાગબાની

(25) પરિસરમાં મા બેસવા માટે સુંદર બાકડા

(26)રમત ગમત સાધનો ની સુવિધા

(27) BISAG ઉપર ઓનલાઇન શૈક્ષણિક કાર્યક્રમો

(28) અધ્યતન સાઉન્ડ સિસ્ટમ

(29) FIRST AID BOX અને અગ્નિશામક સાધન ની સુવિધા

(30)નિયમિતતા, શિસ્ત, સંસ્કાર નુ શિક્ષણ

.☝🏿વર્ષ 2018/19 માટે ધોરણ 1 માં તારીખ 01/04 /2018 થી પ્રવેશ ચાલુ........

☝🏿ધોરણ 1 માટે ઉંમર તારીખ 31/05/2018 ના રોજ 5 વર્ષ પૂર્ણ થવા જોઇ એ.

☝🏿 ધોરણ 2 થી 8 માં તારીખ 02/05/2018 થી પ્રવેશ ચાલુ.

✍🏿✍🏿  
*વડપુરા અનુપમ પ્રાથમિક શાળા*
તાલુકો-કડી ,
જિલ્લો - મહેસાણા .
આચાર્ય શ્રી કિરણભાઈ દવે
મોબાઈલ- 90999 24368

🌹🌹WELCOME🌹🌹

24 March 2018

આભાર ઈશ્વરનો કે મને આવા વિદ્યાર્થીઓના શિક્ષક બનવાનું સદ્દભાગ્ય મળ્યું ....

શિક્ષક ની કમાણી.......
.
.
.
- વર્ષો પછી પણ હજારોની ભીડ માં પોતાના શિક્ષકને ઓળખી લે ...
-વષો પછી પણ ફેમિલી ફંકશનમાં ફરજીયાત આવવું જ પડશે એવું હક થી કહે...
- દસ-બાર વર્ષ પહેલા ભણાવેલા વિદ્યાર્થી પોતાના લગ્ન ની કંકોત્રી આપવા શિક્ષકને શોધતા શોધતા આવે
- સમય,સંજોગ ,સ્થળ કે માહોલની પરવા કર્યા વિના પોતાના શિક્ષકને ચરણસ્પર્શ કરે
- લગ્નનું આમંત્રણ આપતી વખતે ભારપૂર્વક કેતો જાય કે લગ્નમાં નહીં આવો તો આપડો સબંધ પૂરો.
-જયારે પણ કોલ કરે ‘તમારા હાથનો માર ખાવાની બહુ મજા આવતી’ એવું હસતા હસતા કહે .
-અજાણ્યા નંબર માંથી કોલ કરે ને શિક્ષક પૂછે ‘કોણ બોલો’ તો તરત જ કે ‘બસ ભૂલી ગયાને અમને’
-પોતાની ગમેતેવી સમસ્યાઓ ને સર સોલ્વ કરી જ આપશે એવા દ્રઢ વિશ્વાસ સાથે અડધી રાતે કોલ કરે

આભાર ઈશ્વરનો કે મને આવા વિદ્યાર્થીઓના શિક્ષક બનવાનું સદ્દભાગ્ય મળ્યું ....

19 March 2018

मगर क्या करता वह उस फरमान के आगे बेबस था .

स्कूल में सब खुश थे

क्योंकि सारे बच्चे पास थे

जो आये, वो पास

जो नहीं आये, वो भी पास

जिसने परीक्षा दी, वो पास

जिन्होंने नहीं दी, वो भी पास

सब खुश

बस दुखी था, तो वह अध्यापक जो इनकी इस खोखली नींव से भविष्य में होने वाले पतन को देख रहा था

मगर क्या करता वह उस फरमान के आगे बेबस था ....थाप लगाने, हाथ रखने तक का अधिकार छीन लिया हर कुम्हार से...!!

फिर कहते हैं, हमे बर्तन साफ, सुथरे, मजबूत और अच्छे चाहिये...!!

*"समस्त  शिक्षकों को समर्पित !!"*

આવો ગુણોત્સવ કરીયે

આવો ગુણોત્સવ કરીયે

ગુણવત્તા જાય તેલ લેવા
આવો ગુણોત્સવ કરીયે
શિક્ષકોને સજા કરવા
આવો ગુણોત્સવ કરીયે

વિધાનસભામાં અમે જઘડશું
પણ શાળામાં શાંતિ જોઈશે
ભણવાના દિવસો ચોરીને
આવો ગુણોત્સવ કરીયે

અમારી ઓફિસો ભલે ગોબરી ગંધારી
પણ શાળા ચોખ્ખી ચણાક જોઈશે
શિક્ષકોને ધમકાવવા કાજે
આવો ગુણોત્સવ કરીયે

અમે તો મંત્રીશ્રી છીએ શિક્ષણના
અમારે ખાનગી શાળાઓને કશું નહિ કહેવાનું
સરકારી શિક્ષકોને નીચા બતાવવા
આવો ગુણોત્સવ કરીયે

અમારું કામ તો ખાનગી શાળાઓને છે મદદ કરવાનું
આર.ટી.ઈ.ના નામે એમના ખિસ્સા ભરવાનું
સરકારી શાળામાંથી વિદ્યાર્થીઓને ભગાડવા
આવો ગુણોત્સવ કરીયે.

11 March 2018

*પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા :*

*પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા :*

૧. તમારા જૈવિક ઘડિયાળ સેટ કરો.

૨. પરીક્ષાની રીસીપ્ટ સાથે રાખો.

૩. કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.

૪. પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો.

૫. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.

૬. રીસીપ્ટની ઝેરોઝ કઢાવી રાખો.

૭. પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.

૮. Exam પેડ સાથે રાખો.

૯.કંપાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુના સાધનો તકલીફ કરશે.

૧૦. ઘેરથી પરીક્ષા સ્થળ પર જવા થોડા વહેલા નીકળી જાઓ જેથી ટ્રાફિક, બસ મોડી પડે, પંચર પડે તેવી સમસ્યાઓ સામનો કરી શકાય.

૧૧. OMR શીટ ભરવામાં ઉતાવળ કરશો નહિ.

૧૨. Superviser સાહેબ તમને OMR શીટ ભરવામાં મદદ કરશે.

૧૩. હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો(પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો.They will definitely help you.

૧૪. પુરવણીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ, જેમ કે ઔમ ૭૮૬, શ્રી વગેરે.

૧૫. સ્પ્રે કે અત્તર ન લગાવવું.

૧૬. Superviser સાહેબની તમામ સુચનાઓનો કડક અમલ કરવો.

૧૭. કપડાં નવા હોય તેના કરતાં સહુલતવવાળા હોય તો સારું.

૧૮. પાર્ટ A અને પાર્ટ B માં બધા પ્રશ્નો લખવા. પ્રશ્નો છોડવા નહિ.

૧૯. OMR શીટ ભરતી વખતે ફૂટપટ્ટી નો ઉપયોગ કરવાથી પ્રશ્નોનોના જવાબનો ક્રમ બદલવાનો ભય રહેશે નહિ.

૨૦. OMR શીટમાં તમને જેટલા પરફેક્ટ આવડે તેના રાઉન્ડ કરી અને જે ન આવડતા હોય તેવા બાકીના તમામ પર એક વિકલ્પ પસંદ કરી રાઉન્ડ કરી કરી લ્યો જેથી ન આવડતા હોય તેમાંથી થોડાક સાચા પડી શકે.

૨૧. તમે જે સારું આવડે તે પ્રથમ લખો અને કન્ફ્યુઝન વાળું છેલ્લે જેથી બીજા સવાલ પર તેની અસર ન થાય.

૨૨. પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ ઘરે પહોંચવું... પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.

૨૩. જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ.

૨૪. યાદ રાખો.... આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
૨૫. ભગવાન તમારી સાથેજ છે
છેલ્લે
*તમારી પરીક્ષા સારીજ જવાની છે તેવો આત્મવિશ્વાસ રાખો.*

*ત્રણ કુળ ની લાજ છે દીકરી..માવતર, મોસાળ ને સાસરૂ.!!*

અવસાન બાદ સ્મશાને જતી નનામી ઉભી રખાવી એક ભાઇ બોલ્યા કે.. મારે મરનાર પાસે પંદર લાખ લેવાના છે, એના છોકરા આગળ આવી પહેલાં મારા રૂપીયા આપે કે કબૂલે પછી જ એને અગ્નિ દેવા જગ્યા આપીશ, એમના પાંચેય દિકરાએ આવીને કહયું કે.. અમને કાંઇ ખબર જ નથી તો અમે રૂપિયા કેમ આપીએ? પેલો ભાઇ કહે જ્યાં સુધી મારી રકમ નહીં મળે હું આપના પિતા ને અગ્નિ દેવા નહીં દઉ.. આ વાત ઘર સુધી પહોંચી.. જે વ્યક્તિ અવસાન પામેલી એની દીકરીએ પોતાના પહેરેલા બધા દાગીના કાઢી ને  એ લેણદાર ને આપતા કહયું.. આ રાખીલો કાકા મારૂં સોનું ને બીજા જે ખુટતા હોય તે મારા પિતાશ્રી ને અગ્નિ આપ્યા બાદ મારી FD તોડાવીને તમને ચૂકવી આપીશ.!! ત્યારે એ માણસ બોલ્યો દીકરી મારે તારા પિતાશ્રી પાસે એક રૂપિયો પણ લેવાનો નિકળતો નથી, મારે તો તારા પિતાને પંદર લાખ આપવાના બાકી છે.. એ રૂપિયા મારે કોના હાથમાં આપવા એની મને મુંઝવણ હતી.. અને દીકરી ધન્ય છે તને ને તારા માવતર ને કે મર્યા પછી પણ તું તારા માવતર ને ભુલી નથી..

*ત્રણ કુળ ની લાજ છે દીકરી..*
*માવતર, મોસાળ ને સાસરૂ.!!*

વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે શુભેચ્છા!

વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે શુભેચ્છા!

મારા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક

પ્રિય મિત્રો,

માર્ચ મહિનો આપણા લાખો યુવા મિત્રો માટે અત્યંત અગત્યનો છે કારણકે તેમણે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ આપવાનો આ સમય છે. ગુજરાતના ઘણાં વિદ્યાર્થીઓની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, ઘણાં વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ ચૂકી છે અને બીજા ઘણાંની પરીક્ષા આવનાર દિવસોમાં શરૂ થશે. મારા યુવા મિત્રોને હું પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવું છું. મહિનાઓની તૈયારી અને સખત મહેનતનો નિચોડ પરીક્ષા ખંડમાં થોડા કલાકોમાં આવી જશે.

પરીક્ષા અંગેની તમામ ચિંતાઓ દૂર કરવાનો એક સારો રસ્તો એ છે કે બોર્ડની પરીક્ષાઓને એક ખેલની જેમ લેવામાં આવે. પરીક્ષામાં સ્ટ્રેસ લઇને બેસવાને બદલે જાણે કે એક રમત રમવાની હોય તેવો અભિગમ રાખવાથી ફાયદો થશે. પરીક્ષાને આત્મ વિકાસનો એક અવસર માનો અને તમારો સ્ટ્રેસ તરત દૂર થઇ જશે. યાદ રાખો સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું - ''પહેલાં તો પોતાની જાતમાં વિશ્વાસ રાખો, આ જ (સફળતાનો) રસ્તો છે. તમારી જાતમાં શ્રદ્ધા રાખો. તમામ શક્તિ તમારી અંદર જ પડેલી છે. આ શક્તિને ઓળખો અને તેને બહાર લાવો. પોતાની જાતને કહો કે 'હું બધું જ કરી શકું છું'. સાપનું ઝેર પણ તમારી સામે બિનઅસરકારક થઇ જશે જો તમે દ્રઢતાથી તેને નકારી દેશો''.

પરિક્ષા આપવા અંગે આપણા અંગત અનુભવો છે. જે કેટલાક પ્રસંગો મનમાં તાજા કરાવે છે જેમાંથી કેટલાક અનુભવો આનંદદાયક હોય છે અને કેટલાક નથી હોતા. આપણો સમય યાદ કરીએ તો પરીક્ષા આજે છે તેટલી સ્પર્ધાત્મક ન હતી. પરીક્ષાનું દબાણ પણ ઘણું ઓછું હતું. તે દિવસોમાં કોઈ વ્યક્તિ જો 70 ટકા પણ લાવ્યું હોય તો તે એક આનંદની વાત હતી અને આજે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની 90 ટકા ઉપર ગુણ લાવે તો તેને લાગ્યા કરે છે કે "આનાથી સારા ગુણ આવ્યા હોત તો!" . ખરેખર, સમય બદલાઈ ગયો છે....

યુવામિત્રો, અભ્યાસક્રમ પૂર્ણ કરવાના આકરા નિત્યક્રમ વચ્ચે થોડી હળવાશની ક્ષણો માણવી અત્યંત મહત્વની છે. તમારૂ મનપસંદ સંગીત સાંભળો, પરિવારજનો-મિત્રો સાથે સમય ગાળો અથવા તો તમારો પ્રિય ટેલિવિઝન કાર્યક્રમ માણો. આ સમયગાળા દરમિયાન સૂર્યનમસ્કાર અથવા પ્રાણાયામ કરવાથી એકાગ્રતા વધે છે અને પરીક્ષા સમયે આવશ્યક કાર્યક્ષમતામાં પણ ઉમેરો થાય છે.

બોર્ડની પરીક્ષાની યાત્રા માત્ર વિદ્યાર્થીઓ પુરતી સિમિત નથી હોતી. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ પાછળ તેમના પરિચિત અને અપરિચિત એવા સંખ્યાબંધ લોકોના ત્યાગ અને પરિશ્રમ હોય છે.

યુવામિત્રો, આપ સૌ શૈક્ષણિક યાત્રાના એક મહત્વના પડાવ પર પહોંચવા જઈ રહ્યાં છો ત્યારે એ યાદ રાખો કે તમારા શિક્ષણ સમયે આપના માતા-પિતાએ તેમના સમય, ઉર્જાના ભોગે તમને સગવડ આપી છે અને તમને મુશ્કેલ સમયે વાત્સલ્યથી હૂંફ આપી છે. તમારાથી નાના ભાઈ કે બહેન માત્ર એટલા માટે જ તેમના મનપસંગ ટીવી કાર્યક્રમોને નિહાળી શકતા ન હતા કારણ કે તમે એકાગ્રતા સાથે વાંચી શકો. યાદ રાખો કે સમગ્ર વર્ષ દરમિયાન જેની તમને વિશેષ જરૂરીયાત રહી છે તેવા આપ સૌના શિક્ષકોએ શાંતચિત્તે અને પોતે પરિશ્રમ કરીને તમને માર્ગદર્શન આપ્યું છે. મને ખાતરી છે કે તેમના આશીર્વાદ તમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપશે અને પરીક્ષામાં ચમકશો. પરીક્ષામાં સારો દેખાવ કરીને તમારા માટે પરિશ્રમ કરનારા આપ સૌના હિતેચ્છુઓને સન્માન અપાવી શકશો.

બોર્ડની પરીક્ષાના ગુણ એ કોઈ અંત નથી પરંતુ વિદ્યાર્થી માટે એક નવી શરૂઆત છે! પરિણામો બાદ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીને ધ્યાનમાં લઈને અત્યંત મહત્વની પસંદગી કરશે તેનો પ્રભાવ તેમના ભવિષ્ય પર રહેશે. મને ખાતરી છે કે આપ સૌ પોતાના રસના વિષય અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને સમજદારી સાથે પસંદગી કરશો.

ભલે એમ લાગતું હોય કે પરીક્ષા પતવાને તો હજુ વર્ષોની વાર છે પરંતુ હું મારા યુવા મિત્રોને પરિક્ષા પછીને આ સમયગાળાનો સદુપયોગ કરવા કહીશ. હરો ફરો અને તમને જેમાં આનંદ આવતો હોય તેવી બાબતોનો આનંદ માળો- પ્રવાસ કરો, વાચંન કરો; પાછલા એક વર્ષ દરમિયાન તમે ન કરી શક્યા હોય તે કરો. હું આગ્રહપૂર્વકની વિનંતી કરીશ કે આપ સૌ યુવાનો આ સમયે સમાજ સેવા માટે પણ સમય ફાળવો. તેનાથી આપના શિક્ષણનો વ્યાપ ખરા અર્થમાં વિસ્તરશે. આખરે તો તમારા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય માર્કશિટ્સમાં 'A+, A , A ' જેવા ગુણ હાંસલ કરવાનો નથી પરંતુ એવો વિશ્વાસ સંપાદિત કરવાનો છે કે તમે જે શિક્ષણ મેળવ્યું તેનાથી તમે સમાજને કંઈક પ્રદાન કરી શકશો. સ્વામિ વિવેકાનંદે સાચું જ કહ્યું છે કે, "જે વ્યક્તિ સમાજના સહકારથી શિક્ષણ મેળવે છે પરંતુ સમાજ માટે કંઈ નથી કરતો તેને હું વિશ્વાસઘાતી કહીશ."

ફરી એક વાર, મારા વિદ્યાર્થી મિત્રોને પરિક્ષા માટે શુભેચ્છા!

9 March 2018

શાળામાં કરાવી શકાય એવી 50 પ્રવૃતિઓ

શાળામાં કરાવી શકાય એવી 50 પ્રવૃતિઓ

1. જન્મદિન ઉજવણી(ભારતીય સંસ્કૃતિ મુજબ) ¨ એકટીવિટીનુ નામ :- જન્મદિન ઉજવણી(ભારતીય સંસ્કૃતિ મુજબ) ¨ વિષય :- જન્મદિવસ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોત પોતાના જન્મદિવસ નિમિતે શુભેચ્છા પ્રાપ્તી. ¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ગાયત્રી મંત્રોના ઉચ્ચારણ દ્રારા અને દરેક બાળકોની લાગણી પ્રેમભાવ જે બાળકનો જન્મદિવસ હોય તેના તરફ સહ્રદયે જન્મદિવસની શુભેચ્છા કાર્ડ આપીમીઠ મોં કરાવશે.અને બાળકો તથા શિક્ષકોના જન્મદિન ઉજવશે. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- જન્મદિન શુભેચ્છા કાર્ડ(બાળકોએ બનાવેલુ કંકુ,ચોખા,ચોકલેટ) ¨ સમય :- 2 મિનિટ 

2. ક્વિઝ કોન્ટેસ્ટ ¨ એકટીવિટીનુ નામ :- ક્વિઝ કોન્ટેસ્ટ ¨ વિષય :- જનરલ નોલેજ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- વિવિધ ક્ષેત્ર વિષય તેમજ બહારની દૂનિયાનુ સામાન્ય જ્ઞાનની જાણકારી. ¨ એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા તેમજ વર્ગખંડમાં ¨ એકટીવિટી પધ્ધતિ :- વર્ગમા કે સમુહ સેશનમા બે કે ચાર જુથમા બાળકોને વિવિધ પ્રકારે બે ત્રણ કે પાંચ રાઉન્ડમા પ્રશ્નો પૂછવા તેમજ એક બાળક પ્રશ્ન પૂછે જે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપે તે ફરી પ્રશ્ન પૂછે આરીતે જવાબ આપનાર પ્રશ્ન પૂછતા જાય.બે ત્રણ પ્રકારે ક્વિઝ કોન્ટેસ્ટ ગોઠવી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાર્ડ પેપર,ચોક,બોર્ડ,સ્કોર બોર્ડ ¨ સમય :- 2 મિનિટ 

3. સુવિચાર પોથી ¨ એકટીવિટીનુ નામ :- સુવિચાર પોથી ¨ વિષય :- સુવાકયોનો સંગ્રહ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- પ્રાર્થના સાંસ્કૃતિક બાલસભા કાર્યક્રમમાં તેમજ બાળકોમા સારા વિચારોનુ સિંચન ¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રતિદિન + પ્રાર્થના દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ સામાયિકમાંથી સારો વિચાર ,સારૂ વાક્ય,પેરેગ્રાફ લઇ અન્ય શાળા કે સંસ્થાની મુલાકાતે જઇ સુવિચારોનો સંગ્રહ કરી ફાઇલ કરવા.પ્રાર્થનામા પ્રતિદિન સુવિચાર કહેવો તેમજ શાળા બોર્ડ માં દરરોજ નવા સુવિચાર લખવા. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ સામાયિકો,છાપા પૂર્તિ,મેગેઝીન,ફાઇલ,કાગળ,પેન. ¨ સમય :- - 

4. વિવિધ સંગ્રહપોથીઓ ¨ એકટીવિટીનુ નામ :- વિવિધ સંગ્રહપોથીઓ ¨ વિષય :- સ.ઉ.ઉ.કા. + સંગ્રહ પધ્ધતિ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- બાળકોની સંગ્રહવૃતિ પ્રબળ બનતા,ચોરી કરતા અટકાવવા-પીંછા,પર્ણ,બીજ વસ્તુઓની ઓળખાણ માટે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ પર્ણ,બીજ,ફુલ,પીંછા,જમીનની માટીના નમૂના,બાળકો પાસે એકઠા કરાવી તેમની વિવિધ પોથી તેમજ ફાઇલ બનાવી શકાય,પર્યાવરણ,વિજ્ઞાનવિષયમા એકમ અનુરૂપ ............ ડે સંદર્ભતરીકે ઉપયોગ કરી શકાય ,બતાવી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ફાઇલ,પોલીથીન બેગ્ઝ,ડ્રોઇંગશીટ સ્કેચ પેન,પીંછા,પાન બીજના નમૂના. ¨ સમય :- 2 મિનિટ 

5. શાળા માહિતી પોથી ¨ એકટીવિટીનુ નામ :- શાળા માહિતી પોથી ¨ વિષય :- શાળાની તમામ માહિતી વહીવટી અને શૈક્ષણિક ¨ ધોરણ વિભાગ :- શિક્ષકો માટે ¨ હેતુ :- શાળાની ભૌગોલિક,વહીવટી,ભૌતિક,શૈક્ષણિક,પ્રોગ્રેસ ગ્રોથની એક સાથે માહિતી જાણવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રતિ વર્ષ ¨ એકટીવિટી પધ્ધતિ :- શાળાની શૈક્ષણિક, ભૌતિક ,આર્થીક,આંકડાકીય માહિતી,વર્ષવાર વિદ્યાર્થીની માહિતી,શિક્ષકોની માહિતી,શાળાનુ પરિણામ,પ્રવૃતિ,પ્રગતિની લેખીત માહિતી ગ્રંથ તૈયાર કરવો. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ, સ્કેચ પેન,ફાઇલ. ¨ સમય :- - 

6. શક્તિ સુત્ર ¨ એકટીવિટીનુ નામ :- શક્તિ સુત્ર ¨ વિષય :- સંકલ્પ સિધ્ધી ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમ બાળકોનો સર્વાંગી વિકાસની સંકલ્પ સિધ્ધી માટે ¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- બંન્ને હાથ ખંભા પર રાખી હ્યદયપૂર્વક,દ્રઢ મનોબળ તેમજ સાવધાની પૂર્વક દ્રઢ સંકલ્પ સાથે બાળકોને શક્તિસૂત્ર બોલાવવુ ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ ¨ સમય :- 2 મિનીટ 

7. સ્વપ્નની વાત ¨ એકટીવિટીનુ નામ :- સ્વપ્નની વાત ¨ વિષય :- સ્વપ્ન સિધ્ધી ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમમાં બાળકોને આવતા સારા સ્વપ્ન-સંક્લ્પ સિધ્ધી માટે ¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રાર્થના કાર્યક્રમમાં બાળકોને સારા સ્વપ્નમાં આવતી સારી ઘટના વાત સમુહમા કહેશે.શાળામા બાળકોની કલ્પના ઉંચા સ્વપ્ના જોવા તેમજ સારા કાર્યો કરવાની પ્રેરણા આપવી. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- - ¨ સમય :- 2 થી 4 મિનિટ 

8. વાવડ ¨ એકટીવિટીનુ નામ :- વાવડ ¨ વિષય :- સમાચાર ઘટના ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમમાં નવીન બનાવો ઘટતી ઘટનાઓની જાણકારી. ¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રાર્થનામા સમુહમા બાળકો ટી.વી.,છાપા,રેડિયો કે મુક વાચકો દ્રારા સાંભળે/જોયેલ ઘટના કે બનાવો કહેશે.તેમજ પોતાના ઘર,કુટુંબ.ગામ,સગા સંબંધીઓના નવીન વાવડ કહેશે. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- - ¨ સમય :- 2 મિનિટ 

9. હાજરી કાર્ડ ¨ એકટીવિટીનુ નામ :- હાજરી કાર્ડ ¨ વિષય :- સ્થાયીકરણ (વ્યક્તિગત) ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- જે તે વર્ગમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત હાજરી વધારવા માટે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- ડ્રોઇંગશીટમાંથી 2 × 3 ઇંચનુ હાજરીકાર્ડ બનાવી તેમા બાળકનુ નામ.ધોરણ,વર્ગ,તારીખ વગેરે લખવુ એક માસમા સૌથી વધુ હાજરી આપી હોય તેમને માસને અંતે એક હાજરી કાર્ડ આપવુ,વર્ષના અંતે જે તે વર્ગ ધોરણમા બાળકો પાસેથી વધુ કાર્ડ ભેગા થાય તેને શાળાના રાષ્ટ્રીયતહેવાર કે પ્રવેશોત્સવ ઉજવણી વખતે પ્રોત્સાહીત કરવા. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ માર્કર પેન ¨ સમય :- 1 કલાક 

10. સ્વચ્છતા કાર્ડ ¨ એકટીવિટીનુ નામ :- સ્વચ્છતા કાર્ડ ¨ વિષય :- સ્વચ્છતા(વ્યક્તિગત) ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- જે તે વર્ગમાં વિદ્યાર્થીની વ્યક્તિગત સ્વચ્છતા(શરીર,ડ્રેસ,દફતર)વધારવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- જે તે વર્ગમા બાળક વ્યક્તિગત સ્વચ્છ થઇ આવે તેમને માસને અંતે સ્વચ્છતા કાર્ડ આપવુ.વર્ષમા જે બાળકો પાસેથી વધુ કાર્ડ ભેગા થાય તેવા બાળકોને સમુહમા પ્રોત્સાહિત કરવા (બાળકોની વ્યક્તિગત સ્વચ્છતામા સ્વચ્છ ગણવેશ,દાંત,નખ,વાળ વગેરેને ધ્યાનમા લેવા) ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ માર્કર પેન ¨ સમય :- - 

11. હાજરી ધ્વજ ¨ એકટીવિટીનુ નામ :- હાજરી ધ્વજ ¨ વિષય :- સ્થાયીકરણ (સામુહિક) ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- શાળા સંકુલમાં જે તે વર્ગની સામુહિક હાજરીમા વધારો કરવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- જે શાળાના જે તે ધોરણના વર્ગમા સૌથી વધુ બાળકોની હાજરી હોય તે દિવસે આખો દિવસ તેવર્ગમા હાજરી ધ્વજ રાખવો. જે રંગીન કાપડમાંથી બનાવેલ હોય અને તે દિવસ સમરીબુકમાટીકમાર્ક કરી નોંધ કરવી માસના અંતે જે વર્ગમા વધુ હાજરી રહે તે વર્ગને પ્રોત્સાહિત કરવા. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વાંસની સ્ટીક,ધ્વજ માટે રંગીન કાપડ,કલર ¨ સમય :- - 

12. સ્વચ્છતા ધ્વજ ¨ એકટીવિટીનુ નામ :- સ્વચ્છતા ધ્વજ ¨ વિષય :- સ્વચ્છતા(સામુહિક) ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- શાળા સંકુલની તેમજ ધોરણવાર વર્ગની સામુહિક સવચ્છતામાં વધારો કરવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામા જે દિવસે જે તે વર્ગના વિદ્યાર્થીઓ વર્ગમા સ્વચ્છ જણાય તે દિવસે આખો દિવસસ્વચ્છતા ધ્વજ રાખવો,આમ માસના અંતે સૌથી વધુ સ્વચ્છતા ધ્વજ હોય તે વર્ગના બાળકોને સમુહમા પ્રોત્સાહિત કરવા.( સ્વચ્છતામા બાળકોનો ગણવેશ,દફતર,સાધનો,બેઠક વ્યવસ્થા,વર્ગની સ્વચ્છતા ધ્યાનમા રાખવી) ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વાંસની સ્ટીક,ધ્વજ માટે રંગીન કાપડ,કલર ¨ સમય :- - 

12. મારૂ કાર્ડ ¨ એકટીવિટીનુ નામ :- મારૂ કાર્ડ ¨ વિષય :- સ.ઉ.ઉ.કા. ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- બાળકોની વિવિધ રૂચિ,પસંદગી,સ્વાતંત્ર્યતા અને દિલ/મનની વાત જાણવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- ડ્રોઇંગશીટ કે અન્ય કાર્ડ પેપરમાથી 10×10 ઇંચના માપનુ કાર્ડ બનાવી કાર્ડ ઉપર “મારૂ કાર્ડ”લખવુ આ કાર્ડમા દરેક બાળક પોતાનુ આખુ નામ.ધોરણ.ઉમર,કુટુંબના સભ્યોના નામ,ગામનુનામ તેમજ મનપસંદ વાનગી,કલર,વૃક્ષ,મિત્ર,શોખ તેમજ મહેચ્છા લખીશુ. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ શીટ,સ્કેચ પેન,કાર્ડ પેપર. ¨ સમય :- 

13. vb વાંચન મેળો ¨ એકટીવિટીનુ નામ :- વાંચન મેળો ¨ વિષય :- વાંચન અભિયાન ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- રિશેષ કે અન્ય ફાજલ સમયમાં સામુહિક,વિ.ની વ્યક્તિગત વાંચન ક્ષમતા સિધ્ધ કરવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ દરમિયાન ફ્રી તાસમા ¨ એકટીવિટી પધ્ધતિ :- રિશેષના સમયે અથવા શાળા સમયના ફુરસદ સમયે સમુહમા બાળકોને શાળાની લાયબ્રેરીના પુસ્તકો વાંચવા આપી સમુહ વાંચન કરાવવુ.ત્યારબાદ જે તે બાળકે વાંચેલ આર્ટિકલનુ સમુહપ્રાર્થનામા પુસ્તકનો સાર કહેવો. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બાલ સામાયિકો,લાયબ્રેરીના પુસ્તકો. ¨ સમય :- 20 મિનિટ 

14. ઇકો કલબ ¨ એકટીવિટીનુ નામ :- ઇકો કલબ ¨ વિષય :- પર્યાવરણ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- વિદ્યાર્થીઓમાં પર્યાવરણ /વિજ્ઞાનનો અભિગમ કેળવાય પર્યાવરણના ઘટકોની જાણકારી મળે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- દ્વિ માસિક એકટીવિટી ¨ એકટીવિટી પધ્ધતિ :- ચોમાસામા વૃક્ષારોપણ કરવુ, અભ્યારણ્યની વર્ષમા એકવાર મુલાકાત લેવી ,વિવિધ ઔષધીય વનસ્પતિના બાગ બનાવી પરિચય કેળવવો,ઉપરાંત પશુ-પક્ષી,વૃક્ષો જળચરોની સચિત્ર માહિતીએકઠી કરવી,પર્યાવરણની વિવિધ રમત રમાડવી,પર્યાવરણ દિવસ ઉજવવો, વૃક્ષોનુ જતન કરીઉછેરવા,પર્યાવરણ વિષયક વકતૃત્વ ગોઠવવી. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પર્યાવરણ એકટીવીટી ફાઇલ,પ્રાણી પક્ષી કાર્ડ,પર્યાવરણ રમત સંપુટ. ¨ સમય :- 10 થી 30 મિનિટ 

15. પેપર સામાયિક કટીંગ્ઝ ¨ એકટીવિટીનુ નામ :- પેપર સામાયિક કટીંગ્ઝ ¨ વિષય :- જનરલ નોલેજ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- પ્રવર્તમાન બનાવો,બની ગયેલી ઘટનાની વિવિધ G.K. ની માહિતી ફોટા,કટીગ્ઝ દ્રારા મેળવે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ છાપા,પૂર્તિ,મેગેઝીન બાલ સાહિત્યમાંથી અવનવુ જાણવા જેવુ શૈ.માહિતી , ચિત્રો, વાર્તા, કોયડા,ઉખાણા,ગીતો,વગેરેનુ કટીંગ્ઝ કરી ફાઇલમા સંગ્રહિત કરવા. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- છાપાની પૂર્તિ,બાલ સાહિત્ય મેગેઝીન,ફાઇલ. . ¨ સમય :- Depend On Time 

16. શાળા માહિતી પોથી ¨ એકટીવિટીનુ નામ :- શાળા માહિતી પોથી ¨ વિષય :- શાળાની તમામ માહિતી વહીવટી અને શૈક્ષણિક ¨ ધોરણ વિભાગ :- શિક્ષકો માટે ¨ હેતુ :- શાળાની ભૌગોલિક,વહીવટી,ભૌતિક,શૈક્ષણિક,પ્રોગ્રેસ ગ્રોથની એક સાથે માહિતી જાણવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રતિ વર્ષ ¨ એકટીવિટી પધ્ધતિ :- શાળાની શૈક્ષણિક, ભૌતિક ,આર્થીક,આંકડાકીય માહિતી,વર્ષવાર વિદ્યાર્થીની માહિતી,શિક્ષકોની માહિતી,શાળાનુ પરિણામ,પ્રવૃતિ,પ્રગતિની લેખીત માહિતી ગ્રંથ તૈયાર કરવો. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ, સ્કેચ પેન,ફાઇલ. ¨ સમય :- - 

17. પ્રતિમાસ બાલ મેગેઝીન(બાલપત્રિકા) સંપાદન “ ઝરણું ” ¨ એકટીવિટીનુ નામ :- પ્રતિમાસ બાલ મેગેઝીન(બાલપત્રિકા) સંપાદન “ ઝરણું ” ¨ વિષય :- બાલ સાહિત્ય જ્ઞાન પરબ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- વાર્તા,ઉખાણા,જોડકણા,જાણવા જેવુ,જોકસ,કોયડા,ગીતો વગેરેની નવીનતમ જાણકારી. ¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રતિ માસ ¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકો તેમજ શિક્ષકો પ્રતિમાસે શાળામાંથી બાલ સાહિત્ય બાલ પત્રિકાનુ સંપાદન કરે,બાળગીત વાર્તા,ઉખાણા,પ્રશ્નો,શબ્દ ચિત્રો જેવી નવીનતમ શૈક્ષણિક માહિતી વિવિધ સામયિકો બાલમેગેઝીન માંથી સંકલીત કરેલ હોય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ બાલ સાહિત્ય,કોરો કાગળ. ¨ સમય :- Monthly 

18. બુલેટિન શ્યામફલક બોર્ડ ¨ એકટીવિટીનુ નામ :- બુલેટિન શ્યામફલક બોર્ડ ¨ વિષય :- જનરલ નોલેજ+નવિનતમ જાણકારી. ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- શાળાની, ગામની આસપાસના પર્યાવરણની ઘટના/માહિતી જ્ઞાનની જાણકારી. ¨ એકટીવિટી ડ્યુરેશન :- નોટિસ બોર્ડ પ્રવૃતિ ¨ એકટીવિટી પધ્ધતિ :- નોટિસ બોર્ડમા દર અઠવાડિયે બાળકો છાપા કે સામાયિકના કટિંગ્ઝ લગાવે ,બાળકોએ દોરેલ ચિત્ર,લખેલ કાવ્ય, ગીતો,જોક્સ,ઉખાણા,વાર્તા અન્ય શૈ.માહિતી બોર્ડમા લગાવે અને રિશેષ કે અન્ય સમયે દરેક બાળકો નોટીસ બોર્ડનો અભ્યાસ કરશે. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- નોટીસ બોર્ડ,ટાંકણી,વિવિધ કટિંગ્ઝ. ¨ સમય :- Weekly 

19. બાલ હાટ ¨ એકટીવિટીનુ નામ :- બાલ હાટ ¨ વિષય :- સ.ઉ.ઉ.કા. ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- બાળકોમા નૈતિકતા મૂલ્યશિક્ષણ વિશ્વાસ વહીવટી વેપાર સુઝબુઝ કેળવાય. ¨ એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામાં જ " રામ હાટડી " નામની નાની નાની દુકાન ખોલી તેમા નોટબુક,પેન,ફુટ,રબર,કલર,જેવી સ્ટેશનરી સામગ્રી બાળકો દ્વારા નો પ્રોફીટ નો લોસ પર બાળકોના વિશ્વાસે વેપારબ વેચાણ વહીવટ કરશે. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ શૈક્ષણિક સામગ્રી,મટીરિયલ્સ. ¨ સમય :- Daily 

20. ધમાકા- વિવિધ તહેવારોની ઉજવણી ¨ એકટીવિટીનુ નામ :- ફેસ્ટીવલ ધમાકા- વિવિધ તહેવારોની ઉજવણી ¨ વિષય :- સ.ઉ.ઉ.કા.+આપણા તહેવારો ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- સત્રમા આવતા તમામ રાષ્ટ્રીય,ધાર્મિક,સામાજીક,તહેવારોની ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ઉજવણી . ¨ એકટીવિટી ડ્યુરેશન :- વિવિધ તહેવારો ¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ રાષ્ટ્રીય,ધાર્મિક સામાજીક તહેવારોની સાદગી પૂર્વક ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ શાળામા કે ગામમા ઉજવણી કરવી જેમ કે રક્ષાબંધને બહેનો ભાઇઓને રાખડી બાંધે,ઉતરાયણે જાતે પતંગ બનાવી ઉડાડે. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- તહેવાર અનુરૂપની સામગ્રી. ¨ સમય :- Depend On Time 

21. વ્યસનમુક્તિ અભિયાન ¨ એકટીવિટીનુ નામ :- વ્યસનમુક્તિ અભિયાન ¨ વિષય :- વ્યસન મુક્તિ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- બાળકોમા શિક્ષકોમા,યુવાનોમા,વડિલોમા વ્યસનથી દૂર રહેવાની સમજણ કેળવણી. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વાલી મિટિંગ+વિજ્ઞાન પ્રદર્શન+બાલ મેળામા+રંગ મેળામા ¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામા કે જાહેર સ્થળોએ કાયમી ધોરણે વ્યસન અંગેના ચાર્ટ,સુત્રો,પોસ્ટર લગાવવા, સ્લાઇડ શો,સી.ડી.નિદર્શન દ્વારા વ્યસનની ભયાનકતા જણાવવી. વિજ્ઞાનપ્રદર્શન,બાલ- મેળામા સ્ટોલ રાખી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વ્યસનમુક્તિના ચાર્ટ,બેનર,સી.ડી.સ્લાઇડ,વ્યસનમુક્તિની ટેબ્લેટસ,મુખવાસ,ડ્રોપ્સ. ¨ સમય :- Depend On Time Daily 

22. સ્વચ્છતા અભિયાન ¨ એકટીવિટીનુ નામ :- સ્વચ્છતા અભિયાન ¨ વિષય :- સ્વચ્છતા + સુઘડતા ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- શાળાની તેમજ આસપાસની વિ.ની વ્યક્તિગત સ્વચ્છતા સુઘડતાની ટેવ કેળવવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- શાળા સમય બાદ અને ઋતુઅનુસાર ¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામા શાળા આસપાસ બાળકો સ્વચ્છતા અંગેના ભીંતસુત્રો લખે,વર્ષમા બે ત્રણ વાર સ્વચ્છતા રેલી કાઢવી ,સ્વચ્છ પાણી ,સ્વચ્છ પોશાક , સ્વચ્છ હવા અંગેના પોસ્ટરો સુત્રો મૂકી,સમુહ સફાઇ બાળકો દ્વારા કરી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સફાઇના સાધનો,સ્વચ્છતા સુત્રો. ¨ સમય :- Depend On Time Daily 

23. પપેટ શો ¨ એકટીવિટીનુ નામ :- પપેટ શો ¨ વિષય :- વિષયવસ્તુના પાત્રો ઘટના ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- વિવિધ વિષયોન પાત્રો,ચારિત્ર્ય નિર્માણ,નૈતિક શિક્ષણ,ઘટનાગત માહિતી આપવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા + વર્ગખંડ ¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ પ્રકારના પપેટ તેમજ મ્હોરા દ્વારા જુદાજુદા એકમોના પાત્રો,પપેટ દ્વારા બાળકો પપેટ શો કરે,પપેટ દ્વારા પ્રેરણાયી સુત્રો,વકતવ્ય,સંદેશા આપી શકાય,વિષયના એકમો કે પાત્રોના હોય તે પાઠ પપેટ દ્વારા સમજાવી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-ફીંગર પપેટ.સ્લો પપેટ,મુખોટા પપેટ તેમજ વિવિધ પાત્રોની સંક્રિપ્ટ,પડદો.સીસોટી ¨ સમય :- 10 to 30 miniute 

24. રેડિયો કલબ ¨ એકટીવિટીનુ નામ :- રેડિયો કલબ ¨ વિષય :- શૈક્ષણિક માહિતી ¨ ધોરણ વિભાગ :- બાળકો તથા શિક્ષકો ¨ હેતુ :- પ્રાંત રાજય દેશ-વિદેશની ઘટના સમાચાર+શૈક્ષણિક માહિતી(શ્રાવ્ય) જાણકારી. ¨ એકટીવિટી ડ્યુરેશન :- રેડિયો સ્ટેશન સમયપત્રક મુજબ. ¨એકટીવિટી પધ્ધતિ :- રેડિયોના વિવિધ સ્ટેશનોમા આવતી સાંભળવા જેવી માહિતીનુ સંકલન કરી માહિતીલક્ષી કાર્ય- ક્રમો જ જોવા તે અંગે ટી.વી.કાર્યક્રમની સમયપત્રિકા સ્ક્રીપ્ટ આપી સારા પ્રોગામની વાત પ્રાર્થ- નામાં કે બાલસભામા કરી શકાય. ¨સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- રેડિયો,રેડિયાના સ્ટેશન કાર્યક્રમની સુચી. ¨સમય :- Depend On Time 

25. ટી.વી.કલબ ¨એકટીવિટીનુ નામ :- ટી.વી.કલબ ¨વિષય :- શૈક્ષણિક માહિતી ¨ધોરણ વિભાગ :- બાળકો તથા શિક્ષકો ¨હેતુ :- વિવિધ ટી.વી. ચેનલોમા જે બાળકોને/શિક્ષકોને ઉપયોગી જોવાલાયક કાર્યક્રમ/ચેનલોની માહિતી માટે. ¨એકટીવિટી ડ્યુરેશન :- ટી.વી.ચેનલ કાર્યક્રમ સમયપત્રક અનુરૂપ. ¨એકટીવિટી પધ્ધતિ :- ટી.વી.ની વિવિધ જોવાલાયક ચેનલીમા બાળકો અને શિક્ષકોને જ્ઞાનલક્ષી જાણવા જેવુ , માહિતી લક્ષી કાર્યક્રમો જ જોવા તે અંગે ટી.વી.કાર્યક્રમની સમયપત્રિકા સ્ક્રીપ્ટ આપી , સારા પ્રોગામની વાત પ્રાર્થનામા કે બાલસભામા કહેવી. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ટી.વી.ચેનલના જોવાલાયક શૈ.તેમજ જ્ઞાનવર્ધક કાર્યક્રમોની માહિતી પત્રિકા ¨ સમય :- Depend On Time 

26. લાલા ધ્યાન+રામ ધ્યાન ¨ એકટીવિટીનુ નામ :- લાલા ધ્યાન+રામ ધ્યાન ¨ વિષય :- એકાગ્રતા+ડિસીપ્લીન ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- વર્ગવ્યવસ્થા વર્ગમા શિસ્ત,શાંતિ ધ્યાન એકાગ્રતા કેળવવા માટે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થનામા+વર્ગખંડમા ¨ એકટીવિટી પધ્ધતિ :- સમુહમા આ ધ્યાન કરાવી શકાય.આંખો બંધ કરી સમુહમા લા.....લા......લા.....એમ ધીમુ મધ્યમ ઝડપી રીતે ક્રમશ બોલાવવુ એજ રીતે રામ......રામ.....આંખો બંધ કરી એક ધ્યાને બોલાવવુ. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- - ¨ સમય :- 5 મિનીટ 

27. યોગ ક્રિયેટીવીટી (યોગા) ¨ એકટીવિટીનુ નામ :- યોગ ક્રિયેટીવીટી (યોગા) ¨ વિષય :- શા.શિ.+તંદુરસ્તી માટે. ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- વર્ગમા શિસ્ત,એકાગ્રતા સર્જનાત્મકતા,તંદુરસ્તી માનસિક પાવર વધારવા માટે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થનામા+શા.શિ.પ્રેકટીકલ સમયે. ¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ યોગાસન,યૌગિક ક્રિયા,ધ્યાન,પ્રાણાયામ,સૂર્યનમસ્કાર કરાવવા,આ માટે ધો.5-6-7 ની શા.શિ.અન્ય યોગાસનના પુસ્તકો સંદર્ભગ્રંથ દ્વારા યોગ્ય રીધમથી યોગ ક્રિયા કરાવી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- યોગાસનના પુસ્તકો ધો.5-6-7 ના પાઠય પુસ્તકો. ¨ સમય :- 5 થી 30 મિનીટ 

28. વેસ્ટમાંથી બેસ્ટ ¨ એકટીવિટીનુ નામ :- વેસ્ટમાંથી બેસ્ટ ¨ વિષય :- સ.ઉ.ઉ.કા. ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- અભ્યાસની સાથે સાથે વિ.ની સર્જનાત્મકતા તંદુરસ્તી,માનસીક. ¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ. કાર્ય દરમિયાન. ¨ એકટીવિટી પધ્ધતિ :-નકામી વસ્તુમાંથી બાળકોની સર્જનાત્મકતા વિકસે તેવી પ્રવૃતી,શૈ.રમકડા,સાધનો તૈયાર કરાવવા દા.ત. લીંડીની માળા,કાચલીનુ જુમર,કાગળનુ ફુલખણ,પ્લેન,પેરાશુટ,બાકસનો ફોન વગેરે બાળકો વેસ્ટેજ વસ્તુમાંથી બનાવે. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વેસ્ટેજ વસ્તુઓ જેવા કે ખોખા,કબીલા,આઇસ્ક્રીમના કપ,ઢબકલા,લીંડી,સુળા વગેરે. ¨ સમય :- 10 થી 30 મિનીટ 

29. જાદુના/વિજ્ઞાનના પ્રયોગો(મનોરંજક પ્રયોગો) ¨ એકટીવિટીનુ નામ :- જાદુના/વિજ્ઞાનના પ્રયોગો(મનોરંજક પ્રયોગો) ¨ વિષય :- વિજ્ઞાન+અંધશ્રધ્ધા નિવારણ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- બાળકો/શિક્ષકોમા વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય+અંધશ્રધ્ધા દૂર કરવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા+વર્ગખંડ અંધશ્રદ્ઘા નિવારણ સમયે. ¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકોને કૂતુહલ અને મનોરંજક વિજ્ઞાનના પ્રયોગો તેમજ વૈજ્ઞાનિક અભિગમ વિચાર ધારા કેળવાય તેવા ક્રિયાત્મક પ્રયોગો કરવા અને બાળકોને કરાવવા. તમામ પ્રયોગોનુ અવલોકન મુકત રીતે બાળકોને કરવા દેવુ.દા.ત.કપુરના દિવા,હવા વગર ફુગ્ગા ફુલાવવા,નાળીયેરમાંથી ચુંદડી કાઢવી વગેરે અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો અને પર્દાફાશ જણાવવા. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ:-ફુગ્ગા,સ્ટ્રો,મીણબતી તેમજ પ્રયોગના સાધનો કપુર,સોડીયમ,પોટેશિયમ ચૂનો કેમિકલ ¨ સમય :- Depend On Time 

30. પ્રત્યક્ષીકરણ દ્વારા શિક્ષણ ¨ એકટીવિટીનુ નામ :- પ્રત્યક્ષીકરણ દ્વારા શિક્ષણ ¨ વિષય :- ભૂગોળ,પર્યાવરણ,સમાજવિદ્યા ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- વિવિધ પ્રાકૃતિક સ્થળો,વિવિધ સંસ્થાઓ,પોસ્ટઓફિસ,બેંક,તાલુકા જિલ્લા પંચાયતની પ્રત્યક્ષ કામગીરી નિહાળવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- સત્રમા એક બે વાર ¨ એકટીવિટી પધ્ધતિ :- પોસ્ટ ઓફીસ,બેંક,ટેલીફોન એક્સચેન્જ,દવાખાના,ઉધોગ કારખાના,કારીગરો,તાલુકા પંચાયત,કોર્ટ,ગ્રામ પંચાયત,નગર પાલીકા,જીલ્લાની વિવિધ કચેરી,એર પોર્ટ,રેલ્વે- સ્ટેશન વગેરે સ્થળોની સમયાનુકુળ મુલાકાત લેવડાવવી ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-. પ્રત્યેક સ્થળે રૂબરૂ મુલાકાત. ¨ સમય :- Yearly 

31. પત્ર મૈત્રી ¨ એકટીવિટીનુ નામ :- પત્ર મૈત્રી ¨ વિષય :- પત્રનુ લેખન-વાંચન ¨ ધોરણ વિભાગ :- 3 થી 7 ¨ હેતુ :- વિવિધ સબંધીજનોના સબંધો વિકસાવવા.નવા મિત્રો બનાવી પત્ર વ્યવહારની ટેવ ખીલવવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ કે ફુરસદ સમયે. ¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકો બહાર ગામના પોતાના મિત્રો,સગા સંબંધીજનોને પત્ર લખે,પોતે આસપાસની શાળાના પત્રમિત્ર બનાવશે,પત્ર લખશે અને બીજાના પત્ર વાંચશે ,વિવિધ સંસ્થા ,શાળામા માહિતીલક્ષી પત્ર લખતા થાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પોસ્ટકાર્ડ,કવર,કાગળ પેન. ¨ સમય :- Depend On Time 

32. શીઘ્ર વકતૃત્વ ¨ એકટીવિટીનુ નામ :- શીઘ્ર વકતૃત્વ ¨ વિષય :- ગુજરાતી,.પર્યાવરણ ¨ ધોરણ વિભાગ :- 3 થી 7 ¨ હેતુ :- વકતૃત્વ વિકાસ,ત્વરીત ગતીએ સમયસર બોલી કથન,કૌશલ્ય વિકસાવવા,સભાક્ષોભ દૂર કરવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંફ + બાલસભામા ¨ એકટીવિટી પધ્ધતિ :- એક કાપલીમા વકતૃત્વના વિષય કે એકમનુ તેમા લખેલ વિષય કે વસ્તુ વિશે તરત જ વકતવ્ય આપવુ. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાર્ડપેપર. ¨ સમય :- 1 થી 10 મિનીટ 

33. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા ¨ એકટીવિટીનુ નામ :- ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા ¨ વિષય :- સાંસ્કૃતિક બાબત. ¨ ધોરણ વિભાગ :- 5 થી 7 ¨ હેતુ :- ગાયત્રી જ્ઞાન તીર્થ શાંતિકુંજ હરીદ્વારથી લેવાતી પરીક્ષા દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિની જાણકારી ભારતની સંસ્કૃતિ ટકાવવા માટે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વાર્ષિક પ્રતિ વર્ષે ¨ એકટીવિટી પધ્ધતિ :-શાંતીકુંજ હરિદ્વાર દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમા ભારત દેશની સંસ્કૃતિ સંસ્કાર વિવિધ આધ્યાત્મિક,પર્યાવરણનુ જ્ઞાન આ પરિક્ષાની "સંસ્કાર સૌરભ " પુસ્તકમાંથી તૈયારી કરાવી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સંસ્કૃતિ સૌરભ પુસ્તક ¨ સમય :- Yearly 

34. ફુરશદ શિબિર + વેકેશન શિબિર ¨ એકટીવિટીનુ નામ :- ફુરશદ શિબિર + વેકેશન શિબિર ¨ વિષય :- તરંગ ઉલ્લાસ + સ.ઉ.ઉ.કા. ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- વેકેશનની લાંબી રજામા કે શનિ-રવિની રજામા બાળકોને વિવિધ પ્રકારની રજામા બાળકોને વિવિધ પ્રવૃતિ દ્વારા શિબિરમા સર્જનશક્તિ ખીલવવા.. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વેકેશન કે ફુરસદ સમયે ¨ એકટીવિટી પધ્ધતિ :- વેકેશાન દરમિયાન કે શનિ-રવીની રજામા બાળકોને મનપસંદ પ્રવૃતિ કરવા દેવી જેમકે ચિત્ર, કલર,સંગીત,વિવિધ રમતો રમાડીને આનંદદાયી વાતાવરણ દ્વારા બાળકોને આનંદ કરાવવો. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ચિત્ર કીટ,શૈક્ષણીક રમકડા,બાલવાર્તા+બાલગીત પુસ્તકો ¨ સમય :- Termly 

35. તરાહની પ્રવૃતિ ¨ એકટીવિટીનુ નામ :- તરાહની પ્રવૃતિ ¨ વિષય :- સ.ઉ.ઉ.કા. ¨ ધોરણ વિભાગ :- 1 થી 5 ¨ હેતુ :- બાળકોની જિજ્ઞાસા,કલ્પના,સર્જનાત્મકતા કેળવવા માટે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કા. દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- જુવાર બાજરીના રાડામાંથી તેમજ બાક્સની દિવાસળી ,ગુલ્ફીની સળીની ગોઠવણ કરી વિવિધ વસ્તુઓ,ઓજારો બનાવવા જેમ કે સ્ટ્રે ,પેન સ્ટેન્ડ,સાતી,ખેતીના ઓજારો,તરાપો વગેરે બનાવી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- જુવાર બાજરીના રાડા,કટર,કલર,બાકસ ગુલ્ફીની સળી. ¨ સમય :- 10 to 50 મિનીટ 

36. વાંચન ક્વિઝ ¨ એકટીવિટીનુ નામ :- વાંચન ક્વિઝ ¨ વિષય :- વાંચન ક્ષમતા સુધારણા ¨ ધોરણ વિભાગ :- 2 થી 7 ¨ હેતુ :- બાળકોની વાંચન ક્ષમતા સુધારવા માટે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ ¨ એકટીવિટી પધ્ધતિ :-જે તે વિષયોનુ શિષ્ટવાંચન આદર્શ વાંચન કરાવવા માટે પ્રેરવા એક પેરેગ્રાફ કે પેઇજ એક પછી એક બધા બાળકોને વંચાવવા આદર્શ વાંચનની હરીફાઇ રાખવી,શ્રેષ્ઠ વાંચન કરનાર બાળકને પ્રોત્સાહનઆપવુ. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વાંચન માટેના વિવિધ સાહિત્યીક પુસ્તકો વાર્તા + જ્ઞાનવર્ધક સામાયિકો. ¨ સમય :- 5 to 25 મિનીટ 

37. ઓડિયો-વિડિયો રેડિયો વિઝ્યુલ દ્વારા શિક્ષણ ¨ એકટીવિટીનુ નામ :- ઓડિયો-વિડિયો રેડિયો વિઝ્યુલ દ્વારા શિક્ષણ ¨ વિષય :- ઇતિહાસ ,ભૂગોળ,વિજ્ઞાન,પર્યાવરણ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ સમય :- ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ¨ હેતુ :- બાળકોને દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા ચિરંજીવી શિક્ષણ આપવા માટે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ ¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામા ઓડિયો કેસેટ,સી.ડી. બાળકોને સંભળાવીએ,શૈક્ષણિક વિડિયો ફિલ્મ બતાવવા,દેશભક્તિ ના ગીતો,બાલગીતો,વાર્તા વગેરેનુ દ્રશ્ય.શ્રાવ્ય સાધનો દ્વારા અધ્યન / અધ્યાપન કાર્ય કરાવવુ યુનિસેફની સી.ડી.,મીની ફિલ્મ,વ્યસનમુક્તિની સી.ડી.,પંચતંત્રની સી.ડી.,કોમ્પ્યુટર કે ટી.વી દ્વારા બનાવી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ટી.વી.+સી.ડી.+ટેપ+રેડિયો+કેસેટ+કોમ્પ્યુટર ¨ સમય :- 5 to 30 મિનીટ 

38. ગ્રહમાળા ¨ એકટીવિટીનુ નામ :- ગ્રહમાળા ¨ વિષય :- વિજ્ઞાન ¨ ધોરણ વિભાગ :- 5 થી 7 ¨ હેતુ :- બાળકોને સૂર્ય,પૃથ્વી,ગ્રહોની કાયમી જાણકારી ,માહિતી આપવા માટે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ ¨ એકટીવિટી પધ્ધતિ :- સુગરીના દશ માળા લઇ રંગવા,દરેક માળાને એક એક ગ્રહનુ નામ ડ્રોઇંગ સીટની કાપલીથી નવગ્રહના નામ લખવા શાળાની છત પર લગાવી દેવા વચ્ચે સૂર્યરૂપી માળો લગાવવો નવ-ગ્રહની અને સૂર્યની દરેક ગ્રહમાળામા માહિતી લખવી. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સુગરીના માળા,લીંડીની માળા ડ્રોઇંગ સીટ ¨ સમય :- Daily 

39. સુત્રો દ્વારા એકમ સમજૂતી ¨ એકટીવિટીનુ નામ :- સુત્રો દ્વારા એકમ સમજૂતી ¨ વિષય :- સમાજવિદ્યા,વિજ્ઞાન,પર્યાવરણ ¨ ધોરણ વિભાગ :- 3 થી 7 ¨ હેતુ :- બાળકોને ગોખણપટ્ટી દૂર કરી સરળતાથી તે યાદ રહે તે હેતુસર. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ ¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રત્યેક વિષયના અમુક એકમના ટૂંકા સૂત્રો યાદ રાખી તેમના દ્વારા સમજણ આપવી અને જાતે સૂત્રો પણ બનાવી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પેન,કાગળ,ડ્રોઇંગસીટ,સ્કેચપેન. ¨ સમય :- 1 to 5 મિનીટ 

40. ખાસ દિવસોની ઉજવણી(સ્પેશ્યલ ડે સેલીબ્રેટ) ¨ એકટીવિટીનુ નામ :- ખાસ દિવસોની ઉજવણી(સ્પેશ્યલ ડે સેલીબ્રેટ) ¨ વિષય :- સ.ઉ.ઉ.કા. + સ્પે.ડે. ઉજવણી ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ:-શિક્ષક દિન,યુવા દિન,બાલ દિન,પર્યાવરણ દિન,તમાકુ દિન એઇડ્સ દિન વગેરે ખાસ દિવસોની જાણકારી મેળવે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- દિન મહિમા અનુરૂપ ¨ એકટીવિટી પધ્ધતિ :- શિક્ષકદિન,શહિદદિન,પર્યાવરણદિન,એઇડ્સ દિન,વિજ્ઞાનદિન,અંધજનદિન વગેરે જેવા સ્પે.દિવસોનુ મહત્વ સમજાવવુ. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- દિવસની ઉજવણી પ્રમાણે સામગ્રી+વિવિધ દિવસોનુ મહત્વ દર્શાવતુ સાહિત્યગ્રંથ. ¨ સમય :- Depend On Time 

41. મોબાઇલ લાઇબ્રેરી ¨ એકટીવિટીનુ નામ :- મોબાઇલ લાઇબ્રેરી ¨ વિષય :- વાંચન+સંદર્ભ સાહિત્ય. ¨ ધોરણ વિભાગ :- 5 થી 7 ¨ હેતુ :- બાલ સાહિત્ય,સામાયિક,છાપાની પૂર્તિ વિવિધ પુસ્તકોથી વાકેફ કરવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ+ફુરશદના સમયે. ¨ એકટીવિટી પધ્ધતિ :-શાળા કક્ષાએ પુસ્તકાલયમાના વાંચવાલાયક જ્ઞાનલક્ષી,માહિતીલક્ષે,સંસ્કારલક્ષી પુસ્તકો બાળકોને વાંચવા પ્રેરવા તેમજ પુસ્તક રજીસ્ટરમા ખાતુ ખોલી બાળકોને ઘરે લઇ જવા દેવા બાળકોને ઘરના સભ્યોને પણ પુસ્તકો વાંચવા પ્રેરવા. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિજ્ઞાન,ગણિત,વાર્તા,ઉખાણા,ગીતો,કોયડાના સામયિકો પુસ્તકો,ભીંતપત્રો વગેરે. ¨ સમય :- Weekly 

42. સરક્યુલર ચાર્ટ(ટીચીંગ એડ) ¨ એકટીવિટીનુ નામ :- સરક્યુલર ચાર્ટ(ટીચીંગ એડ) ¨ વિષય :- વિજ્ઞાન ¨ ધોરણ વિભાગ :- 5 થી 7 ¨ હેતુ :- વિજ્ઞાનની તમામ શોધો અને શોધકની માહિતી કેળાવવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ ¨ એકટીવિટી પધ્ધતિ :- વૈજ્ઞાનિક શોધ અને શોધકની સફારી મેગેઝીનમાંથી સક્રિપ્ટની ઝેરોક્ષ કરાવી પૂંઠામા ચીપકાવી વર્કીઁગ સરક્યુલર ચાર્ટ તૈયાર કરવા. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પૂંઠા,ટાંકણી,કાતર,ગુંદર,શોધ-શોધકની સક્રિપ્ટ. ¨ સમય :- 1 to 15 મિનીટ 

43. શૈક્ષણિક ઉપકરણો નિર્માણ (ટીચીંગ એડ.T.L.M.) ¨ એકટીવિટીનુ નામ :- શૈક્ષણિક ઉપકરણો નિર્માણ (ટીચીંગ એડ.T.L.M.) ¨ વિષય :- તમામ વિષયના ટીચીંગ એડ.બનાવવા ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- વિવિધ વિષયોના વિવિધ એકમોના T.L.M.બાળકોને જુથ દ્રારા બનાવડાવા . ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ ¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રત્યેક વિષયના એકમને અનુરૂપ વર્કીંગ મોડેલ્સ,નમૂના,પ્રતિકૃતિ,ચાર્ટસ,શૈક્ષણિક રમકડા,ઉપ- કરણો T.L.M. નિર્માણ સંદર્ભ ગ્રંથમાંથી જોઇ અથવા જાતે બાળકોને T.L.M.બનાવવા માટે- નું માર્ગદર્શન આપવુ જાતે ટીચીંગ એડ બનાવવા. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પૂંઠા,કાતર,કટર,ગુંદર,ફેવીકોલ,થર્મોકોલ,વિષય એકમ અનુરૂપ ચાર્ટ. ¨ સમય :- 1 to 30 મિનીટ Daily 

44. માસિક ટેસ્ટ કસોટી ¨ એકટીવિટીનુ નામ :- માસિક ટેસ્ટ કસોટી ¨ વિષય :- મૂલ્યાંકન ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- વિવિધ વિષયોનુ ધોરણવાર 3 થી 7 મા પ્રતિમાસ મૂલ્યાંકન માટે. ¨ એકટીવિટી ડ્યુરેશન :- અઠવાડિક/પ્રતિમાસ ¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રતિમાસ કે પ્રતિ અઠવાડિયે બાળકોનુ સતત મૂલ્યાંકન થતુ રહે તે માટે પેપર કે ક્રિયાત્મક ટેસ્ટ લઇ બાળકોનુ સર્વાંગી મૂલ્યાંકન અભ્યાસીક અને સહઅભ્યાસીક કરવુ. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ટેસ્ટ માટેના જવાબ પેપરો,ફાઇલ. ¨ સમય :- Monthly 

45. બાલ અભિનય ગીતો(ગીતો ગાતા રે ગાતા) ¨ એકટીવિટીનુ નામ :- બાલ અબિનય ગીતો(ગીતો ગાતા રે ગાતા) ¨ વિષય :- બાલગીતો ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- બાલ અભિયાન દ્વારા વર્ગ/શાળાનુ વાતાવરણ,વર્ગવ્યવસ્થા,વિષય અનુબંધ માટે TOP-050 બાલગીતો એકશન સાથે ગાતા થાય . ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ/બાલસભા ¨ એકટીવિટી પધ્ધતિ:-વિવિધ બાળગીતો,અભિનય ગીતો,કુચગીતો,શૌર્યગીતો,દેશભક્તિ ગીતો,ધૂન,ભજન વગેરે બાળકોને યોગ્ય લય-તાલ-રાગ સાથે ગવડાવવા અને બાળકો જાતે ગીતો ગાતા થાય તે માટે માર્ગદર્શન મહાવરો કરાવવો. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બાલ સૃષ્ટિ,બાલ તરંગ,ફુલવાળી ,ચાંદાપોળી જેવા બાલગીતોના પુસ્તકો,સી..ડી.કેસેટ. ¨ સમય :- :- Depend On Time 

46. બાલ વાર્તા દ્વારા અધ્યન (વાર્તા રે વાર્તા) ¨ એકટીવિટીનુ નામ :- બાલ વાર્તા દ્વારા અધ્યન (વાર્તા રે વાર્તા) ¨ વિષય :- વાર્તા કથન ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- બાળકોમા વાર્તા દ્વારા વિવિધ વિષયોના પાત્રો ઐતિહાસીક ઘટના ચારિત્ર્ય નિર્માણ,બાળકોની કલ્પના,કૂતુહલ, જિજ્ઞાસાવૃતિ સંતોષવા . ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ/બાલસભા ¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ બાલવાર્તા બાળકોને કહેવી બાળકોની જિજ્ઞાશા,કલ્પના,રૂચી પ્રેરે તેવી પ્રેરણાત્મક,હાસ્ય વાર્તા કહેવી,બાળકો પણ વાર્તા કહે તે માટે પ્રોત્સાહન આપવુ નકારાત્મક તત્વો કે લાગણીની વાર્તા ન કહેવી. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બાલવાર્તાના પુસ્તકો,સામાયિકો,છાપાપૂર્તિ,બાલ પત્રિકા વગેરે. ¨ સમય :- 1 to 20 મિનીટ 

47. બાલ રમતો દ્વારા અધ્યન (રમતા રે રમતા) ¨ એકટીવિટીનુ નામ :- બાલ રમતો દ્વારા અધ્યન (રમતા રે રમતા) ¨ વિષય :- બાલ રમતો,શા.શિ. ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- ઇન્ડોર,આઉટડોર તમામ રમતો દ્વારા શારિરીક અને માનસિક કૌશલ્યો ખીલવવા બાળકોની કૂતુહલવૃતિ,રમત- વૃતિ,વર્ગવ્યવસ્થા,શિસ્ત,એકાગ્રતા કેળવવા. ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ/મેદાન ¨ એકટીવિટી પધ્ધતિ :- ઇન્ડોર આઉટડોર બાલ રમતો રમાડવી અને જે રમતોમા જ્ઞાન સાથે ગમ્મત આનંદ આવે તેવી રમતો પસંદ કરવી,બાળકો જાતે પણ રમતો રમે તેમજ પ્રત્યેક વિષય એકમની ક્ષમતા સિધ્ધ થઇ શકે તેવી રમતો રમાડાવી. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- દડો,ખંજરી,દોરી,કાર્ડ,રમતો અનુરૂપ સાધનો તેમજ રમતના સંદર્ભ ગ્રંથ. ¨ સમય :- 1 to 20 મિનીટ 

48. પર્યાવરણીય રમત સંપુટ ¨ એકટીવિટીનુ નામ :- પર્યાવરણીય રમત સંપુટ ¨ વિષય :- પર્યાવરણ,વિજ્ઞાન ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- પર્યાવરણ વિષયની તમામ ક્ષમતા સિધ્ધ કરવા . ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ / સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- પર્યાવરણ તેમજ વિજ્ઞાનને લગતી વિવિધ રમતો, C.E.E. અમદાવાદ નિર્મિત પર્યાવરણ રમત સંપુટ કિટ રમતા રમતા પર્યાવરણના ઘણા એકમો આનંદદાયી પ્રવૃતિ કરતા શીખવી શકાય. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-પર્યાવરણની રમતની કિટ,પ્રાણી-પક્ષીના ચિત્રકાર્ડ,સાપસીડી,પર્યાવરણના વિવિધ સામાયિકો. ¨ સમય :- 1 to 30 મિનીટ 

49. ક્રિયેટીવીટી ઇન એજયુકેશન ¨ એકટીવિટીનુ નામ :- ક્રિયેટીવીટી ઇન એજયુકેશન ¨ વિષય :- સર્જનાત્મકતા ¨ ધોરણ વિભાગ :- 5 થી 7/શિક્ષકો,બાળકો. ¨ હેતુ :- યાદશક્તિ તેમજ સર્જનાત્મકતા કેળવવા . ¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન ¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકોને ડ્રોઇંગસીટમા મનપસંદ ચિત્રો દોરાવવા તેમજ વિવિધ રંગોળી,ડિઝાઇનો,દોરાવાની તેમા રંગ પુર્ણી કરાવવી-વિવિધ કલરોનો ઉપયોગ કરી ઢબકાનુ રંગકામ કરવુ. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કલર ,પીંછી,ડ્રોઇંગશીટ,ચિત્રકલા. ¨ સમય :- 1 to 30 મિનીટ 

50. ઉખાણા,જોડકણા,કોયડા,ઉકેલ ¨ એકટીવિટીનુ નામ :- ઉખાણા,જોડકણા,કોયડા,ઉકેલ ¨ વિષય :- બાલસભા+સાંસ્કૃતિક કાર્યક્રમ ¨ ધોરણ વિભાગ :- 1 થી 7 ¨ હેતુ :- એકમને અનુસાંગીક વિવિધ કોયડા દ્વારા મગજ કસાય,ઉખાણા,જોડકણા દ્વારા જ્ઞાન સાથે ગમ્મત મેળવે . ¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ/બાલસભા ¨ એકટીવિટી પધ્ધતિ:-બાળકોને ઉખાણા,જોડકણા,કોયડા કહેવા,બાળકો નાના રમુજી ટુચકા,ઉખાણા,જોકસ,જોડકણા,કોયડા કહેતા થાય તે માટે તેમણે વિવિધ બાલ સાહિત્યો,સામાયિકો,ગણિતના કોયડા ઉકેલનો મહાવરો કરવોકોયડા પૂછવા અને ઉકેલવા. ¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ઉખાણા,જોડકણા,કોયડા ઉકેલ, પુસ્તકો,સામયિકો. ¨ સમય :- 1 to 5 મિનીટ