29 April 2018

*વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપેક્ષા રાખી સંતાનને મોટા કરીએ છીએ.*

એક વડીલની સાથે હું બેઠો હતો,
અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા...

રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા.

મે તેમની સામે  જોઈ
હસવાનું  કારણ પૂછયું.

વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા,

*દિલની વાત કરું છું...*
આ મારો છોકરો, જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી,
ત્યારે કહેતો,
આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ..

મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે.

પાછો લખે છે:
*"તેરે બીના ભી ક્યાં જીના"*  

સાહેબ મને કહો કે-
*LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..?*
*આ યુવાન વર્ગ લાગણી ને સમજે  છે શુ ?*  

પાછો લખે છે - "તેરે બીના ભી કયા જીના?".

લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય.

બે મિનિટ ચૂપ થઈ,
ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે,
તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા.

*કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા.*

*આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત, કે
*"તેરે બીના ભી ક્યાં જીના".*

સાહેબ સોગંદપૂર્વક કહું છું.(વડીલ ભાવ વિભોર થઈ મારો હાથ પકડી લીધો) *આખી જીંદગીનો અમારો થાક ઉતરી જાત.*

આ તો,
તમારી સાથે દિલ મળી ગયું છે એટલે વાત કરાય.
સાહેબ,
મોટા છોકરા ને ભણાવીને વિદેશ મોકલ્યો,
લગ્ન કરી તેના પરિવાર સાથે ખુશ છે.

પણ સાહેબ,
એક વાત નો જવાબ આપો.
ભણાવી ગણાવી કમાતો કર્યો.
તેના પગાર અને મોભાનો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે.
તેની પ્રગતીનો જશ્ન  તેઓ મનાવે છે.

તે નાદાન ને ક્યાં ખબર છે કે,
*તારા પગાર અને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરિયાએ હા પાડી છે.*

*પથ્થરમાંથી  શિલ્પ માબાપ બનાવે છે.*
અને
*એ પથ્થર દિલના સંતાન માબાપની આંખની ભાષા પણ ના વાંચી શકે ત્યારે  દુઃખ થાય.*

વડીલ ની આંખમાં
પોતાના સંતાન પ્રત્યે ની ફરિયાદ અને દુઃખ હતુ.
પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું.

મને સ્વસ્થ થઈ પુછયુ,
તમારે સંતાન કેટલા.

મેં કીધું, એક.

મને કહે, સાહેબ,
સંતાનો નો વાંક નથી.
તે તો આ સમાજ વ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ ગયા છે.

*વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપેક્ષા રાખી સંતાનને મોટા કરીએ છીએ.*

સાહેબ,
મારા અનુભવ ઉપરથી એક સલાહ આપું છું,
                👇
*"ફક્ત લેણ-દેણના સંબંધ સમજીને જ સંતાનને મોટા કરજો.*
*તો જ જિંદગી આનંદથી જશે."*
🙏🙏
👆 *તમારા ઘરમાં બાળકો હોય તો આ સ્ટોરી અવશ્ય વાંચજો અને વંચાવજો.🙏

23 April 2018

જે પિંપળાને ફુટવું જ છે એતો આરસીસી નો સ્લેબ ફાડીને પણ ફુટશે

ભુતકાળમાં વિધાતા *છઠ્ઠીના દિવશે બાળકનું ભાગ્ય* લખતા અને આજે...?

હા આજે *શુક્રાણું સ્રી બીજ* ને મળે તે પહેલાં એનું *ભવિષ્ય નક્કી* કરે છે આજના મા બાપ,

જ્યારે બાળક *લીક્વીડ ફોર્મમાં* પણ ન હોય ત્યારથી તેને *ટેલેન્ટેડ* બનાવવાની હોડ લાગી છે.

ચાર પાંચ વર્ષનાં બાળકોને જ્યારે ટીવીના કોઇ રીયાલીટી શોમાં નાચતાં, ગાતાં, મિમીક્રી કરતાં જોઇએ ત્યારે વિચાર આવે કે આ બાળકના માબાપ ને છોકરું જોઇએ છે કે એક *મલ્ટી ટેલેન્ટેડ મશીન*.

*છ વર્ષની છોકરી* ટીવી કે ફીલ્મ જોઇને ગીત ગાય છે *લેલા મે લેલા એસી હું લેલા* સાથે નાચે પણ છે,

હકીકતમાં આ ટેલેન્ટ કરતાં નકલ વધું છે, મા બાપ છાતી ફુલાવી આ નકલી આવૃતીને ક્રીયેટીવીટીમાં ખપાવે છે.

મા બાપનું કામ તો *શીક્ષણ અને સંસ્કાર* આપવાનું છે, પછી *કુદરતી ટેલેન્ટ* તો આપોઆપ બહાર આવશે,

કિશોર કુમાર કે રફીના મા બાપે એ બોલતા થયાં ત્યારથી ગાતાં નહોતું શીખવ્યું. રાજકપુરના રણધીર અને રાજીવ બંન્ને છોકરાં કલાકાર તરીકે *નિષ્ફળ* રહ્યા.
*કેમ....?*
એતો ઘર અને કુટુંબમાંજ પ્લેટફોર્મ લઇને જન્મયા હતા. એવું જ રાજેન્દ્ર કુમારના કુમાર ગૌરવનું થયું.

કેમ કે એમના પોતાનામાં એ સફળતા માટેની *કુદરતી ટેલેન્ટ* ન હતી.

*નરેન્દ્ર મોદી સાહેબ* ના બા *હીરાબા* એ કાંઇ બાળ નરેન્દ્ર બોલતા થયા ત્યારથી જાહેરમાં *સ્પિચ* આપવાનું નહોતું શીખવ્યું કે *નતો એ બાળકને વક્તૃત્વ સ્પર્ધા ના ક્લાસ* કરાવ્યા. કુદરતી ટેલેન્ટ સમય આવ્યે બહાર આવેજ.

સામે પક્ષે પાંચ પેઢીથી ભાષણબાજી અને જાહેરજીવનના પ્લેટફોમ વાળા *રાહુલ ગાંધી* ભાષણમાં એટલા એગ્રેસીવ નથી લાગતા.

*ધીરુભાઇ અંબાણી* ના માતા બાળ ધીરુને ઉંઘાડવા હાલરડાંને બદલે કોઇ કંપનીના નફા નુકશાનના સ્ટેટમેન્ટ નહોતા સંભળાવતા કે વાર્તાની જગ્યાએ બેન્કની પાસબુક વાંચીનેં નહોતા સંભળાવતા.

આજે તો ચાર વર્ષની ચાર્મીને એશ્વર્યા બનાવી દેવી છે અને પાંચ વર્ષના પપ્પુને સલમાન.

બાળકના બાળપણની જીંદગીની ભ્રુણહત્યાની હોડ જામી છે. એ સફળજ છે, જરુરી નથી કે બધા સલમાન બને, શાહરૂખ કે હૃતિક કે તેન્ડુલકર બને.

પહેલાં એને *પ્રાથમીક શિક્ષણ* આપો, સારા *સંસ્કાર* આપો, પછી કુમાર અવસ્થામાં એનામાં રહેલી *શક્તિ* આપોઆપ ખીલશે.

અને જો ટેલેન્ટ હશે તો નાનકડા વડનગર જેવા પછાત ગામમાંથી દોડીને એ દીલ્હીની ગાદીએ બેસશે.
એને નાનપણમાં સરપંચના રોલ કરાવી એનામાં રહેલા વડાપ્રધાનની ટેલેન્ટનું ગળું ન દબાવી દો.

*જે પિંપળાને ફુટવું જ છે એતો આરસીસી નો સ્લેબ ફાડીને પણ ફુટશે*.

આપણા બાળકોને સાચો *પ્રેમ*, સાચા *સંસ્કાર,* અને *પ્રાથમિક શિક્ષણ* આપો, વખત આવ્યે ઇ *આપોઆપ ખીલશે*.

.                 

22 April 2018

મૂર્ખ ધનવાન બની જાય છે ત્યારે તે પોતાના જ લોકો સાથે હળવા-મળવાનું છોડી દે છે.

*એક ઉંદર કિંમતી હીરો ગળી ગયો. હીરાના માલિકે તે હીરો શોધવા માટે એક શિકારી ભાડે રાખ્યો. જ્યારે શિકારી બધાં ઉંદરોને મારવા પહોંચ્યો તો હજારો ઉંદરો એક થઈ, એકબીજા પર ચઢી શિકારીનો સામનો કરવા સજ્જ થયાં. પરંતુ એક ઉંદર એ બધાંથી અલગ બેઠો હતો. શિકારીએ અચાનક તે ઉંદરને ઝડપી લીધો.શિકારીએ શેઠને કહ્યું કે, આ ઉંદરે જ તમારો કિંમતી હીરો ગળ્યો છે. શેઠ કહે, પણ તને કેવી રીતે ખબર પડી કે આ જ ઉંદર પાસે હીરો છે?*
*શિકારીએ અત્યંત તાર્કિક જવાબ આપ્યો, "બહુ જ સિમ્પલ વાત છે, જ્યારે મૂર્ખ ધનવાન બની જાય છે ત્યારે તે પોતાના જ લોકો સાથે હળવા-મળવાનું છોડી દે છે... "*

20 April 2018

આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે !

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.

ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી *અખરોટ* આપવા નો વાયદો કરી રાખ્યો હતો.

ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર.....!

એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો.

આમ જ સમય વિતતો રહ્યો.....
એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.

પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ?

આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે ! ! !

આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે.

ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.

*શુ આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સ્વપના અધૂરા રહ્યા હશે ?*

*શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !*

આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે !

*એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો, પણ સાથે "મસ્ત" રહો, સદા સ્વસ્થ રહો.*

*BUSY પણ અને  BE-EASY પણ રહો*

17 April 2018

બધા જ ''સબંધો પણ યુઝ એન્ડ થ્રો '' થવા લાગ્યા ...


માણસ જયારે '' પાતળ પાંદડા ''માં જમતો હતો,
મહેમાનને જોઇને એ ''લીલોછ્મ ''થઇ જતો હતો,
આવકારવા આખું પરિવાર થનગનતું ..
પછી જયારે એ ''માટીનાં વાસણમાં ખાવા લાગ્યો ,
સબંધો ને ''જમીન સાથે જોડીને'' નિભાવવા લાગ્યો..
પછી જયારે ''તાંબા-પિત્તળનાં વાસણ'' ઉપયોગમાં લેતો હતો,
સબંધોને વરસે, છ મહીને '' ચમકાવી લેતો હતો..
પણ વાસણ ''કાચ'' ના જયારે વાપરતો થયો,
એક '' હળવી એવી ચોટ ''માં સબંધો વીખરાવા લાગ્યા ..
હવે ''વાસણો થર્મોકોલ અને કાગળના ઉપયોગમાં થવા લાગ્યા,
બધા જ ''સબંધો પણ યુઝ એન્ડ થ્રો '' થવા લાગ્યા ...
.

એક નિર્જીવ રમકડાં એ ...જીવતા રમકડાં ને ગુલામ કરી દીધું છે...સમય આવી ગયો છે...તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો..

હું પથારી માંથી ઉભો થયો....
અચાનક છાતી મા દુખાવો ચાલુ થતા.... મને ....હાર્ટ ની તકલીફ તો નહીં હોય.....?  તેવા વિચાર સાથે....હું આગળ ના બેઠક રૂમ ગયો...મેં નજર કરી...તો મારો પરિવાર મોબાઈલ મા મશગુલ હતો....

મેં..પત્ની સામે જોઈ કિદ્યુ...કાવ્યા..
થોડું છાતી મા રોજ કરતા આજે વધારે દુખે છે...
ડોકટર ને બતાવી ને આવું છું...
હા પણ સંભાળી ને જજો...કામ હોય તો ફોન કરજો...મોબાઈલ માં મોઢું રાખી કાવ્યા...બોલી...

હું...એકટીવા ની ચાવી લઈ પાર્કિંગ માં પોહચ્યો...
પરસેવો..મને પુષ્કળ થતો હતો....
એકટીવા ચાલુ  નહતું થતું....
આવા સમયે...અમારા ઘરે કામ કરતો ધ્રુવજી (રામલો)   સાયકલ લઈ આવ્યો...સાયકલ ને તાળું મારતા મારતા મારી સામે જોયું...

કેમ સાહેબ ..એકટીવા ચાલુ નથી થતું.....મેં કીધું ના...

તમારી તબિયત સારી નથી લાગતી  સાહેબ...આટલો પરસેવો..કેમ દેખાય છે...?

સાહેબ...સ્કૂટર ને કીક આ પરિસ્થતિ મા તમે ના મારતા...
હું કીક મારી ચાલુ કરી દવ છું...

ધ્રુવજી એ કીક મારી એકટીવા ચાલુ કર્યું...
સાથે પૂછ્યું..સાહેબ એકલા જાવ છો ?
મેં કીધું... હા
આવી સ્થિતિ મા એકલા ના જવાઈ...
ચાલો મારી પાછળ બેશી જાવ....
મેં કીધું તને એકટીવા આવડે છે....
સાહેબ...ગાડી નું પણ લાઇસન્સ છે..ચિંતા વગર બેસી જાવ....

નજીક ની હોસ્પિટલે અમે પોહચ્યા...ધ્રુવજી...દોડી ને
અંદર ગયો.. અને વ્હીલ ચેર લઈ  બહાર આવ્યો...
સાહેબ ..અત્યરે ચાલતા નહીં આ ખુરશી મા બેસી જાવ......

ધ્રુવજી ની ઉપર...મોબાઈલ ઉપર  મોબાઈલ આવી રહયા હતા...
હું સમજી ગયો હતો...ફ્લેટ માંથી બધા ના ફોન આવતા હશે... હજુ કેમ નથી આવ્યો..?
ધ્રુવજી એ કંટાળી ફોન ઉપર કોઈ ને કઈ દીધુ.... આજે નહીં આવી શકું...

ધ્રુવજી ડોક્ટર ની જેમ જ વર્તન કરતો હતો...તેને વગર  પૂછે ખબર પડી ગઈ હતી..કે સાહેબ..ને હાર્ટ ની તકલીફ લાગે છે.....લિફ્ટ માં થી વ્હીલ ચેર ICU તરહ ધ્રુવજી લઈ ગયો...

ડૉક્ટર ની ટિમ તૈયાર હતી....મારી તકલીફ..સાંભળી.... બધા ટેસ્ટ તાત્કાલિક કરી..ડોક્ટરે..કિધુ.. આપ ઘણા સમયસર પોહચી ગયા છો...
એમાં પણ તમે  વ્હીલ ચેર નો ઉપયોગ કર્યો..એ તમારા માટે
ઘણું ફાયદા કારક રહ્યું..
હવે...કોઈ પણ પ્રકાર ની રાહ જોવી...એ તમારા માટે નુકશાન કારક બનશે...માટે...વિના વિલંબે
અમારે હાર્ટ નું ઓપરેશન કરી તમારા બ્લોકેજ તાત્કાલિક
દૂર કરવા પડશે..
આ ફોર્મ ઉપર તમારા સ્વજન ની સિગ્નનેચર ની જરૂર છે...
ડોક્ટરે..ધ્રુવજી સામે  જોયું...

મેં કીધું..બેટા... હસ્તાક્ષર કરતા આવડે છે....
સાહેબ....આવડી મોટી જવબદારી ના મુકો મારા ઉપર...

બેટા....તારી કોઈ જવબદારી નથી....તારી સાથે કોઈ
લોહી ના સબંધ નથી..છતાં પણ ..વગર કીધે તે તારી જવબદારી પૂર્ણ કરી છે..જે જવબદારી ખરેખર મારા પરિવાર ની હતી..
એક વધારે જવબદારી પુર્ણ કર.. બેટા..
હું નીચે લખી હસ્તાક્ષર કરી..દઈશ.. મને કંઈ પણ થશે..તો.. જવબદારી મારી છે..
ધ્રુવજી એ ફક્ત મારા કેહવથી હસ્તાક્ષર કરેલ છે...બસ હવે...

અને હા...ઘરે ફોન લગાવી જાણ કરી દે...જે.....

ત્યાં તો..મારી સામે ..મારી પત્ની કાવ્યા નો  મોબાઇલ ધ્રુવજી ઉપર આવ્યો..
ધ્રુવજી. .શાંતિ થી કાવ્યા ને સાંભળી રહ્યો હતો....

થોડી વાર પછી ધ્રુવજી બોલ્યો..
બેન..આપ..ને પગાર કાપવો હોય તો કાપી નાખજો...કાઢી મેલવો હોય તો મને કાઢી મેલજો.. પણ અત્યરે હોસ્પિટલે  ઓપરેશન  પેહલા પોહચો...
હા...બેન હું સાહેબ ને હોસ્પિટલે લઈ ને આવ્યો છું..
ડોક્ટરે ઓપરેશન ની  તૈયારી કરી દીધી છે....રાહ જોવાય તેવું નથી...

મેં કીધું..બેટા.. ઘરે થી ફોન હતો...?
હા સાહેબ...?
હું  મન મા બોલ્યો..કાવ્યા તું કોના પગાર કાપવા ની વાત કરે છે.. અને  કોને કાઢી મેલવા ની વાત કરે છે ?
આંખ મા પાણી સાથે ધ્રુવજી ના ખભે હાથ મૂકી ...હું બોલ્યો.. બેટા ચિંતા ના કરતો...

હું એક સંસ્થા મા સેવા આપું છું. તે ઘરડા લોકો ને આશરો આપે છે...ત્યા તારા જેવી જ વ્યક્તિઓ ની જરૂર છે..
તારૂં કામજ વાસણ..કપડાં ધોવાનું નથી...તારૂં કામ તો સમાજ સેવાનું છે....
બેટા...પગાર મળશે ..માટે ચિંતા ના કરતો..

ઓપરેશન પછી..હું ભાન માં આવ્યો...મારી સામે મારો સમગ્ર પરિવાર નીચા માથે ઉભો હતો....મેં આંખ મા પાણી સાથે કિધુ...ધ્રુવજી ક્યાં છે ?

કાવ્યા બોલી ..એ હમણાં જ રજા માંગી ગામડે ગયો ..કેહતો ગયો છે..તેના પિતા હાર્ટ એટેક મા ગુજરી ગયા છે..15 દિવસ પછી આવશે.

હવે મને સમજાયું..એને..મારા મા પોતાનો બાપ દેખાતો
હશે....
હે પ્રભુ...મને બચાવી. તે  એના બાપ ને ઉપાડી લીધો....

સમગ્ર પરિવાર હાથ જોડી... મુંગા મોંઢે..માફી માંગી રહ્યો હતો....

એક મોબાઈલ નું વ્યશન ...
આપણી વ્યક્તી ને આપના દિલ થી કેટલા દૂર લઈ જાય છે..તે પરિવાર જોઈ રહ્યો હતો...

ડોક્ટરે આવી કિધુ... પેહલા ધ્રુવજી ભાઇ તમને શું થાય ?

મેં કીધું ..ડૉક્ટર સાહેબ...અમુક સબંધ ના નામ કે ગેહરાઇ સુધી ના જઈએ તો જ એ સંબધ ની ગરિમા સચવાશે.
બસ હું એટલું જ કહીશ એ.. આણી ના સમયે..મારા માટે ફરીસતા બની આવ્યો હતો..

પિન્ટુ બોલ્યો...અમને માફ કરો .પપ્પા..જે ફરજ અમારી હતી..તે  ધ્રુવજી એ પુરી કરી.....જે અમારા માટે સરમજનક છે..હવે થી આવી ભૂલ ભવિષ્ય મા કયારેય નહીં થાય.....

બેટા.. જવબદારી..અને સલાહ લોકો ને આપવા માટે જ હોય છે..
જયારે  લેવાની આવે ત્યારે લોકો આઘા પાછા થઈ જાય છે...

રહી મોબાઈલ ની વાત...
બેટા.. એક નિર્જીવ રમકડાં એ ...જીવતા રમકડાં ને ગુલામ કરી દીધું છે...સમય આવી ગયો છે...તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો..
નહીંતર.
પરિવાર...સમાજ...અને રાષ્ટ્ર એ તેના ગંભીર પરિણામ ભોગવવા અને તેની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે..

પાર્થિવ
જય શ્રી કૃષ્ણ

11 April 2018

દવા ની સાથે સાથે દિલ થી કરેલી દુવાઓ પણ કામ કરે છે

એક ડૉક્ટર  અમદાવાદ શહેરના જાણીતા રોગ  નિષ્ણાંત છે અને સાહિત્ય સર્જક છે. એમના જીવનનો આ યાદગાર

પ્રસંગ એમના જ શબ્દોમાં :

દવા ની સાથે સાથે દિલ થી કરેલી દુવાઓ પણ કામ કરે
છે

“આ વાતને વીસ વર્ષ થયાં છે.

મારે ત્યાં દીકરાનો જન્મ થયો. સમય કરતાં એ ઘણો

વહેલો આવી ગયેલો. જન્મ સમયે એનું વજન માંડ દોઢ

કિલોગ્રામ. અત્યંત નબળો બાંધો. મારા મિત્ર ડૉકટરે

સલાહ આપી કે,તાત્કાલિક એને નારણપુરા ખાતેની એક

પ્રસિધ્ધ હૉસ્પિટલમાં લઇ જાવ. એને કાચની પેટીમાં ઘણો

લાંબો વખત રાખવો પડશે.

આખા અમદાવાદમાં એ સમયે માંડ બે-ત્રણ જગ્યાએ જ

કદાચ આ સુવિધા ઉપલબ્ધ હતી.

મારા દીકરાને દાખલ કર્યો. એ સમયે અન્ય નવજત

બાળકો પણ ત્યાં હતાં. બે-ત્રણ દિવસે એકાદ બાળક ઇશ્વરને

પ્યારું થઇ જતું હતું. હું ખૂબ જ હતાશ થઇ ગયો હતો.

ડૉક્ટર પણ એમના શક્ય તમામ પ્રયાસો કરતા હતા.મારા

દીકરાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક હતી.

આ પરિસ્થિતિમાં મણિનગર ખાતેનું મારું દવાખાનું પણ

ચાલુ રાખવું જરૂરી હતું. કારણ મારા દર્દીઓને તકલિફ પડે,

તો જાય ક્યાં? હું આખી રાત મારા દીકરા પાસે રહેતો

અનેસવારે ઘેર આવી, નાહી-પરવારી સવારના દર્દીઓને

તપાસતો. બપોરે થોડોક આરામ અને સાંજની ઓપીડી

પતાવી, પાછો પહોંચી જતો દીકરા પાસે.

મારા દીકરાની હાલતમાં ખાસ કોઇ સુધારો જણાતો ન

હતો. આપરિસ્થિતિમાં એને અન્ય જગ્યાએ લઇ જવો પણ

કેવી રીતે?ડૉક્ટરે પણ ઉપરવાળાઉપર ભરોસો રાખવાનો

દિલાસો આપી દીધેલો.એક દિવસે સાંજના મારી ઓપીડી

પતાવી હું દીકરાને જોવા અધીરો થઇ રહ્યો હતો,

ત્યાં જ મારા સ્ટાફ નર્સે કહ્યું કે કોઇ મુસ્લિમ બાઇ આવી છે.

મેં કહ્યું કે, સમય પૂરો થઇ ગયો છે. કાલે આવવાનું કહો.



હું દરવાજા બંધ કરી બહાર નીકળી રહ્યો હતો ને એ

મુસ્લિમ બાનુ હાથ જોડી મને કરગરી રહીહતી.હું ગુસ્સે થઇ

ગયો. ‘મારે બહાર જવાનું છે. તમે કાલે આવજો.’ જવાબમાં

એ રીતસરની મારી સામેઝૂકી પડી. ‘સાહેબ, ખાનપુરથી

ચાલતાં આવ્યા છીએ.મારી હાલત જુઓ. અવતીકાલે પાછું

ચાલીને જ આવવું પડશે. દયા કરો સાહેબ, અલ્લાહ….

તમારા દીકરાને ખૂબ લાંબુ આયુષ્ય આપશે…..’

હું સડક થઇ ગયો. એનું છેલ્લું વાક્ય મારા હૃદયની

આરપાર નીકળી ગયું. પાછો વળી ગયો.

એ બાઇને ખૂબ શાંતિથી તપાસી, જરૂરી દવાઓ પણઆપી.

’કેટલા પૈસા આપું,સાહેબ?’એના હાથ ફરી જોડાઇ ગયા. હું

એને જોઇ જ રહ્યો. જે બાઇ આઠ-દસકિલોમીટર ચાલીને

આવી હોય. એની પાસેથી શું લઇ શકાય?

મારાથી બોલાઇ ગયું, ‘બહેન… તું મને ફરીથી દિલથી દુવા

આપ….મારા માટે એ જ તારી ફી છે.’

એ બાઇએ જીર્ણ થઇ ગયેલા સાડલાથી આંખો લૂછી ખરી,

પણ …. આભારવશ બનેલી એ આંખો કાબૂમાં ના

રહી.’અલ્લાહ…. આપકે બેટેકો લમ્બી ઉમ્ર દે….’

એના અંતરના આશીર્વાદ લઇ, હું જાણેહલકોફૂલ થઇ ગયો.

અને પછી જે ચમત્કાર સર્જાયો, એ આજીવન નહીં ભૂલાય.

મારા ફોનની ઘંટડી રણકી ઊઠી, ‘શરદભાઇ… ગુડન્યૂઝ.

ઇંગ્લૅંડથી મારા એકપરિચિત ડૉક્ટર આપણી હૉસ્પિટલમાં

આવ્યા છે.તમારા દીકરાને એમણે તપાસીઇંગ્લૅંડથી લાવેલું

એક ઇંજેશન પણ આપી દીધું છે, દીકરો રડી રહ્યો છે.

ડૉક્ટર મિત્રનું કહેવું છે કે, એ ઘણો જ સ્વસ્થ છે. ચિંતા

કરવાની કોઇ જરૂર નથી.


તમે જલદીથી દીકરાને મળવા આવીજાવ…’

હું હૉસ્પિટલ પહોંચ્યો, ઇંગ્લૅંડથી આવેલા ડૉક્ટર મને ભેટી

પડ્યા. ને હું હીબકે ચડી ગયો…. મારા દીકરાએ પણ મારી

સાથે સૂર પુરાવ્યો ત્યારે બંને ડૉક્ટરોની પણ આંખો ભીની

થઇ ગઇ.

કોણ કહે છે કે દુવાઓ નો પણ ધર્મ હોય છે?

4 April 2018

એ.સી વાળા ઓરડામાં પણ પરસેવો વળે છે અને અંતર ના ઉંડાણ માંથી એકજ અવાજ આવે છેકે..

જે લોકોને સમય નક્કી કરવા ત્રણ ત્રણ પરિપત્રો કરવા પડે...એ લોકો ત્રણ કલાકમાં આપણું મૂલ્યાંકન કરશે..આવી વિરલ ઘટના સદીમાં એકજ વાર બને છે.. તો આ ક્ષણે મનમાં વિચારોની આંધી ઊઠે છે.. કે આમતો ગુણોત્સવ વિધાર્થીની પરિક્ષા છે પણ કેમ જાણે લેવાતી શિક્ષકોની હોય તેવો ઘાટ ઘડાયો છે..તો શું આખી સરકારી સિસ્ટમમાં એક શિક્ષકજ કામચોર અને બાકીનાં બધાં દૂધે ધોયેલાં..??
કેમ રેવન્યુ વિભાગમાં કોઈ ઉત્સવ નહીં.. ત્યાં જમીનનાં સોદા સાદગીથી પડતા હશે..?
કેમ સચિવાલયમાં કોઈ ઉત્સવ નહિ..ત્યાં બધા વિભાગોમાં ફાઈલો ફટાફટ દોડતી હશે...?
કેમ વિધાનસભામાં કોઈ સુધારણા કાર્યક્રમ નહિ.. ત્યાં માઇક નો ઉપયોગ માત્ર મીઠું મીઠું બોલવાજ થતો હશે??
કેમ..બેંકોમાં કોઈ ઉત્સવ નહીં.. એમના પૈસે તો ઘણા ઉત્સવો વિદેશમાં પણ થાય છે..!! કે પછી કોઈને ત્રીજા લગ્ન કરવા 9000 કરોડ ની નાણાંકીય સહાય કરવી એ એમની પરંપરા નો ભાગ છે?? 
ગુણોત્સવ નો આશય શું છે એ આજ દિન સુધી સમજાતું નથી..
શુ કોઈ શાળાનું..શાળામાં કામ કરતાં શિક્ષકોનું..એકજ દિવસમાં મુલ્યાંકન કરી શકાય..?
શું ભારત નું ભાવિ ઘડનારા ઘડવૈયાઓને અંગ્રેજી માં એ.બી.સી.ડી ના આવડતી હોય તેવા લોકો પાસે મુલવવાનાં..??
શુ લખવું ને શુ ના લખવું મને સમજાતું નથી..
જે દેશનાં ભવ્ય ભુતકાળનાં ઉદાહરણ આપી લોકો ગર્વ મહેસુસ મહેસુસ કરતાં હતાં જે દેશની ગરીમાનું છેલ્લા થોડાં વર્ષોમાં ચીરહરણ થયું હોય એવું લાગી રહ્યું છે....
પણ શું કરીએ..
આપણે તો માત્ર વાતોજ કરી શકીશું.... કારણકે આપણે આપણી સહનશક્તિ સારા એવા પ્રમાણમાં વિકસાવી લીઘી છે....બહું લખાઈ ગયું..બહુ ઠલવાઇ ગયું..
પણ શું કરૂ..
આજે આ લાગણીઓનો લાવરસ રોક્યો રોકાતો નથી...
કારણ મારું બાળક.. કે જેને કેળવણી આપવાની મારી જવાબદારી છે.. તેજ હું આ સરકારી તાયફાઓમાં અદા ન કરી શકું..જેની પાછળ એના ખેડૂત કે નાની નોકરી કરતાં માં બાપનાં અરમાન હોય કે મારો દીકરો કે દિકરી નિશાળ માં જઈ ભણશે.. કંઈક બનશે..અને અમને આ સ્થિતિમાંથી બહાર લાવશે.. તેવા બાળકોનાં શિક્ષણને જ્યારે પ્રચાર નું માધ્યમ બનાવી દેવામાં આવે.. એમને મફતમાં સરકારી બ્રાડ  એમ્બેસેડર બનાવી દેવામાં આવે અને જ્યારે હું એક આશાસ્પદ વિધાર્થીના વાલી ને એના બાળકનાં શિક્ષણનાં અભિપ્રાય માટે ફોન કરું.. અને એ બાપ ખેતરમાંથી પોતાનું હળ છોડીને દોડીને મારી પાસે આવે  અને આજીજી કરતા કરતા એની આંખો ઉભરાઈ આવે ત્યારે આ મન ઉકળી ઊઠે છે,એ.સી વાળા ઓરડામાં પણ પરસેવો વળે છે અને અંતર ના ઉંડાણ માંથી એકજ અવાજ આવે છેકે..
"બંધ કરોઆ ખોટા તાયફા...
અમારું કામ અમને કરવા દો..
અમને બસ ભણવા દો...
અમને બસ ભણાવવા દો".......

ગુણોત્સવથી ગુણવત્તા વધે એવા વ્હેમ માંથી આપણે ક્યારે બહાર નિકળીશું?

ગુણોત્સવથી ગુણવત્તા વધે એવા વ્હેમ માંથી આપણે ક્યારે બહાર નિકળીશું?

            ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશી એ એક વાર કહેલું,“ સમસ્યાનુ મૂળ અને નિરાકરણ બંન્ને માટે કેળવણી જવાબદાર છે.”
કેળવણીનો સાચો અર્થ સમજ્યા વગરનું બધુ નકામુ .  MLL અને પ્રજ્ઞાથી જો કોઇ ફરક ન પડ્યો હોય તો આપણો વ્યાયામ પાણીમાં ગયો.? અને હવે તો “લર્નીંગ આઉટકમ્સ” જેવો નવો શબ્દ આવ્યો છે.
મૂળવાત આપણે શિક્ષણમાં દિશા ભટકેલા મુસાફરો છીએ. હજારો કિલોમીટર ચાલીએ છીએ પણ  પહોંચતા ક્યાય નથી.! ફરી પાછા જ્યાં હતા ત્યાં.
        કેટલાક શિક્ષકો અભ્યાસક્રમ બહાર જઇને ભણાવવાની હિંમત કરે છે. ત્યાં બાળકો સાચી કેળવણી પામે છે. તેમને ચાર દિવાલમાં ગોઠતું નથી. પ્રત્યક્ષ અનુભવમાં માનનારા આ શિક્ષકો ગુણોત્સવથી પર છે. તેઓ ઘડિયાળના કે અભ્યાસક્રમના મોહતાજ નથી હોતા. બાળકોમાં પ્રમાણિકતા, ચતુરાઇ અને પરિશ્રમ વગેરે ગુણોનું સિંચન એ જ તેમનો ગુણોત્સવ. લાગણીની ખેતી કરતા આ શિક્ષકો બાળકોના પ્રેમ અને સ્નેહથી ભીંજાતા હોય છે.એક મિનીટ પણ બાળકોથી દૂર થવાય તો એ તેમને મન ‘મેમો’ મળ્યાં બરાબર છે.મફતનો પગાર તેમને ના ખપે.પગાર કરતાં વધુ આપવાની તેમની ખેવના હોય છે. તેઓ સાચા અર્થમા વર્ગ ને સ્વર્ગ બનાવવા મથતા હોય છે.તેઓ બાળકો અને વાલીઓમાં પ્રિય હોય છે. આવા શિક્ષકોની પરીક્ષા કે ટેસ્ટ લેવાની હિંમત ક્યા અધિકારી દાખવશે?      

         Copy paste from Dr.santosh Devkars Wall

1 April 2018

ભલે જીવનમાં ધક્કો વાગે કશુંક સારું જ છલકાશે.

🙏આપણા હાથમાં ગરમ કૉફીનો
છલોછલ ફીણમઢેલો કપ
હોય અને પીવાની તૈયારી
કરતા જ હોઈએ ત્યાંજ પાછળથી કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો હાથને વાગે અને છલોછલ ભરેલા
કપમાંથી ચારે તરફ કૉફી
ઢોળાય જાય.

બરાબર આવું જ થાય.
શા માટે કૉફી ઢોળાય?

તમે જવાબ આપશો
અરે કોઈ પાછળથી ધક્કો મારે તો કૉફી ઢોળાય જ ને ?

ના,
આ જવાબ પૂરો સાચો નથી.
તમારા હાથમાંના કપમાંથી
કૉફી ઢોળાય,
કારણ કે
કપ કૉફીથી ભરેલો હતો.
જો
કપ ચાથી ભરેલો હોત તો... ચા ઢોળાત !

જે કપની અંદર હોય એ
છલકાયને બહાર આવી જાય...
ઢોળાઈ જાય.
પછી એ ચા હોય, કૉફી કે દૂધ કે લસ્સી કે પછી શરબત.

જે કપની  અંદર હોય  એ જ બહાર છલકાય.

આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ.

સંદેશ  એ છે કે
આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ.
જ્યારે જીવનમાં આપણને
સમય-સંજોગ પ્રમાણે ધક્કો
લાગે ત્યારે આપણી અંદર જે
હોય એ બહાર છલકાય છે.
જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં
સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ,
પરંતુ જ્યારે ન ગમતું બને,
ધક્કો વાગે ત્યારે હકીકતમાં
અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.

આપણે આપણી જાતને
પૂછવાનું છે કે
આપણે કપ હોઈએ-
ધક્કો વાગે
તો બહાર શું છલકાય?

જિંદગીમાં ધક્કો વાગે
ત્યારે શું છલકાશે?
શું ઢોળાશે?

આનંદ ? આભાર ? શાંતિ ? માનવતા ? વિનમ્રતા ?
કે પછી
ગુસ્સો ? કડવાશ ?
ખરાબ શબ્દો ?
કે પછી
ખરાબ વર્તન?

આપણામાંથી કશુંક સારું જ
છલકાય, ઢોળાય એ માટે
જીવનને ક્ષમા, શાંતિ, આનંદ, દયા, પ્રેમ, લાગણી, સ્નેહભર્યા શબ્દો અને
હકારાત્મકતાથી ભરી દો.

પછી ભલે જીવનમાં ધક્કો વાગે કશુંક સારું જ છલકાશે.